કાકુ કોણ ?

August 7, 2013 at 1:01 pm 9 comments

 

કાકુ કોણ ?

 

કચ્છ્માં ભાટિયા કોને કહે “કાકુ” ?

અગત્યના પુરૂષને સૌ કહે “કાકુ”!…..(૧)

 

કુટુંબીક વાતો અજાણ સાથે જો થાતી હોય,

“કાકુ” જેવી વ્યક્તિ ત્યારે હાજર ના રે હોય,…..(૨)

 

વાતાઘાટ પતે, કુંટુંબીક મુખી ત્યારે કહેઃ

“કાકુને પૂછી, જવાબ તમોને આપીશું અમે,….(૩)

 

જો  “હા” હોય તો ખુશી સાથે જવાબ અપાય,

જો “ના” કહેવું હોય તો છટકવાની આ બારી કહેવાય,….(૪)

 

અરે ! કુટુંબે ખરેખર “કાકુ” હોય કે નહી,

મતલબ એટલો કે “ના”થી કોઈને નારાજી નહી,……(૫)

 

હવે, આવા કાકુ હોવા કે નહી ? દાવડાજી સૌને પૂછે,

તો, ચંદ્ર કહેઃ કાકુ દ્વારા પ્રેમ સબંધો અમર રહે !

 

કાવ્ય રચનાઃ તારીખ જુલાઈ,૧૬,૨૦૧૩         ચંદ્રવદન

બે શબ્દો…

“કાકુ” શબ્દથી હું તો અજાણ હતો.

દાવડાજીએ ઈમેઈલ કરી અનેકને જાણ કરી.

જવાબરૂપે પ્રજ્ઞાજુબેન વ્યાસે એક રચના મોકલી.

આજે એ બંને નીચે છે >>>

pkdavda <pkdavda@gmail.com> Sent: Tuesday, July 16, 2013 10:04 AM Subject:કાકુ (An escape route)

કાકુ (An escape route)
કચ્છ અને સૌરષ્ટ્રમા ભાટિયા કોમ જોવા મળે છે. અગાઉ આ કોમમા એક જાણવા જેવી ખાસિયત હતી. પ્રત્યેક કુટુંબમા એક પુરૂષ વ્યક્તિનું હુલામણું નામ (pat name) કાકુ રખાતું હતું. જ્યારે પણ કુટુંબ બહારની કોઈ વ્યક્તિ સાથે વાટાઘાટ થતી હોય ત્યારે આ કાકુ ગેરહાજર રહેતો. બધી વાટાઘાટ પત્યા પછી કુટુંબનો મુખિયો કહે કે “કાકુને પુછીને કહું છું.”.
આ રીતે તરત જ નિર્ણય લઈ, જવાબ આપવાનું ટાળી દેવામા આવતું. ત્યાર બાદ જવાબ આપતી વખતે, જો નક્કી થયેલી વાતમા ફરી જવું હોય તો “કાકુ ના પાડે છે”, કહી દેતા.
ક્યારેક તો કુટુંબમાં કાકુ નામની વ્યક્તિ ખરેખર હોતી જ નહતી.
 
આમ કાકુ ખૂબ જ ઉપયોગી સાબિત થતો. સમય માગવા માટે અને અગવડ ભરેલો “ના” નો જવાબ આપવા માટે કાકુ હુકમના પાનાનું કામ કરતો.
 
તમને નથી લાગતું કે આપણે પણ એક કાકુ રાખવો જોઈએ?
-પી.કે.દાવડા

કાકુ નતો ખાય કીં

ભાભુ ચેતીઃ ભેણ મૂંજો,કાકુડો ખાધે જો કૂડો; કો જાણાં થીંધો જ કુરો? કાકુ નતો ખાય કીં

 

લિખ પેડ઼ો બરફી ને પિસતા ભધામ લિખ; લિખ ડાર-ભાંત કડી,લિખ પીએ છાય કીં

 

લિખ પૂરી લિખ પાનું,લિખ લડુ મોનઠાર; લિખ ખીર-ખન ખાય,લિખ ગિને ચાય કીં

 

લિખ લિખ કંધે લેખો,લખેં પુજે લાખાણી ચેં; કાકુડ઼ો ફાટી પે કુરો ઇતરે મથા ખાય કીં

 

                  -દુલેરાય કારાણી

આ પ્રમાણે…..

તમોએ ઈમેઈલો જણ્યા.

હવે તમોને  મારા કાવ્યને સમજવા સરળતા રહી.

ખરૂં ?

આ પોસ્ટ ગમી તો જાણ કરશો !

ડો. ચન્દ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today, the Month of SHRAVAN begins on 7th August,2013.

I thought of a New Post.

And, the Post is a Poem in Gujarati titled “KAKU KAUN ?” meaning “WHO IS KAKU ?”

Kaku had been a term used to denote an “ADVISOR” to a Family & especially used in KACHH Region of North Gujarat. When a decision is needed (eg. choosing of the Lifeparter of a child in a Family), the answer was postponed by the mention of the “consultation” with Kaku.

I did not know of it …Thanks to P.K. Davda for the  Information.

Hope you like the Post.

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

કોણે કહ્યું હું ગઝલ લખું છું ? રતનબાને ચંદ્ર-વંદન !

9 Comments Add your own

 • 1. સુરેશ  |  August 7, 2013 at 1:23 pm

  અમે કહીશું…
  ચમિને પુછીને કહું !!

  Reply
 • 2. P.K.Davda  |  August 7, 2013 at 1:54 pm

  અત્યાર સુધી મારો કાકુ ચાલતો હતો, તમે એને દોડતો કરી દીધો.

  Reply
 • 3. Vinod R. Patel  |  August 7, 2013 at 3:47 pm

  આ પોસ્ટ ગમી કે નહિ એ કાકુને પૂછીને કહીશ ! જો કે હું ભાટિયા કોમમાંથી
  નથી આવતો !

  કાકુ વિષે દાવડાજી પાસેથી નવું શીખ્યા .એમના અનુભવના ભાથામાંથી
  આવી જ્ઞાનની વાતો જાણીને આનંદ થાય છે .

  Reply
 • 4. nabhakashdeep  |  August 8, 2013 at 12:20 am

  કાકુ વિષે દાવડાજી પાસેથી નવું શીખ્યા .એમના અનુભવના ભાથામાંથી
  આવી જ્ઞાનની વાતો જાણીને આનંદ થાય છે ….હવે, ડો. ચન્દ્રવદનભાઈ કાવ્યને સમજવા સરળતા રહી…કાકુ ..કાકુ ..કાકુ How are yuy?

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 5. himanshupatel555  |  August 8, 2013 at 12:55 am

  કચ્છી ભાષા અનેક વરસ પછી વાંચવા અને સાંભળવા મળી પહેલાતો એનો આભાર અને જ્ઞાનમાં ઉમેરો થયો એ બીજો આભાર ડૉ.

  Reply
 • 6. sapana53  |  August 8, 2013 at 9:06 pm

  વાહ સરસ માહીતિ ..મારામ કાકાનિ ક્યારેક હું લાડથી કાકુ કેહતી…

  Reply
 • 7. ishvarlalmistry  |  August 9, 2013 at 4:59 am

  something new to learn ,thankyou for sharing the thought,thanks to Davdaji.
  ishvarbhai.

  Reply
 • 8. Valibhai Musa  |  August 11, 2013 at 12:07 am

  સપનાબહેને મારા મનની વાત કહી દીધી. કાવ્ય વાંચતાં જ મારા મનમાં એ ગોઠવાઈ ગયું હતું કે ‘કાકા’ માટેનો હુલામણો શબ્દ ‘કાકુ’ હોઈ શકે. માનવ લાગણીઓને સાચવવા માટેનો સરસ મજાનો કીમિયો ! જે કુટુંબમાં ખરેખર ‘કાકુ’ ન હોય, ત્યાં કાલ્પનિક ‘કાકુ’ના ઓથે જે છટકબારીની અહીં વાત છે, તેને મારી દૃષ્ટિએ હું અસત્ય નહિ ગણું; કેમે કે સારા આશયથી બોલાતું અસત્ય એ પેલા સત્ય કરતાં પણ વધુ ઉમદા હોય છે. દાવડાભાઈને અને ચન્દ્રવદનભાઈને ધન્યવાદ.

  Reply
  • 9. chandravadan  |  August 11, 2013 at 2:07 am

   વલીભાઈ,

   તમે આવ્યા…આવીને એક સુંદર પ્રતિભાવ આપ્યો.

   વાંચી, ખુબ જ આનંદ !

   ફરી પધારી, શબ્દોભરી “મહેક” આપશો…હું તમારી વાટ જોઈશ !

   ….ચંદ્રવદન
   Chandravadan

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

August 2013
M T W T F S S
« Jul   Sep »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: