Archive for ઓગસ્ટ 1, 2013

વ્યક્તિ પરિચય-મિત્રતા (૧૪)…વિનોદ પટેલ

વ્યક્તિ પરિચય-મિત્રતા (૧૪)…વિનોદ પટેલ

વ્યક્તિ પરિચય-મિત્રતા (૧૪)…વિનોદ પટેલ

 

વિનોદ મારી નજરે !

 

રહે જે સાન ડીઆગો,કેલીફોર્નીઆમાં તે છે વિનોદ પટેલ એક,

જેના વિષે કહેતા, બને આ કાવ્ય “વિનોદ મારી નજરે” એક,…..(ટેક)

 

૧૯૩૭માં જન્મેલા ગુજરાતના ડાંગરવા ગામના વતની,

કોલેજ અભ્યાસ કરી, એલ.એલ.બી.પરિક્ષા જેણે પાસ કરી,

કંપનીઓમાં સેવા કરતા, ૧૯૯૪માં નિવૃત્તિ જેણે લીધી,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !…..રહે જે…..(૧)

 

ભાગ્યમાં છે એક સંસ્કારી પત્ની કુસુમ નામે,

બે પુત્રો અને એક પુત્રીરૂપે સંતાન સુખ છે એમને,

નિવૃત્ત જીવન કાજે ૧૯૯૪માં અમેરીકા  જે આવે,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !…રહે જે….(૨)

 

૧૯૯૨માં અકાળ પત્ની મૃત્યુ વિધાતાએ ભાગ્યમાં લખી,

ત્યારે, સંતાનોને નિહાળી,મીઠી પત્ની યાદ એમણે હૈયે ભરી,

સાહિત્ય પ્રેમી  વિનોદની જીવન સફર ચાલું રહી,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !…રહે જે….(૩)

 

ગુજરાતી વાંચન ‘ને સાહિત્ય રસ એમનો ખીલતો રહ્યો,

૨૦૧૧માં “વિનોદ વિહાર”નામે એક બ્લોગ કર્યો,

સુંદર પ્રવૃત્તિઓમાં વિનોદવિચારધારાનો લાભ સૌએ લીધો,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !…રહે જે….(૪)

 

“વિનોદ વિહાર”માં જઈ, ચંદ્ર ખુશીભર્યા પ્રતિભાવો લખે,

ઈમેઈલથી પહેલા, ‘ને પછી ફોનથી ચંદ્ર વિનોદને જાણે,

મળ્યા નથી,છતાં આજે ચંદ્ર-વિનોદ મિત્રતા ખીલતી રહે,

એવા વિનોદભાઈ છે આજે મારી નજરે !..રહે જે….(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ જુન,૯,૨૦૧૩           ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

આજની પોસ્ટ છે વ્યક્તિ “પરિચય- મિત્રતા (૧૪)…વિનોદ પટેલ”.

એક કાવ્યરૂપે મેં વિનોદભાઈ વિષે લખ્યું..અને હવે મારી જાણ પ્રમાણે વધુ લખી રહ્યો છું.

વિનોદભાઈ રેવાભાઈ પટેલનું જન્મ સ્થાન છે ગુજરાતના મહેસાણા જીલ્લાનું “ડાંગરવા”ગામ. કોલેજ અભ્યાસ કરી, એલ.એલ.બી, ની ડીગ્રી મેળવી. અને કંપનીઓમાં નોકરી કરી સેવા આપી, અને ૧૯૯૨માં નિવૃત્તિ લીધી.૧૯૯૨માં અમેરીકામાં ટુંક સમય માટે હતા ત્યારે અચાનક પત્ની કુસુમબેનનું મૃત્યુ થયું.એમના જીવનમાં કુસુમબેનનો ફાળો અગત્યનો હતો. માતા પિતાની સેવા કરવા જીવન અર્પણ કરી દીધું હતું અને સંતાનોને સારા સંસ્કારો કુસુમબેન તરફથી જ મળ્યા હતા. સંતાનો અમેરીકામા સ્થાયી હતા, અને એમણે ૧૯૯૪માં અમેરીકા આવવાનો નિર્ણય લીધો અને આજે કેલીફોર્નીઆના સાન ડીયાગો શહેરમાં રહે છે.

વિનોદભાઈના સાહિત્ય પ્રેમ સાથે ગુજરાતી વાંચન ઘણું છે. ૨૦૧૧માં “વિનોદ વિહાર” નામે બ્લોગ શરૂ કર્યો.આ બ્લોગના માધ્યમે એમણે એમની ઉંચી વિચારધારા પ્રગટ કરી છે. મેં પણ એમના બ્લોગ પર જઈ આનંદ જ અનુભવ્યો છે. મારી એમના બ્લોગની મુલાકાતો કારણે ઈમેઈલથી કોન્ટાક થયો….અને ત્યારબાદ, ફોનથી વાતો કરતા મેં વિનોદભાઈને વધુ જાણ્યા. આવી ઓળખાણમાંથી થઈ છે અમારી મિત્રતા.આ મિત્રતાનું ફુલ ખીલતું રહે એવી મારી આશા…અને પ્રભુની કૃપા હશે ત્યારે એક દિવસ જરૂર અમે બન્ને મળીશું.

જે કોઈને વિનોદભાઈ વિષે વધુ જાણવું હોય તેઓ એમના બ્લોગ પર આ નીચેની “લીન્ક” થઈ જઈ શકે છે>>>

http://vinodvihar75.wordpress.com/about/

 

આ પોસ્ટ અનેક વાંચે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post “VYAKATI PARCHAY (14)…..VINOD PATEL”.

It is a Kavya in which I had tried to tell about the life of VINODBHAI R. PATEL who presently is residing at San Diego, California.

He was born at DANGARVA village of MEHSANA DIST. of GUJARAT. After getting his Education, Vinodbhai got the Degree of L.L.B. After serving in the Companies, he retired in 1992.In 1992, his wife died and he was saddened but made the decision to be in America close to his children.

Vinodbhai is well read in the Gujarati Sahitya (Literature) & in 2011 he expressed his views in his Blog “VINOD VIHAR”

One can know more of him by visiting his Blog with the LINK given in this Post.

I consider myself fortunate to have known Vinodbhai,whom I call as “my Friend”.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

ઓગસ્ટ 1, 2013 at 12:01 એ એમ (am) 13 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,545 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031