શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશનની કહાણી !

મે 28, 2013 at 11:13 એ એમ (am) 9 comments

SPEF Book Cover
શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશનની કહાણી !
 
 
 
કહાની કહું છું શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશનની રે આજ,
જ્ઞાતિજનો, સાંભાળજો ધ્યાનથી, ચંદ્ર વિનંતી છે સૌને આજ,……..(ટેક)
 
 
 
૨૦૦૨ની સાલે, ૨૦મી ફેબ્રુઆરીના શુભ દિવસે,
પ્રજાપતિ શિક્ષણ ઉત્તેજનના વિચારો વહી રહે,
ચંદ્રકાન્ત,ડો. દિનેશ અને ડો. કમલેશ મનડે જે વહે,
અંતે…”શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશન” જન્મે !……કહાણી…(૧)
 
 
 
ચેરમેન દિનેશ મિસ્ત્રી સાથે કમલેશ પ્રજાપતિ છે પ્રમુખપદે,
ઈનટરનેશનલ કો-ઓર્ડિનેટર ચન્દ્રકાન્ત સાથે નરેન્દ્ર લાડ છે ખજાનચી પદે,
નરેશ લાડ અને મનીશ મિસ્ત્રી છે સહકારી કમિટી સભ્યો તરીકે,
અંતે…જે થકી,સંસ્થાની “એક્ષેક્યુટીવ કમિટી” બને !……કહાણી….(૨)
 
 
 
શરૂઆતમાં,જ્યારે સંસ્થા કાર્ય માટે દાતારોની તલાસ કરે,
ત્યારે,અમેરીકામાં રહેતા પ્રવિણ લાડરૂપી તારલો ચમકે,
મોટા દાન સહકારે સંસ્થા જીવનમાં પ્રાણ પુરે,
અંતે….એવું જાણી, પ્રવિણ આત્માને ચંદ્ર અંજલી અર્પે !…કહાણી…..(૩)
 
 
પ્રવીણ મહાદાન થકી મળે દાન સહકાર પ્રેરણાઓ અન્યને મળે
કેનેડા, અમેરીકા સહીત ઈંગલેન્ડ અને સાઉથ આફ્રીકાથી દાન પ્રવાહ વહે,
કોઈ શિક્ષણ કાજે પ્રજાપતિ બાળોને દત્તક કરી સહાય કરે,
અંતે…કુલ્લે ૬૨ બાળકો ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરે !….કહાણી……(૪)
 
 
જ્યારે સંસ્થાએ દશ વર્ષ પુર્ણ કર્યાનો આનંદ પુસ્તકરૂપે દર્શાવ્યો,
ત્યારે,મળી કલ્યાણજી,બાલુભાઈ,સાથે ગુલાબ, ઠાકોર-પાર્વતિ ‘ને અન્યની જ્ઞાતિ શુભચ્છાઓ,
અને,દિવ્યેશ,જયેશ,કામીની,વિજય,દિપેન,કાર્તીકી, ભાવેશ,વિપુલ અને જીતેન્દ્રના આભારો,
અંતે…શુભેચછાઓ સહીત બાળ-આભાર વાંચી,સંસ્થાને ગર્વ રહે !…કહાણી…..(૫)
 
 
ગરીબ પ્રજાપતિ બાળક જેના માટે ઉચ્ચ શિક્ષણ હોય જ્યારે અશક્ય,
ત્યારે શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સહાય હોય શક્ય,
દ્ક્ષિણ ગુજરાતમાં પ્રભુ કૃપાથી જ થઈ છે આવી સંસ્થા શક્ય,
અંતે…ગરીબાય હટાવી,શિક્ષણ જ્યોત સંસ્થા થકી પ્રગટે !…..કહાણી……(૬)
 
 
દશ વર્ષની સંસ્થા સફરમાં ૬૨ ડીગ્રીધારી પ્રજાપતિ બાળકો છે,
જેમાં, જુદી જુદી એન્જીનીયરીંગ ડીગ્રીઓના દર્શન થાય છે,
અને, દિપાલી- મિતાલીની ડોકટરી સેવા પણ દેખાય છે,
અંતે…તો, આજ સંસ્થા સફળતાની વાત કહેવાય !……કહાણી……(૭)
 
 
આ દશ વર્ષની સંસ્થા સફર ધીરે ધીરે પુરી થઈ,
સંસ્થા કાર્યનું વિષે એનીવર્સરી બુકરૂપે સૌને જાણ થઈ,
હવે, ભવિષ્યમાં પ્રગતિના પંથે સંસ્થાએ આગેકુચ કરવી રહી ,
અંતે…ચંદ્ર તો એવી જ્ઞાતિ ગૌરવભરી કહાની કહેવા આતુર રહે !…..કહાણી….(૮)
 
 
કાવ્ય રચનાઃ તારીખ ૧૭,૨૦૧૩ ચંદ્રવદન
 
 

બે શબ્દો…

માર્ચ ૧૫,૨૦૧૩ના દિવસે પોસ્ટ દ્વારા મને “શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશન”ની દશમી એનીવરસરીની બુક મળી.

એ વાંચી, એ સંસ્થા વિષે વધુ જાણ્યું .

જે જાણ્યું એ આધારીત, મેં એક કાવ્ય રચના લખી…જે તમો આજે એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

આ સંસ્થા દ્વારા ગરીબ પ્રજાપતિ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે સહકાર આપવાનું કાર્ય દક્ષિણ ગુજરાતમાં શરૂ થયું…અને એ થકી અનેક બાળકોને લાભ મળ્યો.

આ પ્રમાણે શક્ય કરવા માટે જ્ઞાતિમાં દાન સહકાર માટે અનેકને પ્રેરણાઓ મળી..પરદેશ સ્થાયી થયેલા અનેક પ્રજાપતિઓએ ફાળો આપ્યો.

અત્યાર સુધીમાં, ૬૨ બાળકો ઉચ્ચ ડીગ્રીઓ મેળવી શક્યા….આજ એક આનંદની વાત છે.

સૌને આ પોસ્ટ ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW  WORDS…

This Post is about an Organisation “SHREE PRAJAPATI EDUCATION FOUNDATION” which is dedicated to assist the NEEDY in the Prajapati Community of South Gujarat & promote the HIGHER EDUCATION in the Chlidren.

A Poem in Gujarat talks about this Organisation which had assisted many Prajapati Children to get the College degrees.

I salute their work !

Wishing “ALL THE BEST” for the FUTURE !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

ગોદડને મળી પ્રભુકૃપા ! મહાન વ્યક્તિઓની વાણી ગુજરાતી શબ્દોમાં !

9 ટિપ્પણીઓ Add your own

 • 1. dhavalrajgeera  |  મે 28, 2013 પર 11:57 એ એમ (am)

  Keep the great service ….

  જવાબ આપો
 • 2. pragnaju  |  મે 28, 2013 પર 12:00 પી એમ(pm)

  …શ્રી વિષ્ણુ ભગવાન પદ્મનાભ સ્વરૂપે પ્રજાપતિ કુળના કુળદેવતા થયા અને પ્રજાપતિ કુળનો ઉદ્ધાર કર્યો.તે વાતે પ્રેરણા લઇ પોતાની આવકના ઓછામા ઓછા ૧૦% દાન કરવું જોઇએ

  ૐ નમઃ શિવાય

  જવાબ આપો
 • 3. chandravadan  |  મે 28, 2013 પર 1:55 પી એમ(pm)

  This was the Email Response to this Post>>>>

  Kamlesh Prajapati
  To chadravada mistry

  આભાર કાકા
  આ સંસ્થા વિષે સુંદર કાવ્ય ની રચના કરી . સંસ્થા ઉતરો ઉતર પ્રગતી કરી રહી છે . આ સંસ્થા ને દેશ વિદેશ ના પ્રજાપતિ સમાજના વ્યક્તિઓ મદદ કરી રહી છે અને ભવિષ્ય માં પણ મદદ કરતા રહેશે . આ વરસે વધુ માં વધુ બાળકો ને સહાય મળે તે માટે હમો કટિબદ્ધ છે . આ માટે આપ જેવા વડીલોનો સહકાર અને આશીર્વાદ મળતા રહશે . આપશ્રી પણ આ સંસ્થા વિષે અમેરિકા અને અન્ય દેશ ના પ્રજાપતિ મિત્રોને સતત જાણકારી આપતા જ રહો છે જે હમો બાબતે આનંદ ની વાત છે . આપશ્રી પણ સંસ્થા ને વારંવાર મદદ કરતા રહો છે અને હમારો ઉત્સાહ વધારતા રહો છો .આપશ્રીનો આ તબ્બકે સંસ્થાના પ્રમુખ તરીકે આભાર માનું છુ .
  કમલેશ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kamlesh,
  Thanks for your Comment with your nice words.
  Kaka

  જવાબ આપો
 • 4. DR. DINESH VARIA AYURVEDIC PHYSICIAN  |  મે 28, 2013 પર 4:32 પી એમ(pm)

  શિક્ષણ એ જ સાચુ ઘરેણુ છે સમાજ શિક્ષણ થી જ સુખી થઇ સકે છે

  જવાબ આપો
 • 5. Vinod R. Patel  |  મે 28, 2013 પર 5:25 પી એમ(pm)

  “શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશન” ની સેવાઓ માટે અભિનંદન .

  જવાબ આપો
 • 6. P.K.Davda  |  મે 29, 2013 પર 1:47 પી એમ(pm)

  તમે સાચા અર્થમાં પ્રજાપતિ છો.
  આજે જ્યાં લોકો સેવા કરવાના નામે મેવા પામે છે ત્યાં તમે અલગ તરી આવો છો

  જવાબ આપો
 • 7. himanshupatel555  |  મે 29, 2013 પર 3:51 પી એમ(pm)

  જેમ સિનેમા વ્યક્તિચિત્રો આપે તેમ તમે સંસ્થાચિત્રો આપો છો અને આ જાળવણીનું કામ ઇતિહાસકાર જેવું છે,તમારી પ્રવૃત્તિ સરાહનિય છે.આભાર.

  જવાબ આપો
 • 8. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  મે 30, 2013 પર 3:37 પી એમ(pm)

  શ્રીમાન. પુકાર સાહેબ

  ” શિક્ષણ એજ રાષ્ટ્રનું સાચુ રક્ષક છે. ”

  આવી સુંદર પ્રવૃત્તિ ભગવાનની કૃપાથી આપ કરી રહ્યા છો.

  જવાબ આપો
 • 9. ગોદડિયો ચોરો…  |  મે 31, 2013 પર 5:28 પી એમ(pm)

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્રવદન્ભાઇ,

  આપે સંસ્થા વિશે ગાથા રચી એ અદભુત કાર્ય કર્યું પણ

  એમાં આપની માનવતા અને જ્ઞાતિ ઉત્થાનની ભાવના છલકે છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

મે 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: