કેવી રીતે જઈશ ?

મે 6, 2013 at 12:54 પી એમ(pm) 9 comments

US Location Map

FROM INDIA to U.S.A. How ?

કેવી રીતે જઈશ ?

અરે ! સાંભળ્યું કે અમેરીકામાં તો સ્વર્ગ જેવું ! પણ ત્યાં ….કેવી રીતે જઈશ ? બસ, સવાલ આવો મુઝવે છે મને !……(૧)

ઘર વેચી કે ખેતર,મીલકત વેચી જવું ? કે પછી, ઉધારી કરીને ત્યાં જવું ? બસ, સવાલ આવો મુઝવે છે મને !……(૨)

ચોરી કરીને ત્યાં પહોંચી જવું યોગ્ય હશે ? કે પછી, લાંચ રીસવતથી ત્યાં જાવું રહે ? બસ, સવાલ આવો મુઝવે છે મને !……(૩)

ભગવાનની બલીહારી, લોટરી લાગી મને, અમેરીકા જવાનો વીઝા મળી ગયો છે મને, બસ, મુઝવણીભર્યો સવાલ રહ્યો નથી હવે !…..(૪)

આવી ગયો છું અમેરીકામાં હું તો હવે, સ્વર્ગ જેવું લાગેલું તે લાગે જુનું પુરાણું હવે, બસ, ફરી સવાલ મુઝવે છે મને !…….(૫)

નથી સ્વપ્ને નિહાળેલ ઝાડો ડોલરના અહી, પૈસા કમાવવા માટે મહેનત તો કરવી પડે અહી, બસ, અમેરીકામાં મળતી સફળતાનું રહસ્ય મળ્યું મને !…..(૬)

હવે, “કેવી રીતે જઈશ?” સવાલ એવો ના રહ્યો, ત્યાં જઈ “સફળતા માટે શું કરવું?” એ સવાલ રહ્યો, બસ, જવાબ એનો ચંદ્રે અહી જ કહી દીધો !……..(૭)

કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ ૨૬,૨૦૧૩                        ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટનો આધાર છે પ્રજ્ઞાજુબેનનો એક ઈમેઈલ.

એમણે  “ગોવિન્દ પટેલ”ના જીવન વિષે શ્રી દાવડાજીની કાવ્ય રચના સાથે “કેવી રીતે જઈશ?” નામની એક ગુજરાતી ફીલ્મ નિહાળવા એક “લીન્ક” આપી. એથી હું ત્યાં જઈ શક્યો. એ માટે આભાર.

અહી એ લીન્ક  છે>>>>>

યાદ આવે કેવી રીતે જઈશ..?’ એક અલગ પ્રકારનું ઉત્તમ વાસ્તવિક ગુજરાતી ચલચિત્ર. આવા ગુજરાતી ચલચિત્રો કેમ વધુ બનતા નથી એનો અફસોસ થયા રાખે. ખેર! દેર આયે  મગર દુરસ્ત આયે… એક વાર અવશ્ય જોવા જેવું…

કેવી રીતે જઈશ? એ અભિષેક જૈન દ્વારા નિર્દેશિત અને નયન જૈન દ્વારા બનાવવામાં આવેલ વર્ષ 2012 ની ફિલ્મ છે. આ ફિલ્મ માં ગુજરાતી  પટેલ સમુદાય ના અમેરીકા પ્રત્યે આકર્ષણ અને વળગાડ પર  વક્રોક્તિ છે. છેલ્લા પચાસે ક વર્સ મા હજારો પટેલો અમેરીકા પહોંચી ગયા  છે અને ત્યાંના મોટેલ બીઝીનેસ મા સફળત મેળવી ચુક્યા છે.

Kevi Rite Jaish (Gujarati: કેવી રીતે જઈશ) is a 2012 film directed by  Abhishek Jain and produced by Nayan Jain. The film is a satire on the  fascination and obsession of the Patels – a Gujarati farmer community – of migrating to the U.S.A. Over the last half century, thousands of  Patels have migrated to the U.S.A and have come to dominate its motel  industry. The film stars Divyang Thakker,Veronica Kalpana-Gautam , Tejal Panchasara, Kenneth Desai and Anang Desai.

Watch Online Full Movie – Kevi Rite Jais (2012)

Kevi Rite Jaish (2012) – YouTube

http://www.youtube.com/watch?v=SGoWu1hqIa4
Feb 21, 2013 – Uploaded by Natver Mehta

You need Adobe Flash Player to watch this video. Kevi Rite Jaish (2012) …. 2013 Shootout full movieby

 

 

ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અનેક અમેરીકા સેટલ થવાના સ્વપ્નાઓ સેવતા હોય છે એવા જ વિચારે આ ગુજરાતી ફીલ્મ છે. આ ધ્યાનમાં લઈ મને જે પ્રેરણા થઈ તે આધારે આ મારી કાવ્ય રચના છે. આશા છે સૌને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS….

Today’s Post is a Poem “KEVI RITE JAISH?” meaning “HOW DO I GO ? ” ( To America )

Based on this thought is the Gujarati Film “Kevi Rite Jaish ” for which the LINK to see that film is given.

My Poem in Gujarati is based on the INFO I got….and  based on many who come from India with “some unreal dream” of the easy money in America & are often disapponted..some accept the REALITY and try hard to settle down in this NEW WORLD.

I hope you enjoy this POST ….and also enjoy the FILM.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

ચંદ્ર-આત્મારૂપી ચાલીસા સુવિચારો !…મોહમાયા ત્યાગ, પ્રભુશરણું !

9 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  મે 6, 2013 પર 12:59 પી એમ(pm)

  ન્યાં કણે તો એક સેન્ટ પણ કમાણા નથી અને છતાંય બાર વરસ જલસા જ જલસા કીધા છે.
  અને મફતમાં ઢગલાબંધ મિત્રો મળ્યા એ બોનસમાં !!!

  જવાબ આપો
 • 2. SARYU PARIKH  |  મે 6, 2013 પર 1:56 પી એમ(pm)

  Yes, we go through those questions and after coming here, face the reality and each one makes the life unique according to their ability.
  Well said.
  Saryu

  જવાબ આપો
 • 3. pragnaju  |  મે 6, 2013 પર 3:17 પી એમ(pm)

  અમારા મિત્રોને ગમેલી વાતનો ઇ-મૅઇલ આવ્યો,અમે માણ્યો અને સૌ મિત્રોને વહેંચ્યો આપે મૂક્યો તે બદલ આભાર
  નથી સ્વપ્ને નિહાળેલ ઝાડો ડોલરના અહી, પૈસા કમાવવા માટે મહેનત તો કરવી પડે અહી, બસ, અમેરીકામાં મળતી સફળતાનું રહસ્ય મળ્યું મને !…..

  હવે, “કેવી રીતે જઈશ?” સવાલ એવો ના રહ્યો, ત્યાં જઈ “સફળતા માટે શું કરવું?” એ સવાલ રહ્યો, બસ, જવાબ એનો ચંદ્રે અહી જ કહી દીધો !……..
  વાત ગમી
  અમારે છોકરાને ઉછેરવાનું લક્ષ્ય તો હતું જ પણ સાથે પાગલ કરી દે તેવો એકાંતવાસ! દવાને બદલે બ્લોગ ભ્રમણ કર્યાં…આપ જેવા મિત્રો મળ્યા અને ૧૭ વર્ષ થયા .હવે અધ્યાત્મમા કહે છે કે..ત્યારે તેનો ત્યાગ કરવો જોઈએ. સાહીત્ય , ટેકનીકલ વાતો અને આધ્યાત્મમા ખૂબ આગળ મોના,સુરેશભાઇ,અતુલભાઇ જેવા ઘણા મિત્રોએ ત્યાગના પ્રયોગો કર્યા અને આંશિક ત્યાગમા સફળ પણ રહ્યા
  જોઈએ અમે ક્યારે ? કેટલો ? કે
  હું સિકંદર નથી કે ખાલી હાથ જાઉં
  ધગધગતી ફરનેન્સમા આ યાદ …!

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  મે 6, 2013 પર 10:40 પી એમ(pm)

  નથી સ્વપ્ને નિહાળેલ ઝાડો ડોલરના અહી, પૈસા કમાવવા માટે મહેનત તો કરવી પડે અહી, બસ, અમેરીકામાં મળતી સફળતાનું રહસ્ય મળ્યું મને !…..

  ભારતમાં લોકો ઉપર મુજબ માનતા હોય છે પણ જ્યારે અહી આવે છે ત્યારે ખબર પડે છે કે કેટલી વિશે સો થાય છે .

  મેં આ ગુજરાતી ફિલ્મ-કેવી રીતે જઈશ- એ જોઈ છે . સારો બોધ આપે છે .

  આ ફિલ્મનો આધાર બનાવી તમોએ કરેલ રચના ગમી .

  અમિતાભ બચ્ચનની પણ એક ગુજરાતી ફિલ્મ ટૂંક સમયમાં જ આવી રહી છે એમ સાંભળ્યું છે .

  જવાબ આપો
 • 5. P.K.Davda  |  મે 7, 2013 પર 10:17 પી એમ(pm)

  ડોકટર સાહેબ,
  કેવી રીતે જઈશ? અને પૈસા કેમ કમાઈશ? આ બન્ને પ્રશ્નોનોનો ઉત્તર આપે આપી દીધો છે, અને એ પણ બહુ સારી અને સરળ રીતે.
  ધન્યવાદ.

  જવાબ આપો
 • 6. chandravadan  |  મે 8, 2013 પર 1:46 પી એમ(pm)

  This is the Email Response to this Post>>>>

  RE: કેવી રીતે જઈશ ?

  Show Details

  From Vasant Mistry
  To Doctor Chandravadan Mistry

  Namste Chandravadanbhai,
  How to get America a poem?
  Very nice . It is reality which express through poem.
  Congratulation . May God bless you to carry on writting inspiring poems too.
  Kind regards.
  Vasant
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Vasantbhai,
  Thanks for your comment.
  Chandravadan

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  મે 8, 2013 પર 8:31 પી એમ(pm)

  એન્જિનિયર થયા પછી અમારો એક સહ અધ્યાયી અમેરિકા આવ્યો અને કલર ફોટા મોકલે, અમે બ્લેક અને વ્હાઈટના તે સમયના ગાળામાં, એટલે વટથી બધાને એ ફોટા બતાવતા કે, અમારો દોસ્તાર છે. એ મિત્ર સ્વદે શ મળવા આવ્યો, ત્યારે કહેતો કે અમેરિકામાં તું દશ વર્ષમાં , તારા ઈન્ડિયા જેટલું કમાઈ લઈશ..ચાલને તું પણ આવી જા. પણ અમને તો જ્યોતિષી એ કહેલું કે પરદેશ યોગ નથી , એટલે મથશો તો એરપોર્ટથી જ પાછા કાઢશે, આમ અમે ત્યાં વતનમાં જ રહી ગયા કે લટકી ગયા . હવે જ્યારે દોહિત્રીના ગ્રહોએ અમેરિકા આવ્યા, અહીં અને તહીંનો ફરક આ લાઈફનો જોઈ લીધો..બે હાથમાં લાડુ જેવો લાભ મળ્યો. ટેન્સશન અમને રાખનારના માથે અને કામ આકાશમાં દીપ થઈ , સવાર અને સાંજની કથા , દૂરથી કરવાની…!! ડોશ્રી ચંદ્રવદનભઈની પંક્તિઓ મનમાં રમી જાય તેવી છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. ishvarlal mistry  |  મે 8, 2013 પર 10:01 પી એમ(pm)

  Very nicely narrated poem, love to read it, thankyou for sharing.
  keep it up.

  Ishvarbhai Mistry.

  જવાબ આપો
 • 9. chandravadan  |  મે 9, 2013 પર 3:31 એ એમ (am)

  This was an Email Response>>>>>

  From pravina kadakia
  To chadravada mistry

  America, just the name is magnetic. The way you said is very interesting.

  Please add the comment.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinaben,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 372,874 hits

Disclimer

સંગ્રહ

મે 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: