પતિ -પત્ની ચર્ચાનું પરિણામ !

જૂન 26, 2013 at 11:59 એ એમ (am) 12 comments

Picture by GOOGLE SEARCH…FUNNY PICTURE-HUSBAND & WIFE CARTOON

પતિ -પત્ની ચર્ચાનું પરિણામ !

પતિ અને પત્ની સાંજની લહેરમાં બેસી,

વાતો કરી, હૈયે બહું આનંદ ભરી,

જવનની સફરની ચર્ચાઓ કરી !…..(૧)

 

ભાવભર્યા લાગણીવશ બની,

પતિએ પહેલીવાર મનની આશાઓ કહી,

અને, એ તો ભવિષ્યની મરણઘડીની વાત રહી !…..(૨)

 

“અરે,પ્રિયતમ, ધ્યાનથી સાંભળજે મને,

જ્યારે, મારી સ્થિતી બાટલી પર નભે,

ત્યારે, મશીન પ્લગો જલ્દી કાઢી નાંખજે !”…..(૩)

 

ટીવી, વીડીયો કોમ્પુટર ટેલીફોન વાયરો ખેંચી,

વીસ્કી,રમ, જીન ટોનીક અને બીઅર બહાર ફેંકી,

પત્ની કહે ઃ “સ્વામી, તમારી ઈચ્છા મેં તો પુરી કરી !”….(૪)

 

પત્નીના વર્તનથી પતિ આભો બની કહેઃ

“અરે ! ચાંપલી, જીવતા જીવતા તેં માર્યો મને,

હવે, બોટલો વગર જીવન મારૂં કેવું રે હશે ?”……(૫)

 

ત્યારે પત્ની કહે ઃ”અરે સ્વામી, ચિન્તાઓ શાને કરો તમે,

બાટલીઓની જગાએ  મને હવે નિહાળશો તમે.

જીવનના બાકી રહેલા વર્ષોમાં મારી નજીક હશો તમે !”…….(૬)

 

ત્યારે વિચારી ચંદ્ર કહે ઃ “પતિ કુટેવોને સહન કરતી પત્ની છે મહાન,

ચતુરાયથી પતિ શબ્દોની ઢાલે કરેલું કાર્ય એનું છે અતી મહાન,

ધન્ય છે ભારતની નારી કે ચંદ્ર વંદન કરે,જે છે વિભુતી મહાન !”…..(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ જુન,૨૪,૨૦૧૩                   ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે ૨૪મી જુન….અને દાવડાજીનો એક ઈમેઈલ આવ્યો.

એ ઈમેઈલ હતો ૨૩મી જુનની “વેડીંગ એનીવરસરી”ની પોસ્ટ વાંચ્યા બાદ.

ચાલો, એ ઈમેઈલ જ અહી પ્રગટ કરૂં>>>>

From: “pkdavda@gmail.com” <pkdavda@gmail.com> To: pkdavda <pkdavda@gmail.com> Sent: Monday, June 24, 2013 6:51 AM Subject:વિચાર કરજો હો ભઈલા  

 

એક પતિ એની પત્ની સાથે લાગણીવશ મૂડમાં વાતચીત કરી રહ્યો  હતો. વાતોના દોરમાં એણે કહ્યું, “જ્યારે મારી સ્થિતિ એવી થઈ જાય જ્યારે હું મશીનની  મદદથી જીવતો હોઉં , અને બાટલી ઉપર જ મારી જીંદગી ચાલતી હોય, ત્યારે તું એ બધા  મશીનોના પ્લગ કાઢી નાખજે, મારે એમ જીવવું નથી.”

 

એની પત્ની ઊભી થઈ, એણે ટી.વી., વીડીઓ, કોમપ્યુટર, ટેલીફોન  વગેરેના પ્લગ ખેંચી કાઢ્યા અને વ્હીસ્કી, રમ, જીન, બીયર અને સોડાની બાટલીઓ ફેંકી  દીધી.

 

પતિ તો મરવા જેવો થઈ ગયો.

માટે કંઈ પણ લાગણી વ્યક્ત કરતા પહેલા વિચાર  કરજો.

તો, તમે આ ઈમેઈલ વાંચ્યો.

 

હવે તમોને “કાવ્ય” વધુ સમજાશે એવી આશા.

 

દાવડાજીને અહી આભાર દર્શાવવાની તક લઈ રહ્યો છું.

 

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today a Post meaning “CONVERSATION between the HUSBAND & the WIFE.

The Email from P.K. DAVADA was narrating a situation in which in the “light hearted ” discussion, the Husband talks of “pulling the plugs ” of the Support Machines if in there is NO RECOVERY from the Illness.

The Wife took this as an OPPORTUNITY to destroy ALL ALCOHOL (to which her Husband is addicted to).

The Wife dispells the WORRIES of her Husband by saying that “you will have MORE time to spend with me”.

So..as the Poet the the Words are : the WOMAN is CLEVER & uses the OPPORTUNITY to bring her husband the Husband OUT of his ALCOHOL ADDICTION & for that Act, the Poet offers his SALUTATIONS to ALL WOMEN.

This is the MESSAGE in this Poem in Gujarati.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

વેડીંગ એનીવરસરીનું મહત્વ ખરૂં ? “તારૂં-અર્પણ”…એક પુસ્તક ઝલક !

12 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana53  |  જૂન 26, 2013 પર 12:08 પી એમ(pm)

  વાહ ચંદ્રવદનભાઈ શું સચોટ વર્ણન અને ઓબઝર્વેશન કરેલું છે ખૂબ સરસ રચના માટે અભિનંદન…

  જવાબ આપો
 • 2. pragnaju  |  જૂન 26, 2013 પર 12:24 પી એમ(pm)

  પતિ પત્નીની વાતો તો આદિ કાળથી…
  તેમનું નામ પણ આઇઝેક ન્યૂટન જ હતું. અપરિપક્વ અવસ્થામાં (અધૂરા માસે) જન્મેલા તેઓ એક નાના બાળક હતા. તેમની માતા હન્ના એસ્કફએ કહ્યું હતું કે તેઓ પા ગેલન (૧૧ લિટર)ના નાના કપમાં સમાઈ શકે તેટલા હતા. ન્યૂટનની ઉંમર ત્રણ વર્ષ હતી ત્યારે તેમની માતાએ બીજી વખત લગ્ન કરી લીધા અને પોતાના નવા પતિ રેવરંડ બર્નાબુસ સ્મિથ સાથે રહેવા ચાલ્યા ગયા તથા પોતાના પુત્રને તેની નાની મર્ગેરી એસ્કફની દેખભાળમાં છોડી દીધો. બાળક આઇઝેક પોતાના સાવકા પિતાને પસંદ કરતો નહોતો અને તેમની સાથે લગ્ન કરવા માટે પોતાની માતાને ધિક્કારતો હતો. જેમ કે ૧૯ વર્ષ સુધી કરેલા તેમણે કરેલા અપરાધોની યાદીમાંથી જાણવા મળે છેઃ “મેં માતા અને પિતા સ્મિથના ઘરને સળગાવવાની ધમકી આપી

  અને હવે તમે મૂકેલ કાર્ટુન પ્રમાણે ડી એન એ ની વાત આવે ત્યારે મગજ ફરેલી પડોશણની વાત યાદ આવી….

  મગન તેની માને પૂછે કે –તેના બાપા કહે છે કે તે એમનો દિકરો નથી પણ ગમનનો દિકરો છે !
  મા એ કહ્યું ….જા તારા બાપને કહે ગમનનો તો છગનો છે તું તો નગીનનો દિકરો છે
  કહે છે ત્યાર બાદ મગનના બાપે આ બાબત પૂછી નથી !

  જવાબ આપો
 • 3. dadimanipotli1  |  જૂન 26, 2013 પર 1:43 પી એમ(pm)

  દાવડા સાહેબે મૂકેલ રચનાનો સુંદર ઉપયોગ સાથે સચોટ સંદેશ.

  જવાબ આપો
 • 4. SARYU PARIKH  |  જૂન 26, 2013 પર 1:49 પી એમ(pm)

  સરસ રમુજી વાર્તાલાપ લખ્યો છે.
  સરયૂ

  જવાબ આપો
 • 5. dhavalrajgeera  |  જૂન 26, 2013 પર 1:50 પી એમ(pm)

  પતિ પત્નીની વાતો ………………………

  જવાબ આપો
 • 6. Vinod R. Patel  |  જૂન 26, 2013 પર 4:05 પી એમ(pm)

  “અરે ! ચાંપલી, જીવતા જીવતા તેં માર્યો મને,

  હવે, બોટલો વગર જીવન મારૂં કેવું રે હશે ?”…

  પતી-પત્નીની વાતોની દાવડાજીની ઈ-મેલને તમારી રચનામાં વણી લીધું

  એ ગમ્યું .

  જવાબ આપો
 • 7. Purvi Malkan  |  જૂન 26, 2013 પર 4:08 પી એમ(pm)

  sundar rachana

  ________________________________

  જવાબ આપો
 • 8. vkvora Atheist Rationalist  |  જૂન 27, 2013 પર 1:45 એ એમ (am)

  મગન, ગમન, છગન, નગીન બધાનું ડીએનએ કરાવવાનો જમાનો આવ્યો….

  જવાબ આપો
 • 9. Ramesh Patel  |  જૂન 29, 2013 પર 7:22 પી એમ(pm)

  સમજી જાય વહેલો એ શાણો નહીં તો એ કાણો….બોલી બબલાની બા…સરસ શાણી બોધકથા…ડોશ્રી ચંદ્રવદનભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જૂન 30, 2013 પર 4:14 પી એમ(pm)

  ડો શ્રી ચંદ્રવદનભાઈ

  આપ દ્વારા પતિ – પત્નીની રચના વાંચીને ખુબ જ આનંદ થયો

  મજા પડી ગઈ સાહેબ

  જવાબ આપો
 • 11. pravina kadakia  |  જુલાઇ 3, 2013 પર 1:24 એ એમ (am)

  Very interesting. Enjoyed .

  જવાબ આપો
 • 12. પરાર્થે સમર્પણ  |  જુલાઇ 12, 2013 પર 7:13 એ એમ (am)

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્ર્વદનભાઇ,

  સુંદર અવલોકન દ્વારા સંપાદન.

  સરસ સાહેબ સરસ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,372 hits

Disclimer

સંગ્રહ

જૂન 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: