ઉપાધી કે પ્રભુ સમાધી

July 16, 2013 at 1:20 am 10 comments

Worried Face photo: WORRIED FACE worried-face2.jpg
ઉપાધી કે પ્રભુ સમાધી
મનુષ્ય છું જીવી રહ્યો છું જગમાં જીવન મારૂં,
જીવન જીવતા, સંસારની સફરમાં વહે જીવન મારૂં,
 
આવી ઉપાધીઓ ત્યારે એવા જ સમયે,
ઘડપણનો ભાર પણ આવે શીરે,
 
સગાસબંધીઓ જાણે ખુબ દુર લાગે,
ત્યારે, જરા શાણપણ મગજમાં આવે,
 
ભુલ્યો હતો ભગવાનને ,તે હવે યાદ આવે,
એવી યાદોમાં ઉપાધીઓ બધી દુર ભાગે,
 
હવે તો, બસ, પ્રભુ-સ્મરણમાં જ જીવું,
અને, માયા અને સંસારી સબંધો બધા તોડું,
 
શું થાય ? કે શુ ના થાય ,નથી ચિન્તાઓ એવી,
ના જોઈએ મુક્તિ, પ્રભુમાં સમાવાની, છે ઈચ્છાઓ એવી !
જાગો,સાંભળો સૌ,’ને સમજો આવી ચંદ્રવાણી,
આ જ તો છે, ભવપાર કરવાની ચાવી !
 
કાવ્ય રચનાઃતારીખ,ડીસેમ્બર,૫,૨૦૧૨ ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ શ્રી પી.કે દાવડાના એક ઈમેઈલ આધારીત છે.

જે વાંચ્યું હતું તે નીચે મુજબ છે>>>

સુવોતોસમાધી, અનેઉઠોતોઉપાધી !!!
 
જયારેદીવાલોમાંતિરાડોપડેછે, ત્યારેદીવાલોપડીજાયછે;
જયારેસંબંધોમાંતિરાડેપડેછે, ત્યારેતે દીવાલોબનીજાયછે.…!!!
 
નાનપણમાંભૂલીજતાત્યારેકહેતા, કેયાદરાખતાશીખો“.
અનેહવેયાદરાખીએત્યારેકહેછેકેભૂલતાશીખો…”!
 
જીવનભરની વધુપડતી કમાણીની આછેયાત્રા,
ટેબલપરચાંદીનીથાળી, અનેભોજનમાં Diet ખાખરા…!
દાવડા

આ કાવ્ય રચનામાં એક જ સંદેશ છે>>> આ મોહમાયાના સંસારી સબંધોનો ત્યાગ કરી, પ્રભુ સાથે પ્રીત બાંધવાની શીખ છે.

અને, જન્મ મરણના ફેરામાંથી છુટકારો મેળવવા માટે આ જ એક પંથ છે.

આ પોસ્ટરૂપી રચના સૌને ગમે એવી આશા.

 

લી. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is a Poem based on an Email from P.K. Davada.

The ORIGINAL message is of the the Worldly Relationships…making & breaking of these relations.

In the Poem, I see all the WORLDLY RELATIONS as the hinderance to the LIBERATION.

Them the advice to All is to make the TRUE LOVING RELATION with GOD.

It is that DIVINE RELATION that will lead to the SALVATION of the MANKIND !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

વ્યક્તિ પરિચય..મિત્રતા (૧૩)…..ગોવિન્દ પટેલ ” સ્ટાનફોર્ડ યુનીવસર્સીટી”ની કહાણી !

10 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  July 16, 2013 at 1:46 am

  શું થાય ? કે શુ ના થાય ,નથી ચિન્તાઓ એવી,

  ના જોઈએ મુક્તિ, પ્રભુમાં સમાવાની, છે ઈચ્છાઓ એવી !

  જાગો,સાંભળો સૌ,’ને સમજો આવી ચંદ્રવાણી,

  આ જ તો છે, ભવપાર કરવાની ચાવી !

  અંતરની વાણીનો અહેસાસ કરાવતી આ કાવ્ય રચના ગમી .

  Reply
 • 2. pragnaju  |  July 16, 2013 at 1:47 am

  શું થાય ? કે શુ ના થાય ,નથી ચિન્તાઓ એવી,
  ના જોઈએ મુક્તિ, પ્રભુમાં સમાવાની, છે ઈચ્છાઓ એવી
  સુંદર પ્રેરણાદાયી રચના…

  આંખમાં અમી તો દુનિયા ગમી…
  જીભમાં અમી તો દુનિયા નમી…
  અને, આ જીવન શું છે ?
  સુવો તો સમાધિ અને ઉઠો તો ઉપાધી.
  નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, ‘દુનિયામાં બધા દુઃખી કેમ છે?’ ભગવાને હસીને કહ્યું, ‘સુખ તો બધાયની પાસે છે, પણ
  એકના સુખથી બીજો પરેશાન છે.તમે બીજાંઓ માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાને માટે કંઈ માગવાની જરૂર જ નહીં પડે.’

  આવી ઉપાધીઓ ત્યારે એવા જ સમયે,
  ઘડપણનો ભાર પણ આવે શીરે,
  ……………………………………………………………………………

  [PPT]
  Relationship-gujarati-view.pps – More from yimg.com…
  xa.yimg.com/kq/groups/21359660/…/Relationship-gujarati-view.pps‎

  Reply
 • 3. pravinshastri  |  July 16, 2013 at 4:09 am

  માનનીય શ્રી ચંદ્રવદનભાઈ, સપ્રેમ વમ્દન. આપ લાગણિશીલ અને ધાર્મિક વૃત્તિના માનવ છો. જ્યારે માનવી વય લક્ષી વૃધ્ધાવસ્થા સ્વીકારી લે એટલે દૂરથી મૃત્યુને જોવા માંડે. દરેક જન્મેલ વ્ય્કતિનો આખરી અંત તો એજ છે. મૃત્યુની તારીખવાર આપણે જાણતા નથી. મૃત્યુ ધડપણમાં જ આવે એવું નથી. માટે જો ધડપણમાં પ્રભુ ભક્તિ કરવા બેસી જઈએ તો એ ભક્તિ જ્ઞન ભક્તિ ન કહેવાય, એ હતાશાની કે દિપ્રેશનની ભક્તિ કહેવાય. પ્રભુએ આપેલા જીવનના રંગો મૃત્યુ સૂધી માણવા જોઈએ. બસ હવે અંત નજીક છે. સ્વર્ગ મેળવવા ભક્તિ કરવા માંડો એ ડિપ્રેશનની નિશાની છે. આનંદથી જીંદગી જિવો.

  Reply
 • 4. dadimanipotli1  |  July 16, 2013 at 6:24 am

  આદરણીય હરી ડૉ.ચંદ્રવદનભાઈ,

  શ્રી દાવડા સાહેબની રચના સાથે આપની સુંદર રચના સાથે રજૂઆત …

  Reply
 • 5. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  July 16, 2013 at 7:58 am

  આદરણીય શ્રી. ડૉ.ચંદ્રવદનભાઈ

  ” દરેકના કપાળે એક્ક્ષપાયરી ડેઈટ લખેલ છે,

  પરંતુ આ સંસારની મોહજાળમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે,

  જેને આ બ્રહ્મજ્ઞાન થી જાય તે આ ભવસાગર તરી જાય છે સાહેબ

  આપે સુંદર રચના દ્વારા અમારા સૌના દિલસ્ને હલાવી નાંખ્યા.

  Reply
 • 6. Samir Dholakia  |  July 16, 2013 at 10:17 am

  wAH WAHHH  SAAAHAB. SIMPLY GREAT..   SAMIR RANJITBHAI DHOLAKIA(B.Ed)(VOCAL CLASSICAL)                                                                    SWARAA MUSIC CLASSES.                                                                                                                                           

  ________________________________

  Reply
 • 7. sapana53  |  July 16, 2013 at 4:49 pm

  વાહ ખૂબ સરસ ગીત…ભાવગીત…પ્રભુનું શરણ એજ સાચું શરણ દુનિયા આની જાની હૈ…તમારી ભાવનાની કદર કરું છું

  Reply
 • 8. DR. CHANDRAVADAN MISTRY  |  July 16, 2013 at 7:12 pm

  These Words via the Email>>>>

  અન્કલ જી ,
  તમારી કવિતા વાંચી બહુ મજા આવી તમારી હર એક રચના લાગણી સભર ને હ્રદય દ્રાવક હોય છે. ખુબ ખુબ અભાર દરેક રચનાઓ મને ઈમૈલ થી શેર કરવા બદલ.
  બીજું કે કદાચ ગેરસમજણ દુર કરું..હું ઇન્ડિયા ગયો હતો પણ વિનોદભાઈ ને મળી ના શક્યો કારણ જવાનું બહુ જડપી બની ગયું ને આપનો કોન્ટેક્ટ ના થયો. વિનોદભાઈ ને ઈમૈલ કરેલો પણ જવાબ નથી આશા રાખું કે તેઓ કુશળ હશે. તમારે વાત થાય તો મારી બુક છાપવા અનુસંધાને વાત કરશો. આજે એક નવી પોસ્ટ મારા બ્લોગ પર મૂકી રહ્યો છું સમય મળ્યે રીફર કરશો…અભાર.
  રીતેશ

  Ritesh Mokasana
  Qatar -shell GTL
  Qatar

  Blog : http://riteshmokasana.wordpress.com/
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ritesh, Thanks !
  Chandravadan (Uncle)

  Reply
 • 9. nabhakashdeep  |  July 19, 2013 at 2:10 am

  ખૂબ જ સરસ..ભાવમાં લીન થઈ જવાય એવા શબ્દોથી આપે વધામણી દીધી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 10. P.K.Davda  |  July 19, 2013 at 2:00 pm

  બહુ સરસ મનોમંથન છે. અંતમાં પ્રભુ શરણ વગર બીજો કોઈ ઉપાય નથી.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

July 2013
M T W T F S S
« Jun   Aug »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: