વ્યક્તિ પરિચય …મિત્રતા (૧૨)…ડો. રાજેન્દ્ર ત્રિવેદી

July 3, 2013 at 1:08 pm 14 comments

Dr. Rajendra M. Trivedi M.D.

વ્યક્તિ પરિચય …મિત્રતા (૧૨)…ડો. રાજેન્દ્ર ત્રિવેદી

રાજેન્દ્ર ત્રિવેદી મળ્યા મિત્રરૂપે !

ગુજરાતી વેબ જગતે થાય ઓળખાણો ઘણી,

એવી ઓળખાણોમાં ડો. રાજેન્દ્ર ત્રિવેદીની મિત્રતા મુજને મળી !  (ટેક)

 

મિત્ર સુરેશ જાનીને મળતા, રાજેન્દ્ર વિષે મેં જાણ્યું,

એક શાળામાં આ બે વ્યક્તિઓ સાથે હતા એ જાણ્યું,

એવું જાણી, આનંદ ચંદ્ર હૈયે વહે!…….ગુજરાતી….(૧)

 

“તુલસીદળ” પર જતા, રાજેન્દ્ર પિતાને જાણ્યા,

શારદા અને મુળશંકર નામે રાજેન્દ્ર માતા પિતાને જાણ્યા,

એવું જાણી, આનંદ ચંદ્ર હૈયે વહે !….ગુજરાતી……(૨)

 

“હાસ્યદરબાર”ના બ્લોગ પર હતી રાજેન્દ્ર સુરેશની જોડી,

મુખડે હાસ્ય લાવી, વંદન કર્યા મેં તો બન્નેને બે હાથો જોડી,

આટલું કરતા, આનંદ ચંદ્ર હૈયે વહે !…..ગુજરાતી….(૩)

 

ભારતમાં ડોકટર બની, ચાકોસ્લોવીઆની સફર રાજેન્દ્રએ કરી,

મગજના ડોકટર બની, અમેરીકામાં રાજેન્દ્ર સેવાઓ ઘણી હતી,

એવું જાણી, આનંદ ચંદ્ર હૈયે વહે !….ગુજરાતી…..(૪)

 

રીટાયર થઈ પણ, અનેક પ્રવૃત્તિઓમાં રાજેન્દ્ર જીવન વહે,

એવી રાજેન્દ્ર સફરમાં જીવનસાથી “ગીતા”નો સાથ મળે,

એવું જાણી, આનંદ ચંદ્ર હૈયે વહે !…..ગુજરાતી….(૫)

 

કાવ્ય રચનાઃ તારીખ, માર્ચ,૪,૨૦૧૩                ચંદ્રવદન

બે શબ્દો…

ડો. રાજેન્દ્ર ત્રિવેદીનો પરિચય બ્લોગ જગત દ્વારા જ થયો છે.

હજુ એક બીજાને મળ્યા નથી.”તુલસીદળ” અને “હાસ્યદરબાર” પર જઈ પોસ્ટો વાંચી મેં અનેકવાર પ્રતિભાવો આપ્યા.

ત્યારબાદ, ઈમેઈલથી ચર્ચાઓ કરી.

ત્યારબાદ, ફોનથી વાતો થઈ….અને એક ઓળખાણને મિત્રતાનું સ્વરૂપ મળ્યું.

જ્યારે ફોન પર વાતો થતી ત્યારે એમના પરિવારના અન્ય વિષે ચર્ચાઓ શક્ય થઈ…આ પ્રમાણે, હું એમના પત્ની ગીતાબેન ભાઈઓ અને બેનો વિષે જાણી શક્યો.

ભક્તિભાવથી ભરપુર માતા-પિતા તરફથી એમને સંસ્કારો મળેલા તેના દર્શન થયા કરે છે…..આંધળાજનો માટે સારવાર માટે એક સંસ્થા “બ્લાઈન્ડ પીપલ્સ અસોસીએશન”નામે ગુજરાતમાં ચાલે છે તેની સાથે એઓ જોડાયલા છે. આવી સેવા માટે આનંદ છે.

રાજેન્દ્રભાઈ બે વાર કેલીફોર્નીઆ એમના ભાઈને ત્યાં આવ્યા….પણ અમે એકબીજાને મળી ના શક્યા. જ્યારે પ્રભુ ઈચ્છા હશે ત્યારે મળીશું.

મળીશું કે નહી, પણ અમારી મિત્રતા ખીલતી રહે એવી આશાઓ !

જે કોઈને રાજેન્દ્રભાઈ વિષે વધુ જાણવું હોય તેઓ નીચેની “લીન્ક” દ્વારા એમના બ્લોગો પર જઈ શકો છો>>>

http://dhavalrajgeera.wordpress.com/hasy_darbar/

http://tulsidal.wordpress.com/

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

It is my pleasure to publish this Post.

Knowing Dr. Rajendra Trivedi via the Gujarati WebJagat was of the Best thing …and this resulted into many Emails & Phone contacts.

As I visited his Blog Tulsidal  and also the HASYADARBAR, I had the opportinities to post my Comments there. He vistited my Blog Chandrapukar & often had Comments with Links to the wonderful Informations via the VIDEO.

As 2 Doctors we are ONE..as 2 Humans we are ONE….ONENESS in our FRIENDSHIP.

Many of you know Rajendrabhai. You may know him MORE via his BLOGS (Links are on Gujarati Section)

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા.

“તારૂં-અર્પણ”…એક પુસ્તક ઝલક ! એક અલખ પુરૂષ !

14 Comments Add your own

 • 1. pragnaju  |  July 3, 2013 at 1:36 pm

  રીટાયર થઈ પણ, અનેક પ્રવૃત્તિઓમાં રાજેન્દ્ર જીવન વહે,
  એવી રાજેન્દ્ર સફરમાં જીવનસાથી “ગીતા”નો સાથ મળે,
  એવું જાણી, આનંદ ચંદ્ર હૈયે વહે !…..ગુજરાતી….(૫) ખૂબ સુંદર કાવ્યમય પરિચય પણ અધુરો લાગે છે
  ૬.૭……………………………………………૪૦ લખશોજી
  ખાસ કરીને સહજ,સરળ બાળક જેવો સ્વભાવ.
  તેનો અણસાર પામેલા’ના આધ્તાત્મિક દર્શન અને સેવાકીય પ્રવૃતિ
  .આપણામા કેટલીય નબળાઇઓમા પણ ગુણદર્શન આપણને ઘણું શીખવે છે.

  Reply
  • 2. chandravadan  |  July 5, 2013 at 2:27 am

   (૬)’ને (૭)રૂપે કહું છું બે વાતો રાજેન્દ્રની,

   સરળ બાળ સ્વભાવની પહેલી વાત છે રાજેન્દ્રની,

   વર્તમાનની જાણ સાથે ભુતકાળની વાત બીજી છે રાજેન્દ્રની,

   વધુ એવું લખી, આનંદ ચંદ્ર હૈયે વહે ! (૬,૭)

   ૪૦ વાતો લખવા માટે નથી શક્તિ ચંદ્ર પાસે,

   ક્ષમા કરજો,પ્રજ્ઞાજુબેન, તમે મુજને આજે,

   પણ, તમો લખજો ૪૦થી વધુ તો આનંદ ચંદ્ર હૈયે હશે ! (૮ ગણો કે ૪૦ ગણો)

   ચંદ્રવદન

   Reply
 • 3. સુરેશ જાની  |  July 3, 2013 at 2:02 pm

  ‘રાત્રિ’ ને અહીં ભેટું !

  Reply
 • 4. P.K.Davda  |  July 3, 2013 at 4:21 pm

  વાહ ! બહુ સરસ ! ડો. રાજેન્દ્ર ત્રિવેદીની ઓળખાણનો લાભ મને પણ મળ્યો છે. મારી અમેરિકા સ્થિત ગુજરાતી મહાનુભવોનો પરિચય શ્રી સુરેશ જાનીને લીધે થયો. જો કે વલીભાઈ, જુગલકિશોરભાઈ અને અશોકભાઈ ભારતમાં રહે છે. તમારો પરિચય ગોવિંદભાઈ પટેલે કરાવ્યો હતો.

  Reply
 • 5. Ramesh Patel  |  July 3, 2013 at 5:52 pm

  ન મળ્યા કેમ કહેવું… જેના અંતર મળેલા.

  શીવ શંભુને ચરણે રમતા ને નવયુગને તોલતા , હૃયમાં અનુકંપા ..પછી માનવ જીવનમાં શું જોઈએ? ..આવો ભાવ સરતું જે વ્યક્તિત્ત્વ એટલે આપણા ડોશ્રી રાજેન્દ્રભાઈ ને ગીતાબેનનો પરિવાર.

  આવા મિત્રોના શબ્દોમાં જે સ્પંદન હોય છે એજ અમૃત વર્ષા. શ્રી સુરેશભાઈનું મિત્ર નઝરાણું છે ભાઈ લાખેણું. ઘણી વખત સ્વયં લાગે કે આપણે કેટલા બંધિયાર છીએ ને !!!

  ડોશ્રી ચંદ્રવદનભાઈની આ મિત્રનો પરિચય દેતી પોષ્ટથી પણ વધુ, ભાવ ઊંડાણમાં રમતી પ્રસ્તુતી છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. pravinshastri  |  July 4, 2013 at 3:30 am

  ચન્દ્રવદનભાઈ,
  બ્લોગમાં વેરાયલા સાહિત્ય રત્નોને કાળજીથી ભેગા કરી એન્યોને એમનો ચળકાટ બતાવવો એ જેવું તેવું કામ નથી. એક-બે વારના સંપર્કથી એમને પોતાના કરી લેવા માટે વિશાળ હૃદય બધા પાસે નથી હોતું. આપની પાસે છે.

  Reply
 • 7. dadimanipotli  |  July 4, 2013 at 1:30 pm

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  મિત્રોના પરિચય દ્વારા એનક વીરલાઓના દર્શન નો લાભ મળે છે. ધન્યવાદ.

  Reply
 • 8. ishvarlalmistry  |  July 4, 2013 at 7:01 pm

  Very happy you connectected with Dr. Rajendrabhai,thankyou for introducing him.
  ishvarbhai.

  Reply
 • 9. pravina kadakia  |  July 5, 2013 at 2:08 am

  કમપ્યુટરની આ તો કમાલ છે. અપરિચિત વઅક્તિઓ મિત્રતાના તારે સંધાય

  છે. દુનિયાનું વિશાળ પટ હાથવેંત વેગળું લાગે છે.

  Reply
 • 10. chandravadan  |  July 5, 2013 at 6:19 pm

  Email after the Post on Dr. Rajendra Trivedi>>>>

  Thank you, Chandravadanbhai.
  I do visit your blog occasionally and enjoy your poetry and the introductions of friends.
  – Anand Rao
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks, Anandbhai.
  Chandravadan

  Reply
 • 11. Vinod R. Patel  |  July 7, 2013 at 2:34 pm

  મારા બ્લોગ જગતમાં પ્રવેશ પછી સૌ પ્રથમ સ્ન્મીત્રો પ્રાપ્ત થયા એમાં

  શ્રી સુરેશભાઈ પછી ડો .રાજ્રન્દ્ર્ભાઈ છે .એમને મને શરૂઆતમાં ફોન કરીને

  ખુબ પ્રોત્સાહિત કર્યો હતો અને ઈ-મેલથી પુષ્કળ ધાર્મિક અને વાચવા જેવી

  માહિતી મોકલી આપી હતી . હાસ્ય દરબારથી એ હૃદયની મૈત્રી વધુ દ્રઢ

  બની .મારી માફક શારીરિક ક્ષતિને મ્હાત કરીને ઉજ્જવળ કારકિર્દી

  પ્રાપ્ત કરનાર અને સુશિક્ષણ પ્રાપ્ત કરનાર એમના બંધુ શ્રી જીતુભાઈનો

  એમણે મને પરિચય કરાવ્યો એથી એમના પ્રત્યે માંન ની લાગણી થઇ .

  એમનું આખું કુટુંબ ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરીને સામાજિક કામો કરીને

  એમના પૂજ્ય પિતાશ્રી અને માતુશ્રીના ધાર્મિક સંસ્કારો ઉજાળી રહ્યું છે

  એ બદલ સૌને ધન્યવાદ ઘટે છે . તુલસી દલ બ્લોગમાં ભ્રમણ કરશો

  એટલે એની પ્રર્તીતી તમને ચોક્કસ થશે જ .

  Reply
 • 12. dhavalrajgeera  |  July 9, 2013 at 9:00 pm

  Dear Chandra,

  Your love to write is Kind to what this life is doing more strength and humble to you and who sees me as a friend.
  Do visit us and the work we love to do.
  Thanks to bring Dr. Rajendra Trivedi ડો. રાજેન્દ્ર ત્રિવેદી to ચંદ્ર પુકાર !!!
  Love

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  Reply
 • 13. Purvi Malkan  |  July 11, 2013 at 1:21 am

  પરિચય પણ સુંદર કાવ્યાત્મક શૃંગાર સાથે.

  ________________________________

  Reply
 • 14. પરાર્થે સમર્પણ  |  July 12, 2013 at 7:20 am

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્ર્વદનભાઇ,

  મઝાના માનવી સાથે ભાવ ભક્તિનું અનેરું ભાથું

  અરે તમે નામ જોઇને વિચારો તો ખરા.

  રાજ- રાજેન્દ્ર હોય ને સાથ્મા ગીતા હોય બોલો હવે હિન્દુ સંસ્કૃતિનો

  અનેરો ગ્રંથ સાથે જ હોય એ ખરેખર પ્રભુના માનવ કહેવાય કે નહિ.

  સરસ સાહેબ સરસ

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

July 2013
M T W T F S S
« Jun   Aug »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: