કોણે કહ્યું હું ગઝલ લખું છું ?

ઓગસ્ટ 5, 2013 at 12:47 એ એમ (am) 21 comments

કોણે કહ્યું હું ગઝલ લખું છું ?

કોણે કહ્યું કે હું ગઝલ લખું છું ?

જરૂર શબ્દો ચુંટી, કંઈક લખું છું,

શબ્દો લખ્યા તો શું ગઝલ થઈ ગઈ ?

જવાબ એનો કહેશે અન્ય વિચારો કરી,

અરે ! જે લખ્યું તેને કાવ્ય રચના ના કોઈએ કહી,

તો, ગઝલ લખવાની વાતને તમે છોડવી જ રહી,

ચંદ્રવિચારધારાની હવે તો હદ થઈ ગઈ,

“લયસ્તરો”એ વાંચી, એ તો ફેંકાઈ ગઈ !

રચના ઃ તારીખ જુલાઈ,૨૮,૨૦૧૩    ચંદ્રવદન

બે શબ્દો…

એ દિવસ ૨૮મી જુલાઈને હતો.

વેબજગતે ફરતા, હું હતો “લયસ્તરો’ના બ્લોગ પર.

ત્યાં, અનેકની રહેલી ગઝલો..તેમજ કાવ્યરચનાઓ હતી.

મનમાં કાંઈ થયું !

અને…”કોણે કહ્યું કે હું ગઝલ લખું છે?”ની રચના થઈ.

બસ, એ જ આજે તમે વાંચો છો.

ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it’s a Poem in Gujarati.

It is titled “Kone Kahyu ke Hu Gazal Lakhu Chhu ?” which means “Who says I cam create a Gazal Type Poem ?”

The inspiration to write this was as I had visited a Blog with Gazals called “LAYSTRO”.

Hope you like it !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

વ્યક્તિ પરિચય-મિત્રતા (૧૪)…વિનોદ પટેલ કાકુ કોણ ?

21 ટિપ્પણીઓ Add your own

 • 1. Purvi Malkan  |  ઓગસ્ટ 5, 2013 પર 2:00 એ એમ (am)

  majaani vaat chandubhai.

  ________________________________

  જવાબ આપો
 • 2. pravina  |  ઓગસ્ટ 5, 2013 પર 2:14 એ એમ (am)

  New way to write.

  Totally different.

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  ઓગસ્ટ 5, 2013 પર 2:46 એ એમ (am)

  કોણે કહ્યું કે હું ગઝલ લખું છું ?

  જરૂર શબ્દો ચુંટી, કંઈક લખું છું,

  ચન્દ્રવદનભાઈ , ગઝલ લખવા માટે પણ શબ્દોને યોગ્ય રીતે ચૂંટવા પડે છે .

  તમે પ્રયત્ન કરો તો તમે જરૂર ગઝલ લખી શકો .

  સાહિત્યના યાત્રી માટે કશું અશક્ય નથી .

  જવાબ આપો
 • 4. nabhakashdeep  |  ઓગસ્ટ 5, 2013 પર 5:41 એ એમ (am)

  ડોશ્રી ચંદ્રવદનભાઈ…મનમાં ગઝલનો રણકાર થયો ને રચના બની. ગઝલની ખૂબીઓ જાણો તો એમ જ વહેશે ગઝલ બની. સરસ .

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. dilip  |  ઓગસ્ટ 5, 2013 પર 12:57 પી એમ(pm)

  શ્રી ચન્દ્રવદનભાઈ આપની આ અભિવ્યક્તિ વાંચી યાદ આવ્યું…

  હાટો જુદી કરી ને હટાણા જુદા કર્યા

  એકેક વીણી વીણી ઘરાણાં જુદા કર્યા

  જોવાનું દ્રુશ્ય જ્યારે વહેંચી શક્યા નહી

  ત્યારે બધાએ ભીંતમાં કાણાણ જુદા કર્યા

  કોઈએ ગધ્ય ગીત અને કોઈએ ગઝલ

  આદિલ બધાએ પોતાના ગાણાં જુદા કર્યા

  આમ સાહિત્ય રચનાનો પ્રકાર કે અભિવ્યક્તિ ભલે જુદી હોય પણ..તમે અનુભવ કરશો કે ઘણાં ને કેટલો અહસંકાર છે પોતાની રચનાઓનો કે તે અન્યને શીખવવા પ્રેરવા પણ પ્રોત્સાહન નહિ આપે..

  આ તો માનવ ભાષાની જ વાત થઈ ગઈ..શું પંખી ગીત નથી ગાતા સૃષ્ટીમાં કાવ્ય નથી..? એ પરમનું કાવ્ય ક્યાં ? અને માનવી મનનું વૈમનસ્ય ક્યાં તુલનીય..?

  જવાબ આપો
 • 6. P.K.Davda  |  ઓગસ્ટ 5, 2013 પર 2:06 પી એમ(pm)

  ગઝલ એ પ્રેમની ભાષા છે. તમે પણ ઇશ્વર પ્રત્યે પ્રેમની વાતો લખો છે એટલે એક અર્થમાં તમે ગઝલ જ લખો છો.

  જવાબ આપો
 • 7. Sanat Parikh  |  ઓગસ્ટ 5, 2013 પર 2:31 પી એમ(pm)

  I am glad you clarified. Otherwise people will think you write “Ghazal”.Good explanation!

  જવાબ આપો
 • 8. અક્ષયપાત્ર/Axaypatra  |  ઓગસ્ટ 5, 2013 પર 5:45 પી એમ(pm)

  શબ્દો ગમે તેટલા સુંદર અને સુશોભીત હોય પણ ભાવ ભળ્યા વગર તે નકલી ફૂલો જેવા છે. તમારી ભાવવાહી રચનાઓમાં હ્રદયની સુવાસ છે. જે ક્યારેક લયસ્તરો પર પણ નથી હોતી..

  જવાબ આપો
 • 9. dadimanipotli  |  ઓગસ્ટ 5, 2013 પર 6:50 પી એમ(pm)

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  માં સરસ્વતિ ની આપ પર અસીમ કૃપા છે, કે કોઈપણ ક્ષેત્રે આપ આપના નિર્મળ ભાવ સાથે રજૂ કરો છો ત્યારે તે માણવા જેવી રચના લેખ ગઝલ ની પોસ્ટ બની જાય છે…

  જવાબ આપો
 • 10. ishvarlalmistry  |  ઓગસ્ટ 5, 2013 પર 7:26 પી એમ(pm)

  Very interesting Chandravadanbhai, if you can, go for it.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 11. સુરેશ  |  ઓગસ્ટ 5, 2013 પર 8:27 પી એમ(pm)

  તમારા સવાલનો જવાબ…

  ‘મેં નથી કહ્યું.!!!”

  જવાબ આપો
  • 12. chandravadan  |  ઓગસ્ટ 6, 2013 પર 2:33 એ એમ (am)

   “મેં નથી કહ્યું” પોસ્ટ વાંચી, સુરેશ કહે,

   “એ જ સત્ય છે !” ચંદ્ર એને જવાબમાં કહે,

   “આ ગઝલ છે જ નહી” એવું એના મનમાં હશે”,

   “એ પણ ખરેખર સત્ય જ છે ” ચંદ્ર અંતે કહે,

   “તો શું લખ્યું ?” સૌ ચંદ્રને પૂછી રહે,

   “માનો એને કાવ્યજેવું ” ચંદ્ર જવાબમાં કહે,

   “અથવા માનજો એક ગુજરાતી લખાણ એને,

   ચંદ્ર વિનંતી બસ, એટલી જ છે સૌને ”

   …ચંદ્રવદન

   જવાબ આપો
 • 13. dipak solanki  |  ઓગસ્ટ 6, 2013 પર 5:10 એ એમ (am)

  deepak parmar na blog uper aaapni coment vanchi. ane aapno blog jovani ichcha thai. vanchine maja aavi. jindagine thodi hanvaas ni jarur hoi che j tamara jeva loko dwara aa kam sari rite thai rahyuche aabhar.

  જવાબ આપો
 • 14. prdpravalpradip raval  |  ઓગસ્ટ 6, 2013 પર 1:00 પી એમ(pm)

  like ur gazal rightup concept

  જવાબ આપો
 • 15. pravinshastri  |  ઓગસ્ટ 6, 2013 પર 3:29 પી એમ(pm)

  આપના હૈયામાંથી જે સંવેદના શબ્દ બનીને વ્યક્ત થાય એ કાવ્ય જ હોય.

  જવાબ આપો
 • 16. chandravadan  |  ઓગસ્ટ 6, 2013 પર 3:32 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Mon, 8:58 PMMessage starred Re: કોણે કહ્યું હું ગઝલ લખું છું ?
  FROM Ritesh M TO You From Ritesh M Tochadravada mistry
  Hi Uncle,
  I read this post twice , nice example of art.

  regards

  Ritesh Mokasana
  Qatar

  Blog : http://riteshmokasana.wordpress.com/
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ritesh,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 17. chandravadan  |  ઓગસ્ટ 7, 2013 પર 1:16 એ એમ (am)

  This was an Email for this Post>>>>>

  From: Mahendra Shah
  To: chadravada mistry
  Sent: Tuesday, August 6, 2013 5:44 PM
  Subject: Re: Fw: કોણે કહ્યું હું ગઝલ લખું છું ?

  સુંદર!
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Mahendrabhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 18. chandravadan  |  ઓગસ્ટ 7, 2013 પર 7:24 પી એમ(pm)

  This was an Email Response>>>>

  From: Dhaval Shah
  To: chadravada mistry
  Sent: Wednesday, August 7, 2013 7:48 AM
  Subject: Re: Fw: કોણે કહ્યું હું ગઝલ લખું છું ?

  I liked your poem… Thanks !
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dhaval,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 19. Tejas Shah  |  ઓગસ્ટ 14, 2013 પર 7:39 એ એમ (am)

  Gazals have rules of grammer but thoughts, feelings and imaginations are never bound by any rules. Your creations are derived from your thoughts and imaginations which are free from any rules. I think that one can be more expressive while presenting with boundless freedom. Nice work! Keep it up!

  જવાબ આપો
  • 20. chandravadan  |  ઓગસ્ટ 14, 2013 પર 7:47 પી એમ(pm)

   Tejas,
   So nice of you to visit my Blog.
   Your comment means a lot to me.
   After a long time, it was my Joy at your visit.
   Hope you are still in U.K. & well.
   Must be in touch with Panchambhai.
   All the BEST to you !
   Chandravadan

   જવાબ આપો
 • 21. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓગસ્ટ 22, 2013 પર 4:29 પી એમ(pm)

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ

  ખુબ જ સરસ

  ચક્કાસ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: