માવડી મારી !

April 19, 2013 at 12:01 am 11 comments

Mother and baby Stock Photo - 16312985
Mother and baby
Mother Love Baby Stock Photo - 14709627
માવડી મારી !
વર્ષો અનેક વહી ગયા, પણ યાદ તારી આવે ઘડી ઘડી !……(ટેક)
લાડ તારા ભુલ્યો નથી, કે ભુલીશ નહી,
મુજને યાદ આવે તારી ફરી ફરી,
રહેજે તું મુજ હૈયા મહી,
બસ, આટલી અરજ છે મારી !
ઓ, માવડી મારી ! ઓ, માવડી મારી !……વર્ષો….(૧)
ચાખ્યા હતા દયા વ્હાલ તારા,
અગણિત ઉપકાર છે તારા,
હવે, વંદન તું સ્વીકારજે મારા !
ઓ,માવડી મારી ! ઓ, માવડી મારી !….વર્ષો….(૨)
તું પરલોકમાં ‘ને હું આ લોકમાં અહી,
નથી હું એકલો, જો તું છે મુજ હૈયા મહી,
હવે, મુજ જીવનમાં ડર કાંઈ છે નહી !
ઓ, માવડી મારી ! ઓ, માવડી મારી !….વર્ષો…(૩)
કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ ૧૯,૨૦૦૦ ચંદ્રવદન
નોંધ…આ રચના ૧૯મી અપ્રિલ ૨૦૦૦ના મારી માતાની મૃત્યુની એનીવરસરીના દિવસે થઈ….એ એક પાન પર પડી રહી હતી, અને ભુલાઈ ગઈ હતી. એક દિવસ મારી જુની ફાઈલો નિહાળતા, એ ફરી વાંચવા મળી (૨૦૧૨)…..અને, મારા હૈયે માતાની યાદ તાજી થઈ. શબ્દો ફરી ફરી વાંચ્યા. અને જુલાઈ ૨૭, ૨૦૧૨ના દિવસે કાવ્ય લખાણના શબ્દોમાં થોડા ફેરફારો કર્યા. અને, જે આજે તમો વાંચી રહ્યા છે તે એ રચનાનું “ફાઈનલ” સ્વરૂપ છે !
બે શબ્દો…
આજની પોસ્ટ એક માતાની યાદનું કાવ્ય છે !
૨૦૦૦માં બનેલી રચનામાં “થોડા ફેરફારો” ૨૦૧૨માં કર્યા.
આ રચના હવે ૨૦૧૩માં પ્રગટ કરી રહ્યો છું ….એ પણ માતાની “ડેથ એવીવરસરી” ના દિવસે, યાને ૧૯મી એપ્રિલ, ૨૦૧૩ના દિવસે.
અનેકના હ્રદયમાં પોતાની માતાની યાદ હંમેશા રહે છે….કોઈક સંજોગોમાં એવી યાદ તાજી થઈ હશે. આજે આ પોસ્ટ વાંચી, જો કોઈ વ્યક્તિના હૈયામાં એવી યાદ જો તાજી થઈ, તો હું એમ સમજીશ કે મારી રચનાનું “મુલ્ય” મને મળી ગયું !
આશા છે કે…તમો સૌને આ પોસ્ટ ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
My mother’s Death Anniversary is on 19th April.
She had died in 1988.
But…each year, 19th April reminds me of my dear mother & her love.
Reminded of that love in 2000, I wrote the Poem….then the Poem was lost & refound in 2012..and now published in 2013
Those of you who read this Poem may be reminded of the MOTHER’s LOVE too.
Hope you like this Poem
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

માનવ દેહરૂપી મૃત્યુ અને રી-બર્થની ચંદ્ર વિચારધારા ! CHANDRA CHALISA…શ્રી દાવડા રચીત ચંદ્ર ચાલીસા !

11 Comments Add your own

 • 1. Ramesh Patel  |  April 19, 2013 at 12:23 am

  મા ..માવડી શબ્દમાં જે મધુરપ છે એના લીધે જ આ સંસાર ગળ્યો લાગે છે. આપના શબ્દોમાં માતૃઋણની અનેરી સુગંધ છે.
  અમારી પણ ભાવ વંદના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 2. Vinod R. Patel  |  April 19, 2013 at 1:12 am

  તું પરલોકમાં ‘ને હું આ લોકમાં અહી,

  નથી હું એકલો, જો તું છે મુજ હૈયા મહી,

  હવે, મુજ જીવનમાં ડર કાંઈ છે નહી !

  ઓ, માવડી મારી ! ઓ, માવડી મારી !….

  આપની માતાની પુણ્ય તિથીએ તમોએ આપેલ કાવ્યાંજલિમાં તમારો માતૃપ્રેમ

  દેખાઈ આવે છે .

  આપનાં સ્વર્ગસ્થ માતૃશ્રીને મારી ભાવાંજલિ

  Reply
 • 3. dadimanipotli1  |  April 19, 2013 at 3:03 am

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ
  એથી મીઠી મોરી માત રે જનની ની જોડ સખી નહિ જડે રે લોલ…

  આપના માતૃ ભાવ સાથે અમારી પણ ભાવ વંદના …

  Reply
 • 4. linadhiren  |  April 19, 2013 at 5:29 am

  ભાઈશ્રી ચંદ્રવદનભાઈ,
  માં ની યાદ કોને ના આવે . આપણું જીવન પૂરું થાય ત્યાં સુધી માં ને જીવન નાં મળે ખરુંને ?
  મને મારી માં સાથે દોઢ વર્ષ નો જ સમય મળ્યો છે તેથી બહુજ દુઃખ સાથે ખુબજ યાદ આવે છે
  અને તે જીવન માં મોટી ખોટ રહી છે. હું બહુજ નાની હોવાથી માં નો ચહેરો કે અવાજ પણ યાદ નાં હોય.
  લીના નાં જય શ્રી કૃષ્ણ.

  Reply
 • 5. pragnaju  |  April 19, 2013 at 11:57 am

  ઉપર જિસકા અંત નહીં ઉસે તો આસમાં કહેતે હૈ…
  ઔર જહાં પે જિસકા અંત નહીં ઉસે તો ‘મા’ કહેતે હૈ…
  સાંભળો
  ‘ મા ‘ એક નિસ્વાર્થ સંબંધ – YouTube
  ► 4:03► 4:03
  http://www.youtube.com/watch?v=PqXzcP8_Y1Y
  May 13, 2012 – Uploaded by Hetal Patel
  ઉપર જિસકા અંત નહીં ઉસે તો આસમાં કહેતે હૈ… ઔર જહાં પે જિસકા અંત નહીં ઉસે તો ‘મા’ કહેતે હૈ…
  More videos for મા »

  Reply
 • 6. સુરેશ જાની  |  April 19, 2013 at 12:24 pm

  માતાજીને સાદર વંદન

  Reply
 • 7. SARYU PARIKH  |  April 19, 2013 at 2:02 pm

  ભાઈશ્રી,
  વર્ષો પહેલા નોંધેલા ભાવ, ફરી પ્રસ્તુત કરતા તમને આનંદ અને સંતોષ થયો હશે. મા વિષે અનન્ય સ્નેહ અને માન જન્મજાત મળે છે. ભાવવંદના.
  સરયૂ

  Reply
 • 8. Dilip Gajjar  |  April 19, 2013 at 10:01 pm

  તું પરલોકમાં ‘ને હું આ લોકમાં અહી,
  નથી હું એકલો, જો તું છે મુજ હૈયા મહી,
  હવે, મુજ જીવનમાં ડર કાંઈ છે નહી !
  ઓ, માવડી મારી ! ઓ, માવડી મારી !….વર્ષો…(૩)
  khbu j bhavbhari anjali..maata ne..

  Reply
 • 9. sapana  |  April 20, 2013 at 3:26 pm

  મા તે મા બીજા વગડાના વા…

  Reply
 • 10. chandravadan  |  April 26, 2013 at 11:37 pm

  This was an Email to the Post>>>>

  pravina kadakia
  To chadravada mistry

  Dr. Chandravanbhai

  I come and visit your blog all the time.

  Some how it asks my info. I put it ,but does not let me on.

  ‘મા’ ઉપરનું લકાણ માતા પ્રત્યેની ભક્તિ પ્રસ્તુત કરે છે.

  તમે આ બંને કોમેન્ટ મારા નામથી જરૂર પોસ્ત કર્શો. આભાર.

  પ્રવીણા અવિનાશ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinaben,
  Thanks !
  Chandravadan

  Reply
 • 11. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  April 27, 2013 at 5:45 pm

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ

  આપના માતૃશ્રીને અમારા કોટિ કોટિ વંદન

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

April 2013
M T W T F S S
« Mar   May »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: