Archive for ઓગસ્ટ 21, 2013

પ્રેમના પ્રતિકરૂપે એક બાંયવાળુ લાલ સ્વેટર !

one lovers caucasian couple man and woman walking hand in hand in studio silhouette isolated on white background Stock Photo - 14683120

   TWO  LOVERS

PHOTO via GOOGLE SEARCH

 

પ્રેમના પ્રતિકરૂપે એક બાંયવાળુ લાલ સ્વેટર !

 

પહર્યું લાલ સ્વેટર એક બાંયનું,

શાને એવું સ્વેટર યુવાને પહેર્યું ?…..(ટેક)

 

એ જ યુવાન પત્ની સંગે દરરોજ ટ્રેઈન સફર કરે,

ત્યારે, પત્ની એની વાતો કરતા, સ્વેટર ગુંથતી રહે,

 

નિત્ય ક્રમે, ટ્રેઈન સફરે આ સ્વેટર ગુંથાય છે,

વાતો કરતા, હસતા પતિ પત્ની ખુશ દેખાય છે,

 

વાતો વાતોમાં બે હૈયેથી પ્રેમ છલકાય છે,

દર્શન એવા કરનાર પણ ખુબ હરખાય છે,

 

એક દિવસ, પતિ એકલો ટ્રેઈન સફર કરી રહે,

નથી પત્ની સાથે અને ના વાતોમાં મુજાય છે,

 

એક બાંયનું સ્વેટર એના દેહ પર દેખાય છે,

દર્શક પેલો પૂછે ઃ” કેમ આજ તું એકલો છે ?”,

 

યુવક ના બોલ્યો કાંઈ, એ તો મૌન રહ્યો,

ત્યારે, દર્શક ફરી ફરી એને પૂછી રહ્યો,

 

ત્યારે યુવાન કહે ઃ “પત્ની મારી કેન્સરની દર્દી હતી,

બાકી ટુંકા જીવનમાં પળ પળે સંગે રહેવાની આશ હતી,

 

એથી જ નોકરી માટે  ટ્રેઈન સફર હું કરૂં,

ત્યારે સંગે બેસી, હું હૈયે એના આનંદ ભરતો રહું,

 

વાતો સાથે એ તો સ્વેટર ગુંથતી રહે,

ગુંથતા ગુંથતા, એક બાંય બાકી રહે,

 

ત્યાં તો, પ્રભુધામથી એનું તેડુ આવે,

એક બાંયનું આ સ્વેટર છે આજે મુજ પાસે,

 

મારી પત્નીનું પ્રેમ પતિક, છે એ જ આજે,

પહેરીશ,અને રાખીશ યાદ એની મુજ હૈયે આજે”,

 

ચંદ્ર કહે ઃ “દર્શક નયને તો આંસુઓ વહે,

પ્રેમ કહાણીના પતિ-પત્ની માટે પ્રાર્થનાઓ રહે” !

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૨૦,૨૦૧૩                          ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજની કાવ્ય રચના વિનોદભાઈ પટેલે પ્રગટ કરેલી પોસ્ટ “એક બાંયનું રંગીન સ્વેટર- એક યુવાન યુગલના અદભૂત પ્રેમની સત્યકથાનો વીડીયો” આધારીત છે. હું વધુ ના કહીશ….પણ તમો જરૂરથી એ પોસ્ટ વાંચશો અને એ વીડીયો જરૂરથી નિહાળશો…એ માટે “લીન્ક” છે>>>

http://vinodvihar75.wordpress.com/2013/08/19/293-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%ac%e0%aa%be%e0%aa%82%e0%aa%af%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b0%e0%aa%82%e0%aa%97%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%ab%87%e0%aa%9f%e0%aa%b0/

 

 

વિનોદભાઈની પોસ્ટ ગમી જ હશે.

અને, આશા છે આ કાવ્ય-પોસ્ટ પણ ગમી હશે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati based on the Post No.293 on Vinod Vihar.

The LINK to that Post with a VIDEO Clip is given above. Please read that Post.

I hope you like this Post with the Poem .

 

Dr. Chandravadan Mistry.

ઓગસ્ટ 21, 2013 at 3:51 પી એમ(pm) 8 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 371,367 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031