CHANDRA CHALISA…શ્રી દાવડા રચીત ચંદ્ર ચાલીસા !

April 23, 2013 at 2:04 am 20 comments

Pink Cymbidium Hybrid Orchid
શ્રી દાવડા રચીત ચંદ્ર ચાલીસા !
૨૬ પંક્તિઓની પ્રથમ કાવ્ય રચના દાવડાજીએ મોકલી,
ત્યારે, વધુ પંક્તિઓ લખવા ચંદ્રે એમને ભલામણ કરી,(1)
“દિવસો વધુ લાગશે” કહે દાવડાજી ચંદ્રને,
ત્યારે, “ઉતાવળ નથી જરા મારે” ચંદ્ર કહે દાવડાજીને,(2)
ઈમેઈલથી ૪૦ પંક્તિઓની “ચંદ્ર ચાલીસા”ના દર્શન થાય,
ત્યારે, ચંદ્ર ખુશીઓ ભરપૂર દાવડાજીનો આભારીત બની જાય,(3)
સુંદર ચાલીસા ચંદ્ર ચંદ્રપૂકારની શોભા વધારી રહે,
ત્યારે, સ્વરચીત કાવ્ય” ને બદલે દાવડા કૃત  ચાલીસા પ્રથમ રહે !(4)
કાવ્ય રચનાઃ તારીખઃએપ્રિલ,૫, ૨૦૧૩ ચંદ્રવદન
Mr.P.K.Davda
      P.K. Davda
ચંદ્ર ચાલીસા
ગુજરાત રાજ્યના વેસ્મા ગામે, એક બાળકનો જન્મ થયો,
પિતા માધવભાઈ મા ભાણીબેન, જાણી સૌને આનંદ થયો./૧/
પિતા તુલ્ય ભાઈ છગનભાઈ, મા સમ ભાભી શાંતાનો પ્રેમ,
બાળકને પુત્રસમ જાણી જતન કરવાની રાખી નેમ./૨/
પ્રજાપતિ કોમમા, મીસ્ત્રી કુળમાં આનંદ મંગળ છાઈ ગયું,
બાળકની કીકિયારીઓથી ઘર-આંગણ આખું ભરાઈ ગયું./૩/
સદી વીસમી સન તેતાલીસ, શરદપૂનમનો ચાંદ ભયો,
પૂર્ણ ચંદ્રને યાદ રાખીને, ચંદ્રવદન નામનો ઘોષ થયો./૪/
બચપણ વેસ્મા ગામે ગુજર્યું, પ્રાથમિક શિક્ષણ ત્યાં જ થયું,
માધ્યમિક અને ઉચ્ચ શાળાનું આફ્રીકા જઈ પુર્ણ થયું./૫/
કોલેજ શિક્ષણ મુંબઈ જઈને ભવન્સ કોલેજમાં પ્રાપ્ત કર્યું,
દાકતરી અભ્યાસ ઓરીસ્સામાં, ડોકટર બનીને સાર્થ કર્યું. /૬/
સદી વિસમી સન સીતેરમાં પ્રભુતામા પગરણ થયા
બીલીમોરાના ઈંટવાલાનીબેટી કમુ સાથે એના લગ્ન થયા./૭/
લગ્નજીવનની પહેલી પ્રસાદી નીના નામે દિકરી મળી,
માત-પિતા બનવાની આથી કમુ-ચંદ્રવદનની આશ ફળી./૮/
લુસાકાને કર્મભૂમી કરીને, કારકીર્દીની શરૂઆત કરી,
વ્યવસાય માટે વિલાયત જવાની એણે મનમા ઈચ્છા ધરી./૯/
તોંતેરમાં પિતા પરલોક ગયા, પછી ડોકટર વિલાયત ગયા,
તોંતેરમાં બે પુત્રી જન્મી, તોંતેરમા ઘણા વાના થયા./૧૦/
નીના, વર્ષા, વંદના સાથ, કમુબેન આફ્રિકામા કુટુંબ સંગાથ,
ડોકટર વિલાયતમાં નોકરી કરે, દોર મૂકી ઈશ્વરને હાથ./૧૧/
એક વર્ષના વિત્યા બાદ, પત્ની-પુત્રીઓનો મળ્યો સંગાથ,
“વોકીંગ સરે” સૌ સાથે રહ્યા, ડોકટર મનમા રાજી થયા./૧૨/
ત્યાં જ થયો કુઠારાધાત, વડિલબંધુને થયો અકસ્માત,
છગનભાઈ સ્વધામે ગયા, કુટુંબિયો જાણે નિરાધાર થયા./૧૩/
નોકરી મૂકી લુસાકા ગયા, ડોકટર ફરજમા હામી થયા;
ડોકટરી મૂકી કારોબારી થયા, તો પણ ન હિમ્મત હારી ગયા./૧૪/
સન સિતોતેરનું આવ્યું વર્ષ, ગ્રીન કાર્ડ મેળવી પામ્યા હર્ષ,
ડોકટર અમેરિકામા સ્થાયી થયા, પત્ની બાળકો ભારતમાં રહ્યા./૧૫/
સમયાંતરે સૌ ભેગા થયા, અંતે અમેરિકાના નાગરિક થયા,
સન બ્યાસી “રૂપા”નો જન્મ, ચારે પુત્રી મા-બાપને સંગ. /૧૬/
મા ભાણીબેનને વીસા મળ્યા, ત્રણ પેઢીના સૌ ભેગા થયા,
અઠ્યાસીમા માએ લીધી વિદાય, ડોકટરને અતિશય દુખ થાય./૧૭/
નેવાસીમા કારમો આઘાત, હ્ર્દય રોગ ની ડોકટરને ઘાત,
પ્રભુ કૃપાએ હેમખેમ રહ્યા, હુમલા છતાંયે સાબૂત રહ્યા./૧૮/
જીવનમાં આવ્યો એક મોડ, સમજાયું જીવનનો નિચોડ,
જીવન નથી માત્ર પંડને કાજ, કુટુંબમા સામિલ થયો સમાજ./૧૯/
ભણીગણી પુત્રિયો સ્થિર થઈ, લગ્ન કરીને સાસરે ગઈ,
પા સદી નોકરીમા ગયા, સ્વેચ્છાએ ડોકટર નિવૃત થયા./૨૦/
સ્વદેશ યાત્રા અને દાન-ધર્મ, જીવનનો સમજાયો મર્મ,
જરૂરતમંદોની વહારે ચડી, ડોકટરે જોડી જીવનની કડી./૨૧/
સંસ્થાઓને દીધા દાન, ઈચ્છા નથી કોઇ કરે ગુણગાન,
ઈશ્વરે આપ્યું છે ઘણું, સમાજ માટે ખરચું થોડું ગણુ./૨૨/
જ્ઞાતિ, શાળા નું રાખી ધ્યાન, ડોકટરે દીધું અનુદાન,
પારિતોષક અને ઈનામ, ગામમાં શરૂ કર્યું અભિયાન/૨૩/
પુસ્તકાલયો પર ડોકટરને પ્રેમ, શિવાલયોને વિસરે કેમ,
ગામમાં જે જે જરૂરી હતું, સૌ સંગાથે રહી પુરૂં કર્યુ./૨૪/
ધરમ કરમને રાખી સાથ, ઝાલ્યો જરૂરત મંદોનો હાથ,
પ્રભુ પ્રેરણાનો લઈ સંગાથ, ડોકટરે આદર્યો પુરૂષાર્થ. /૨૫/
સદવિચારથી પુસ્તક ભર્યા, વિના મુલ્યે વિતરણ કર્યા,
સમાજ, રીવાજને આવરી લીધા, ચંદ્રવદને વિચારો દીધા./૨૬/
ડોકટર આખું અમેરિકા ફર્યા, આફ્રીકા ઈંગ્લેંડ પણ જોઈ વળ્યા,
પણ ભારતનું એવું ખેંચાણ, ભારતિયતાનું કરતા અભિમાન/૨૭/
ભારત યાત્રાની ઈચ્છા કરી, ડોકટર ભારત આવ્યા ફરી,
દ્વારકાધીશના દર્શન કરી, ડોકટર પહોંચ્યા જગ્નાથપુરી /૨૮/
કોનારકનું મંદિર જોઈ, ડોકટર ભવ્યતાથી રહ્યા મોહી,
મથુરા ને વૃંદાવન ગયા, દિલના અરમાન પુરા થયા./૨૯/
આગ્રા થઈને દિલ્હી ગયા, હરદ્વાર-ૠષીકેશ રાજી થયા,
પાવની ગંગાના દર્શન કરી, ગુજરાતમાં આવી ગ્યા ફરી/૩૦/
આખરે થયા અંબાજી દર્શન, પ્રસન્ન થયું ડોકટરનું મન,
સાબરમતિ આશ્રમમા ગયા, ગાંધીજી યાદ આવી ગયા/૩૧/
સુરતમા સાંઈધામમાં ગયા, યોગદાન દઈને રાજી થયા,
વતનની સુખી યાત્રા કરી,અમેરિકામા આવી ગ્યા ફરી./૩૨/
માણસ માટે ડોકટરનો પ્રેમ, મિત્રો બનાવવા રાખી નેમ,
ચંદ્રવદન સૌને પત્રો લખે, અખબારોમા લેખ પણ લખે/૩૩/
ટેકનોલોજીનો લઈને સાથ, કોમપ્યુટરથી ભીડી બાથ,
બ્લોગ જગતમા કરી હૂંકાર, બ્લોગ બનાવ્યો ચંદ્ર પુકાર/૩૪/
વાર્તા, ભજનો, ગીતો લખ્યા, ચંદ્ર પુકારમા સામિલ કર્યા,
ભક્તિ, સદવિચાર ને સંસ્કાર, પ્રભુની સામે તામિલ કર્યા/૩૫/
બ્લોગે આપ્યા મિત્ર અનેક, નેક સાથીઓ એકથી એક,
ચંદ્રવદનને થયો આનંદ, મળ્યા જેમ ગોકુલ નંદન /૩૬/
ડોકટરી વિષય “આંતરીક દવા”, સાથે આપે સૌને દુઆ,
આવા ડોકટર જો પેદા થાય, રોગ બધાના નાસી જાય./૩૭/
પત્ની, પુત્રીઓના પરિવાર, મિત્ર-મંડળ પારાવાર,
જીવનથી પામી સંતોષ, ડોકટર પામે જીવનનું જોશ/૩૮/
ચાર ખંડે જીવનનું ઘડતર, સમાજનુ કરતા ચણતર,
ઉજાળી માત-પિતાનું નામ, સાર્થ કર્યું દાકતરી ભણતર./૩૯/
ઉજાડ્યું પ્રજાપતિ કોમનું નામ, ઉજાડ્યું વેસ્માગામનું નામ,
ચંદ્રવદનની જીવન કહાણી, અક્ષરમાં દાવડાએ આણી./૪૦/
-પી.કે.દાવડા
બે શબ્દો…
આજની પ્રગટ કરેલી કાવ્ય પોસ્ટ દ્રારા”ચંદ્ર ચાલીસા” નામે રચના.
એ ચાલીશા સાથે જોડાયેલ છે એક મિત્રનો સ્નેહ.
એ મિત્ર એટલે શ્રી પી.કે. દાવડા !
મેં મારા જીવનનું પુસ્તક “યાદોના ઉપવનમાં” વિષે પોસ્ટરૂપે કહેતા,મારા જીવનને એક કાવ્ય સ્વરૂપ આપ્યું હતું.
એ વાંચી, દાવડાજીએ “ચાલીસા”નો ઉલ્લેખ પ્રતિભાવરૂપે કર્યો.
એવી રચના માટે મારી એમને ભલામણ. એમની ઉદારતાના કારણે આજે તમો આ “ચંદ્ર ચાલીસા”વાંચી રહ્યા છો.
બસ…આ જ જાહેર કરવા, મેં “શ્રી દાવડા રચીત ચંદ્ર ચાલીસા”નું લખાણ કાવ્યરૂપે લખ્યું. એ પણ અહી પ્રગટ થયું છે.
એ વાંચી તમો જાણશો કે આ પહેલીવાર “સ્વરચીત” કાવ્ય પોસ્ટને બદલે “અન્ય”ની રચનાને “ચંદ્રપૂકાર” પર પ્રગટ કરવાની ઘટના બની છે.
એ માટે, મિત્ર “પીકે” યાને દાવડાજીને ખુશીભર્યો આભાર !
પોસ્ટ વાંચી, જરૂર પ્રતિભાવરૂપે “બે શબ્દો” લખશો તો વાંચી મને આનંદ થશે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is Poem in 40 Verses (called CHALISA) created by P.K. DAVDA.
It is called “CHANDRA CHALISA”.
It is very nicely written.
Hope all the readers will enjoy it !
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

માવડી મારી ! ચંદ્ર-આત્મારૂપી ચાલીસા

20 Comments Add your own

 • 1. pravinshastri  |  April 23, 2013 at 2:44 am

  ડૉ. ચદ્રવદનનું જીવન એટલે લાગણી અને કર્ત્વ્યનો મઘમઘતો ગુલ્દસ્તો.

  Reply
 • 2. Vinod R. Patel  |  April 23, 2013 at 3:55 am

  ચંદ્રવદનની જીવન કહાણી, અક્ષરમાં દાવડાએ આણી./૪૦/

  ડો .ચંદ્રવદનભાઈની જીવન કથાનો અભ્યાસ કરી એને ચાલીસા રૂપે કાવ્ય સ્વરૂપ આપીને દાવડાજીએ પ્રસંસનીય મિત્ર ધર્મ બજાવ્યો છે .અભિનંદન .

  Reply
 • 3. Atul Jani (Agantuk)  |  April 23, 2013 at 5:47 am

  બ્લોગજગતના જે કોઈ ચંદ્રભક્ત શરદપૂનમે ચંદ્રચાલીસાનો પાઠ કરશે તેને બ્લોગજગતમાં યાવત્ચંદ્રદિવાકરો પ્રસિદ્ધિ મળશે…

  Reply
 • 4. ગોદડિયો ચોરો…  |  April 23, 2013 at 6:01 am

  ચંદ્ર ચાલીસાનુ રસમય ગાન સંત દાવડાજીના કર કલમ દ્વારા ઘણું સુંદર થયુ છે

  “બ્લોગ જગતકે ઘાટ પર ભયી વાંચન લોગોકી ભારી ભીર (ભીડ)

  શ્રી દાવડાજી ચંદ્ર ચાલીસા લેખન કરે વંદન કરે ગોદડીયો વીર “

  Reply
 • 5. સુરેશ જાની  |  April 23, 2013 at 12:31 pm

  દાવડાજીની સર્જકતાને સલામ. અને દાનવીર સી.એમ.ને પણ સલામ.

  Reply
 • 6. pragnaju  |  April 23, 2013 at 12:39 pm

  ખાવડાના દાવડા એ વેસ્માના ચંદ્રના ચાલીસા રચી ગાગરમા સાગર સમાવ્યું !
  ‘કચ્છી લવાણો અને ધૂમાડો હાથમા ન આવે’ પણ આ તો પરમ પમરાટ ફેલાવે!!
  મધુર પેરડીનુ તત્વ…
  હે પ્રજાપતિ ! કેવા છૉ ? તમારું તત્ત્વ ના લહું,
  હે પ્રજાપતિ, જવા હો તેવાને હું નમું નમું
  એકકાળે દ્વિકાળે વા ભણે છે જે ત્રિકાળમાં
  તે છૂટીને પાપોથી પૂજાય ચંદ્રલોકમાં.
  ૧૦” વરસાદવાળા ખાવડાવાસી અને ૧૧૦” વરસાદવાળા ..વેસ્માવાળા બન્ને પાણીદાર…………

  Reply
 • 7. chandravadan  |  April 23, 2013 at 4:29 pm

  This was an Email Response to this Post>>>>

  Re: CHANDRA CHALISA

  From pravina kadakia
  To chadravada mistry

  ડૉ. ચંદ્રવદન

  ચંદ્ર ચાલીસા દ્વારા જીવનની કહાણી રજૂ

  કરવાની રીત સુંદર છે. જીવનને સુંદર

  રીતે જીવવાની કળાનું આલેખન ગમ્યું.

  પ્રવીણા અવિનાશ

  http://www.pravinash.wordpress.com
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinaben,
  Thanks for your Comment.
  Chandravadan

  Reply
 • 8. Shashibhai  |  April 23, 2013 at 6:16 pm

  I enjoyed the narration of life story of Chandravadanbhai in this format by Shri Davdaji.Hearty congratulations to both Davdaji and Chandravdanbhai.

  Reply
 • 9. Ramesh Patel  |  April 23, 2013 at 6:40 pm

  યાદોના ઉપવનને શ્રી દાવડા સાહેબે પવન ચાલીસા થઈ ફોરમથી તરબતર કરી દીધા. શિતળતા વેરતી ડોશ્રી ચંદ્રવદનભાઈની સૌજન્યતાને શ્રી દાવડા સાહેબે સમજી, વિચારી ને પોતાના કવિતા

  કૌશલ્યથી આબેહૂબ રીતે જીવંત કરી દીધી. મિત્રતાની આવી મિશાલ માટે સાદર અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 10. Thakorbhai P Mistry  |  April 23, 2013 at 7:42 pm

  Congratulations to Shree Davdaji for his skills to versify Dr Chandravadanbhai’s “jeevan jarmar”.

  Reply
 • 11. chandravadan  |  April 23, 2013 at 11:16 pm

  This was an Email Response to the Post>>>>

  Re: CHANDRA CHALISA

  From Pratap Patel
  To chadravada mistry

  Chandravadanbhai,

  Shree Davda has done a good job of composing your life journey in a poem. Evidently he is a very talented poet.

  Pratap Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Thanks Pratapbhai !
  Chandravadan

  Reply
 • 12. linadhiren  |  April 24, 2013 at 5:25 am

  ચંદ્રવદનભાઈ,
  તમારા જીવન નો ખ્યાલ આપતી કાવ્ય રચના વાંચી ઘણોજ આનંદ થયો.
  અમારે સનતભાઈ મારફત પ્રતાપભાઈ ની ઓળખાણ થઈ અમે તેમના બાપુજી ની બૂક વાંચી અને તેમના જીવન વિષે જાણી આનંદ થયો
  લીના .

  Reply
 • 13. www.yahoo.com.  |  April 26, 2013 at 5:47 am

  Very nicely narrated by Shri Davdaji.your life story.Very interesting life journey like it very much. thankyou for sharing.
  Ishvarbhai.

  Reply
 • 14. Sanat Parikh  |  April 26, 2013 at 4:21 pm

  Shri Davada has done excellent endeavor to describe your life story in a form of poem. His talent is much appreciated and rejoiced as well. I tip my hat off to him. Job well done! Bravo!

  Reply
 • 15. chandravadan  |  April 26, 2013 at 11:40 pm

  This was an Email Response>>>>

  Dr. Chandravanbhai

  I come and visit your blog all the time.

  Some how it asks my info. I put it ,but does not let me on.

  તમારા મિત્રએ લખેલું “ચંદ્રવદન ચાલીસા” ખૂબ સુંદર છે.
  પ્રવીણા અવિનાશ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinaben,
  Thanks for your 2nd Comment.
  Chandravadan

  Reply
 • 16. Capt. Narendra  |  April 27, 2013 at 2:09 am

  ઘણી રસપ્રદ અને મૌલીક રચના! હનુમાન ચાલીસા જેવી સ્તુતીઓમાં ફલશ્રુતિ હંમેશા હોય છે, તેવું અહીં નથી! અને તેનું કારણ ગર્ભિતપણ સ્પષ્ટ છે: માનવસેવામાં જે શુદ્ધ આનંદ પ્રાપ્ત થાય છે એ જ આની ફલશ્રુતિ છે. બાકી ‘ખાવડાના દાવડાએ’ મારી કચ્છની સરહદે કરેલી સેવા દરમિયાન ખાવડાના માવાના મેસૂરની યાદ જરૂર કરાવી આપી!

  Reply
 • 17. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  April 27, 2013 at 5:43 pm

  શ્રીમાન. પુકાર સાહેબ

  શ્રીદાવડા સાહેબના ચન્દ્ર ચાલીસા વાંચીને મારા હ્ર્દયમાં અલૌકિક આનંદનો

  અનુભવ થયો સાહેબ

  Reply
 • 18. P.K.Davda  |  April 29, 2013 at 12:44 am

  બે બે પંક્તિની ૪૦ કડીમા ડો. ચંદ્રવદન મિસ્ત્રીની જીવનગાથા લખવી એ ઘાગરમા સાગર સમાવવા જેવું અઘરૂં કામ હતું. જેના જીવનનું ઘડતર ચાર ખંડ (એશિયા, આફ્રીકા, યુરોપ અને અમેરિકા)માં થયું હોય એવી વ્યક્તિની પ્રતિભાનું વર્ણન કરવું મારા જેવા અદના માનવી માટે શક્ય પણ નથી. છતાં પણ એમની પ્રેમભરી લાગણીને વશ થઈ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. જે જે મિત્રોએ આ પ્રયત્નને સારો ગણાવ્યો છે એ સૌનો હું અહીં આભાર માનું છું, અને મને આવી તક આપવા બદલ ડોકટર સાહેબનો પણ આભાર માનું છું.
  -પી.કે.દાવડા

  Reply
 • 19. chandravadan  |  April 29, 2013 at 11:51 pm

  સર્વ વાંચકો,

  નમસ્તે !

  આ પોસ્ટ અનેકે વાંચી તેની ખુશી.

  અને…૧૭ વયક્તિઓએ “પ્રતિભાવ” આપ્યા બાદ દાવડાજી પોતે પધારી “બે શબ્દો” લખ્યા.

  એ વાંચી ખુબ જ ખુશી.

  અને, સૌને આનંદભર્યો આભાર !

  ફરી પણ મારા બ્લોગ પર પધારવા વિનંતી !

  ….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY

  Thanks for READING this Post…Thanks for the COMMENTS.
  Please revisit my Blog !

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

April 2013
M T W T F S S
« Mar   May »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: