Archive for ઓગસ્ટ 30, 2013

અમેરીકાના મોહમાં આવે ભારતીઓ અમેરીકા !

 

અમેરીકાના મોહમાં આવે ભારતીઓ અમેરીકા !

આજની આ વિચારધારા માટે પ્રેરણા મળી છે એક લેખ આધારીત.

એ લેખ લખનાર છે અમદાવાદ,ગુજરાતના રહીશ મારા મિત્ર શ્રી જનકભાઈ શાહ,

એમણે એક “ફાઈલ” રૂપે આ લેખ મને ઈમેઈલથી  મોકલ્યો.

અને એ જ લેખ હ્યુસ્ટન અમેરીકા રહેતા મારા બીજા મિત્ર શ્રી વિજય શાહે એમના બ્લોગ પર પ્રગટ કર્યો એ વાંચ્યો.

કાંઈ ચર્ચા કરીએ તે પહેલા એ લેખ વાંચવો ખુબ જ અગત્યનું છે. તો, તમો નીચેની “લીન્ક” દ્વારા એ વાંચો>>>>

http://www.vijaydshah.com/2013/08/28/ek-rajakan-suraj-thavane-shamane/

આ લેખનું હેડીંગ હતું “એક રજકણ સૂરજ થવાને શમણે “.

એક સુંદર લેખ, સત્ય ઘટના આધારીત.

વાંચી, હું પણ પ્રભાવીત થયો.

અને આજની “ચંદ્રપૂકાર”ની પોસ્ટ “ચંદ્રવિચારધારા”ની કેટેગોરીમાં “અમેરીકાના મોહમાં આવે ભારતીઓ અમેરીકા”.

સારંગ અને આશાવરીના જીવનની આ વાત છે.

શિક્ષણ મેળવી ગુજરાતમાં રહેતી આશાવરીના ભાગ્યમાં અમેરીકા સ્થાયી થયેલ સારંગ જીવન સાથી…બંને નોકરી કરે અને ખુશીમાં.

જોડીયા બાળકીઓનો જન્મ. એમના ભવિષ્યનો સવાલ અને અહીંની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિ વચ્ચે ચર્ચા,અને અંતે અમેરીકાનો મોહ છોડી ફરી અમદાવાદમાં વસવાટ.

આ વાર્તા પહેલા. જનકભાઈ કેવી કેવી રીતે ભારતીયો અમેરીકા જવાના સ્વપનાઓને સાકાર કરવા શું શું કરે તેનો ખ્યાલ આપ્યો…અનેકને થયેલી નિરાશાનો અને દુઃખભરી કહાણીનો ખ્યાલ આપ્યો.

હવે ચર્ચા કરીએ તો સવાલો મનમાં આવે છે >>>>

(૧) જે સારંગ અને આશાવરીએ સંતાનોના ભવિષ્ય માટે અમેરીકા છોડવાનો નિર્ણય લીધો તે યોગ્ય કહેવાય ?

(૨) જેઓ ભારત છોડી અમેરીકા આવી સ્થાયી થયા તેઓએ લીધેલો નિર્ણય યોગ્ય કે એ એમની ભુલ છે ?

(૩) અમેરીકા રહેતા ભારતીઓએ ખરેખર શું કરવું જોઈએ ?

હવે આ ત્રણ પ્રષ્નો પર વિચાર કરીએ !

(૧) સારંગ અને આશાવરીએ એમેરીકાનો મોહ છોડી ભારત ફરી સ્થાયી થવાનું નક્કી કર્યું એમાં એમણે “અમેરીકન સંસ્કૃતિ”અપનાવવામાં બાળકો વડીલોને માન સનમાનનો ભંગ તેમજ અન્ય “ભારતીય સંસ્કૃતિ” ગુણોનો નાશ થતો નજરે આવ્યો. એથી જ, એમનો ભારત ફરી જવાનો નિર્ણય હતો. મારા ખ્યાલે એ યોગ્ય જ હતો.

(૨) અમેરીકામાં ઉચ્ચ અભ્યાસ કારણે ભારતીઓએ આવવું.

   અહીં આવી નોકરીની કદર, ભાવી સુધારવાની ક્ષણો….અને અહીં ગમે તેવું કામને “હલકું” ના ગણવાની વૃત્તિ, અને કાયદા કાનુનને માન આપવું એ જરૂર “સારી” વાતો છે.

આ અપનાવવા જેવી વાતો છે.

પણ, જ્યારે ભારતવાસી ભારતમાં જે થાય તેની ટીકા કરવાનું જ રાખે….અમેરીકન ઢબે જ રહેવું એમાં જ “મહાનતા” અને ડોલરના “લોભ”માં પરિવારમાં બાળકો માટે પણ પુરતું ધ્યાન ના આપવું  વિગેરે સ્વભાવમાં આવી જાય તો એ “પતન”ના પંથે જઈ રહ્યો હોય છે.

અહીં મળતી “સ્વતંત્રતા”  સાથે નારી વિચારધારાએ “સમતોલનતારૂપી હક્ક”ની માંગ, અને બાળકો વધુ પ્રમાણની “છુટ” માટે આગ્રહ રાખવો કે પછી માતા કે પિતાની સેવા “ભારરૂપી” બની જાય ત્યારે જાણવું કે તમે “પતન”ના પંથે છો.

કારણ કે ભારતીય સંસ્કારરૂપી “મુલ્ય” ઓછું થતું જાય છે

એક માનવ તરીકે કે એક ભારત સંસ્કૃતિના ઘડાયેલ માતા કે પિતા તરીકેની ફરજ અદા કરવાનું ચુકી ગયા છે.

(૩) તો…અમેરીકામાં રહેવું હોય કે જેઓ સ્થાયી થઈ રહે છે તેઓએ શું કરવું ?

તો, ભલે અમેરીકામાં રહો પણ ભારત અને એની સંસ્કૃતિ મુલ્યને કદી ના ભુલો….બાળકોમાં “ભક્તિભાવ” જાગૃત કરવાના પ્રયાસો ચાલુ રાખો . અહીં પણ વૃદાવન અને કૃષ્ણ તત્વ હોય શકે. હવે જેમ ભારતીઓનો વસ્તી વધારો થાય છે, મંદીરો પણ બને છે તેનો લાભ લઈ શકાય છે. અહીં રહી પણ તમે ભારતમાં રહેતા દુઃખીઓ દર્દીઓ અને ગરીબોના સાહક બની શકો છો.આવી  હાલતે તમે હોય તો અમેરીકાની “કર્મભૂમી”માં તમે યોગ્ય છો.

મેં તો મારી વિચારચારા દર્શાવી દીધી.

તમે શું કહો છો ?

એવું નથી કે જે મેં કહ્યું એ જ યોગ્ય કહેવાય…ના ના, તમે તમારો અભિપ્રાય જરૂર આપજો !

હું અનેકના “નવા વિચારો” વાંચવા આતુર રહીશ !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is in the Category of “CHANDRA VICHARADHARA”

Today’s Topic is ” Attraction to America & Indians Residing in America “.

I am of the opinion that it is NOT a crime to come to America.

Those who “totally ignore the Eastern Culture or the Indian Culture” often have the Path towards the “Self Destruction”.

Adopt what is “good” in America & also “preserve” the old traditions of the Higher Values.

There are some who had chosen to leave America for the “Future ” of their Childeren or some other personal reasons.

Those who choose to stay, have the “greatest responsibility” to preserve the “Indian Identity” and at the same time be “proud” of what America had given to them.

Your OPINION is important.

Give as your COMMENT for this Post.

Dr. Chandravadan Mistry

ઓગસ્ટ 30, 2013 at 12:53 એ એમ (am) 15 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 396,657 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031