વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર

August 12, 2013 at 12:29 am 19 comments

વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર

વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર

એક દિલીપની વાત !

 

કહાણી દિલીપ ગજ્જરની ચંદ્રે જે આજે કહે,

એમાં, જે જાણ્યું હતું એ જ ચંદ્ર સૌને કહે !…..(ટેક)

 

ગુજરાતના કલોદ ગામના ગુજ્જર કુટુંબે જન્મ મળે,

શાન્તા ‘ને હરગોવિન્દ નામે માતા પિતા મળે,

એવા દિલીપની આ વાત રહી !……કહાણી….(૧)

 

અમદાવાદમાં કોલેજ અભ્યાસ પુર્ણ કરે,

ચિત્રો દોરવા સાથે ગ્રાફીક કળા હાંસીલ કરે,

એવા દિલીપની આ વાત રહી !…..કહાણી…(૨)

 

લગ્નગ્રન્થીએ ઈંગલેન્ડ દેશ નો હક્ક મળે,

લેસ્ટર શહેરમાં રહેતા, સંસારી જીવન વહે,

એવા દિલીપની આ વાત રહી !..કહાણી…(૩)

 

સાહિત્યપ્રેમમાં ગઝલરૂપી દિલીપ શબ્દો વહે,

“લેસ્ટર ગુર્જરી”નામે એક સુંદર બ્લોગ બને,

એવા દિલીપની આ વાત રહી !….કહાણી….(૪)

 

બ્લોગ જગતે ફરતા, ચંદ્ર તો “લેસ્ટર ગુર્જરી” પધારે,

દિલીપ શબ્દો દ્વારા દિલીપ હ્ર્દયને હવે ચંદ્ર જાણે,

એવા દિલીપની આ વાત રહી !..કહાણી….(૫)

 

ઈમેઈલ ‘ને ફોનથી દિલીપ ચંદ્ર મળી મળતા રહે,

એક ઓળખાણમાંથી “મિત્રતા”નું ફુલ ખીલી ખીલતું રહે,

એવા દિલીપની આ વાત રહી !…કહાણી….(૬)

 

૨૦૧૧માં ચંદ્ર તો ઈંગલેન્ડ દીકરી ઘરે,

એવી સફરમાં ચંદ્ર દિલીપને મળી ભટે,

એવા દિલીપની આ વાત રહી !..કહાણી…(૭)

 

બે અજાણ વ્યક્તિઓ કેમ મિત્રો બને ?

એનું રહસ્ય તો ફક્ત પ્રભુ જ જાણી શકે !

એવા સવાલમાં દિલીપ-ચંદ્રની આ વાત રહી !…કહાણી….(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન ૫,૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો…

 

દિલીપ ગજ્જર એટલે ઈંગલેન્ડના લેસ્ટર શહેરના રહીશ.

એમના જીવન વિષે હું શું લખી શકું ?

એમના બ્લોગ “લેસ્ટર ગુર્જરી” પર એમના કાવ્ય શબ્દોમાં એમનો “આત્મ પરિચય” સુંદર રીતે જણાવ્યો છે. એ વાંચતા, એમના જીવન વિષે જાણી શકાય છે,.તો, ત્યાં જઈ વાંચવા માટે નીચેની “લીન્કઃ છે>>

http://leicestergurjari.wordpress.com/self-introduction/

 

આ પોસ્ટ દ્વારા, એક કાવ્ય “એક દિલીપની વાત” દ્વારા દિલીપભાઈના જીવન વિષે થોડી ઝલક આપવાનો આ મારો પ્રયાસ છે.

દિલીપભાઈને પહેલા જાણતો ના હતો.

એમના બ્લોગ પર જતા, એમના હ્રદયભાવો એમની રચનાઓમાં જાણ્યા.

ત્યારબાદ, ખુશ થઈ ઈમેઈલથી સંપર્ક…ફોનથી વાતો, અને ૨૧૧માં રૂબરૂ મળવાનો લ્હાવો મળ્યો.

એમને વધુ જાણી શક્યો.

૨૦૧૨માં જ્યારે ફરી મુલાકાત થઈ ત્યારે એમના આગ્રહથી મેં મારા જ પુસ્તક “ભક્તિભાવના ઝરણા”માંથી એક કાવ્ય વાંચન કર્યું..જે એમણે એમના બ્લોગ પર વીડીયો ક્લીપ રૂપે પ્રગટ કર્યું તેથી ખુબ જ ખુશી થઈ…તમે પણ એ ફરી નિહાળી/સાંભળી શકો છો…એ માટે “લીન્ક” છે>>>

http://leicestergurjari.wordpress.com/2012/12/24/%e0%aa%b9%e0%aa%9c%e0%ab%81-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af-%e0%aa%a8%e0%aa%a5%e0%ab%80-%e0%aa%a5%e0%aa%af%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b/

 

એમણે અનેક કાવ્ય રચનાઓને “સુર સંગીત” આપ્યું છે.

પ્રભુની ઈચ્છા હશે તો કોઈક મારા કાવ્યને “સુર સંગીત” આપવાની ઘડી અમારા ભાગ્યમાં લખાય હશે !

આજની આ મિત્રતા ખીલતી રહે….એની મહેક હંમેશા રહે, એવી અંતરની આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post “VYAKATI PARICHAY (15)…DILIP GAJJAR” is about my FRIENDSHIP with DILIP GAJJAR.

First came to know Dilipbhai after visiting his Blog “LEICESTER GURJARI”

I was impressed with his expression of his thoughts as KAVYO.

Later on, I came to know him as a PAINTER and also witnessed his ability to give SUR SANGEET ( Voice/Music) to the Poems.

After many Emails & Phone contacts I personally met Dilipbhai & his Family in 2011,and  2012.

I had just wriitten as I feel Dilipbhai in my Heart.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા.

રતનબાને ચંદ્ર-વંદન ! હું છું ગુજરાત ! કહાણી મારી હું કહું !

19 Comments Add your own

 • 1. P.K.Davda  |  August 12, 2013 at 1:25 am

  બે અજાણ વ્યક્તિઓ કેમ મિત્રો બને ?

  એનું રહસ્ય તો ફક્ત પ્રભુ જ જાણી શકે !

  તદ્દન સાચી વાત. વાહ! ડોકટર સાહેબ, વાહ!

  Reply
 • 2. Vinod R. Patel  |  August 12, 2013 at 3:03 am

  શ્રી દિલીપભાઈ ગજ્જર ના બ્લોગ ઉપર ભ્રમણ કરતાં તેઓનો પરિચય

  એક કવિ અને કલાકાર તરીકે થયો હતો . આજે આ પોસ્ટમાં તમારે

  એમની સાથે કેવી રીતે મૈત્રી થઇ એને કાવ્યમાં સરસ ગુંથી લીધુ છે .

  તમારું મૈત્રીભાવનું પવિત્ર ઝરણું સદા વહ્યા કરે .

  Reply
 • 3. sapana  |  August 12, 2013 at 3:19 am

  ચંદ્રવદનભાઈ દિલીપભાઈની મિત્રતાનો સરસ ચિતાર આપ્યો…એમને હમેશા મને પણ સાહિત્ય મિત્ર તરીકે મદદ કરી છે…સરસ ગીત બન્યું છે

  Reply
 • 4. prdpravalpradip raval  |  August 12, 2013 at 4:39 am

  i likeabout dilip gajjar actual word to word add in ur words…really dilip is deeply writers of poems and he is also ancourage to all new writers…like helping nature…thanks chandravanbhai…..well try to explain all….

  Reply
 • 5. venunad  |  August 12, 2013 at 11:38 am

  Very nicely introduced!

  Reply
 • 6. સુરેશ  |  August 12, 2013 at 1:11 pm

  દિલીપભાઈ અમદાવાદમાં ભણેલા છે; એ જાણી આનંદ થયો. એમની સાથે હમણાંથી સમ્પર્ક ઓછો થઈ ગયો છે – મારા જ વાંકે. પણ એમનો સૌને મદદ કરવાનો સ્વભાવ હમ્મેશ યાદ રહેશે. મારી કવિતાને સરસ મજાનું કેલિગ્રાફિક રૂપ તેમણે આપેલું એ કેમ ભુલાય?
  આ રહી એ કવિતા – ‘એવું ના બને?’
  http://gadyasoor.wordpress.com/2013/06/19/evu_na_bane/

  Reply
 • 7. Dilip Gajjar  |  August 12, 2013 at 5:54 pm

  આ.મિત્ર, ચન્દ્રવદનભાઇ, સાદર નમસ્કાર..આપે મિત્રતા પોષ્ટ્માં કવિતા રુપે વર્ણન કર્યુ તેનાથી હ્રુદય છલકાય જાય છે..પ્રભુએ આપેલ સુંદર મન બુધ્ધિ સુંદર થયા હોય ત્યારે જ આવી સાલસ નિખાલસ મૈત્રી સંભવે અને મૈત્રીભાવનું ઝરણું વહે..જેનાથી બેય મિત્રોને પરસ્પર સહકાર મળે અને એકરુપતા અનુભવાય…ચન્દ્રવદનભાઈ આપ આટલા દૂર રહેતા હોવા છતાં સમીપ જ અનુભવાય અને આપની પાસેથી ઘણી જ પ્રેરણા મળે છે જીવનમાં ભાવ સંબંધ બાંધવાની આવા નિસ્વાર્થ સબંધથી જીવનની સાર્થકતા અનુભવાય છે..આપણે બ બાર મળ્યા અહી ઘરે..અને આપના દિકરી નીના ના ઘરે પણ બે વાર અને અનેક વાર ફોન પર મળ્યા..પ્રતિભાવ આપનાર સર્વેનો મિત્રભાવ પણ એટલો જ સુંદર છે..સુરેશભાઈ આપે ફોનથી સંપર્ક કરેલ અને ત્યારે ન મળાયું..સપનજી ને પણ સાહિત્યના સંદર્ભે પુસ્તક પ્રકાશનમાં હું યત્કિંચીત સહાયક બની શક્યો તેનો આનંદ છે..પીકે દાવડા, વિનોદભાઈ, પ્રદીપભાઈ આપ સર્વેનો આભાર..હા.. મને ઉમંગ છે જ કે આપના ગીતો ગાઈને આપને રજુ કર વાની તક મળે અને કાર્ય સમાપન થાય.. એજ..મારી સાવ સાધારણ કલાને આપે બિરદાવી પ્રોત્સાહન આપ્યું છે તેના માટે શબ્દ નથી.

  Reply
 • 8. Dilip Gajjar  |  August 12, 2013 at 6:27 pm

  આ શીઘ્ર રચના આપની મિત્રભાવનાને,

  શાંત સૌમ્ય ને નિખાલસ ચંદ્રના જેવું વદન
  નામના જેવા જ ગૂણ ધરાવતું જેનું વદન !

  સજજનો ને મિત્રના પગલા પડે શોભે સદન
  ક્યાંથી આવે જાય ક્યાં મૈત્રીનું આ ઝરણુ અગમ

  સાત સાગર પાર પહોંચી જાય મહેકી ઉઠતી
  પ્રેમ બંધુ મિત્રતાની ભાવના સૌથી ગહન

  આજ સખ્યમ ્ભક્તિથી ઈશને નિવેદન થઈ શકે
  સર્વ દૈવી પૂષ્પ્થી શોભી ઉઠે જીવન ચમન

  આપની આ ભાવના સુંગંધ ભૂલાશે નહી
  આપના આ મૈત્રી ભાવોને કરું દિલથી નમન

  સખ્યભાવોનું નિરુપણ શબ્દમાં ક્યાંથી કરું ?
  મૈત્રીના વિશાળ ભાવો ને પડે નાનું ગગન
  -દિલીપ ગજજર,

  Reply
  • 9. chandravadan  |  August 12, 2013 at 7:12 pm

   Dilipbhai,
   This 2nd Comment with a Poem of the “FRIENDSHIP” is very touching.
   Your 1st Comment thanking ALL was read by me with Joy !
   Chandravadan

   Reply
   • 10. dilip  |  August 13, 2013 at 2:27 pm

    aapana maitribhaav thi preraai ne aapne arpan..

 • 11. nabhakashdeep  |  August 12, 2013 at 7:08 pm

  મૈત્રીનાં ઝરણાંની મીઠાશ કોને ના ગમે ? આવીજ મીઠાસ ભર્યા સ્વરના માલિક અને મધુર સૌજન્યથી સૌના દિલ જીતનાર શ્રી દિલીપભાઈ ગજ્જરની પોષ્ટ વાંચી ખૂબ જ આનંદ થયો. શ્રી દિલીપભાઈની ગઝલોનાં ઉડાણ અને મનનીય

  મહેક ભર્યું ચીંતન , એ તેમના ભારતીય સંસ્કારની તવારિખ છે, એમ કહ્યા વગર રહી શકાતું નથી. મારા ગીતો ને શ્રી દિલીપભાઈએ, યુ ટ્યુબ વડે આંતરખંડિય બનાવી , અનેક મિત્રોની ભેટ દઈ દીધી છે..આ પોષ્ટમાં ડોશ્રી ચંદ્રવદનભાઈએ, કાવ્યાત્મક સરસ પરિચય દઈ, યુ.કે. થી યુએસ એનો નાતો લહેરાવી દીધો છે. ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Let us hear..

  http://leicestergurjari.wordpress.com/2013/04/29/મહેકતું-ગુજરાત-audio/

  http://leicestergurjari.wordpress.com/2013/04/29/મહેકતું-ગુજરાત-audio/

  Youtube vedio Link only

  http://www.youtube.com/watch?v=6cDVj3X0Lh0 (Preview)

  Reply
 • 12. chandravadan  |  August 13, 2013 at 12:14 am

  This was an Email Response>>>>>>

  From: Purvi Malkan
  To: chadravada mistry
  Sent: Monday, August 12, 2013 2:42 PM
  Subject: Re: વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર

  નવા મિત્ર સાથે મેળવવા બદલ ખૂબ ખૂબ આભાર. આપ વ્યક્તિ વિષે કેટલું સુંદર લખી શકો છો.

  પૂર્વી.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Thanks !
  Dr. Mistry (Uncle)

  Reply
 • 13. SARYU PARIKH  |  August 13, 2013 at 1:52 am

  દિલીપભાઈ અને ભાઈશ્રીનો પરિચય સાહિત્યસંવાદમાં બધાને જાણિતો છે. બન્ને મિત્રો તરફથી ઘણા લેખકોને પ્રોત્સાહન મળતું રહે છે.
  જવાબમાં દિલીપભાઈની રચના બહુ સરસ છે. …સરયૂ
  I am rich because I have friends.

  Reply
  • 14. dilip  |  August 13, 2013 at 2:31 pm

   True Saryuben friendship is wealth..Laxmi..gunlakshmi bhav lakshmi maitrlakshmi..Thanks

   Reply
 • 15. ishvarlalmistry  |  August 13, 2013 at 5:56 am

  Chandravadanbhai, well introduced friend Dilipbhai, very nicely said in your poem.He is also good poem writer.very encouraging.congractulations on finding a very good friend,Best wishes.

  Ishvarbhai.

  Reply
  • 16. dilip  |  August 13, 2013 at 2:32 pm

   Thanks Ishwerbhai, We are tyruely fortunate by friendship of Chandravadanbhai..

   Reply
 • 17. chandravadan  |  August 13, 2013 at 8:41 pm

  This was an Email Response>>>>

  9:51 AMMessage starred Re: વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર
  FROM pravina kadakia TO You Frompravina kadakia To chadravada mistry
  It is giving me hard time. I tried yesterday too.

  Dilip Gajjar is wonderful gentleman. You put your

  heart to write poem. Very nice work

  pravina Avinash

  http://pravinash.wordpress.com/

  please write in comment box.

  thanks
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinaben,
  Thanks !
  Chandravadan

  Reply
 • 18. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  August 22, 2013 at 4:24 pm

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ

  આપે શ્રી. દિલિપભાઈની મૈત્રી સફરને સુંદર રચનામાં વીણી લઈ

  અમને એમના વિશે વધુ જાણકારી આપે આપી.

  એક જ વાક્યમાં કહું તો

  ” તેઓ તો ગુજરાતી સાહિત્યનું રત્ન છે. “

  Reply
 • 19. પરાર્થે સમર્પણ  |  September 3, 2013 at 2:08 am

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્રવદનભાઇ

  લેસ્ટર ગુર્જરીના બ્લોગાદિપતી શ્રી દીલીપભાઇની જીવન ઝરમર

  ખુબ સરસ લખી છે. ગઝલ પ્રેમી અને સર્વેના દિલ જીતી લેનાર

  એક અદના મહા માનવ.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

August 2013
M T W T F S S
« Jul   Sep »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: