Archive for ઓગસ્ટ 15, 2013

હું છું ગુજરાત ! કહાણી મારી હું કહું !

                                               GUJARAT MAP via GOOGLE
હું છું ગુજરાત ! કહાણી મારી હું કહું !
હું છું ગુજરાત ! કહાણી મારી હું કહું !
તમે સાંભળો ! તમે સાંભળો !………….(ટેક)
 
 
આજ ભારતમાતા ધરતી નિહાળી, જે દર્શન કરે,
ઉત્તરે રાજસ્થાન, દક્ષિણે મહારાષ્ટ્રની હદો રહે,
પક્ષિમે પાકિસ્તાનનું સિંધ ‘ને પુર્વે અરબી સાગરનીર વહે,
મારી આ વિશાળતાને જરા સમજી લ્યોને !……હું છું…..(૧)
 
 
મુજ દેહમાં ફેરફારો થયા છે અનેક,
રાજ-રજવાડા ‘ને મોગલ અંગ્રેજ રાજે વધઘટ અનેક,
સ્વતંત્રત ભારતનું મહાગુજરાત મટી, ૧૯૬૦માં બનેલું છે હું ગુજરાત,
મુજને હવે તમે જરા ઓળખી લ્યોને !….હું છું ……(૨)
 
 
મોટામાં મોટું શહેર અમદાવાદ પ્રથમ રાજધાની બની,
થોડે દુરે “ગાંધીનગર”તે છે હવે રાજધાની મારી,
નાના મોટા શહેરે અને ગામે ગામે રહે નજર મારી,
સૌ રહીશોમાં મુજને તમે પહેચાણી લ્યોને !…હું છું……(૩)
 
 
કુદરત મુજ સંગે  પ્રેમ દઈ જરા રમી રહે,
મેઘ પાણીથી ભીંજવે, સુર્ય તપાવી, વસંતે ફળફુલો ખીલવે,
ધરતીકંપ અને ઉભરાતી નદીએ રેલો સહી છે મેં ભીની આંખે,
મારા હૈયાને તમે જરા સમજી લ્યોને !…..હું છું ……(૪)
 
 
હરિયાલીની લીલી ચાદરે જંગલ ખેતરો હસી રહે,
ગીર જંગલે, સિંહરાજ ગર્જના કરી સૌને જગાડે,
નદી-ઝરણા નીરે સ્નાન કરી, ખુશીઓથી હૈયું મારૂં નાચે !
એવા ખુશીભર્યા દર્શન મારા કર લ્યોને !…..હું છું …..(૫)
 
 
સાબરમતી સંગે વિશાળ નર્બદા, તાપી નદીઓ વહે,
સોમનાથ ‘ને દ્વારિકા મંદિરોમાં શીવ કૃષ્ણ બિરાજે,
અંબાજી ડાકોરજીને કોઈ કેમ ભુલી શકે ?
એવા પવિત્રતા મુજમાં નિહાળી લ્યોને !……હું છું …..(૬)
 
 
હવે, મારા પ્યારા બાળસંતાનોની હું વાત કરૂં,
ગાંધી, સરદાર પટેલ જીવન ભારત આઝાદી માટે ગયું,
તાતા સારાભાઈ જીવને સ્વતંત્ર ભારત મજબુત થયું,
એવા મારા વિરલાઓને યાદ કરી લ્યોને !….હું છું……(૭)
 
 
સર્વ ધર્મો છે સમાન સુત્ર એવું મારૂં રહે,
હિન્દુ-મુસલીમ લડ્યા ભુલથી ,મનડે અફસોસ એનો રહે,
પણ, “સૌ ગુજરાતી” મુજ હૈયે બાળ હંમેશ પ્યારા રહે,
સૌમાં “પ્રેમ એકતા”ના દર્શન કરી લ્યોને !……હું છું….(૮)
 
 
આજે, ખેતરરૂપી ભૂમી અન્ન પાકોભરી નિહાળી,સૌ મારા રહીશોને છે ખુશી,
આજે, સુંદર સુધરેલા રસ્તાઓ નિહાળી, વાહનહાંકનારાઓને છે ખુશી,
પ્રગતિના પંથે, ખીલેલી સુંદરતા નિહાળી, મુજ હૈયે છે ખુશી,
એવા વિચારે, આનંદીત મુજને માની લ્યોને !…..હું છું ….(૯)
 
 
આજે છે નરેન્દ્ર મોદીજી, પણ મુજ સેવા કાજે હતા અનેક,
સૌના બલીદાનથી જ બનેલી ગુજરાત છું હું એક,
ભારમાતાની લાડલી સ્વરૂપે હું તો છુ સૌમાં એક,
એવા ભાવે મુજને તમે સ્વીકારી લ્યોને !…..હું છું….(૧૦)
 
 
મારા રહીશો ગર્વથી કહેઃ”જય ગુજરાત મારી !”
ભારતવાસીઓ ખુશીથી કહેઃ “જય ગુજરાત અમારી !”
વિશ્વભરમાં સૌ કહે ઃ જય ગુજરાત પ્યારી !”
એવા શબ્દોમાં “ચંદ્રવાણી” જાણી લ્યોને !….હું છું…..(૧૧)
 
 
કાવ્ય રચના ઃ તારીખ,૮, ઓગસ્ટ, ૨૦૧૩                   ચંદ્રવદન

બે શબ્દો…

આજે છે ૧૫મી ઓગસ્ટ,૨૦૧૩.

૧૫મી ઓગસ્ટ એટલે ભારતનો “સ્વતંત્રતા દિવસ”.

તો, આજે ગુજરાતના ઈતિહાસ વિષે કાવ્ય રચના પોસ્ટરૂપે કેમ ?

તો…પ્રથમ જાણો>>>>

મિત્ર ગોવિંદભાઈ પટેલનો ફોન આવ્યો. ન્યુ જર્સીમાં ગુજરાત વિષેનું સંમેલન છે…ગુજરાત વિષે કાવ્ય હોય એવો વિચાર દર્શાવ્યો.

કાવ્ય તો બન્યું..ગોવિંદભાઈને પ્રસાદીરૂપે મોકલ્યું. મન મારૂં શાંત હતું.

પણ થોડા દિવસો બાદ, મારા મનમાં ફરી એક વિચારઃ “આ કાવ્ય મારા જ બ્લોગ પર હોય તો ?”

ત્યારે, બીજો પ્રષ્ન ઉભો થયો ઃ પણ પ્રગટ કરવું ક્યારે ?

મનમા એ વિષે રમવા લાગ્યું.

અંતે થયું >>>>જ્યારે ૧૯૪૭માં ભારતને અંગ્રેજ રાજ હટાવી ભારતને “સ્વતંત્રતા” મળી ત્યારે સૌએ ખુશી અનુભવી. ત્યારે, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો ખુબ જ અગત્યનો હતો. એથી, બે ગુજરાતીઓના માતૃપ્રેમને વંદન કરવાનો આ દિવસ છે. સ્વતંત્ર ભારતે પ્રગતિ કરી છે.

પણ હવે નેતાઓ માતાને ભુલી ગયા હોય એવું લાગે છે.

નવા માર્ગદર્શનની જરૂરત છે.

એવા સમયે, આજના ગુજરાતને નિહાળતા, અનેક પ્રગતિઓથી ભરપુર ગર્વની કહાણી છે.

આજનું ગુજરાત ફરી દયાભાવ સાથે માતા તરફ નિહાળી રહ્યું.

બસ…આ વિચાર સાથે ગુજરાતના ઈતિહાસનું કાવ્ય એક પોસ્ટરૂપે આજે ૧૫મી ઓગસ્ટના શુભદિવસે પ્રગટ કર્યું છે.

આશા છે સૌને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is 15th August & it is the Independence Day of India.

Reminded of the Role of Gandhiji & Sardar Patel in that Independence struggle, we can also remember Gujarat. Now, observing the PROGRESS in Gujarat. let that be the INSPIRATION to all in INDIA on this day. Therefore, the decision to publish this Poem on the HISTORY of GUJARAT on 15th August 2013.

Hope you like the Poem & the Post.

Dr. Chandravadan Mistry.

ઓગસ્ટ 15, 2013 at 12:25 એ એમ (am) 17 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,706 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031