મન અને આત્માનો સંવાદ !

જૂન 21, 2013 at 12:22 એ એમ (am) 11 comments

મન અને આત્માનો સંવાદ !

કહ્યું કોઈએ કે “ઈલોટ્રોનીક બેન્ક ટ્રાન્સફર” બહું જ બુરી ચીજ છે,

ત્યારે મનડું મારૂં વિચારે કે એ ખરેખર સારી કે બુરી ચીજ છે ?

 

બેન્કમાં જે પૈસા તે કોઈ કહે મારી જ સંપતિ રહી,

ત્યારે મન મારૂં વિચારે કે એ ખરેખર કોની સંપતિ રહી ?

 

જે પૈસા બેન્કમાં તે તો મારી ભેગી કરેલી કમાણી છે,

ત્યારે મન મારૂં વિચારે કે ખરેખર એ કોની કમાણી છે ?

 

ધનરૂપી કમાણી તો માનવ મહેનતની પ્રસાદી છે,

ત્યારે મન મારૂં વિચારે કે એ કમાણી કોની પ્રસાદી છે ?

 

આટલું વિચારતા, મનડું મારૂં કમાણીનો હક્કદાર માનવા લાગે,

ત્યારે અંતર આત્મા કહે કે “ભલા, શાને તું એવો ભ્રમ કરી રહે ?”

 

મનડું જરા વધુ પુછે તે પહેલા અંતર આત્મા બોલી રહે ઃ

“જન્મ લીધો જગતમાં ત્યારે ખાલી મુઠ્ઠી હતી તારી,

જવન જીવતા જે કમાણી કરી તે પ્રભુદયાથી બની તારી,

ખરેખર તો, પ્રભુનું હતું તે જ થોડા સમય માટે તારૂં થયું,

અંતે તો, જે આજે તે કાલે કોઈનું જે હંમેશા પ્રભુનું જ રહ્યું,”

 

ચંદ્ર કહે સૌને ઃ અંતર આત્માની વાતથી મનડું મારૂં શાંત હતું,

અંતે એ કહી રહ્યું”નથી તારું કાંઈ કે તારે જેને ગુમાવવું રહ્યું !

જે છે તેમાંથી હૈયું ખોલી તું દાનરૂપે અન્યને આજે આપજે,

જે આપ્યું તે ના કોઈ આશાઓ વગર છતાં પ્રભુ વધુ આપશે !”

 

કાવ્ય રચના ઃ તારીખ, જુન,૨૦,૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો…

૧૯મી જુન ૨૦૧૩ના દિવસે એક ઘટના બની.

એ ઘટનામાં “બેન્ક ઈલોટ્રોનીક ટ્રાન્સફર”ની વાત હતી.

એમાં એક ગંભીર ભુલ થયેલ તેની વાત હતી.

એ ભુલ સાથે ચર્ચા થઈ.

એ ચર્ચામાં પૈસા ગુમાવાની બીક ભરી હતી.

મારૂં હૈયું કહી રહ્યું હાતું કે એવું કાંઈ થશે નહી.

અંતે અંતર આત્મા મારો જાણે મને પ્રભુ શરણે લઈ જતો હતો.

અને, ખરેખર, ભુલ સુધારી ગઈ, ઈચ્છા આધારીત ટ્રાન્સફર પણ થઈ ગયું.

બસ….

આ ઘટનાને કાવ્ય સ્વરૂપ મળ્યું છે !

સૌને ગમે એવી આશા.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati with the Title meaning The Conversation between the MIND & the SOUL.

The MIND brings lots of thoughts.

Often these THOUGHTS are towards the WORLDLY ATTRACTIONS.

It is the ATMA (SOUL) that leads one to the RIGHT PATH.

Within that Path is the JOURNEY towards the DIVINE.

In this Poem was the fear of the LOSS of MONEY because of one small MISTAKE in the ELECRONIC TRANSFER.

That fear is REMOVED as you start listening to the SOUL instead of the MIND. The Poem was the FIGHT between the MIND & the SOUL…where the Soul tells the MIND ( HUMAN) that ALL in this World belongs to GOD…A Human had come emptyhanded on the Birth & will go emptyhanded at Death. So…if you have “something” share it with Others.

This is the Message !

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૧ )….રમેશભાઈ પટેલ વેડીંગ એનીવરસરીનું મહત્વ ખરૂં ?

11 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જૂન 21, 2013 પર 1:12 એ એમ (am)

  સુંદર કાવ્યમય સમજુતી
  મન,બુધ્ધી, ચિત અહંકાર મનની સ્થિતી
  વિવેક એ બુદ્ધિ છે જેનાથી સત્ અને અસત્ નો ભેદ જ્ઞાત થાય છે. આત્મા સત્સ્વરૂપ છે. આના જ્ઞાન હેતુ વિવેક હોવું અનિવાર્ય છે. આથી સાધન ચતુષ્ટ્યમાં વિવેકની આવશ્યકતા માનવામાં આવી છે. વિવેક બુદ્ધિથી આપણે સત્ ના લક્ષણો સમજી શકાય છીએ. કેટલાક લોકો જાગ્રત અવસ્થામાં દેખાતી કે ઇન્દ્રિયોથી અનુભવમાં આવવાવાળી વસ્તુઓને સત્ય સમજી લે છે. આ મિથ્યા ધારણા છે. જોવામાં તો સ્વપ્ન પણ દેખાય છે, આકાશ પણ વાદળી અને ગોળ દેખાય છે, મરુસ્થળ (રણપ્રદેશ) માં પણ પાણી દેખાય છે, જાદુગર દ્વારા નિર્મિત હાથી દેખાય છે પરંતુ આમાંથી કોઈ પણ સત્ય નથી, આ બધું આપણે જાણીએ છીએ. આનું મિથ્યાત્વ આનાથી જ સિદ્ધ થાય છે કે સ્વપ્ન આદિમાં જે કઈ પણ દેખાય છે તે એના હોવા પહેલા કે પછી દેખાય નથી દેતું.

  સત્ય તે જ છે જે ત્રણે કાળોમાં વિદ્યમાન રહે છે. ભૂતકાળમાં જે વસ્તુ હંમેશા હતી, હમણાં પણ છે અને ભવિષ્યમાં પણ ક્યારેય, કોઈ પણ રીતે નષ્ટ નહીં થાય તે જ સત્ છે. માટી અને ઘડાના દૃષ્ટાંતમાં આને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. માટી ત્રણે કાળોમાં છે, તેથી તે સત્ છે. કુંભારે જ્યારે ઘડો બનાવ્યો ત્યારે ઘડાની ઉત્પત્તિ થઈ, તે પહેલા તે ઘડો નહીં હતો. વર્તમાનમાં તે દેખાય છે પરંતુ ફૂટવા પર તે ફરીથી નહીં રહેશે, તેથી તે અસત્ છે.

  આત્મા તે વસ્તુ છે જે સમસ્ત જગતની રચના પૂર્વ હતી, હમણાં પણ છે અને જગતના નષ્ટ થવા પર પણ વિદ્યમાન રહેશે. આપણામાં આપણે અનુભવ દ્વારા જોઈ શકીએ છીએ કે ત્રણ શરીરો અને ત્રણ અવસ્થાઓ બદલાઈ રહી છે, તે હંમેશા વિદ્યમાન નથી પરંતુ એ બધાના જ્ઞાતા આપણે સ્વયં હંમેશા વિદ્યમાન રહીએ છીએ. આપણો અભાવ આપણે ક્યારેય નથી કરતા.
  આત્મા ચિત્ સ્વરૂપ છે. આપણે બધા આપણને ચેતન અનુભવ કરીએ છીએ. આ ચેતના આત્માનું લક્ષણ છે. આ ચેતનાના પ્રકાશમાં બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો કોઈ (બધી) વસ્તુઓનું જ્ઞાન ગ્રહણ કરે છે. સુષુપ્તિ કે સમાધિના સમયે આ બધાનું (મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોનું) લય થઈ જવા પર પણ ચિત્સ્વરૂપ આત્મા વિદ્યમાન રહે છે. આ સમયે આપણે આપણા જ પ્રકાશમાં આપણી સત્તા અનુભવ કરીએ છીએ. આ ચેતના જ સત્ છે અને સત્ ચિત્સ્વરૂપ છે.
  આત્મા સુખ સ્વરૂપ છે. આપણી જ ચેતનાથી આપણા નિરપેક્ષ સુખનો અનુભવ થાય છે. આત્મા નિત્ય છે, તેથી એનું સુખ પણ નિત્ય છે. મનમાં અનુભવ થવાવાળા વિષયોનું સુખ પણ વાસ્તવમાં આત્માનું જ સુખ છે. કોઈ વિષયની પ્રાપ્તિથી મનમાં જે ક્ષણિક શાંતિ આવે છે એમાં આત્માના આનંદની ઝલક દેખાય છે. ભ્રમને કારણે આપણે એ વિષયનું સુખ સમજીએ છીએ. પંચકોશોના આવરણ હટાવવા પર આત્માની નિત્યતા, ચેતના અને સુખ સ્પષ્ટ રૂપથી અનુભવ થાય છે.
  આ પ્રકારે સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ આપણી આત્માને જાણવું જોઇએ.
  આત્માનો અર્થ છે – હું સ્વયં. જે આપણાથી પૃથક નથી, આપણું જ સ્વરૂપ છે તે આત્મા છે. આત્માના લક્ષણ જ મારા લક્ષણ છે. હું સ્વયં સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ છું. શરીર-મન-બુદ્ધિ અનાત્મા છે. એના આવરણમાં આપણે સ્વયં ખુદને નથી જોઈ રહ્યા. આચાર્યનો આદેશ છે કે આ આવરણોને હટાવી પોતાને જાણવાનો પ્રયાસ કરવો જોઇએ.
  મન,બુધ્ધી, ચીત અહંકાર મનની સ્થિતી …
  જ્યારે આત્મા ઉન્નતિના કઠિન માર્ગે જવાનું પસંદ કરે છે. એ રસ્તો કઠિન હોવા છતાં છેવટે આનંદદાયક હોય છે. મનને માર્ગે ચાલનારને આપણે ”ભોગી” તરીકે ઓળખીએ છીએ અને આત્માને માર્ગે ચાલનારને આપણે ”યોગી” તરીકે ઓળખીએ છીએ

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  જૂન 21, 2013 પર 3:46 એ એમ (am)

  જીવનમાં જ્યારે કોઈ અનુચિત બનાવ બને છે કે બનવાની ભીતિ લાગે છે ત્યારે મનમાં વિચારોનો વંટોળ ચકરાવે ચડે છે .મન અને આત્માનો સંવાદ રચાય છે .

  ચન્દ્રવદનભાઈ , તમને પણ એક ખરાબ અનુભવ થયો અને તમારા મન અને આત્માના વચ્ચે જે સંવાદ થયો એને તમે જે કાવ્ય સ્વરૂપ આપ્યું એ ગમ્યું .

  મનડું જરા વધુ પુછે તે પહેલા અંતર આત્મા બોલી રહે ઃ

  “જન્મ લીધો જગતમાં ત્યારે ખાલી મુઠ્ઠી હતી તારી,

  જવન જીવતા જે કમાણી કરી તે પ્રભુદયાથી બની તારી,

  જવાબ આપો
 • 3. Ashok khachar  |  જૂન 21, 2013 પર 6:02 એ એમ (am)

  waaaaaaaaaaaaah

  જવાબ આપો
 • 4. SARYU PARIKH  |  જૂન 21, 2013 પર 1:16 પી એમ(pm)

  ભાઈશ્રી,
  સંવાદ સમજણ સરસ લખી છે.
  છેલ્લે “આપીશ તો ભગવાન વધુ આપશે” એ ભાવ છે છતાંય ભક્તો શબ્દમનાવે છે કે આશા નથી.
  “Smile in Tears આંસુમાં સ્મિત” પુસ્તક તૈયાર થઈ ગયું છે મોકલાવીશ.
  સરયૂ

  જવાબ આપો
 • 5. pravina Avinash  |  જૂન 21, 2013 પર 7:42 પી એમ(pm)

  સુંદર અભિવ્યક્તિ. ખૂબ ગમ્યું.

  વર્ષો પહેલાં લખ્યું હતું

  તું મુજમાં છે હું તુજમાં છું

  તું અને હું ભિન્ન નથી

  તને મળવાને તને પામવાને

  આથી સરળ મંઝિલ નથી

  ખરેખર તો, પ્રભુનું હતું તે જ થોડા સમય માટે તારૂં થયું,
  અંતે તો, જે આજે તે કાલે કોઈનું જે હંમેશા પ્રભુનું જ રહ્યું,”

  જવાબ આપો
 • 6. P.K.Davda  |  જૂન 22, 2013 પર 5:18 પી એમ(pm)

  મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. જે ભૂલ સુધરી જાય એને ભૂલ ન કહેવાય, ક્દાચ શરતચૂક કહેવાય.

  જવાબ આપો
 • 7. ishvarlalmistry  |  જૂન 22, 2013 પર 8:49 પી એમ(pm)

  Very nice poem chandravadanbhai, It has good meaning ,whatever we have is not we are going to take with us, we are just trustee’s use it wisely and leave it for family .I like the comments that has been posted very informative . Thankyou for sharing your thoughts.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. venunad  |  જૂન 23, 2013 પર 2:32 પી એમ(pm)

  It was a nice to visit your blog after a long time. This one is really impressive for its inner turmoil which you have tried to convey. Keep it up, ultimately our mind is greatest to tell the truth.

  જવાબ આપો
 • 9. riteshmokasana  |  જૂન 23, 2013 પર 5:54 પી એમ(pm)

  Good ..the true and reality..realy loved it…Ritesh

  જવાબ આપો
 • 10. Ramesh Patel  |  જૂન 23, 2013 પર 6:31 પી એમ(pm)

  “જન્મ લીધો જગતમાં ત્યારે ખાલી મુઠ્ઠી હતી તારી,

  જવન જીવતા જે કમાણી કરી તે પ્રભુદયાથી બની તારી,

  ખરેખર તો, પ્રભુનું હતું તે જ થોડા સમય માટે તારૂં થયું,

  અંતે તો, જે આજે તે કાલે કોઈનું જે હંમેશા પ્રભુનું જ રહ્યું,”
  ………………
  લાખ લાખેણી વાત.મનમાં જાગતા આ ભાવ જગવતા સ્પંદનો ,ચંદનની મહેક ધરાવે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 11. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જૂન 30, 2013 પર 4:17 પી એમ(pm)

  good, very very nice

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

જૂન 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: