Archive for ઓગસ્ટ 12, 2013

વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર

વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર

વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર

એક દિલીપની વાત !

 

કહાણી દિલીપ ગજ્જરની ચંદ્રે જે આજે કહે,

એમાં, જે જાણ્યું હતું એ જ ચંદ્ર સૌને કહે !…..(ટેક)

 

ગુજરાતના કલોદ ગામના ગુજ્જર કુટુંબે જન્મ મળે,

શાન્તા ‘ને હરગોવિન્દ નામે માતા પિતા મળે,

એવા દિલીપની આ વાત રહી !……કહાણી….(૧)

 

અમદાવાદમાં કોલેજ અભ્યાસ પુર્ણ કરે,

ચિત્રો દોરવા સાથે ગ્રાફીક કળા હાંસીલ કરે,

એવા દિલીપની આ વાત રહી !…..કહાણી…(૨)

 

લગ્નગ્રન્થીએ ઈંગલેન્ડ દેશ નો હક્ક મળે,

લેસ્ટર શહેરમાં રહેતા, સંસારી જીવન વહે,

એવા દિલીપની આ વાત રહી !..કહાણી…(૩)

 

સાહિત્યપ્રેમમાં ગઝલરૂપી દિલીપ શબ્દો વહે,

“લેસ્ટર ગુર્જરી”નામે એક સુંદર બ્લોગ બને,

એવા દિલીપની આ વાત રહી !….કહાણી….(૪)

 

બ્લોગ જગતે ફરતા, ચંદ્ર તો “લેસ્ટર ગુર્જરી” પધારે,

દિલીપ શબ્દો દ્વારા દિલીપ હ્ર્દયને હવે ચંદ્ર જાણે,

એવા દિલીપની આ વાત રહી !..કહાણી….(૫)

 

ઈમેઈલ ‘ને ફોનથી દિલીપ ચંદ્ર મળી મળતા રહે,

એક ઓળખાણમાંથી “મિત્રતા”નું ફુલ ખીલી ખીલતું રહે,

એવા દિલીપની આ વાત રહી !…કહાણી….(૬)

 

૨૦૧૧માં ચંદ્ર તો ઈંગલેન્ડ દીકરી ઘરે,

એવી સફરમાં ચંદ્ર દિલીપને મળી ભટે,

એવા દિલીપની આ વાત રહી !..કહાણી…(૭)

 

બે અજાણ વ્યક્તિઓ કેમ મિત્રો બને ?

એનું રહસ્ય તો ફક્ત પ્રભુ જ જાણી શકે !

એવા સવાલમાં દિલીપ-ચંદ્રની આ વાત રહી !…કહાણી….(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન ૫,૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો…

 

દિલીપ ગજ્જર એટલે ઈંગલેન્ડના લેસ્ટર શહેરના રહીશ.

એમના જીવન વિષે હું શું લખી શકું ?

એમના બ્લોગ “લેસ્ટર ગુર્જરી” પર એમના કાવ્ય શબ્દોમાં એમનો “આત્મ પરિચય” સુંદર રીતે જણાવ્યો છે. એ વાંચતા, એમના જીવન વિષે જાણી શકાય છે,.તો, ત્યાં જઈ વાંચવા માટે નીચેની “લીન્કઃ છે>>

http://leicestergurjari.wordpress.com/self-introduction/

 

આ પોસ્ટ દ્વારા, એક કાવ્ય “એક દિલીપની વાત” દ્વારા દિલીપભાઈના જીવન વિષે થોડી ઝલક આપવાનો આ મારો પ્રયાસ છે.

દિલીપભાઈને પહેલા જાણતો ના હતો.

એમના બ્લોગ પર જતા, એમના હ્રદયભાવો એમની રચનાઓમાં જાણ્યા.

ત્યારબાદ, ખુશ થઈ ઈમેઈલથી સંપર્ક…ફોનથી વાતો, અને ૨૧૧માં રૂબરૂ મળવાનો લ્હાવો મળ્યો.

એમને વધુ જાણી શક્યો.

૨૦૧૨માં જ્યારે ફરી મુલાકાત થઈ ત્યારે એમના આગ્રહથી મેં મારા જ પુસ્તક “ભક્તિભાવના ઝરણા”માંથી એક કાવ્ય વાંચન કર્યું..જે એમણે એમના બ્લોગ પર વીડીયો ક્લીપ રૂપે પ્રગટ કર્યું તેથી ખુબ જ ખુશી થઈ…તમે પણ એ ફરી નિહાળી/સાંભળી શકો છો…એ માટે “લીન્ક” છે>>>

http://leicestergurjari.wordpress.com/2012/12/24/%e0%aa%b9%e0%aa%9c%e0%ab%81-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af-%e0%aa%a8%e0%aa%a5%e0%ab%80-%e0%aa%a5%e0%aa%af%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b/

 

એમણે અનેક કાવ્ય રચનાઓને “સુર સંગીત” આપ્યું છે.

પ્રભુની ઈચ્છા હશે તો કોઈક મારા કાવ્યને “સુર સંગીત” આપવાની ઘડી અમારા ભાગ્યમાં લખાય હશે !

આજની આ મિત્રતા ખીલતી રહે….એની મહેક હંમેશા રહે, એવી અંતરની આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post “VYAKATI PARICHAY (15)…DILIP GAJJAR” is about my FRIENDSHIP with DILIP GAJJAR.

First came to know Dilipbhai after visiting his Blog “LEICESTER GURJARI”

I was impressed with his expression of his thoughts as KAVYO.

Later on, I came to know him as a PAINTER and also witnessed his ability to give SUR SANGEET ( Voice/Music) to the Poems.

After many Emails & Phone contacts I personally met Dilipbhai & his Family in 2011,and  2012.

I had just wriitten as I feel Dilipbhai in my Heart.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

ઓગસ્ટ 12, 2013 at 12:29 એ એમ (am) 19 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031