ચંદ્રવિચારધારા (૭)ઃ સર્જનહાર છે કે પછી ફક્ત “એક બીગ બેન્ગ”ની વિચારધારા ?

જુલાઇ 18, 2013 at 3:12 પી એમ(pm) 11 comments

Colorful yoga man vector

ચંદ્રવિચારધારા (૭)ઃ સર્જનહાર છે કે પછી ફક્ત “એક બીગ બેન્ગ”ની વિચારધારા ?

આ રહી પૃથ્વી !

આ પૃથ્વી પર અનેક જીવીત ચીજોમાં છે માનવીઓ….જે એની બુધ્ધિ પ્રમાણે વિચારે, સમજે અને અન્યને સમજ આપે.

જ્યારે પૃથ્વી પર જે જડ કે ચેતન ચીજોનું માનવી નિર્ક્ષણ કરતો રહ્યો તેમ તેમ એ ચીજોને સમજવાનો પ્રયાસ કરતો રહ્યો.

ઉપર ચંદ્રમા, સુર્ય અને તારાઓને નિહાળી “અખિલ બ્રમાંડ”ને જાણવા માટે પ્રયાસો ચાલુ કર્યા.

પૃથ્વી સાથે જુદા જુદા ગ્રહોનું કહી અંતે કહ્યું કે “આ આપણું સુર્યમંડળ !”.

ત્યારબાદ…આકાશમાં દેખાતા  (અને ના દેખાતા) તારાઓ તો ખરેખર અનેક સુર્યમંડળો છે.

આવા અનેક સુર્યમંડળોથી આપણી “મીલ્કી વે” ગેલેક્ષી છે.

અને એવી તો અનેક “ગેલેક્ષી” બ્રમાંડમાં છે.

આથી જે જાણ્યું એ તો અલ્પ છે, એવી કબુલાત કરી.

અને…આ કબુલાત સાથે હજુ માનવી આ સર્વનો “એક સર્જનહાર” યાને “એક ક્રીએટર” છે એવું કહેતા અચકાય છે.

પણ…આવી હઠ સાથે માનવી “નવી શોધ” માટે આતુર રહે છે.

માનવ એની બુધ્ધિ અને સમજ પ્રમાણે જે જાણ્યું તે જ “સત્ય” છે એવો ભાર મુકવા લાગ્યો.

મોટા “માઈક્રોસ્કોપ’થી જે અજાણ હતા તેવા “બેક્ટેરીઆ” કે “વાઈરસ” જેવા જંતુઓની જાણ કરી…અને મોટા “દુરબીનો” દ્વારા આકાશ તરફ નજર કરી નવા ગ્રહો અને અન્ય જાણ્યું.

માનવીના મનમાં વિચાર આવ્યો કે “જીવીત” ચીજો કેવી રીતે હોય શકે ? અને, હવે આપણે “ડીએને”અને “જીન્સ” વિગેરે આપણી વાણીમાં કહેતા અચકાતા નથી.

આવી જ “સર્જનહાર નથી”ની હઠ સાથે જન્મી છે “બીગ બેન્ગ થીઓરી” યાને “એક મોટો ધડાકો”.

હવે વિચારો….

વિજ્ઞાને અંગ્રેજીમા કહ્યું હતું કે “Atom is the smallest particle of the Matter.  ” યાને એટોમ એટલે પદાર્થનો સુક્ષ્મમાં સુક્ષ્મ અંસ.ત્યારબાદ, “ઈલેક્ટ્રોન” “પ્રોટોન”…અને હવે “બોઝોન” વિગેરે.

વિજ્ઞાને અંગ્રેજીમાં કહ્યું હતું કે ” Matter (or Energy) can neither be created or destroyed but can be changed from one form to another.  ” યાને પદાર્થ કે શક્તિ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમા બદલી શકાય, પણ કદી શુન્યમાંથી સર્જી ના શકાય.અને હવે છે બ્રમાંડમાં ધડાકાની વાત.

અહી,મારો ઉપર મુજબ ઉલ્લેખ કરવાનો એક જ હેતુ ઃવિજ્ઞાનનું “સત્ય”બદલાતું રહે. કારણ કે માનવીની બુધ્ધિ સમજ પ્રમાણે એ સત્ય હોય છે…નવી શોધ સાથે નવી વિચારધારા પ્રમાણે “સત્ય”ની સમજમાં ફેરફારો થયા કરે છે.

 

હવે, આ ઘડીએ…આપણે વિચારીએ કે આટલું વિશાળ “અખિલ બ્રમાંડ”,જેની કલ્પના કરવી પણ અશક્ય છે, જેવું તંત્ર કેવી  સરળતાથી ચાલી રહ્યું છે…તો, એને ચલાવનાર હશે ને ? જો, આપણે આ સર્વને “એક શક્તિ” યાને “એનરજી” ગણીએ તો માનો કે “એક પરમ શક્તિ” આ બધું ચલાવી રહી છે. આટલું કબુલ કરો તો….એ પરમ શક્તિને આપણે “પરમાત્મા” કે “ગોડ” અગર “સર્જનહાર” કે “ક્રીએટર” કહીએ તો શું એ ખોટું છે ?

 

આ રહી ચંદ્રવિચારધાર !

અંતે હું કહું કે આ બ્રમાંડનો એક સર્જનહાર જરૂર છે, જેને માનવી કદી એની “માનવ-બુધ્ધિ”થી જાણી કે સમજી શકશે નહી જ….પણ, માનવ એની “દિવ્ય સમજ” દ્વારા જ સમજી શકશે. જ્યારે જીવનની સહરમાં માનવી એવી સમજ માટે પ્રયાસ કરશે ત્યારે એને “એક સનાતન સત્ય”ના દર્શન જરૂર થશે.

સૌ કોઈ પધારી, આ પોસ્ટ વાંચે તેઓને મારી વિનંતી છે કે ઃ સૌ પોતાની સમજ પ્રમાણે વિચારે, જે યોગ્ય લાગે તે પ્રમાણે જીવનમાં અપનાવે.

પધારી તમે આ પોસ્ટ વાંચી તે માટે ખુબ ખુબ આભાર !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’ Post is the 7th in the Category of “CHANDRAVICHARDHARA” meaning the The TOUGHT PROCESS of CHANDRA.

The Topic  for the Post is :  Is it a  CREATOR or only a BIG BANG THEORY ?

I had expressed my thoughts.

Now, I welome others to give their thoughts.

I thanks all who had come & read this Post.

Dr. Chandravadan Mistry

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

” સ્ટાનફોર્ડ યુનીવસર્સીટી”ની કહાણી ! ગુરૂતત્વ મહિમા !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  જુલાઇ 18, 2013 પર 3:38 પી એમ(pm)

  બધાજ પ્રશ્નોનો ઉત્તર વિજ્ઞાન પણ આપી શકતું નથી એનો અર્થ એ કે
  આ જગતમાં કોઈ વિજ્ઞાનેતર શક્તિ કામ કરી રહી છે .
  આ શક્તિને આપણા ભક્ત કવી નરસિંહ મેહતા એમના ભજનમાં આ રીતે
  ઓળખાવે છે .

  અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રુ૫ અનંત ભાસે,
  દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
  ૫વન તું, પાણી તું, ભૂમિ તું , ભૂધરા, વૃક્ષ થઈ ફુલી રહ્યો આકાશે.
  વિવિધ રચના કરી, અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એજ આશે. અખિલ……

  વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનકકુંડળ વિશે ભેદ ન હોય,
  દ્યાટ દ્યડીયા ૫છી, નામરુ૫ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોય. અખિલ..

  ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે,
  મન કર્મ વચનથી, આ૫ માની લહે, સત્ય છે એજ મન એમ સૂજે. અખિલ……

  વૃક્ષ માં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં ૫ટંતરો એજ પાસે,
  ભણે નરર્સૈયો જે, ભેદ જાણી જુઓ, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ

  જવાબ આપો
 • 2. pragnaju  |  જુલાઇ 18, 2013 પર 3:52 પી એમ(pm)

  આદીકાળથી ચર્ચાતો વિષય
  મા.શ્રી વિનોદભાઇ નું સુંદર દર્શન
  ધર્મ અને વિજ્ઞાન એક બીજાના પ્રતિસ્પર્ધકો કે વિરોધી નથી પરંતુ પૂરક છે. આ વાત યાદ રાખવી જોઇએ કે નૈતિક્તા વગરનું વિજ્ઞાન અને વેજ્ઞાનિક અભિગમ વગરનો ધર્મ, બંને માનવજાત માટે એક સરખાં નુકસાનકારક છે. ધર્મ હોય કે વિજ્ઞાન બંને અંતિમ સત્યસુધી પહોંચવા માંગે છે. લક્ષ્ય એક હોઇ શકે પણ બંનેની યાત્રાનું માર્ગ જુદુ છું. વિજ્ઞાન અનુભવાત્મક અનુભૂતિના રથ પર પ્રવાસ કરે છે. જયારે ધર્મ પયગંબરોના માધ્યમથી સત્ય સુધી પહોંચાડે છે. ઇશ્વરીય માર્ગદર્શનના સિદ્ધાંતો અટળ અને કાયમી હોય છે જયારે વિજ્ઞાનના સિદ્ધાંતો અંતિમ કે અટળ નથી

  જવાબ આપો
 • 3. સુરેશ  |  જુલાઇ 18, 2013 પર 7:31 પી એમ(pm)

  એ પરમ શક્તિને આપણે “પરમાત્મા” કે “ગોડ” અગર “સર્જનહાર” કે “ક્રીએટર” કહીએ તો શું એ ખોટું છે ?

  ના નથી .
  ——————
  પ્રચંડ ધડાકો – બીગ બેન્ગ
  http://gadyasoor.wordpress.com/2009/01/09/big_bang/

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  જુલાઇ 18, 2013 પર 8:06 પી એમ(pm)

  પરમ આત્મ જ્ઞાની પૂ. દાદાશ્રી સત્સંગમા કહેતા કે..This world is puzzle itself. વેદો એ પરમ શક્તિનું ઐશ્વર્ય જાણવા મથે ને છેલ્લે કહે …નેતિ નેતિ.આપણે આપણી વિકસેલી મતિથી આંકીએ તેથી

  એ વધારે છે..કેમ કરી પામવો એ તાગ?

  આવો ગોપાલા….રમેશ પટેલ(આકાશદીપ)…(પ્રભાતિયું)

  માપે માપી…કોઈ ના શક્યું…તને ઓ સર્જનહારા….રે

  અદભુત તારી ….સૃષ્ટિની માયા…

  માયાથી નોંખો …ભાળ્યો રે……

  ઓ…સુંદર…સર્જનહારા…રે

  ફૂલે કેવા …રંગો પૂર્યા….સુગંધે છલકાવ્યા…રે

  ઝાકળ ઝીલી…વહેલી સવારે….

  વ્હાલ કોણ વેરે.. રે….

  ઓ…સુંદર…સર્જનહારા…રે

  ઉષા ખીલી…પંખીડાં ઊડ્યાં..ગાતાં મીઠાં ગીતો ..રે

  શીતલ સમીરે..મનડાં ડોલ્યાં..

  પ્રભુની સંગાથે..રે

  ઓ…સુંદર…સર્જનહારા…રે

  નીરખી તારી …લીલા ન્યારી…ભાવે કરીએ..વંદન..રે

  સકળ લોકમાં …તારા ચૈતન્યે…

  વરતે કેવો..આનંદ ..રે

  ઓ…સુંદર…સર્જનહારા…રે

  મેવા મધુરા…માખણ..મીસરી…ભાવે દેશું…તને રે

  આવો ગોપાલા…બંસરી બજાવો…

  રમીએ તારા…શરણે ..રે

  ઓ…સુંદર…સર્જનહારા…રે

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
  • 5. riteshmokasana  |  જુલાઇ 21, 2013 પર 7:35 એ એમ (am)

   ખુબ સરસ કાવ્ય છે..શીતલ ને સુંદર …રીતેશ

   જવાબ આપો
 • 6. prdpraval  |  જુલાઇ 19, 2013 પર 4:06 એ એમ (am)

  timining demand is changing science…..fact is fact..its a god gift to human for all

  જવાબ આપો
 • 7. P.K.Davda  |  જુલાઇ 19, 2013 પર 1:57 પી એમ(pm)

  માહિતીપૂર્ણ લેખ અને વિચારવા જેવું તારણ.

  જવાબ આપો
 • 8. pravina  |  જુલાઇ 19, 2013 પર 6:18 પી એમ(pm)

  Explained in simple and interesting manner.

  જવાબ આપો
 • 9. riteshmokasana  |  જુલાઇ 21, 2013 પર 7:32 એ એમ (am)

  Chandravadan uncleji,
  કુદરતની અંદર જેટલા ઊંડા ઉતારીએ તેટલું જ છીછરાપણું પમાય..એનું નામ પરમ વિશ્વ. સર્જન નો પાલનહાર કે કર્તા છે સર્વે નો ભર્તા. સામાન્ય મનુષ્ય જયારે એને પામી જશે ત્યારે બધી જગ્યાએ તમને પૃથ્વી કે બ્રહ્માંડ બધું એકસરખું લાગશે જે અશક્ય છે. આ વિષય પર જેટલા ઊંડા જઈએ તેટલું ઓછું પડે, સરસ વિવેચન કરેલ છે. આભાર……રીતેશ

  જવાબ આપો
 • 10. sapana53  |  જુલાઇ 21, 2013 પર 12:09 પી એમ(pm)

  વે, આ ઘડીએ…આપણે વિચારીએ કે આટલું વિશાળ “અખિલ બ્રમાંડ”,જેની કલ્પના કરવી પણ અશક્ય છે, જેવું તંત્ર કેવી સરળતાથી ચાલી રહ્યું છે…તો, એને ચલાવનાર હશે ને ? જો, આપણે આ સર્વને “એક શક્તિ” યાને “એનરજી” ગણીએ તો માનો કે “એક પરમ શક્તિ” આ બધું ચલાવી રહી છે. આટલું કબુલ કરો તો….એ પરમ શક્તિને આપણે “પરમાત્મા” કે “ગોડ” અગર “સર્જનહાર” કે “ક્રીએટર” કહીએ તો શું એ ખોટું છે ? કાઈ ખોટું નથી……હું તો રોજ પહો ફાટતાં જોઉં અને સાંજ્ને રાતમાં ભળતાં જોઉં તો મારાં પ્રભુની યાદ આવે …મારો વ્હાલો કેવું નીયમસર કામકાજ કરે છે…અને ઈન્સાનનું જ્ઞાન તો એક માંખીના પગ જેટલું પણ નથી પણ અભિમાન કેટલું છે…આપણે તો અલ્લાહને માનવા વાળા છીએ..સર્જનહારને સલામ કરવાવાળ…આભાર ચંદ્રવદનભાઈ સરસ લેખ

  જવાબ આપો
 • 11. ishvarlalmistry  |  જુલાઇ 21, 2013 પર 11:53 પી એમ(pm)

  Chandravadanbhai very nice poem with lots of thoughts and good to remember in life.God is very kind and gives us all our needs.God is Creator,operator and Destroyer ,it is all in his power.Very complex to understand ,but it is wonder beyond our imagination.

  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,546 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: