અન્નદાનનું ચંદ્ર સ્વપનું !

એપ્રિલ 11, 2013 at 12:19 એ એમ (am) 10 comments

Food theme: fresh vegetable salads. Stock Photo - 7632821

અન્નદાનનું ચંદ્ર સ્વપનું !

અન્નદાન કરવાનું એક સ્વપનું મારૂં,

આજ સાકાર થયું,જેનો આનંદ આજે હું માણું !……..(ટેક)

 

શિક્ષણ ઉત્તેજનના યજ્ઞથી થઈ મન શાંતી,

સહકાર ગરીબોને કરતા,હૈયું હતું ખુબ રાજી,

પણ…થાય જાણે આશા કેમ અધુરી ?…….અન્નદાન…(૧)

 

જલારામને ગુરૂજી મુજ હૈયું સ્વીકારે,

વીરપુર બાપા નામે ખીચડીની યાદ લાવે,

અને….થાય કે અન્નદાન શક્ય કેમ હોય ?……અન્નદાન….(૨)

 

૨૦૧૩માં ૧૧મી એપ્રીલે, વેસ્મા હોસ્પીતાલે “જલારામ ભોજન પ્રસાદી” શરૂ થાય,

ત્યારેમ ચંદ્ર સ્વપનરૂપી વિચાર જ સાકાર થાય ,

એથી….થાય કે એતો પ્રભુની જ  કૃપા કહેવાય !….અન્નદાન….(૩)

 

જે થયું તે તો પ્રભુ ઈચ્છાથી જ થયું,

“મેં કર્યું” ની માયા છોડી, જે ભોગવવું રહ્યું,

એથી….અંતે, ચંદ્રને સર્વ કર્મે પ્રભુ પ્રસાદી સમજાય !…..અન્નદાન…(૪)

 

કાવ્ય રચના તારીખઃ એપ્રિલ,૫,૨૦૧૩               ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે ૫મી એપ્રિલ,૨૦૧૩ના દિવસે મારા મિત્ર જયંતિ ચાંપાનેરીઆનો ઈમેઈલ આવ્યો અને જાણ્યું કે “જલારામ ભોજન પ્રસાદી”શરૂ કરવા માટે દાનની રકમ વેસ્માની હોસઈતાલે પહોંચતી થઈ.

એ જાણી, મને આનંદ થયો.

હવે, ૧૧મી એપ્રિલના શુભ દિવસે, આ યોજના પ્રમાણે હોસ્પીતાલના દર્દીઓ માટે “ખીચડી/શાક” સહીત ભોજન પ્રસાદી ચાલુ થશે, અને દરમહિને પ્રથમ ગુરૂવારે એ પ્રમાણે થતું રહેશે.

બસ…આ વિચાર સાથે પ્રભુ પ્રેરણાથી આજની કાવ્ય રચના શક્ય થઈ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is a Kavya (Poem) in Gujarati about the starting of a MEAL to the PATIENTS at the GENERAL HOSPITAL of VESAMA as of 11th April 2013.

It had been my DESIRE to do the FOOD DONATION to the NEEDY.

My childhood friend JAYANTI CHAMPANERIA guided and assisted me to fulfill my desire. and I appreciate that.

But, I feel that this ACT is only possible with the GRACE of GOD.

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

શ્રી પ્રજાપતિ આશ્રમ બીલીમોરા નવા મકાન ઉદઘાટન ! માનવ દેહરૂપી મૃત્યુ અને રી-બર્થની ચંદ્ર વિચારધારા !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. mdgandhi21, U.S.A.  |  એપ્રિલ 11, 2013 પર 1:03 એ એમ (am)

  બહુ ઉમદા પ્રવૃતિ શરુ કરી છે. અન્નદાન એ એક મહા પુણ્યનું કામ છે. આ કાર્ય સદા ચાલતું રહે તેવી શુભેચ્છાઓ.

  જવાબ આપો
 • 2. pragnaju  |  એપ્રિલ 11, 2013 પર 1:16 એ એમ (am)

  જે થયું તે તો પ્રભુ ઈચ્છાથી જ થયું,

  “મેં કર્યું” ની માયા છોડી, જે ભોગવવું રહ્યું,

  એથી….અંતે, ચંદ્રને સર્વ કર્મે પ્રભુ પ્રસાદી સમજાય !…..અન્નદાન
  પરાશર મુનિ કહે છે, જે મનુષ્ય સદા એકાગ્ર મનથી અન્નદાન કરે છે તેને કદી કષ્ટ આવતું નથી. થાકેલા અને પૂર્વે નહીં થાકેલા પથિકને શ્રદ્ધાપૂર્વક જે અન્નદાન આપે છે તેને મોટું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ને અતિથિને જમાડયા પછી જમવું એ સમાન કોઈ ધર્મ નથી.

  જવાબ આપો
 • 3. pravinshastri  |  એપ્રિલ 11, 2013 પર 1:26 એ એમ (am)

  એક વર્ષ પહેલા આપનો બ્લોગ દ્વારા પરિચય થયો. એક સરળ અનેઋજુ હદયમા ડોક્ટર તરીકે, કવી અને સાહિત્યકાર તરીકે…પણ ના જેમ જેમ વધુને વધુ ઓળખતો થયો તેમ તેમ તમારી ઊંચાઈ વધુ ને વધુ લાગવા માંડી છે. તમારો કલ્યાણ યગ્ન અન્યોને માટે પ્રેરણા દાયક છે. ધન્યવાદ.

  http://pravinshastri.wordpress.com

  Pravin Shastri.

  જવાબ આપો
 • 4. captnarendra  |  એપ્રિલ 11, 2013 પર 1:48 એ એમ (am)

  ઉત્તમ અભિગમ શરૂ કરવા માટે આપને અભિનંદન. વિદ્યાદાન, હવે અન્ન્દાન અને ત્યાર પછી મને આશા છે કે એક ડૉક્ટર તરીકે અસહાય દર્દીઓ માટે ઔષધદાન શૃૂ કરી શકાય તો તે આપના શુભકાર્યોના હિમાલયનું પરમ શિખર બની રહેશે. મને આશા છે કે ઔષધદાનના પ્રયોગમાં આપના ઘણા મિત્રો જોડાશે.

  જવાબ આપો
 • 5. Vinod R. Patel  |  એપ્રિલ 11, 2013 પર 3:07 એ એમ (am)

  અહી અમેરિકા બેઠાં વતનના માણસોની ચિંતા રાખનાર વ્યક્તિઓ બહુ ઓછી
  જોવા મળે એમાંના એક છે ડો .ચન્દ્રવદનભાઈ મિસ્ત્રી .

  વિદ્યાદાન પછી અન્નદાન કરી અધુરી ઈચ્છા પૂરી કરવા માટે અભિનંદન .

  શિક્ષણ ઉત્તેજનના યજ્ઞથી થઈ મન શાંતી,

  સહકાર ગરીબોને કરતા,હૈયું હતું ખુબ રાજી,

  પણ…થાય જાણે આશા કેમ અધુરી ?…….અન્નદાન…(૧)

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  એપ્રિલ 11, 2013 પર 4:58 એ એમ (am)

  કેવી સરસ મહેચ્છા અને પુણ્યકર્મ. ખૂબ જ આનંદ થયો. આ ભવ કલ્યાણ નિમિત્તે વપરાય એથી રૂડું શું?

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. chandravadan  |  એપ્રિલ 11, 2013 પર 4:24 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Re: અન્નદાનનું ચંદ્ર સ્વપનું ! Show Details From bharat prajapati To chadravada mistry ખુબજ સરસ ભાવના છે સાહેબ તમારી ભગવાન તમારી દરેક મનોકામના પુરી કરે એવી પ્રભુને પ્રાયના
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Bharatbhai,
  Thanks !
  Chandravadanbhai

  જવાબ આપો
 • 8. P.K.Davda  |  એપ્રિલ 12, 2013 પર 1:42 પી એમ(pm)

  અન્નદાન જેવું કોઈ મહાદાન નથી.
  કબીરા કહે કમાલકો, દો બાતાં શીખ લે,
  કર સાહેબ કી બંદગી, ભૂખે કો અન્ન દે.

  જવાબ આપો
 • 9. chandravadan  |  એપ્રિલ 12, 2013 પર 7:40 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Re: અન્નદાનનું ચંદ્ર સ્વપનું ! Show From pravina kadakia To chadravada mistry

  Hello

  I think ‘I have forgotten my pass word’

  so every time I comment it is not accepting,

  It is a beautiful gesture.

  pravina Kadakia
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks, Pravinaben.
  Chandravadan

  જવાબ આપો
 • 10. પરાર્થે સમર્પણ  |  એપ્રિલ 16, 2013 પર 7:52 પી એમ(pm)

  આદરણીય ડો શ્રી ચંદ્રવદન્ભાઇ

  પ્રમ પુજ્ય જલા બાપાના પગલે ચંદ્રે ડગલાં માંડયાં

  ઉતમ વિચાર ને ઉતમ યોગદાન સાથે સરસ પ્રવૃતિ

  “મોડો પડ્યો છું પ્રતિભાવ દેવામાં

  મને કનડૅ કોમ્પ્યુટર મારા જ ઘરમાં

  ખોલું હુ બ્લોગ મારો

  તો કહે બેડ રીકવેસ્ટ છે તમારો ”

  હમણાં જો કોઇ કૃતિ મુકવા આઠ દશ વાર સટ ડાઉન કરવું પડે છે

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: