વ્યક્તિ પરિચય..મિત્રતા (૧૩)…..ગોવિન્દ પટેલ

July 13, 2013 at 3:28 am 13 comments

go2

વ્યક્તિ પરિચય..મિત્રતા (૧૩)…..ગોવિન્દ પટેલ

ગોવિન્દ કહાણી !

ગોવિન્દ પટેલને યાદ કરૂં છું આજે,

જાણ્યું તે જ કહું છું હું સૌને આજે !……(ટેક)

 

ગુજરાતના જેસવા નામે એક ગામ જો,

ત્યાં,”ગોવિન્દ” નામે એક બાળ જન્મે જો,

વહે ગોવિન્દ જીવન,ભાઈઓ અને બેનો સંગે જો,

કહું છું એ ગોવિન્દ કહાણી જો !…….ગોવિન્દ….(૧)

 

સુરજબા અને ઈશ્વરભાઈ એના માત પિતા જો,

મળે પ્રેમ અને ઉચ્ચ સંસ્કારો ગોવિન્દને જો,

બની એક શાળા શિક્ષક, કરે એ તો જનસેવા જો,

કહું છું એ ગોવિન્દકહાણી જો !……ગોવિન્દ…..(૨)

 

અમેરીકાના કેલીફોર્નીઆ પ્રાન્તે ગોવિન્દ સ્થાયી જો,

બ્લોગ જગતે “સ્વપ્ન જેસરવાકર”ઉપનામે જો,

બ્લોગ જગતે ચંદ્ર ગોવિન્દ વિષે જાણે જો,

કહું છું એ ગોવિન્દ કહાણી જો !……ગોવિન્દ….(૩)

 

ચંદ્ર ગોવિન્દ તો બ્લોગ જગતે મળતા રહે જો,

ઓળખાણ એવી, મિત્રતા બની જાય જો,

પ્રભુકૃપાથી જ આવું શક્ય થાય જો,

કહું છું એ ગોવિન્દ કહાણી જો !…..ગોવિન્દ….(૪)

 

ચંદ્ર ગોવિન્દને મળ્યો નથી, તો શું થયું ?

હ્રદયભાવથી મળ્યા ‘ને મળતા રહીએ એ જ ખરૂં,

એવી વિચારધારામાં ચંદ્ર હૈયું રહે આનંદભર્યું જો,

કહું છું ગોવિન્દ કહાણી જો !…ગોવિન્દ…..(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ, માર્ચ,૫,૨૦૧૩            ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

આજની “એક પરિચય-મિત્રતા”ની પોસ્ટ છે ગોવિન્દભાઈ પટેલ વિષે.

ગોવિન્દભાઈને બ્લોગ જગતમાં અનેક જાણે છે.

એઓ ૧૯૯૦માં અમેરીકા આવી,કેલીફોર્નીઆના લોસ એન્જીલીસ શહેરના વિસ્તારે સ્થાયી થયા છે.

એ પહેલા એમનું જીવન ગુજરાતમાં ગયું હતું.

અભ્યાસ પુર્ણ કરી શાળા શિક્ષક તરીકે નોકરી કરી એમણે ગુજરાતમાં સેવા આપી નિવૃત્ત થઈ અમેરીકા આવ્યા.

ભારતમાતા તેમજ ગુજરાત માટે એમનો પ્રેમ ખુબ જ ઉંડો છે.

અમેરીકામાં રહી જન્મભુમી તેમજ દેશને કદી ભુલ્યા નથી….શાળાઓમાં બાળકો માટે બુકો અને અન્ય સહકાર…ભારતના ધ્વજો બનાવી અનેક શાળાઓમાં આપ્યા. એમની માતા સુરજબાની યાદમાં શાળા અને દાન સહકાર.

બ્લોગ જગતે પ્રથમ “પરાર્થે સમર્પણ”નામના બ્લોગ દ્વારા એમની વિચારધારા સૌએ જાણી..ત્યારબાદ, બીજો બ્લોગ ” ગોદડિયો ચોરો” શરૂ કર્યો. આ બે બ્લોગ પર જતા, તમે ગોવિન્દભાઈ વિષે વધુ જાણી શકો છો>>>>

http://swapnasamarpan.wordpress.com/

http://godadiyochoro.wordpress.com/

 

હું ગોવિન્દભાઈને કેવી રીતે જાણું ?

એમના બ્લોગ પર જઈ, મેં પ્રતિભાવો આપ્યા. એઓ પણ મારા બ્લોગ પર આવી, પ્રતિભાવો આપ્યા.

મારા સ્વભાવ પ્રમાણે, મને એમના વિષે વધુ જાણવાની ઈચ્છા થઈ..ઈમેઈલો બાદ ફોનથી વાતો….અને અમે બન્ને એકબીજાથી નજીક આવ્યા…..અને એક ઓળખાણ “મિત્રતા”રૂપે ખીલી. સમય વહી ગયો, અને અમે બંને કેલીફોર્નીઆમાં જ હોવા છતાં રૂબરૂ મળ્યા નથી. પ્રભુ ઈચ્છા હશે ત્યારે એ મુલાકાત થશે.

બ્લોગ જગતમાં અનેક ગોવિન્દભાઈને જાણતા હશો..કોઈક જે નથી જાણતા,તેમને વિનંતી છે કે આ પોસ્ટ વાંચી,આપેલી “લીન્કો” આધારે એમના બ્લોગ પર જઈ એમને વધુ જાણો.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is “Vyakti Parichay-Mitra (13)…GOVINDBHAI PATEL

I had known of Govindbhai while surfing on the Gujarati Blogs.

He was born in a small village JESAVA of Gujarat. After the education, he served as a School Teacher and after the Retirement came to America in 1990 and now residing in California.

While in California, he expressed his thoughts on his Blog which was enjoyed by many.Later on, he had started another Blog “GODADIYO CHORO” One can visit these 2 Blogs & know more about him.

After posting comments on his Blog, I communicated with the Emails & then by Phone. I came closer to him…Thus our FRIENDSHIP !

I had not met him personally..but may be God’s Grace, we will meet one day.

His love for INDIA (Bharat) and Gujarat is very deep. He had sent donations to the Schools & other places of Gujarat, including INDIAN FLAGS for the Community use. My VANDAN to him !

With the LINKS provided one can visit his Blogs & know him better.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા.

એક અલખ પુરૂષ ! ઉપાધી કે પ્રભુ સમાધી

13 Comments Add your own

 • 1. sapana53  |  July 13, 2013 at 3:32 am

  વાહ સરસ વ્ય્કતિ પરિચય અને કાવ્ય પણ સરસ બન્યું…ગોવિંદભાઈ આપના બ્લોગમાં મળિશું

  Reply
 • 2. pragnaju  |  July 13, 2013 at 2:07 pm

  કાવ્યમય સુંદર પરિચય

  Reply
 • 3. dhavalrajgeera  |  July 13, 2013 at 3:48 pm

  એમનો પ્રેમ ખુબ જ ઉંડો ….
  પ્રેમ અને ઉચ્ચ સંસ્કારો ને જો,
  કાવ્યમય વ્ય્કતિ પરિચય
  ગોવિંદભાઈ પટેલ વિષે.
  Thanks to ડો. ચંદ્રવદન મિસ્ત્રી

  Reply
 • 4. Vinod R. Patel  |  July 13, 2013 at 4:14 pm

  શ્રી ગોવિંદભાઈને પ્રથમ એમના રમૂજના હુલ્લડ જેવા ગોદડીયા ચોરાથી

  જાણ્યા , ફોન મારફતે વધુ નજીક આવ્યા અને ગત ડીસેમ્બરમાં

  એમને અને અને શ્રી રમેશભાઈ -આકાશ દીપ -ને

  રૂબરૂ પણ મળવાની તક મળી .એમના સૌ કુટુંબીજનો સાથે એમની

  મહેમાનગતિ પણ માણી . શ્રી ગોવિંદભાઈ મજાના માણસ છે .

  એમના વિષે આજની તમારી પોસ્ટમાં કાવ્ય મય પરિચય કરાવીને

  મૈત્રી ધર્મ બજાવ્યા બદલ ધન્યવાદ , ડો .ચંદ્રવદનભાઈ . .

  Reply
 • 5. pravina Avinash  |  July 13, 2013 at 4:15 pm

  Happy Friendship Day

  Reply
 • 6. nabhakashdeep  |  July 13, 2013 at 6:16 pm

  પરિચય એટલે ભાવનો પમરાટ. અમુક વ્યક્તિત્ત્વ જાણે સૌનાં પોતિકાં..ચંદન જેવા જ્યાં અડકે ત્યાં સુંગંધ . કલમ , કલ્પનાના એ બાદશાહ જેવા..રાજકારણના અઠંગ અભ્યાસી.

  આદરણીયશ્રી વિનોદભાઈ સાથે અમે ભેગા થયા , વાતોએ વળગ્યા અને આખું ગુજરાત અમારી પર વરસી ગયું…સરસ કાવ્યમય આપની આ પરિચય શ્રેણી…મિત્રતાની કેડી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 7. સુરેશ  |  July 13, 2013 at 7:07 pm

  ગોવિંદ ભાઈના ગોદડિયા ચોરાની લિજ્જત અનેરી છે. એ ચોરા પર કોમેન્ટો આપવાની લિજ્જત પણ અનેરી રહી છે.
  હવે એ ગોદડિયા વીરને મળવાનો લ્હાવો પણ મળે , એવો અભરખો છે.

  Reply
 • 8. prdpraval  |  July 14, 2013 at 5:02 am

  I like govindbhai article…..we publish one more colum 2vyakti vishesh”   u start writeup

  ________________________________

  Reply
  • 9. chandravadan  |  July 14, 2013 at 1:29 pm

   Thanks,Pradipbhai.
   It will be nice seeing it on JAN FARIYAD !
   Chandravadan

   Reply
 • 10. dadimanipotli1  |  July 15, 2013 at 7:35 pm

  પરિચય આપવાની આ અનોખી રીત પસ્નાદ આવી… આદરણીય શ્રી ગોવિંદભાઈ ની સાઈટ પણ મૂલાકાત લેવા જેવી અનોખી છે…

  Reply
 • 11. pravinshastri  |  July 15, 2013 at 8:12 pm

  પરસ્પની મૈત્રિ અમ સૌ માટે માર્ગદર્શક બની રહે એ જ અપેક્ષા અને શુભેચ્છા. આપણે બધાજ બ્લોગ માધ્યમ દ્વારા આપણા વિચારોને વહેતા મુકીયે છીએ. આંતર મનને કોઈક દ્વારની હંમેશા જરૂર હોય છે. બસ નિવૃત્તિ ને આપણે બધા પ્રવૃત રાખવા માંગીયે છીએ. ચંદ્રવદનભાઈ વિશાળ હદયના ઉમદા માનવી છે. ગોવિંદભાઈનો અંગત પરિચ કરાવ્યો તે બદલ આભારી ઃઉં.

  Reply
 • 12. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  July 16, 2013 at 8:02 am

  આદરણીય શ્રી. ડૉ.ચંદ્રવદનભાઈ

  ડૉ. પુકાર સાહેબ આપે તો શ્રી. ગોવિંદભાઈની પ્રેમનો પમરાટ

  સુંદર રચના દ્વારા ફેલાવી દીધો સાહેબ.

  શ્રી. ગોવિંદભાઈ આપ જેવા જ મળવાલાયક માણસ છે.

  એમના વિશે કોને લખવાનું મન ન થાય

  સુંદર અતિસુંદર પ્રેમભાવ સાહેબ

  Reply
 • 13. પરાર્થે સમર્પણ  |  September 3, 2013 at 2:01 am

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

  આપ દ્વારા પ્રેમ અને સહકાર ભર્યા સંદેશ વહેવડાવવા બદલ ખુબ ખુબ આભાર

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

July 2013
M T W T F S S
« Jun   Aug »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: