સાંઈબાબા કૃપા માટે ચંદ્ર વિનંતી !

મે 17, 2013 at 12:33 am 12 comments

Baba stone.jpg
Sai Baba of Shirdi

સાંઈબાબા કૃપા માટે ચંદ્ર વિનંતી !
 
શ્રી ચોતરા ફળિયા બાળયુવક,વેસ્મા સંચાલિત શ્રી સાંઈ મંદિર સાલગીરી મહોત્સવે,
ચંદ્ર વંદન કરી, પ્રાર્થનાઓભરી શુભેચ્છાઓ સૌને પાઠવે !
બોલો જયશ્રી સાંઈબાબા ! બોલો જયશ્રી સાંઈબાબા !……..(૧)
 
હશે શ્રી સાંઈબાબા પાલખી યાત્રા ૨૦૧૩માં, ૧૭મી મે માસના શુભ દિવસે,
હશે ગણેશ પુજન અને હવનપુજા ૨૦૧૩માં,૧૮મી મે માસના શુભ દિવસે,
બોલો જયશ્રી સાંઈબાબા ! જયશ્રી સાંઈબાબા !……….(૨)
 
૨૦૧૩ની સાલે મે મહિનાની  તમે સૌજન યાદ કરજો,
સાંઈબાબાના દર્શન કાજે, તમે સૌજન મંદિરે જરૂર જાજો,
બોલો જયશ્રી સાંઈબાબા ! જયશ્રી સાંઈબાબા !……….(૩)
 
ચંદ્ર કહે ઃ બાબા તો સૌના હૈયે વસે, જો શ્રધ્ધા જે રાખે,
બાબાને જે હ્રદયભાવથી પુકારે, આશાઓ એની જરૂર પુરી થાવે !
બોલો જયશ્રી સાંઈબાબા ! બોલો જયશ્રી સાંઈબાબા !……(૪)
 
કાવ્ય રચનાઃ તારીખ મે,૧૫,૨૦૧૩                 ચંદ્રવદન

બે શબ્દો…

 

આજે છે ૧૭મી મે,૨૦૧૩.

આજે જ વેસ્મા ગામે ચોતરા ફળિયે સાંઈ મંદિરની સાલગીરી માટે ઉત્સવ ઘડી.

આજે જ આ કાવ્ય પોસ્ટ એ ઘટના વિષે પ્રકાશ આપે છે.

કાવ્યરૂપે હકિકતો લખી છે….પણ મુખ્ય સંદેશો છે>>>જેને સાંઈબાબા પર પુર્ણ શ્રધ્ધા હોય, તેને માટે બાબા સહારે જરૂર આવે છે, એ જ પરમ સત્ય છે !

આશા છે કે વાંચકોને આ પોસ્ટ ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Kavya (Poem) is about the 3rd Anniversary Celebrations at SAIBABA MANDIR of Chotara Faliya of VESMA.

The MESSAGE within the Poem is HAVE FULL FAITH in SAIBABA and He will come to ASSIST you.

I hope you like the Message of this Post.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

પાલનપુરમાં કાળા હનુમાનજીના દર્શન ! એક સોન્ગ ઓફ નવસારી !

12 Comments Add your own

 • 1. dhavalrajgeera  |  મે 17, 2013 at 1:01 am

  બાબાને જે હ્રદયભાવથી પુકારે, આશાઓ એની જરૂર પુરી થાવે !

  Reply
 • 2. pragnaju  |  મે 17, 2013 at 1:18 am

  શ્રધ્ધા સબૂરી ખૂબ જરુરી
  પણ
  વર્ણવી શ્રધ્ધા સબૂરી કોઇએ
  કોઇએ, કાફર વિષે વાતો કરી

  Reply
 • 3. Vinod R. Patel  |  મે 17, 2013 at 1:24 am

  2007 ડીસેમ્બરમાં શિરડી સાંઈબાબા ધામમાં જઈને એમના દિવ્ય દર્શનનો લાભ લીધો છે .

  કરોડો લોકો સાંઈબાબા ઉપર અપાર શ્રધા ધરાવતા હોય છે .

  જયશ્રી સાંઈબાબા !

  Reply
 • 4. Capt. Narendra  |  મે 17, 2013 at 2:32 am

  શ્રી. સાંઇબાબાને અમારી સૌની વંદના. એમની મહાનતા એમના જ શબ્દોમાં (પહેલાં મરાઠી અને ત્યાર બાદ તેનું ભાષાંતર)
  ‘माझा जो जाहला, काया-वाचा-मनी/ तयाचा मी ऋणी, सर्व काळ!
  सांइ म्हणे, तोचि झाला धन्य, झाला जो अनन्य माझ्या ठायी’
  જે જન કાયા-વાચા-મનથી મારા પોતાના થયા છે, હું સદંતર એમનો ઋણી છું
  સાંઇ કહે તે સહુ ધન્ય થયા જે મારા થકી પરબ્રહ્મના અસ્તીત્વથી જુદા નથી!

  આજે ગુરુવારના દિવસે આપે અમને શ્રદ્ધા-ભક્તિમાં તરબોળ કર્યા. આભાર.

  Reply
 • 5. Bhupendrasinh Raol  |  મે 17, 2013 at 10:57 am

  એકનાં એક ભગવાનથી પણ લોકો કંટાળી જતા હોય છે જેમ બટેટાનું શાક રોજ નાં ભાવે. હવે સાઈબાબાનાં ઘોડાપૂરમાં હિંદુઓ તણાવા લાગ્યા છે. તેત્રીસ કરોડ દેવતાઓ ઓછા પડ્યા, એક મુસ્લિમ સંતની પાછળ પાગલ બન્યા. માંસનું નામ પડતા ગાળાગાળી કરતા હિંદુ ગુજરાતીઓ માંસાહારી સંત પાછળ કેવા દીવાના બન્યા છે? એમાય ડોક્ટર્સની આવી હાલત હોય ત્યાં સામાન્યજનને શું શીખવવાનું?

  Reply
 • 6. SARYU PARIKH  |  મે 17, 2013 at 1:14 pm

  વિશ્વની અમોઘ શક્તિને વંદન.
  કોઈ આકાર પ્રતિમાની પુજાકાંડમાં પ્રજા વ્યસ્ત, “અતિ અતિને ત્યાગ..”- – સૌને પ્રણામ.
  મારો મંત્ર, “કર્મનો મર્મ, મર્મથી ધર્મ, ધર્મથી રીતિ હું સમજી.
  કર્મ અકર્મ વિકર્મની સાથે સુકર્મની રીતિ હું સમજી.”
  સરયૂના સ્નેહવંદન.

  Reply
 • 7. hemapatel  |  મે 17, 2013 at 3:19 pm

  मुखम पवित्रम यदी साई नामम
  हस्तम पवित्रम यदी पुन्य दानम
  चरणम पवित्रम यदी शीर्डी यात्रा
  ह्रदयम पवित्रम यदी साई ज्ञानम

  પહેલી વાત તો એ છે, શીર્ડી સાઈબાબા હિન્દુ હતા કે મુસલમાન હજુ સુધી કોઈ જાણી શક્યું નથી ! તેમના માતા-પિતા, તેમની જન્મ ભૂમિ કોઈને ખબર નથી. તેમને ગીતાનુ તેમજ દરેક શાસ્ત્રનુ જ્ઞાન હતું.
  ભારીતીય સંસ્કૃતિ શ્રધ્ધા અને આસ્થા ઉપર ટકેલી છે, તેમાંથી ભણેલા કે અભણ કોઈ બાકાત ન રહી શકે.

  Reply
 • 8. sapana  |  મે 17, 2013 at 3:36 pm

  સરસ શ્રધાળુ ગીત

  Reply
 • 9. P.K.Davda  |  મે 17, 2013 at 3:59 pm

  હું બે વાર શિરડી જઈ સાંઈબાબાને ચરણે મસ્તક નમાવી આવ્યો છું. તમારી સાંઈબાબા પ્રત્યેની ભક્તિ જ તમને સારા કામ કરવાની પ્રેરણા આપે છે.

  Reply
 • 10. www.yahoo.com.  |  મે 18, 2013 at 11:56 pm

  Very nice poem of Sri Saibaba, Wish you good success,thankyou for sharing.We should have faith and you said it.
  Ishvarbhai.

  Reply
 • 11. ગોદડિયો ચોરો…  |  મે 24, 2013 at 2:17 am

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદન્ભાઇ,

  સાંઇ વંદનાનુ અનેરું ગાન ચંદ્ર કલમે આલેખાયું છે.

  સાંઇનાથ મહારાજકી જય

  Reply
 • 12. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  મે 30, 2013 at 3:42 pm

  સચિત્ર સુંદર રચના

  આપે રચના સુંદર ભક્તિભાવ દર્શાવ્યો.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

મે 2013
M T W T F S S
« Apr   Jun »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: