“પુષ્પગુચ્છ”ઃ એક ઈબુક વિષે ચંદ્ર વિચારો

માર્ચ 25, 2013 at 6:16 પી એમ(pm) 8 comments

Pushpaguchchha: Gujarati Kavya Sangrah (Gujarati Edition) 

“પુષ્પગુચ્છ”ઃ એક ઈબુક વિષે ચંદ્ર વિચારો

મિત્ર વિજય શાહનો એક ઈમેઈલ !

એ હતો એક પુસ્તક પ્રકાશીત થયું એ વિષે.

જેનું લખાણ હતું નીચે મુજબ>>>>

 

હા. એક વધુ સહિયારું કાર્ય પુરુ થયું

 
ગુજરાતી સાહિત્ય સરિતા ખાતે ૨૩ જેટલા કવિઓ અને એક ચિત્રકાર અને ત્રણ તસ્વીરકારોને લાઇમ લાઈટમાં લાવતું સુરેશ બક્ષી દ્વારા સંકલીત અને સંપાદીત પુસ્તક “પુષ્પગુચ્છ” એમેઝોન ઉપર મુકાયું. આમતો કથા નાનીછે પણ કદ મોટું છે.૨૦૧૦માં ગુજરાત ટાઇમ્સનાં તંત્રી રમેશ જાધવ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં આવ્યા હતા ત્યારે સુરેશ બક્ષી એક પુસ્તક લાવ્યા હતા જેમાં એક બાજુ પર ચિત્ર અને બીજી બાજુ મુક્તક મુકેલું હતું તેમેણે તે સમયે જાહેર કર્યું કે તેઓ આવું પુસ્તક સર્જન કરવા માંગે છે ત્યારે દેવિકાબેન ધ્રુવ અને વિજય શાહે નવોદીત વિચાર માટે ધન્યવાદ કહીં તે પ્રોજેક્ટ્માં બળ પુર્યુ અને ગતિ પકડી. ધ્યેય તો હતું કે સહિયારા સર્જન ના ગદ્ય સંકલન સાથે આ પુસ્તક પણ બહાર પડે. તેમ ન થવાનાં કારણોની છણાવટને બાજુમાં મુકી આજે એટલો આનંદ છે કે “ગુજરાતી સાહિત્ય સરિતા”ની વેબ સાઈટ પર ૩૦૦૦ કરતા વધુ કાવ્યોમાં થી ચયન કરી ૬૨ જેટલા કાવ્યો પુસ્તક સ્વરુપે મુકાયા.ગુજરાતી સાહિત્ય સરિતાનાં દરેક કવિઓને વિશ્વ સમક્ષ રજુ કરતા અમને સૌને આનંદ થાય છે. વિવિધ કાવ્ય સ્પર્ધામાં વિજયી નિવડેલા કાવ્યો અને સાહિત્ય પ્રીતિનાં ઉજ્વળ વિચારોને લઇને આવેલ આ પુસ્તકને આપના અવલોકનાર્થે મોકલતા આનંદ અનુભવું છું. ….
 
એની સાથે, હતી નવા પુસ્તક “પુષ્પગુંચ્છ”ની “ઈબુક”…જે ફાઈલ ખોલી મેં વાંચી ખુબ જ આનંદ અનુભવ્યો. અને પછી, વિજયભાઈને ઈમેઈલથી નીચે મુજબ લખ્યું>>>>
વિજયભાઈ,
તમારો ઈમેઈલ આવ્યો, અને જાણ્યું કે હ્યુસ્ટનની “ગુજરાતી સાહિત્ય સરિતા”એ ત્યાંના અનેક સાહિત્યકારોના સર્જેલા કાવ્યોમાંથી થોડા ચુંટી “પુષ્પ ગુચ્છ”નામે એક ઈબુક પ્રકાશીત કરી છે. એ જાણી, મારા હૈયે ખુબ જ ખુશી થઈ.
સાથે આ ઈબુક એક ફાઈલરૂપે હતી. ફાઈલ ખોલી મેં તરત જ વાંચી. પુસ્તક કવર, દીલીપભાઈ પારીખના પેઈટીંગ સાથે ખુબ જ સુંદર લાગતું હતું. આ પુસ્તક સ્વરૂપ આપવા માટે સુરેશ બક્ષીનો ફાળો, તેમજ અન્યનો ફાળો અગત્યનો છે, કારણ કે આ કાર્ય સૌના સહકાર વગર અશક્ય છે.
ચુંટેલા કાવ્યો સાથે દીલીપભાઈના ચિત્રો, કાવ્યોમાં અનેક વિચારો એક “ઝલક”રૂપે હું વાંચી ગયો, અને ખુબ જ પ્રભાવીત થયો કે અમેરીકામાં સ્થાયી થયેલા ગુજરાતીઓએ ગુજરાતી ભાષાને જે રીતે જીવીત રાખી છે તે ગર્વભરી કહાણી છે !
પુસ્તકમાં સુરેશ બક્ષીનું “આમુખ” તેમજ નવીન બેન્કરનું “અવલોકન” પણ સુંદર શબ્દોમાં વાંચી આનંદ.
આ ઈપુસ્તક પ્રકાશન માટે ગુજરાતી સાહિત્ય સરિતા તેમજ ફાળો આપનાર સર્વ સાહિત્યકારોને મારા અભિનંદન ! મને આ પુસ્તક વાંચવાનો લ્હાવો આપ્યો તે માટે આભાર !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ.
આ સુંદર પુસ્તક ઈ-બુકરૂપે તેમજ હાર્ડ કોપી સ્વરૂપે પણ ખરીદી શકાય છે. જે કોઈને એ પુસ્તક મેળવવાની ઈચ્છા હોય તેઓ  વિજયભાઈને ઈમેઈલ કરી માહિતી મેળવી શકે છે.
Future belongs to those who dare!
અનેકે  આ પુસ્તક વિષે એમના જ બ્લોગ પર પ્રગટ થયેલી પોસ્ટ દ્વારા જાણ્યું હશે. તેમ છતાં, જો કોઈએ ના જાણ્યું હોય તેઓ જાણી આનંદીત બને એવી આશા સાથે આ પોસ્ટ પ્રગટ કરી છે.
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW  WORDS…
Today’ Post is about the publication of a Book by multiple authors.
It is a book under the Organistion “GUJARATI SAHITYA SARITA” of HOUSTON, TEXAS.
Anyone interested for this book may contact VIJAY  SHAH of Houston. The Email of Vijaybhai is posted above in this Post
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: Uncategorized.

બાળ સાહિત્ય કહાણી ! ચન્દ્ર જીવન સફર કથા !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  માર્ચ 25, 2013 પર 10:09 પી એમ(pm)

  ખૂબ સુંદર વાત

  જવાબ આપો
 • 2. Ramesh Patel  |  માર્ચ 26, 2013 પર 12:13 એ એમ (am)

  ઉપવન સદા ખીલતું રહે…આભાર સાહિત્યના ઉપાસકોનો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 3. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  માર્ચ 26, 2013 પર 1:28 પી એમ(pm)

  શ્રીમાન. ડૉ. પુકાર સાહેબ

  આપે સરસ માહિતી આપી

  દરેક મિત્રોને હાર્દિક શુભકામનાઓ સાથે

  બસ આજ રીતે ગુજરાતી સમાજની સેવા કરતા રહો

  જવાબ આપો
 • 4. nilam doshi  |  માર્ચ 26, 2013 પર 6:07 પી એમ(pm)

  remind me the days of my childhood..thanks and congrats.dr.saheb

  જવાબ આપો
  • 5. chandravadan  |  માર્ચ 26, 2013 પર 8:21 પી એમ(pm)

   Nilamben,
   Thanks for the visit/comment.
   It seems you meant this for Bal Sahtya Academy…reminding of the Childhood Magazines Etc
   I will repost it on that Post too
   Chandravadan

   જવાબ આપો
 • 6. pradip raval  |  માર્ચ 27, 2013 પર 5:18 એ એમ (am)

  nice to read…i upload on my facebook

  જવાબ આપો
 • 7. dadimanipotli  |  માર્ચ 27, 2013 પર 6:10 એ એમ (am)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  શ્રી વિજયભાઈ શાહ અને અન્યના સાથ સહકાર દ્વારા કાવ્ય રચનાઓનું જે પુસ્તક બહાર પડેલ છે તે માટે સર્વે સાહિત્ય ઉપાસકોને અભિનંદન સાથે શુભેચ્છાઓ …

  જવાબ આપો
 • 8. www.yahoo.com.  |  માર્ચ 28, 2013 પર 6:13 પી એમ(pm)

  Chandravadanbhai , very nice book to read. I will keep in mind.thankyou for sharing.
  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,075 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: