વ્યક્તિ પરિચય-મિત્રતા (૧૪)…વિનોદ પટેલ

ઓગસ્ટ 1, 2013 at 12:01 એ એમ (am) 13 comments

વ્યક્તિ પરિચય-મિત્રતા (૧૪)…વિનોદ પટેલ

વ્યક્તિ પરિચય-મિત્રતા (૧૪)…વિનોદ પટેલ

 

વિનોદ મારી નજરે !

 

રહે જે સાન ડીઆગો,કેલીફોર્નીઆમાં તે છે વિનોદ પટેલ એક,

જેના વિષે કહેતા, બને આ કાવ્ય “વિનોદ મારી નજરે” એક,…..(ટેક)

 

૧૯૩૭માં જન્મેલા ગુજરાતના ડાંગરવા ગામના વતની,

કોલેજ અભ્યાસ કરી, એલ.એલ.બી.પરિક્ષા જેણે પાસ કરી,

કંપનીઓમાં સેવા કરતા, ૧૯૯૪માં નિવૃત્તિ જેણે લીધી,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !…..રહે જે…..(૧)

 

ભાગ્યમાં છે એક સંસ્કારી પત્ની કુસુમ નામે,

બે પુત્રો અને એક પુત્રીરૂપે સંતાન સુખ છે એમને,

નિવૃત્ત જીવન કાજે ૧૯૯૪માં અમેરીકા  જે આવે,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !…રહે જે….(૨)

 

૧૯૯૨માં અકાળ પત્ની મૃત્યુ વિધાતાએ ભાગ્યમાં લખી,

ત્યારે, સંતાનોને નિહાળી,મીઠી પત્ની યાદ એમણે હૈયે ભરી,

સાહિત્ય પ્રેમી  વિનોદની જીવન સફર ચાલું રહી,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !…રહે જે….(૩)

 

ગુજરાતી વાંચન ‘ને સાહિત્ય રસ એમનો ખીલતો રહ્યો,

૨૦૧૧માં “વિનોદ વિહાર”નામે એક બ્લોગ કર્યો,

સુંદર પ્રવૃત્તિઓમાં વિનોદવિચારધારાનો લાભ સૌએ લીધો,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !…રહે જે….(૪)

 

“વિનોદ વિહાર”માં જઈ, ચંદ્ર ખુશીભર્યા પ્રતિભાવો લખે,

ઈમેઈલથી પહેલા, ‘ને પછી ફોનથી ચંદ્ર વિનોદને જાણે,

મળ્યા નથી,છતાં આજે ચંદ્ર-વિનોદ મિત્રતા ખીલતી રહે,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !..રહે જે….(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ જુન,૯,૨૦૧૩           ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

આજની પોસ્ટ છે વ્યક્તિ “પરિચય- મિત્રતા (૧૪)…વિનોદ પટેલ”.

એક કાવ્યરૂપે મેં વિનોદભાઈ વિષે લખ્યું..અને હવે મારી જાણ પ્રમાણે વધુ લખી રહ્યો છું.

વિનોદભાઈ રેવાભાઈ પટેલનું જન્મ સ્થાન છે ગુજરાતના મહેસાણા જીલ્લાનું “ડાંગરવા”ગામ. કોલેજ અભ્યાસ કરી, એલ.એલ.બી, ની ડીગ્રી મેળવી. અને કંપનીઓમાં નોકરી કરી સેવા આપી, અને ૧૯૯૨માં નિવૃત્તિ લીધી.૧૯૯૨માં અમેરીકામાં ટુંક સમય માટે હતા ત્યારે અચાનક પત્ની કુસુમબેનનું મૃત્યુ થયું.એમના જીવનમાં કુસુમબેનનો ફાળો અગત્યનો હતો. માતા પિતાની સેવા કરવા જીવન અર્પણ કરી દીધું હતું અને સંતાનોને સારા સંસ્કારો કુસુમબેન તરફથી જ મળ્યા હતા. સંતાનો અમેરીકામા સ્થાયી હતા, અને એમણે ૧૯૯૪માં અમેરીકા આવવાનો નિર્ણય લીધો અને આજે કેલીફોર્નીઆના સાન ડીયાગો શહેરમાં રહે છે.

વિનોદભાઈના સાહિત્ય પ્રેમ સાથે ગુજરાતી વાંચન ઘણું છે. ૨૦૧૧માં “વિનોદ વિહાર” નામે બ્લોગ શરૂ કર્યો.આ બ્લોગના માધ્યમે એમણે એમની ઉંચી વિચારધારા પ્રગટ કરી છે. મેં પણ એમના બ્લોગ પર જઈ આનંદ જ અનુભવ્યો છે. મારી એમના બ્લોગની મુલાકાતો કારણે ઈમેઈલથી કોન્ટાક થયો….અને ત્યારબાદ, ફોનથી વાતો કરતા મેં વિનોદભાઈને વધુ જાણ્યા. આવી ઓળખાણમાંથી થઈ છે અમારી મિત્રતા.આ મિત્રતાનું ફુલ ખીલતું રહે એવી મારી આશા…અને પ્રભુની કૃપા હશે ત્યારે એક દિવસ જરૂર અમે બન્ને મળીશું.

જે કોઈને વિનોદભાઈ વિષે વધુ જાણવું હોય તેઓ એમના બ્લોગ પર આ નીચેની “લીન્ક” થઈ જઈ શકે છે>>>

http://vinodvihar75.wordpress.com/about/

 

આ પોસ્ટ અનેક વાંચે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post “VYAKATI PARCHAY (14)…..VINOD PATEL”.

It is a Kavya in which I had tried to tell about the life of VINODBHAI R. PATEL who presently is residing at San Diego, California.

He was born at DANGARVA village of MEHSANA DIST. of GUJARAT. After getting his Education, Vinodbhai got the Degree of L.L.B. After serving in the Companies, he retired in 1992.In 1992, his wife died and he was saddened but made the decision to be in America close to his children.

Vinodbhai is well read in the Gujarati Sahitya (Literature) & in 2011 he expressed his views in his Blog “VINOD VIHAR”

One can know more of him by visiting his Blog with the LINK given in this Post.

I consider myself fortunate to have known Vinodbhai,whom I call as “my Friend”.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા.

A Man with A Moustache ! કોણે કહ્યું હું ગઝલ લખું છું ?

13 ટિપ્પણીઓ Add your own

 • 1. Ramesh Patel  |  ઓગસ્ટ 1, 2013 પર 12:19 એ એમ (am)

  આદરણીયશ્રી વિનોદભાઈને મળવાનું સૌભાગ્ય અમને મળ્યું છે અને શબ્દે શબ્દે ખાનદાની આત્મિયતાનો પરિચય તેમણે દઈ દીધો છે. અનુભવના ઈતિહાસની જીવંત કથા એટલે આપણા

  શ્રી વિનોદભાઈ. વિનોદ વિહારની બ્લોગ પોષ્ટોનું વૈવિધ્ય અને ઊંડાણ એ તેમની સાહિત્ય ઉપાસનાનું પરિણામ છે અને તેનો લાભ લેવો એ એક લ્હાવો છે. ડોશ્રી ચંદ્રવદનભાઈના આ પરિચય

  લેખે , એક ભાવુક નઝરાણું સૌને ધર્યું છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 2. nabhakashdeep  |  ઓગસ્ટ 1, 2013 પર 12:21 એ એમ (am)

  આદરણીયશ્રી વિનોદભાઈને મળવાનું સૌભાગ્ય અમને મળ્યું છે અને શબ્દે શબ્દે ખાનદાની આત્મિયતાનો પરિચય તેમણે દઈ  દીધો છે. અનુભવના ઈતિહાસની જીવંત કથા એટલે આપણા   શ્રી વિનોદભાઈ. વિનોદ વિહારની બ્લોગ પોષ્ટોનું વૈવિધ્ય અને ઊંડાણ એ તેમની સાહિત્ય ઉપાસનાનું પરિણામ છે અને તેનો લાભ લેવો એ એક લ્હાવો છે. ડોશ્રી ચંદ્રવદનભાઈના આ પરિચય લેખે , એક ભાવુક નઝરાણું સૌને ધર્યું છે. રમેશ પટેલ(આકાશદીપ)

  ________________________________

  જવાબ આપો
 • 3. P.K.Davda  |  ઓગસ્ટ 1, 2013 પર 2:36 એ એમ (am)

  વિનોદભાઈનો પરિચય ચંદ્રવદનભાઈની કલમે લખાય એટલે સોનામાં સુગંધ ભળી કહેવાય. બન્ને સજ્જનો મારા મિત્રો છે એનો મને ગર્વ છે.

  જવાબ આપો
 • 4. Purvi Malkan  |  ઓગસ્ટ 1, 2013 પર 2:57 એ એમ (am)

  ek navi vyaktine maline anand thayo. aap thaki ketla badha nava mitro malya chandubhai.

  ________________________________

  જવાબ આપો
 • 5. pravinshastri  |  ઓગસ્ટ 1, 2013 પર 2:15 પી એમ(pm)

  શ્રી વિનોદભાઈને મળ્યો નથી છતાંએ જાણ્યા છે. કાયદાના સ્નાતક અને વિનોદ વિહારના સમર્થ સંપાદકને અનેક શુભેચ્છાઓ. ૠજુ હ્રૂદયી ડો. ચન્દ્રવદન્ભાઈને કાવ્ય પરિચય બદલ ધન્યવાદ.

  જવાબ આપો
 • 6. સુરેશ  |  ઓગસ્ટ 1, 2013 પર 3:38 પી એમ(pm)

  મારા પણ મિત્ર- ભલે રૂબરૂ મળ્યા નથી.
  તમે સૌ સદભાગી છો કે, મળી શકયા.

  જવાબ આપો
  • 7. chandravadan  |  ઓગસ્ટ 1, 2013 પર 6:07 પી એમ(pm)

   સુરેશભાઈ,

   હું કેલીફોર્નીઆમાં.

   વિનોદભાઈ કેલીફોર્નીઆમાં.

   હું “લેન્કેસ્ટર”માં અને એઓ છે “સાન ડીઆગો”માં.

   હું એકબીજાને મળ્યા નથી.

   પ્રભુકૃપા થશે ત્યારે મળીશું !

   …ચંદ્રવદન

   જવાબ આપો
 • 8. dhavalrajgeera  |  ઓગસ્ટ 2, 2013 પર 12:08 એ એમ (am)

  Hope we all stay connected and meet soon…
  Rajendra

  જવાબ આપો
 • 9. chandravadan  |  ઓગસ્ટ 3, 2013 પર 1:33 એ એમ (am)

  This was an Email Response>>>>

  સ્નેહી મિત્ર ડો. ચંદ્રવદનભાઈ ,

  આપના ચંદ્ર પુકાર બ્લોગની તા. 31મી જુલાઈની નવી પોસ્ટમાં તમોએ મારો પરિચય કરાવ્યો

  એ બદલ આપનો આભારી છું .

  આપના મૈત્રી ભાવ અને મારા પ્રત્યેના હૃદયના સ્નેહની કદર કરું છું.

  આ કેવો સંજોગ કે ઓગસ્ટ મહિનો એ ફ્રેન્ડશીપનો મહિનો છે .

  મારા બ્લોગની નવી પોસ્ટનો વિષય પણ મિત્રતાનો છે .

  આ રહી એ નવી પોસ્ટ ——

  New post on વિનોદ વિહાર
  (284 ) મૈત્રી સંબંધ એટલે ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ – ફ્રેન્ડશીપ ડે નિમિત્તે કેટલુંક વિચાર મંથન
  by Vinod R. Patel

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

  Vinodbhai,
  The Month of August is a FRIENDSHIP MONTH & you had a Post on the Friendship @

  http://vinodvihar75.wordpress.com/2013/08/01/284-%e0%aa%ae%e0%ab%88%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b8%e0%aa%82%e0%aa%ac%e0%aa%82%e0%aa%a7-%e0%aa%8f%e0%aa%9f%e0%aa%b2%e0%ab%87-%e0%aa%88%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%b0%e0%ab%87/

  Thanks for your Email
  Chandravadan

  જવાબ આપો
 • 10. pravina Avinash  |  ઓગસ્ટ 3, 2013 પર 1:48 એ એમ (am)

  This is the beauty of Gujarati Blog. We meet friends and come close to the people.
  Nice intro. of Vinodbhai Patel

  જવાબ આપો
 • 11. venunad  |  ઓગસ્ટ 3, 2013 પર 12:32 પી એમ(pm)

  કોઈ બ્લોગ મિત્રના વ્યક્તિત્વને આટલી સારી રિતે કાવ્યમય રિતે સંભારે એ પ્રથા આપે શરું કરી, ડૉ. ચન્દ્રવદનભાઈ. આનંદ!

  જવાબ આપો
 • 12. chandravadan  |  ઓગસ્ટ 3, 2013 પર 10:26 પી એમ(pm)

  This was an Email Response>>>>

  વ્યક્તિ પરિચય-મિત્રતા (૧૪)…વિનોદ પટેલ
  FROM SARYU PARIKH TO You FromSARYU PARIKH Tochadravada mistry
  હા, વાંચ્યો હતો. આપની મિત્રતા માટે આનંદ.
  સરયૂનાવંદન
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Saryuben,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 13. ishvarlalmistry  |  ઓગસ્ટ 4, 2013 પર 5:34 એ એમ (am)

  Very nicely introduced Vinodbhai , Very grateful about your friendship with him.Very learned person.
  Thankyou Chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: