ગોદડને મળી પ્રભુકૃપા !

મે 24, 2013 at 1:23 પી એમ(pm) 13 comments

Red Rose 1 
ગોદડને મળી પ્રભુકૃપા !
માર્ચ ૨૦૧૩ની રાત્રીએ ત્રણ વાગે,પ્રભુ ગોદડને જગાડે,
તરત હોસ્પીતાલે જવા સાચી સમજ એને આપે,
અદભુત છે આ પ્રભુ-કૃપા ન્યારી !…….(૧)
 
 
 
હોસ્પીતાલે સમયસર મળેલ સારવારે,
ગોદડના સ્ટ્રોકને પ્રભુ જ અટકાવે,
અદભુત છે આ પ્રભુ-કૃપા ન્યારી !……..(૨)
 
 
 
ના બોલી શક્યા તે ગોદડ ફરી બોલી શકે,
જમણી બાજુના હાથ ‘ને પગ ફરી હલી શકે,
અદભુત છે આ પ્રભુ-કૃપા ન્યારી !…….(૩)
 
 
 
ઈલાજ ગોદડને સમયસર પ્રભુ આપે,
પ્રજાપતિ જ્ઞાતિસેવક ગોદડને પ્રભુ ઉગારે,
અદભુત છે આ પ્રભુ-કૃપા ન્યારી !……(૪)
 
 
 
ચંદ્ર કહેઃ નવજીવનમાં નવજીવન મળ્યું છે ગોદડને,
હૈયે ખુશીઓ ભરી, ચંદ્ર વંદન કરે છે પ્રભુને,
અદભુત છે આ પ્રભુ-કૃપા ન્યારી !……(૫)
 
 
 
કાવ્ય રચનાઃ તારીખ અપ્રિલ,૩,૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક મિત્રને અચાનક બિમારી થઈ તે સમયે રચેલી એક કાવ્ય રચના પોસ્ટરૂપે !

પ્રભુની કૃપાથી મારા મિત્ર ગોદડભાઈ સારા થઈ હોસ્પીતાલમાંથી “ડીસચાર્જ” થઈ આજે ઘરે “રીકવરી” કરી રહ્યા છે.

એ આનંદની વાત !

એ મારા માટે પ્રભુનો ઉપકાર માનવાની ઘડી !

પોસ્ટ ગમે, એવી આશા.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Poem in Gujarati is about a sudden stroke & the addmission to the Hospital.

Then with God’s Grace having recovered dicharged home.

It’s a moment of Happiness.

It is moment for me to thank God.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

એક સોન્ગ ઓફ નવસારી ! શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશનની કહાણી !

13 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 24, 2013 પર 1:35 પી એમ(pm)

  ચંદ્ર કહેઃ નવજીવનમાં નવજીવન મળ્યું છે ગોદડને,
  હૈયે ખુશીઓ ભરી, ચંદ્ર વંદન કરે છે પ્રભુને,
  અદભુત છે આ પ્રભુ-કૃપા ન્યારી !
  સુંદર
  ‘યે મહોબ્બત ભી અજીબ ચીજ હૈ યારોં
  દિલ મેં તો આતી હૈ, સમજ મેં નહીં આતી.’

  આ માર્ગ અગમ બને છે, કારણ કે આપણી પાસે ભાથું નથી. જિજ્ઞાસાની ક્ષુધાપૂર્તિ માટે ભાથું હોવું જોઈએ. એને માટે શ્રદ્ધા હોવી જોઈએ. ખુદ પર ન રાખો, ખુદા પર તો શ્રદ્ધા રાખો. આપણે સૂઈએ ત્યારે ધડકનો પર ભરોસો રાખીને સૂતા હોઈએ છીએ કે સવારે ઊઠીશું. જેમણે હરિનામ લીધું છે તેમનો માર્ગ સુગમ થયો છે.

  ધામ ન ભૂલો. સૌથી શ્રેષ્ઠ ધામ કયું? હૃદયધામ. પરમાત્મા અહીં બિરાજમાન છે. અધ્યાત્મએ બુદ્ધિની નિંદા નથી કરી, સીમા બતાવી છે. ધર્મનિષ્ઠા છૂટતાં માર્ગ અગમ થઈ જાય છે.

  ડરના નહીં, ડરાના મના હૈ

  અમે જે કંઈ કહીએ એ માની લેશો તો એ મજબૂરી ગણાશે, મહોબ્બત નહીં. પ્રેમ કદી ડરાવે નહીં. હા, પ્રેમી જરૂર ડરે, કારણ કે જેને તે પ્રેમ કરે છે તેનું દિલ દૂભવવા નથી માગતો. પરમાત્માથી જે ડરે તે અભય-નિર્ભય થાય.
  ગોદડના સ્ટ્રોકને પ્રભુ જ અટકાવે,
  અદભુત છે આ પ્રભુ-કૃપા ન્યારી

  જવાબ આપો
 • 2. girish bhatia  |  મે 24, 2013 પર 2:18 પી એમ(pm)

  really a very gud wording poem…..heart touching…n true to its own story,,,,regrds

  જવાબ આપો
  • 3. DR. CHANDRAVADAN MISTRY  |  મે 24, 2013 પર 2:27 પી એમ(pm)

   ગીરીશભાઈ,

   પહેલીવાર પ્રતિભાવ આપ્યો, તે વાંચી આનંદભર્યો આભાર !….ચંદ્રવદન
   Chandravadan

   જવાબ આપો
 • 4. pravina Avinash  |  મે 24, 2013 પર 2:25 પી એમ(pm)

  જો દૃઢ શ્રદ્ધા પ્રભુ પર

  સદા મદદે રહે તત્પર

  સમયસર સારવાર મળી તે જ અગત્યનું.

  જવાબ આપો
 • 5. Vinod R. Patel  |  મે 24, 2013 પર 3:21 પી એમ(pm)

  ચંદ્રવદનભાઈ તમે પણ તમારા જીવનમાં આવી એક કસોટીમાંથી ઉભા થઇ ગયા છો .

  પ્રભુ કૃપાના આવા પરચા ઘણાના જીવનમાં બનતા હોય છે .

  વિજ્ઞાન અને ધર્મ જોડાયેલાં છે .ડોકટરો પણ કહેતા હોય છે કે મારું બનતું મેં કર્યું હવે બધું ઉપરવાળાના હાથમાં છે .

  નવજીવન પ્રાપ્ત કરવાનો આનંદ અનેરો હોય છે . દર્દીને માટે અને એના કુટુંબીજનો અને તમારા જેવા મિત્રો માટે .

  જવાબ આપો
 • 6. ishvarlal R. Mistry  |  મે 24, 2013 પર 6:05 પી એમ(pm)

  Very nice poem,with faith in God wonders can happen.nicely said Chandravadanbhai ,Best wishes.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  મે 24, 2013 પર 7:58 પી એમ(pm)

  પ્રભુકૃપા ને આપના હૃદય સ્પર્શી ભાવ અંતરમાં રમી ગયા. ખૂબ જ ભાવભરી રચના ને શુભેચ્છા સઘળું મહેકે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. DR. DINESH VARIA AYURVEDIC PHYSICIAN  |  મે 25, 2013 પર 2:26 એ એમ (am)

  આપનો ખુબ ખુબ અભાર ..પુજ્ય ગોદડદાદા ની આયુર્વેદિક પંચકર્મ સારવાર કરવા નો અવસર પ્રભુ એ આપ્યો .. અને ચિકિત્શા મા સફાળતા અપાવિ

  જવાબ આપો
  • 9. pragnaju  |  મે 25, 2013 પર 12:51 પી એમ(pm)

   આપને વાંધો ન હોય તો આ અંગે વિગતે જણાવવા વિનંતિ

   જવાબ આપો
   • 10. DR. DINESH VARIA AYURVEDIC PHYSICIAN  |  મે 25, 2013 પર 2:18 પી એમ(pm)

    જો યોગ્ય નિદાન કરી અને પ્રોપર પંચ કર્મ ટ્રીટમેંટ કરવામા આવે તો 100% પરિણામ મળે જ છે એક આયુર્વેદીક પંચ કર્મ ફીઝીશિયન્ તરિકે નો મારો 15 વર્ષ નો અનુભવ આ કહે છે… 09825746118

 • 11. DR. CHANDRAVADAN MISTRY  |  મે 25, 2013 પર 11:33 એ એમ (am)

  This was an Email Response>>>>

  GODADBHAI

  From bharat prajapati
  To chadravada mistry

  Very good sir. I like it
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks,Bharatbhai !
  Chandravadan

  જવાબ આપો
 • 12. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  મે 30, 2013 પર 3:39 પી એમ(pm)

  પ્રભુની કૃપા ન્યારી હોય છે.

  જવાબ આપો
 • 13. ગોદડિયો ચોરો…  |  મે 31, 2013 પર 5:32 પી એમ(pm)

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્રવદન્ભાઇ,

  આપને મિત્રના આરોગ્ય સબંધી સમાચાર મળતા આપની વિહવળતા

  સથે માનવતા સહિત મિત્ર ભાવ જાગી ઉઠ્યો એ જ આપના સ્રરળ

  સ્વભાવ અને ઉમદા માનવતાની મહેંક ઉઠે છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

મે 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: