“શ્વેતા”…મારી એક પુસ્તક-વાંચન યાત્રા !

ઓગસ્ટ 26, 2013 at 12:34 પી એમ(pm) 6 comments

શ્રી પ્રવીણ શાસ્ત્રી

શ્રી પ્રવીણ શાસ્ત્રી

PRAVIN SHASTRI…..Author  of the Book SWETA

 
“શ્વેતા”…મારી એક પુસ્તક-વાંચન યાત્રા !
 
 
શ્વેતા”નામનું પુસ્તક પોસ્ટ દ્વારા સોમવાર અને જુલાઈ,૧,૨૦૧૩ના દિવસે મારા હાથમાં હતું.
એ પુસ્તકના ન્યુ જર્સી રહીશ શ્રી પ્રવિણભાઈ શાસ્ત્રીએ મને પ્રસાદીરૂપે મોકલ્યું હતું.
પુસ્તક મળ્યા બાદ, તરત જ મેં વાંચવાનો લ્હાવો લીધો.
 
એ લાલ કલરના પુસ્તક કવર પર લેખકના નામ તેમજ પુસ્તક નામ “શ્વેતા”સાથે એક સુંદર નારીનો ચહેરો હતો.
કવર ખોલી, એક પછી એક પાના ધીરે ધીરે વાંચ્યા.
 
આ નવલકથાની શરૂઆત પાન ૧૦થી થાય તે પહેલા, પ્રવિણભાઈના શબ્દો “મારી વાત”, અને ત્યારબાદ,”મિત્રને વધાઈ”રૂપે હરનિશભાઈ જાનીના વિચારો અને છેલ્લે ડો. હરિકૃષ્ણ જોષીના થોડા શબ્દો વાંચી આનંદ અનુભવ્યો.
 
પણ મનમાં એક જ પ્રષ્ન હતો ઃ પ્રવિણભાઈની “શ્વેતા”ખરેખર કોણ ?
એ જાણવા માટે આતુરતા હતી. પાન ૧૦થી શરૂ થયેલ ચેપ્ટર ૧ થી પાન ૨૨૪એ પુર્ણ કરતો ચેપ્ટર ૨૯ વાંચી આનંદ થયો.
નવલકથાની શરૂઆતે સુહાગરાત્રીએ પતિ અક્ષયની વાટ જોઈ રહેલી “શ્વેતા”ના દર્શન થાય છે.પણ, અક્ષય કોણ ? એનું જણાવતા, એના પિતા સુંદરલાલ શેઠ અને માતા સુવર્ણાબેનના દર્શન સાથે શેઠની કંપનીમાં કામ કરતા શ્વેતાના મોટાભાઈ યોગેશભાઈ શ્રોફની ઓળખાણ પણ થઈ.
શ્વેતાને એક સંસ્કારી છોકરી જાણી, સુંદરલાલે એમના દીકરા અક્ષય માટે શ્વેતાનો હાથ માંગતા,શ્વેતાના મંજુરી સાથે, યોગેશભાઈએ શ્વેતાના લગ્ન અક્ષય સાથે કરાવ્યા હતા.અક્ષય એસએસસી ભણેલો અને શ્વેતા હોંશીયાર ઈકોનોમીક્સ સાથે “એમબીએ”હોવા છતાં આ લગ્ન માટે રાજી હતી.દારૂના નશામાં સીગરેટ પીતા અક્ષયે લગ્નની પહેલી રાતે જ એના કેથી સાથેના સબંધોની જાણ કરી અને સાથે સ્વીઝરલેન્ડના હનીમુન પ્રવાસની ચેતવણી આપી.
બીજે ચેપ્ટરે સ્વીઝરલેન્ડ ટ્રીપ અને સાથે હતી અક્ષયની પ્યારી કેથી. ત્યાર બાદની ઘટનાથી ભયભીત થયેલી શ્વેતાએ રીટ્ર્ન ટિકીટનો ઉપયોગ કરી, મુંબઈ “સુવર્ણ વીલા”માં જઈ સુંદરલાલના પગે પડી અને બધી જ સત્ય ઘટના કહી ત્યારે સુંદરલાલ અને સુવર્ણાબેને એને વહું ના ગણી અને પોતાની જ દીકરીરૂપે સ્વીકારી.શ્વેતાએ એનો સ્વીકાર કર્યો.
આ નવલકથામાં અનેક પાત્રોનો સમાવેશ થાય છે…અનેક ઘટનાઓ થાય છે.
શ્વેતાને શેઠની કંપનીમાં જવાબદારી….કેથીને “દ્રગ”ના કેસમાં ધરપકડ, અક્ષયથી દુર કેથી, અને ધીરે ધીરે અક્ષય શ્વેતાને ચાહતો થઈ પોતાની ભુલો માટે માફી માંગે, પણ અંતે અત્માહત્યા કરે એટલે શ્વેતા ખરેખર વિધવા થઈ.અને,અક્ષયના મૃત્યુના આઘતે સુવર્ણાબેનનું હાર્ટએટેકથી ગુજરી જવું.ત્યારે શ્વેતાએ પીયર જવા ઈનકાર કરી સસરાની સેવા માટે જીવન અર્પણ કર્યું.
એવી સેવા સમયે, સુંદરલાલ નિકુળ સાથે શ્વેતાને નિહાળી એમના લગ્ન થઈ જાય એવા વિચારે હતા..વાર્તામા નિકુળને લાવતા, સાથે એની ટ્વીનબેન “નિરાલી” એન પતિ ડોકટર રાજુભાઈ તેમજ રાજુભાઈના માતાપિતા પાર્વતિબેન અને શિવભાઈ વગેરે આવ્યા. અને, સુંદરલાલના પ્લાન પ્રમાણે  બે કંપની જોડી શ્વેતા અને નિકુળ કામ માટે લંડન ગયા. ત્યારે શ્વેતાને આઘાત…નિકુળ એક યુવાન સાથે અને એ પછી સત્ય જાણી શ્વેતાને પુરૂષદેહમાં સ્ત્રી તત્વને આકાર આપવા જરૂરીત સર્જરી માટે શ્વેતા તૈયાર હતી…નિકુળ સમાજથી ડરતો હતો ત્યારે એના જીજા ડો. રાજુભાઈએ હિંમત આપી અને એણે હા પાડી. એથી, વાર્તામાં પ્રવેશ કરે છે પ્લાસ્ટીક સર્જન ડો. આદિત્ય આડવાની, જે ન્યુ યોર્કમાં પ્રેકટીશ કરતા હતા.
નિકુળમાંથી “સેક્ષ ચેઈન્જ” સાથે “નિકિતા” થઈ.
અને ત્યારબાદ, આવ્યા સોનાલીબેન આડવાની યાને ડો. આદિત્યના માતાજી.
સોનાલીબેન અસલ મુંબઈના રહીશ અને સુંદરલાલ શેઠના પાડોશી, અને એવી જાણમાં સુવર્ણાબેન પીયર હતા ત્યારે થયેલી એક ભુલના કારણે સોનલીબેન ગર્ભવતી થયા અને, ગણપતકાકાની સલાહે મુંબઈ છોડી અમદાવાદ સેટલ થઈ હતી અને ત્યાં જ આદિત્યનો જન્મ થયો હતો. આવા વિચારે સોનાલી શ્વેતા અને આદિત્યને ભાઈ અને બેનના સ્વરૂપે નિહાળતી હતી ત્યારે સત્ય બહાર આવ્યું ઃ અક્ષય એ સુંદરલાલ અને સુવર્ણાબેનનો દ્ત્તક પુત્ર હતો, અને એથી ભાઈ-બેનનો સબંધનો સવાલ રહેતો ના હતો.
ડો.મોના મહેતા મેનેજર કુંદનલાલની દીકરી અને એના ભણતર માટે સુંદરલાલ શેઠએ મદદ કરી હતી.એના લગ્ન પારશી  દીડો.ફીરોઝશાનાકરા મોહિત સાથે થયા હતા.આદિત્ય અને શ્વેતાના લગ્ન થઈ ગયા. પાર્ટીમાં પાર્વતિબેનના દીકરા રાજુના વર્તનથી નારાજ હતા.પણ, નિરાલીના મરણ વિષે વત કરી,ત્યાર નિપુલની નિરાલીનો ભેદ ખોલી રાજુએ વિગતો સુંદરકાકાને કહી.
ત્યારે બધુ જાણી, સુંદરલાલ શેઠે પ્લાનીંગ કર્યું અને જુનવાણીના પાર્વતિબેને નિકિતાને પ્રેમથી સ્વીકારી..ત્યારબાદ ભેદ ખોલી સત્ય જણાવ્યું.ત્યારબાદ, ત્રણ યુગલ કપલો ( આદિત્ય-શ્વેતા, રાજુ -નિકિતા, અને મોના-મોહિત )આ લગ્નખુશી સાથે પાર્ટી..અને શ્વેતા અને આદિત્ય હનીમુન માટે હવાઈ, મોના અને મોહિત અમેરીકા અને રાજુ અને નિકિતા ન્યુઝીલેન્ડ.
અને અંતે….
“ડી.એન.એ”ની ટેસ્ટ થી આદિત્યને સુંદરલાલ જ એના પિતા છે એવી જાણ થઈ..અને શ્વેતા ગર્ભવતી હતી એથી કુળે એક બાળ હશે. અને એક કવરમાં મમ્મી અને પપ્પા ( સોનલી અને સુંદરલાલ) માટે ૭૭ દિવસનો પ્રવાસ મુંબઈથી શરૂ કરી એક શણગારેલી લીમોઝીનમાં તૈયાર હતા…જેનાં પર લખ્યું હતું “ટુગેધર ફોર એવર”.
આ રહી પુર્ણ વાર્તા !
 
પણ…એ પછી હતા માધવી દવે તરફથી પુસ્તકના સારરૂપે શબ્દો.અને એમાં છેલ્લે લખ્યું હતું ઃ”સિત્તેર વર્ષે લેખન કાર્ય શરૂ કરનાર આ યુવાન લેખક પ્રવિણકાંતને અને તેમની પહેલી પ્રકાશીત થતી લઘુનવલ વહેતી વાર્તા “શ્વેતા”ને આવકારતા, હર્ષ અનુભવતા વાચકગણોમાંથી એક અહીં પણ સ્વાગત કરતા ગૌરવ અનુભવું છું “
હું મારા પુસ્તક વાંચન બાદ, એટલું કહું છું કે પ્રવિણભાઈને બાળપણે જે સાહિત્ય પ્રેમ હતો તે જ ફરી સરસ્વતી માતા કૃપાથી જાગૃત થયો છે. અને એના જ પરિણામે આ સુંદર નવલકથાનું લેખન શક્ય થયું છે. એમને મારા અભિનંદન !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
 
બે શબ્દો …
 
 
આ પુસ્તક વાંચવાનો લ્હાવો મળ્યો એનો આનંદ છે !
ફક્ત એક કલ્પીત નવલકથારૂપે ના નિહાળતા, આ વાર્તામાં સંસારની અનેક ઘટનાઓનો સમાવેશ કરી, લેખકે સંસારી મુઝવણોનો કેમ સામનો કરવો તેની સમજ આપી છે. જુનવાણીને કડક પાલન કરતા હોય તેઓને “નવા વિચારો”ને અપનાવવાની શીખ છે.સંસારમાં “ગમતું કે ના ગમતું ” જે કાંઈ થાય છે તેમાં પ્રભુ ઈચ્છા નિહાળી સ્વીકાર કરતા જ મનને “શાંતી” મળે છે.
ભલે, આ પુસ્તકની નવલકથામાં “શ્વેતા” મુખ્ય પાત્ર છે, તેમ છતાં, સુંદરલાલ શેઠનું પાત્ર ખુબ જ અગત્યનું છે. એઓ પૈસેદાર વ્યક્તિ, અને અનેકને પ્રાભાવિત કરે એવી એમની શક્તિ હતી ..એ શક્તિ દ્વારા એમણે અનેકને લાભ થાય એવું કાર્ય સિધ્ધ કર્યું. એમાં જ એમની મહાનતા છુપાયેલી છે.
મેં તો પુસ્તકનું વાંચન કર્યું.
જે કોઈને એ વાંચવાનો લ્હાવો મળશે તો મારૂં માનવું છે કે આ નવલકથા ગમશે જ !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW WORDS…
 
Today’s Post is my view of a Gujarati Book “SWETA”.
It is a book on one  Individual by the name SWETA. She gets married to less educated boy,AXAY a son of a rich person SUNDARALAL SHETH.
This son is Alcohic & a Drug Addict who is in love with KATHY, a Secretary.
Sweta learning of this, wanted the Divorce.
Accepting Sweta not as a Daughter-in-law but as their own daughter,Sweta chose to stay & change Axay…In keeping him away from Kathy Sweta is successful but eventually he committed suicide..his mother SUVARNABEN died from the Heart Attack because of the shock of her son.
Then…the Story brings lots of EVENTS in Sweta’s life.
The 2nd Husband to be was a Male with Female biochemistry…Sweta was  ready to help him to have the Sex-change Sugery.
She is introduced to another Person Dr.Aditya who happens to be the illegitimate child of Sunderalal.
Then, the revelation of late AXAY was an ADOPTED Child.
The introduction of Dr. Raju who had married the sister of NIPUL….Nipul became NIKITA by the sugical change…and eventually RAJU marries NIKITA who can not give birth to a child but ready to take care of the PURVI ( daughter of Raju).
Then there is Dr. Mona Mehta who gets married to a Parsi Boy.
SONALIBEN ( the Mother of Aditya) was the one SUNDERLAL had pregnated …they too, marry eachother & go out on the World Tour.
SWETA -ADITYA & others couples go for the HONEYMOON at different places after a big Party.
 
One can see there is DEEP MESSAGE of the ACCEPT the CHANGE in the SOCIETY.
 
Dr. Chandravadan Mistry
 

Entry filed under: Uncategorized.

પ્રેમના પ્રતિકરૂપે એક બાંયવાળુ લાલ સ્વેટર ! કળિયુગમાં શ્રી કૃષ્ણ વિચાર !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. pravinshastri  |  ઓગસ્ટ 26, 2013 પર 2:47 પી એમ(pm)

  આપના પ્રતિભાવ અને પ્રેમાળ લાગણી બદલ કયા શબ્દોમાં આભાર માનવો એ આવડતું નથી. મારા બ્લોગના પહેલા દિવસથી માર્ગ દર્શન મળતા રહ્યા છે. એ ચાલુ રહે એ જ અભ્યર્થના. કુશળ હશો.

  જવાબ આપો
 • 2. pravina Avinash  |  ઓગસ્ટ 27, 2013 પર 2:17 એ એમ (am)

  પ્રથમ પ્રયાસમાં શ્વેતાનું પાત્રાલેખન સુંદર છે.

  જવાબ આપો
 • 3. nilam doshi  |  ઓગસ્ટ 27, 2013 પર 4:59 એ એમ (am)

  nice observation…

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  ઓગસ્ટ 27, 2013 પર 5:05 એ એમ (am)

  એક વિનમ્ર સ્વભાવના સાહિત્યકાર મિત્ર શ્રી પ્રવીણભાઈની પ્રથમ નવલકથા શ્વેતામાં એમણે જેની આસપાસ આખી કથા ગૂંથાઈ છે એ મુખ્યપાત્ર શ્વેતાને એક આદર્શ સ્ત્રી રત્ન તરીકે રજુ કરી છે .

  શ્રી પ્રવીણભાઈનો લાંબી ધારાવાહિક કથા લખવાનો આ પ્રથમ પ્રયાસ સફળ રહ્યો છે . એમનાં અનુભવોનો નિચોડ એમાં છે .

  આવી વધુ રસિક નવલો એમના તરફથી મળશે એવી આશા રાખીએ .

  જવાબ આપો
 • 5. chandravadan  |  ઓગસ્ટ 27, 2013 પર 1:24 પી એમ(pm)

  Email Response to the Post>>>>

  12:48 AM “શ્વેતા”…મારી એક પુસ્તક-વાચનયાત્રા !
  FROM Uttam Gajjar TO You From Uttam Gajjar To’chadravada mistry’ CCPRAVINKANT SHASTRI
  With LOVE…

  ..U&M..

  .Surat.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.>
  Uttambhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 6. પરાર્થે સમર્પણ  |  સપ્ટેમ્બર 3, 2013 પર 2:17 એ એમ (am)

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્રવદનભાઇ

  સુદર અને સરળ પાત્રા લેખન સાથે રજુઆત

  જવાબ આપો

પરાર્થે સમર્પણ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: