રક્ષાબંધન દિવસે બે બેનોની યાદ !

ઓગસ્ટ 20, 2013 at 12:27 એ એમ (am) 11 comments

રક્ષાબંધન દિવસે બે બેનોની યાદ !
 
 
રક્ષાબંધનનો શુભ દિવસ છે આજ,
મારી બે બેનોની યાદ આવે છે આજ !…..(ટેક)
 
 
હું ના  હતો જ્યારે જગમાં, હતી બેન “ડાહી” નામે,
કદાચ, જન્મી નાઈરોબી ‘ને આવી’તી વેસ્મા ગામે,
થોડા સમયના મહેમાન જગમાં બની,
એ તો ગઈ’તી પ્રભુધામે એક પરી બની !…………રક્ષાબંધનનો….(૧)
 
 
હજુ,હું ના હતો આ જગમાં, અને હતી બેન “ચંચળ” નામે,
જન્મ હતો એનો જરૂર, પ્યારા વેસ્મા ગામે,
થોડા સમયના મહેમાન જગમાં બની,
એ તો ગઈ’તી પ્રભુધામે એક પરી બની !……રક્ષાબંધનનો………(૨)
 
 
વહી ગયા વર્ષો અનેક, ‘ને ૧૯૪૩ની સાલ આવે,
જન્મી, જીવી ગયો હું તો વેસ્મા ગામે,
પ્રભુએ રાખ્યો મહેમાન જગમાં મુજને,
બેનોને યાદ કરી, કહાણી કહેવા સૌને!…..રક્ષાબંધનનો…….(૩)
 
 
રક્ષાબંધન દિવસ તો આવશે અને જાશે,
વર્ષે વર્ષે બે બેનોની મીઠી યાદ જરૂર લાવશે,
ચંદ્ર કહે ઃ રહે બેનોની યાદ જીવનભર મુજ હૈયે,
એવી ભૈયાની યાદોને સ્વીકારી લે, બેનો પ્રભુધામે !…..રક્ષાબંધનનો….(૪)
 
 
કાવ્ય રચનાઃ તારીખ જુલાઈ,૨૬,૨૦૧૩                 ચંદ્રવદન
 
બે શબ્દો…
 
આજે છે “રક્ષાબંધન”નો શુભ દિવસ.
હું નાનો હતો ત્યારે જાણ્યું હતું કે મારા જન્મ પહેલા, ૨ બેનો અને ૨ ભાઈઓ નાની બાળવયે ગુજરી ગયા હતા.
૧૯૩૪માં મારા પિતાશ્રી અને માતૃશ્રી મારા મોટાભાઈ અને એક નાની બેન સાથે વેસ્મા હતા.
એ નાની બેન તે જ બેન “ડાહી”.
એક સ્ટુડીયો ફોટોમાં એ ડાહીબેનને મેં નિહાળી હતી.
એ કારણોસર બાળમાંદગીમાં ગુજરી ગઈ.
ત્યારબાદ, બીજી બેન “ચંચળ”નો જન્મ.
એ પણ નાની બાળવયે ગુજરી ગઈ.
મારા મોટાભાઈ બાદ બે ભાઈઓ અને બે બેનો ગુજરી ગયા હતા.
અને ૧૯૪૩માં મારો જન્મ.
મારી જીવનદોર પ્રભુએ સંભાળી.
આજે, “બે બેનો”ની યાદ તાજી કરી આ રચના શક્ય થઈ છે.
એ જ મારી એઓને “અંજલી” છે !
તમોને પોસ્ટ ગમે એવી આશા.
સૌને રક્ષાબંધનની શુભેચ્છાઓ !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
It is 2013.
This year the RAXABANDHAN Day is on 20th Aug.2013.
Today, I have a Kavya Post on the SISTERS.
Even before my birth, there were 2 sisters (Dahi & Chanchal) who had died very young.
I had my Elder brother. And NO SISTER to play with.
This Poem is bringing back those “old memories”.
Every Raxabandhan Day, I eagerly wait for the RAXA from my distant Cousin Sisters.
HAPPY RAXABANDHAN DAY to All !
Dr. Chandravadana Mistry

Entry filed under: કાવ્યો.

જયકાન્ત પટેલ કોણ છે ? પ્રેમના પ્રતિકરૂપે એક બાંયવાળુ લાલ સ્વેટર !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. અક્ષયપાત્ર/Axaypatra  |  ઓગસ્ટ 20, 2013 પર 1:24 એ એમ (am)

  રક્ષાબંધનની શુભેચ્છાઓ ચંદ્રભાઈ!

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  ઓગસ્ટ 20, 2013 પર 1:38 એ એમ (am)

  જે આજે હયાત નથી એવી “બે બેનો”ને રક્ષા બંધનના પર્વ ઉપર યાદ કરી

  એમને એક ભાઈ તરીકે આ પોસ્ટની રચના દ્વારા અંજલિ આપી એ ગમ્યુ .

  રક્ષાબંધનની શુભેચ્છાઓ

  જવાબ આપો
 • 3. nabhakashdeep  |  ઓગસ્ટ 20, 2013 પર 4:01 એ એમ (am)

  ભાઈ બહેનનો પ્યાર અમર છે…ભાવથી ભરી યાદ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 4. ishvarlalmistry  |  ઓગસ્ટ 20, 2013 પર 5:01 એ એમ (am)

  Long live love of Brother & sisters,what better time to remember than Rakshabanthan, Best wishes and nicely said Chandravadanbhai.

  Ishvarbhai..

  જવાબ આપો
 • 5. Dilip Gajjar  |  ઓગસ્ટ 20, 2013 પર 9:00 એ એમ (am)

  વહી ગયા વર્ષો અનેક, ‘ને ૧૯૪૩ની સાલ આવે,
  જન્મી, જીવી ગયો હું તો વેસ્મા ગામે,
  પ્રભુએ રાખ્યો મહેમાન જગમાં મુજને,
  બેનોને યાદ કરી, કહાણી કહેવા સૌને!…..રક્ષાબંધનનો…….(૩)

  રક્ષાબંધન દિવસ તો આવશે અને જાશે,
  વર્ષે વર્ષે બે બેનોની મીઠી યાદ જરૂર લાવશે,
  ચંદ્ર કહે ઃ રહે બેનોની યાદ જીવનભર મુજ હૈયે,
  એવી ભૈયાની યાદોને સ્વીકારી લે, બેનો પ્રભુધામે !…..રક્ષાબંધનનો….(૪)
  Khub j bhaavpurna post baheno ni yaad..

  જવાબ આપો
 • 6. P.K.Davda  |  ઓગસ્ટ 20, 2013 પર 1:24 પી એમ(pm)

  Happy Rakshabandhan Day

  જવાબ આપો
 • 7. Sanat Parikh  |  ઓગસ્ટ 20, 2013 પર 2:44 પી એમ(pm)

  Sorry to hear about your sisters. I also lost two sisters in my childhood.

  જવાબ આપો
 • 8. pravin Shastri  |  ઓગસ્ટ 20, 2013 પર 3:50 પી એમ(pm)

  પ્રભુએ રાખ્યો મહેમાન જગમાં મુજને,
  બેનોને યાદ કરી, કહાણી કહેવા સૌને!

  very nice

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓગસ્ટ 22, 2013 પર 4:14 પી એમ(pm)

  શ્રી. પુકાર સાહેબ

  ” ભાઈ – બેની ના હેતની આગળ જગ આખું સાથે લાચાર ”

  ભાવભીની યાદ.

  જવાબ આપો
 • 10. nilam doshi  |  ઓગસ્ટ 27, 2013 પર 4:57 એ એમ (am)

  nice to read this..happy raxabandhan, chandrabhai..

  જવાબ આપો
 • 11. પરાર્થે સમર્પણ  |  સપ્ટેમ્બર 3, 2013 પર 2:13 એ એમ (am)

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્રવદનભાઇ

  ભાઇ બહેનના પ્રેમનો અનોખો તહેવાર

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: