વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૧ )….રમેશભાઈ પટેલ

જૂન 19, 2013 at 12:15 એ એમ (am) 14 comments

વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૧  )….રમેશભાઈ પટેલ

રમેશ કહું કે આકાશદીપ કહું ?

રમેશ કહું કે આકાશદીપ કહું ?

નામ ન કહું અને ફક્ત મિત્ર કહું ?

 

બ્લોગ જગતે જાણ્યા છે તમોને,

શા માટે મેં જાણ્યા હતા તમોને ?

 

સર્જેલી આ દુનિયામાં સૌ પ્રભુ રમકડા છે,

બે વ્યક્તિ બંધાય હ્રદયભાવે એ જ મિત્રતા છે,

 

આકાશદીપ શબ્દોમાં ચંદ્ર નિહાળે મિત્ર રમેશને,

એવી યાદમાં, રૂબરૂ મળ્યાની ખુશી છે હંમેશા ચંદ્રને !

 

કાવ્ય રચના ઃ તારીખઃ માર્ચ,૩,૨૦૧૩          ચંદ્રવદન

બે શબ્દો…

રમેશભાઈ પટેલ એટલે કેલીફોર્નીઆ પ્રાન્તના લોસ એજીલીસ શહેરના વિસ્તારના “કોરોના”ના રહીશ.

એમની પ્રગટ કરેલી કાવ્ય રચનાઓ તો સૌએ વાંચી આનંદ માણ્યો હશે જ !

એમણે “આકાશદીપ” નામે બ્લોગ શરૂ કર્યો તે પહેલા અન્યના બ્લોગોમાં એમની રચનાઓ વાંચવાનો લ્હાવો મળ્યો, અને મેં એમનો ફોન મેળવી, ચર્ચાઓ કરી. આ પ્રમાણે થઈ હતી અમારી મિત્રતા.”

જ્યારે એમણે એમની બુક “ત્રિપથગા”નું વિમોચન   “રીવરસાઈડ”ના મંદિરે રાખ્યું ત્યારે નવેમ્બર ૨૦૦૦માં મને આમંત્રણ મળતા હું ત્યાં ગયો, અને રમેશભાઈને રૂબરૂ મળી શક્યો…એ સમયે, ટેક્ષસાસથી સુરેશભાઈ જાની પણ હાજર હતા એથી એમને પણ મળી આનંદ થયો. આ મુલાકાત બાદ સુરેશભાઈના માર્ગદર્શને એમનો “આકાશદીપ” બ્લોગ શરૂ કર્યો.

એ મારી રીવરસાઈડની ટ્રીપ સમયે એમની પત્ની તેમજ દીકરી અને એના પરિવારને પણ મળવાનો લ્હાવો મળ્યો.

રમેશભાઈનો જન્મ ગુજરાતના “મહીમા” ગામે થયો હતો….અભ્યાસ કરી એંજીનીઅરીંગની ડીગ્રી મેળવી સરકારી નોકરી સ્વીકારી ગુજરાત રાજ્યમાં સેવા આપી, અને નિવૃત્ત થઈ અમેરીકા સ્થાયી થયા. એમનો પ્રેમ કાવ્ય રચનાઓ કરી, એમનો હ્રદયભાવ પ્રગટ કરવાનો રહ્યો…એ માટે એમનો બ્લોગ એક બારી છે. કાવ્યોરૂપી શબ્દો બ્લોગમાં ગુંજે છે અને તેને માણવા અનેક એમના બ્લોગ પર પધારે છે.મને પણ ત્યાં પોસ્ટો વાંચી આનંદ મળે છે.

આ અમારી “મિત્રતા”નું ફુલ મહેકતું રહે એવી પ્રભુને પ્રાર્થના.

મેં તો રમેશભાઈના જીવન વિષે એક ઝલક આપી છે. પણ, તમારે વધુ જાણવું હોય તો નીચેની લીન્કથી એમના બ્લોગ પર જવા વિનંતી>>>>

http://nabhakashdeep.wordpress.com/

 

અને, રમેશભાઈ વિષે આ પોસ્ટ પ્રગટ કરૂં તે પહેલા, મેં એક પોસ્ટ દ્વારા એમના વિષે થોડું લખ્યું હતું એ તમો નીચેની “લીન્ક” દ્વારા વાંચી શકો છો>>>>

 https://chandrapukar.wordpress.com/2009/11/30/%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6%e0%aa%ad%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%ad%e0%aa%bf%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a8/

આશા છે આ પોસ્ટ તમો સૌને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Rameshbhai Patel is well known in the Gujarati WebJagat.

He is also known as “AKASHDEEP” under which he ceates his Poems in Gujarati.

As of 2000 he has his own Blog & one can visit his Blog by the Link provided above in the Gujarati script.

You will love him for his “Poetic Creations” and if you meet him or know hin you will like him as a a “nice” individual.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા.

પિતાજીને વંદના ! મન અને આત્માનો સંવાદ !

14 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  જૂન 19, 2013 પર 1:24 એ એમ (am)

  રમેશભાઈ અને ગોવિંદભાઈને રૂબરૂ મળવાનો સંજોગ મારે ગયા ડીસેમ્બર 2012માં હું લોસ એન્જેલસમાં હતો ત્યારે થયો હતો .આ બે મિત્રોને રૂબરૂ મળીને ખુબ આનંદ થયો હતો .

  રમેશભાઈના કાવ્યો ઘણા જ ભાવવાહી અને માણવા જેવા હોય છે .

  રમેશભાઈએ અમે મળ્યા ત્યારે મને એમનો સુંદર કાવ્ય સંગ્રહ ત્રિપથગા ભેટ આપ્યો એ એમની મૈત્રીનું એક સંભારણું બની રહેશે .

  સર્જેલી આ દુનિયામાં સૌ પ્રભુ રમકડા છે,

  બે વ્યક્તિ બંધાય હ્રદયભાવે એ જ મિત્રતા છે,

  જવાબ આપો
 • 2. pragnaju  |  જૂન 19, 2013 પર 1:52 એ એમ (am)

  રૂબરૂ નથી મળ્યા પણ લયમય સંસ્કારી શબ્દોનો પરિચય છે.
  તેમના વતનની સેવા પ્રવૃતિને સહજ વંદન

  જવાબ આપો
 • 3. dadimanipotli  |  જૂન 19, 2013 પર 10:14 એ એમ (am)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  મિત્રતાનો સેતુ જે બંધાયો છે તે જાણી ખુશી થઇ. આદરણીય શ્રી રમેશભાઈ સાથે રૂબરૂ કોઈ જ પ્રકારે મુલાકાત નો અવસર મળ્યો નથી, પરંતુ ‘દાદીમા ની પોટલી’ પર સદા તેમના પ્રતિભાવ સ્વરૂપે મિલાપ થતો રહ્યો છે, આ ઉપરાંત ‘આકાશદીપ’ ની નિયમિત અમારી મુલાકત દરમ્યાન તેમના ભાવસભર કાવ્યો/રચના માણીએ છીએ. અમારી સમજ પ્રમાણે તે સરળ અને ઊંચા ગજાનું વ્યક્તિત્વ ધરાવે છે.

  જવાબ આપો
 • 4. સુરેશ  |  જૂન 19, 2013 પર 11:36 એ એમ (am)

  આકાશદીપ ઝળહળતો રહો.

  જવાબ આપો
 • 5. P.K.Davda  |  જૂન 19, 2013 પર 5:47 પી એમ(pm)

  રમેશભાઈની રચનાઓમાં એમની ખાનદાની ઝળકે છે.

  જવાબ આપો
 • 6. Capt. Narendra  |  જૂન 19, 2013 પર 5:48 પી એમ(pm)

  જેવું સુંદર કાવ્ય સર્જન એવું જ સરસ વ્યક્તિત્વ. રમેશભાઇ સાથે ટેલીફોનપર વાત થયાને ઘણો સમય થઇ ગયો, પણ તેમની નમ્ર વાણી હંમેશા યાદ રહેશે. ફરી એક વાર પરિચય કરાવવા માટે ચંદ્રપુકારનો અાભાર!

  જવાબ આપો
 • 7. pravina Avinash  |  જૂન 20, 2013 પર 1:45 એ એમ (am)

  સર્જેલી આ દુનિયામાં સૌ પ્રભુ રમકડા છે,
  બે વ્યક્તિ બંધાય હ્રદયભાવે એ જ મિત્રતા છે,

  મિત્ર બનીને યશની કલગી શિર ઉપર સોહાય છે.

  જવાબ આપો
 • 8. ishvarlalmistry  |  જૂન 20, 2013 પર 4:42 એ એમ (am)

  We are all children of God , and should love each other, you have expressed great poem about Rameshbhai, well said. chandravadanbhai.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 9. ડૉ.હિતેશ ચૌહાણ અને મન  |  જૂન 20, 2013 પર 6:57 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  રમેશભાઈ સાથે તો મારે પણ ઘણો નાતો છે. હા રૂબરૂ તો નથી મળ્યા પણ રૂબરૂ કરતા પણ એકબીજાથી વધારે નજીક છીએ. જ્યારે તેઓ મને મારા બ્લોગ માટે નવી નવી રચનાઓ બનાવી મોકલતા વળી તેમના જન્મદિનની બ્લોગ પરા ઉજવણી… તથા તેમના આપેલા અદભૂત પુસ્તકો જેનાથી એમની રચનાઓની વધુ ઉઁડી માહિતી મળી…

  એક ખરેખર ઉમદા વ્યક્તિ…

  મ્મને ખુશી છે કે મારો અને તેમનો સંપર્ક થયો..
  ખુબ સરસ રચના…

  આપનો ડૉ.હિતેશ ચૌહાણ અને મન

  જવાબ આપો
 • 10. Ashok khachar  |  જૂન 20, 2013 પર 12:44 પી એમ(pm)

  સુંદર કાવ્ય

  જવાબ આપો
 • 11. vijay sevak  |  જૂન 20, 2013 પર 3:12 પી એમ(pm)

  શ્રી રમેશભાઈને રૂબરૂ મળવાનો મોકો મળ્યો નથી; પરંતુ તેમના કાવ્યપ્રેમ વિષે જાણું છું. તેમના ભાઈ વિષ્ણુભાઈનો તો હું વિદ્યાર્થી મહિસામાં. તેથી મહિસામાં જ્યારે તેમના કાવ્યસંગ્રહનું લોકાર્પણ થયું ત્યારે તેમાં ઉપસ્થિત રહેવાનો મને લાભ મળ્યો હતો. તેમના બ્લૉગ પર તેમણે મારી કેટલીક ગઝલ પણ મૂકી છે. એ તો નિયમિત્ત લખતા રહે છે અને વહેંચતા રહે છે.
  રમેશભાઈ મિત્રતાના માણસ છે….

  જવાબ આપો
 • 12. nabhakashdeep  |  જૂન 21, 2013 પર 6:26 એ એમ (am)

  આદરણીયડૉ. શ્રી ચંદ્રવદનભાઈ

  આપના પ્રેમ ભર્યા શબ્દોનો મીઠડો આવકારો અને સ્નેહીઓની લાગણી.. અમે તો આનંદ વર્ષા ઝીલી. આપ સૌ મિત્રોનું ઋણ સ્વીકારું છું કે આપના પ્રોત્સાહને મારામાં જોમ સીંચી દિશા દીધી છે.

  સૌ મિત્રોનો આભાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 13. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જૂન 21, 2013 પર 10:34 એ એમ (am)

  આદરણીય ડૉ. શ્રી ચંદ્રવદનભાઈ

  આપ દ્વારા રચિત આકાશદીપ પરની રચના આપનો સાચો ભાતૃપ્રેમ

  દર્શાવે છે. ખુબ જ સુંદર શબ્દોમાં આપે મઢેલી રચના છે.

  શ્રી. રમેશભાઈ રેશમ જેવા જોરદાર કવિ છે, ભાઈ

  જવાબ આપો
 • 14. venunad  |  જૂન 23, 2013 પર 2:39 પી એમ(pm)

  Congratulations Dr. Chandravadanbhai. This way you have nicely conveyed your sincere feelings of affection towards our blog friend Dr. Ramesh Patel.
  Regards to you both!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,075 hits

Disclimer

સંગ્રહ

જૂન 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: