કળિયુગમાં શ્રી કૃષ્ણ વિચાર !

August 28, 2013 at 12:35 am 12 comments

કળિયુગમાં શ્રી કૃષ્ણ વિચાર !

હવે, ફરી જન્મવું કે ના જન્મવું ?એ પર કાનો  વિચાર કરે,

વિચાર કરતા, કાનો તો તો ખુબ જ મુજવણોમાં પડે,

ઈચ્છા નથી હવે, ધરતી પર જાવા મુજને !…….(૧)

 

નથી રહ્યો ધરતી પર પ્યારો અર્જુન મારો,

અરે ! નથી રહ્યો ધર્મરક્ષક ધર્મરાજ મારો,

ઈચ્છા નથી હવે, ધરતી પર જાવા મુજને !…..(૨)

 

એક કંસ જગાએ અનેક કંસો હું નિહાળી રહ્યો,

નથી પાંડવો ‘ને કૌરવરૂપી માનવો હું નિહાળી રહ્યો,

ઈચ્છા નથી હવે, ધરતી પર જાવા મુજને !….(૩)

 

અરે ! વૃદાવન અને ગોકળીયું પણ ના રહ્યું,

ગામડાઓ બદલે શહેરો બનેલા, તે જ જોવાનું રહ્યું,

ઈચ્છા નથી હવે, ધરતી પર જાવા મુજને !…..(૪)

 

હવે નથી ગોપ ગોપીઓ અને રાધાજી મારા ધામે,

માખણ છે અતુલ નામે, રાસ જગાએ “ડીસ્કો” જામે,

ઈચ્છા નથી હવે, ધરતી પર જાવા મુજને !…..(૫)

 

નેતાઓ અને પ્રજા ભ્રષ્ટાચારની આગમાં જલી રહ્યા,

તો, કોણ સાંભળશે ? સૌ તો કૃષ્ણ કે કાનાને ભુલી ગયા,

ઈચ્છા નથી હવે,ધરતી પર જાવા મુજને !……(૬)

 

જે કહેવું હતું તે તો મેં કહી દીધું હતું “ગીતા” પાઠે,

જે કહ્યું હતું છે એ મિઠ્યા, જો આજે ગીતા મારી ના ખોલે,

ઈચ્છા નથી હવે, ધરતી પર જાવા મુજને !……(૭)

 

અંતે ચંદ્ર કહે ઃ “જન્મ દિવસ છે આજ તારો, ઓ,કાના, મારા પ્યારા,

છોડી હઠ તારી,કળિયુગે આવજે વહેલો વહેલો ઓ, પ્રિતમ, મારા પ્યારા,”

ઈચ્છા બદલી, ભક્તો કાજે કાનો મારો જગમાં આવે !…..(૮)

 

કાવ્ય રચનાઃ તારીખ ઓગસ્ટ,૨૬,૨૦૧૩                    ચંદ્રવદન

 

બે શબ્દો…

આજની પોસ્ટ છે “પી.કે.દાવડા”ના કાવ્ય આધારીત.

જે કાવ્ય ઈમેઈલ દ્વારા મળેલું તે છે>>>>

નથીજન્મલેવો

(ઢાળઃપુરીએકઅંધેરીનેગંડુરાજા)

 

કહે  કૃષ્ણ  મારે  નથીજન્મલેવો,

નથીઆજગીતાતણો પાઠકહેવો.

હવે   ચોરવા  માખણ ક્યાં વધ્યુંછે

ઈજારો બધોઅમૂલને દઈદીધોછે

હવે  ગોપીઓને  નબંસી  જગાવે,

હવે  સેલ  ફોનો  તણાં   સાદઆવે.

હવે  ગોપીઓ   રોજ  કોલેજ  જાતી,

નવાકા’ન શોધી  નવાગીતગાતી.

હવે    ચૂંટણીમા લડે  કંસ  જાજા,

લડે  ચૂંટણીઓ  મૂકી સર્વ  માજા.

હવે    પાંડવો  કૌરવો  એક  ખૂંટે,

લડે  ચૂંટણી  ને  પછીરાજ લૂંટે.

કહોઆજમારૂં અહીંકામશું છે?

કયાંધર્મરાજા? એ અર્જુનક્યાંછે?

             -પી. કે. દાવડા

તો, મારી રચના સાથે ઉપરની દાવડાજીની રચના માણો.

સૌને આ વર્ષની “જન્માસ્ટમી” માટે  આનંદભરી શુભેચ્છાઓ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is Birthday of Lord Krushna.

It is 28th August 2013.

A Poem in Gujarati was created after the inspiration from a Poem sent to me by P.K. Davda by Email. That Poem is also published in this Post…so that the Readers can enjoy both Creations.

HAPPY JANMASTMI to All !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

“શ્વેતા”…મારી એક પુસ્તક-વાંચન યાત્રા ! અમેરીકાના મોહમાં આવે ભારતીઓ અમેરીકા !

12 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  August 28, 2013 at 1:37 am

  એક જ ભાવ વાળી દાવડાજી અને તમારી રચનાઓ જ્ન્માસ્તમી પર્વ

  ઉપર વાંચીને આનંદ થયો .રિસાયેલા કનૈયાને છેવટે તમે મનાવી લીધા

  એ નવીનતા ગમી .

  આપને શ્રી કૃષ્ણ જન્મ જયંતીના પાવન પર્વે અનેક શુભેચ્છાઓ .

  Reply
 • 2. mehtasp25  |  August 28, 2013 at 1:57 am

  બન્ને કાવ્યો વાંચી ને આનંદ.થયો। . આભાર

  Reply
 • 3. P.K.Davda  |  August 28, 2013 at 2:14 am

  મને તો કાનાએ સાફ ના પાડી દીધી, પણ કદાચ તમારી વાત એ માનસે, અને જરૂર જન્મ લેશે.

  Reply
 • 4. Ramesh Patel  |  August 28, 2013 at 5:41 am

  જયશ્રી કૃષ્ણ….ભજવો તો છે કાનુડાને..યાદ કર્યો તો આવ્યા વિના રહેશે નહી. સરસ બંને રચનાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 5. Sanat Parikh  |  August 28, 2013 at 3:41 pm

  Enjoyed both the poems! Very true and timely!

  Reply
 • 6. Dilip Gajjar  |  August 28, 2013 at 3:59 pm

  જન્માષ્ટમી ની આપને શુભેચ્છાઓ કર્યું છે સુંદર કાવ્ય રજુ કર્યું
  કૃષ્ણ આપણી સાથે જ છે આપણા માં જ છે। .જન્માવવાના પામવાના હશે તો પણ પ્રયત્ન થી જ પોતાની વૃત્તિ માં જ, ભક્તિમાં જ પ્રીતિ માં જ, સદીઓથી મનોવૃત્તિ થઇ ગઈ છે કે કોઈ આવી દેશ માં ઝાડું મારી જશે અવતારવાદ ને પણ સમજવામાં ગેરસમજ થઇ કૃષ્ણે જે શાસ્વત સિદ્ધાંતો કહ્યા તેના પાલનથી કૃષ્ણ અવતારી શકે જેમ..ગાંધીનાં અધૂરા સ્વપ્ન પુરા થાય તો આજે ભારત કેવું હોય એમ જ…કૃશ જેવા કપરા કાળમાં આવેલા એવા કપરા કાળમાં જ એના આદર્શો પ્રેરક છે..નિમિત્ત માત્ર ભવસ્વ્ય સાચીન

  Reply
 • 7. pravina Avinash  |  August 28, 2013 at 5:29 pm

  કૃષ્ણને આવ્યા વગર છૂટકો નથી. આશા છે , અને આશા અમર છે.

  Reply
 • 8. Dr.Chandravadan Mistry  |  August 28, 2013 at 8:31 pm

  This was an Email Response>>>>

  Re: કળિયુગમાં શ્રી કૃષ્ણ વિચાર !
  FROM Rajul Shah TO You FromRajul Shah To chadravada mistry

  કાનાજી ને જન્મ લેવાનો સમય સાચે જ થયો છે.

  Rajul Shah
  http://www.rajul54.wordpress.com
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Rajulben,
  Thanks ! Happy Janmashtami !
  ChandravadanBhai

  Reply
 • 9. sapana53  |  August 29, 2013 at 4:01 am

  સરસ ગીત…મેં જન ફરિયાદમાં મોકલ્યું છે

  Reply
 • 10. ishvarlalmistry  |  August 29, 2013 at 5:20 am

  KRISHNAKANAYALAL KI JAI. both poems nicely done,Congractulations and Best wishes to both of you.

  Ishvarbhai.

  Reply
 • 11. dadimanipotli  |  August 29, 2013 at 11:14 am

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  જન્માષ્ટમીની શુભકામના સાથે શુભેચ્છાઓ. દાવડાજી તેમજ આપની ખૂબજ સુંદર રચનાઓ માણવા મળી. ધન્યવાદ.

  Reply
 • 12. પરાર્થે સમર્પણ  |  September 3, 2013 at 2:21 am

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્રવદનભાઇ

  આદરણીય વડિલ શ્રી દાવડા સાહે સાથે ચંદ્ર લીલા કાનુડાને

  આજની પરિસ્થિતીનો સચોટ ખ્યાલ આપે છે.

  વાહ…વાહ…વાહ

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

August 2013
M T W T F S S
« Jul   Sep »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: