પ્રેમના પ્રતિકરૂપે એક બાંયવાળુ લાલ સ્વેટર !

ઓગસ્ટ 21, 2013 at 3:51 પી એમ(pm) 8 comments

one lovers caucasian couple man and woman walking hand in hand in studio silhouette isolated on white background Stock Photo - 14683120

   TWO  LOVERS

PHOTO via GOOGLE SEARCH

 

પ્રેમના પ્રતિકરૂપે એક બાંયવાળુ લાલ સ્વેટર !

 

પહર્યું લાલ સ્વેટર એક બાંયનું,

શાને એવું સ્વેટર યુવાને પહેર્યું ?…..(ટેક)

 

એ જ યુવાન પત્ની સંગે દરરોજ ટ્રેઈન સફર કરે,

ત્યારે, પત્ની એની વાતો કરતા, સ્વેટર ગુંથતી રહે,

 

નિત્ય ક્રમે, ટ્રેઈન સફરે આ સ્વેટર ગુંથાય છે,

વાતો કરતા, હસતા પતિ પત્ની ખુશ દેખાય છે,

 

વાતો વાતોમાં બે હૈયેથી પ્રેમ છલકાય છે,

દર્શન એવા કરનાર પણ ખુબ હરખાય છે,

 

એક દિવસ, પતિ એકલો ટ્રેઈન સફર કરી રહે,

નથી પત્ની સાથે અને ના વાતોમાં મુજાય છે,

 

એક બાંયનું સ્વેટર એના દેહ પર દેખાય છે,

દર્શક પેલો પૂછે ઃ” કેમ આજ તું એકલો છે ?”,

 

યુવક ના બોલ્યો કાંઈ, એ તો મૌન રહ્યો,

ત્યારે, દર્શક ફરી ફરી એને પૂછી રહ્યો,

 

ત્યારે યુવાન કહે ઃ “પત્ની મારી કેન્સરની દર્દી હતી,

બાકી ટુંકા જીવનમાં પળ પળે સંગે રહેવાની આશ હતી,

 

એથી જ નોકરી માટે  ટ્રેઈન સફર હું કરૂં,

ત્યારે સંગે બેસી, હું હૈયે એના આનંદ ભરતો રહું,

 

વાતો સાથે એ તો સ્વેટર ગુંથતી રહે,

ગુંથતા ગુંથતા, એક બાંય બાકી રહે,

 

ત્યાં તો, પ્રભુધામથી એનું તેડુ આવે,

એક બાંયનું આ સ્વેટર છે આજે મુજ પાસે,

 

મારી પત્નીનું પ્રેમ પતિક, છે એ જ આજે,

પહેરીશ,અને રાખીશ યાદ એની મુજ હૈયે આજે”,

 

ચંદ્ર કહે ઃ “દર્શક નયને તો આંસુઓ વહે,

પ્રેમ કહાણીના પતિ-પત્ની માટે પ્રાર્થનાઓ રહે” !

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૨૦,૨૦૧૩                          ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજની કાવ્ય રચના વિનોદભાઈ પટેલે પ્રગટ કરેલી પોસ્ટ “એક બાંયનું રંગીન સ્વેટર- એક યુવાન યુગલના અદભૂત પ્રેમની સત્યકથાનો વીડીયો” આધારીત છે. હું વધુ ના કહીશ….પણ તમો જરૂરથી એ પોસ્ટ વાંચશો અને એ વીડીયો જરૂરથી નિહાળશો…એ માટે “લીન્ક” છે>>>

http://vinodvihar75.wordpress.com/2013/08/19/293-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%ac%e0%aa%be%e0%aa%82%e0%aa%af%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b0%e0%aa%82%e0%aa%97%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%ab%87%e0%aa%9f%e0%aa%b0/

 

 

વિનોદભાઈની પોસ્ટ ગમી જ હશે.

અને, આશા છે આ કાવ્ય-પોસ્ટ પણ ગમી હશે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati based on the Post No.293 on Vinod Vihar.

The LINK to that Post with a VIDEO Clip is given above. Please read that Post.

I hope you like this Post with the Poem .

 

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

રક્ષાબંધન દિવસે બે બેનોની યાદ ! “શ્વેતા”…મારી એક પુસ્તક-વાંચન યાત્રા !

8 ટિપ્પણીઓ Add your own

  • 1. Vinod R. Patel  |  ઓગસ્ટ 22, 2013 પર 1:13 એ એમ (am)

    મારા બ્લોગ વિનોદ વિહારની એક પોસ્ટને ચંદ્ર પુકારમાં રી-બ્લોગ કરવા

    બદલ આપનો આભાર, ડો .ચંદ્રવદનભાઈ

    વિડીયોની વાર્તા ઉપર આધારિત આપની રચના ગમી .અભિનંદન .

    જવાબ આપો
  • 2. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓગસ્ટ 22, 2013 પર 4:12 પી એમ(pm)

    શ્રી. ડૉ. પુકાર સાહેબ

    આપ દ્વારા શ્રી. વિનોદ વિહાર કરાવવા બદલ ખુબ ખુબ

    આભાર

    રચના પસંદ પડી અને મજા આવી સાહેબ

    જવાબ આપો
  • 3. P.K.Davda  |  ઓગસ્ટ 22, 2013 પર 11:26 પી એમ(pm)

    એક હ્ર્દયને છબી જાય એવી વાતનું તમે સરસ કાવ્યમા બયાન કર્યું છે. બહુ સ્રરસ પ્રયત્ન છે.

    જવાબ આપો
  • 4. venunad  |  ઓગસ્ટ 23, 2013 પર 11:47 એ એમ (am)

    Very nice story taken in your poem. I have read original story. Very nice, keep it up, Sir!

    જવાબ આપો
  • 5. ishvarlalmistry  |  ઓગસ્ટ 23, 2013 પર 5:24 પી એમ(pm)

    Very nicely said poem,worth remembering.thankyou for sharing your thoughts.
    ishvarbhai.

    જવાબ આપો
  • 6. પરાર્થે સમર્પણ  |  સપ્ટેમ્બર 3, 2013 પર 2:16 એ એમ (am)

    આદરણીય વડિલ ડો શ્રી ચંદ્રવદનભાઇ

    આદરણીય વડિલ શ્રી વિનોદકાકાની એક નવતર કૃતિ

    જવાબ આપો
  • 7. Uday Kuntawala  |  સપ્ટેમ્બર 5, 2013 પર 7:12 એ એમ (am)

    Dr Chandravadanbhai Mistry
    Your topic for Indian Cinema is very welcoming and well timed.
    Bollywood is celebrating 100 years in the industry.Your choice for various subjects makes your web more attractive.The very best of wishes. Uday Kuntawala

    જવાબ આપો
    • 8. chandravadan  |  સપ્ટેમ્બર 5, 2013 પર 1:01 પી એમ(pm)

      Uday,
      Thanks for your visit/comment for the Post on Indian Cinema.
      By mistake it is on another Post, & so I will copy/paste it on the right post on your behalf.
      Chandravadan

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 175 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 276,649 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: