બાળ સાહિત્ય કહાણી !

March 18, 2013 at 3:14 pm 18 comments

બાળ સાહિત્ય કહાણી !
બાળ સાહિત્ય રમે છે ચંદ્ર હૈયે,
કદી ના ભુલશો બાળ સાહિત્યને તમે !….(ટેક)
 
વીસમી સદીમાં ગુજરાતની ધરતી પર બાળસાહિત્યકારો છે ઘણા,
સર્જેલી નાની બાળવાર્તાઓ વાંચી ખુશ છે બાળકો ઘણા,
એવા બાળકોમાં ચંદ્ર સમાય છે !…….બાળ સાહિત્ય…..(૧)
 
૧૯૩૫ બાદ, જીવરામ જોષી કલમે “ઝગમગ”નું પુષ્પ ખીલે,
બાળ ન્યુઝપેપર એવું બાળ હૈયે ખુબ આનંદ ભરે,
એવી બાળખુશીમાં ચંદ્ર સમાય છે !……..બાળ સાહિત્ય…..(૨)
 
“ગાંડીવ” “રમકડું” ‘ને “બાળજીવન” કેમ ભુલાય ?
“ફુલવાડી” ‘ને “બાળસંદેશ”પણ કદી ના ભુલાય,
એવી યાદોમાં ચંદ્ર સમાય છે !…….બાળ સાહિત્ય……(૩)
 
અરે, જીવરામ જોષી કેમ ભુલાય ગયા ?
ગીજુભાઈ, રમણલાલ સોનીને પણ કેમ ભુલી ગયા ?
એવી ભુલેલી યાદમાં ચંદ્ર હૈયે દર્દ થાય છે !…….બાળ સાહિત્ય…..(૪)
 
જે નથી આજે, તેમને અંજલી આપીશું અમે,
જે છે તેમને પ્રોત્સાહન આપીશું અમે,
એવી વાતોથી ચંદ્ર હૈયે ખુશી છે !…….બાળ સાહિત્ય…..(૫)
 
કલ્પનાઓમાં “બકોર પટેલ”છે સાકાર બાળ હૈયે,
કલ્પનાઓની દુનિયામાં રહી,હશે અનેક પાત્રો બાળ હૈયે,
આવી કલ્પનાઓમાં ચંદ્ર આશાઓ ભરે !….બાળ સાહિત્ય……(૬)
 
૧૯૯૪માં “બાળ સાહિત્ય અકાદમી” ગુજરાતમાં જન્મે,
કળી એવી, ખીલી એક પુષ્પ બને !
એવા પુષ્પ મહેકમાં ચંદ્ર નાચે !……બાળ સહિત્ય…….(૭)
 
કાવ્ય રચના ઃ તારીખ નવેમ્બર, ૨૯, ૨૦૧૨ ચંદ્રવદન.
 
બે શબ્દો…
એક મિત્રનો ઈમેઈલ આવ્યો.
એની સાથે એક એટેચમેન્ટમાં રજનીકુમાર પંડ્યાનો લેખ હતો.
એ લેખ દ્વારા જાણ્યું કે….બાળ સાહિત્યને જોઈએ તેવું માન સાહિત્ય જગતે આપ્યું ના હતું..બાળ સાહિત્યના એનેક લેખકોને જાણે સૌ ભુલી જતા જણાયા….ત્યારે થોડી વ્યક્તિઓએ આ સાહિત્યને પ્રાણ આપવા પગલાઓ લેવા માંડ્યા, અને ૧૯૯૪માં “બાળ સાહિત્ય અકાદમી”ની સ્થાપના અમદાવાદમાં થઈ…આ શક્ય કરવા માટે અનેકનો ફાળો છે તેમાં આજે યશવંતભાઈ મહેતા ખુબ જ રસ લઈ કામ કરી રહ્યા છે. એમના પત્નીએ એક ફ્લેટ ખાલી કરી એમાં “મ્યુઝીઅમ” શરૂ કરવા સૌને પ્રેરણા આપી છે. હવે આ અકાદમી દ્વારા પુસ્તકો પ્રગટ થાય છે, અને “મેડલ” આપવાનું કાર્ય પણ થાય છે. આ ખુબ જ આનંદની વાત કહેવાય.
જ્યારે રજનીકુમારનો લેખ વાંચ્યો ત્યારે જીવરામ જોષીનું “ઝગમગ” તેમજ અસલ પ્રગટ થતું “ગાંડીવ” અને અન્ય માસીકોની યાદ તાજી થઈ….આ બાળવાતોમાં “બકોર પટેલ” વિગેરેની યાદમાં મારૂં જ બચપણ મરી જ નજર આગળ રમવા લાગ્યું.
હું તો પ્રાર્થના કરૂં કે આ અકાદમી દ્વારા બાળ સાહિત્ય ખીલે અને સૌ બાળો બની એના મુલ્યને સમજી શકે !
જે કોઈને બાળ સાહિત્ય કે અકાદમી વિષે જાણવું હોય તેઓ નીચેના એડ્રેસે કે ફોનથી જાણી શકે છે>>>>
યશવંતભાઈ મહેતા
૪૭/એ નારાયણનગર
પાલવી
અમદાવાદ ૩૮૦૦૦૭
ટેલેફોન….૦૭૯ ૨૬૬૩૫૬૩૪
મોબાઈલ ૦૯૪૨૮૦૪૬૦૪૩
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Poem based on learning about the BAL SAHIYTA ACADEMY that was established at Ahmedabad, Gujarat.
The Litrature of the Children had not received the IMPORTANCE in the GUJARATI SAHITYA Circle.
It is the GOAL of this New Academy to give the DUE CREDITS to these WRITERS of the  CHILDERN’S LITERATURE.
To get more Info one can contact @
Yashwant Mehta
47/A NarayanNagar
Palvi
Ahmedabad 380007
Gujarat India
TEL: 079 26535634
MOBILE 08428046043
Hope you like this Post
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

સુવિચારો !…હું અને તું (યાને પ્રભુ !) “પુષ્પગુચ્છ”ઃ એક ઈબુક વિષે ચંદ્ર વિચારો

18 Comments Add your own

 • 1. pragnaju  |  March 18, 2013 at 3:27 pm

  ૧૯૯૪માં “બાળ સાહિત્ય અકાદમી” ગુજરાતમાં જન્મે,
  કળી એવી, ખીલી એક પુષ્પ બને !
  એવા પુષ્પ મહેકમાં ચંદ્ર નાચે !
  વાહ્

  એમા તો સૌ નાચે!

  Reply
 • 2. pravina  |  March 18, 2013 at 4:26 pm

  જ્યાં ગુજરાતી ભાષા જ ભુલાઈ ગઈ છે

  ત્યાં ગુજરાતી બાળ સાહિત્ય કેમ ફુલે ફાલે?

  ગામડાઓમાં અંગ્રેજી ભાષાની શાળાઓ છે

  ગુજરાતી શાળાઓમાં શિક્ષકો શિસ્ત ભૂલ્યા છે

  હા એ બાળ સાહિત્ય હવે અંગ્રેજીમાં જીવંત છે.

  પ્રવિણા અવિનાશ

  Reply
 • 3. pravinshastri  |  March 18, 2013 at 5:47 pm

  ૭૦-૭૫ વર્ષની ઉમ્મરવાળા ને પણ વારંવાર વાંચવાનું મન થાય એવું સાહિત્ય.
  પ્રવીણ શાસ્ત્રી.

  Reply
 • 4. P.K.Davda  |  March 18, 2013 at 7:12 pm

  અને છકો-મકો, અડુકિયો-દડુકિયો ને કેમ ભૂલાય. તભા ભટ્ટ પણ ખરા. ચંદામામાની અનેક વાતો, અહાહા, બાળવાર્તાઓની ઊજાણી હતી. જેક એન્ડ જીલ અને હમટી-ડમટીના આવ્યા પછી જૂના બધા પાત્રો છૂપાઈ ગયા. મેં એક વિલાડી પાળી છે.. ની જગ્યા પુસિ કેટ પુસિ કેટે લઈ લીધી, ચંદામામાની જગ્યા ટ્વિંકલ ટ્વિંકલ લીટલ સ્ટારે લઈ લીધી.
  ચંદ્રવદનની જગ્યા ચાર્લીએ લઈ લીધી.
  ઠીક ભાઈ, જેવો જેનો સમય.

  Reply
 • 5. Vinod R. Patel  |  March 18, 2013 at 7:35 pm

  શ્રી રજનીકુમાર પંડ્યાનો બાળ સાહિત્ય અંગેનો લેખ મેં ગુજરાત ટાઈમ્સમાં
  વાંચ્યો હતો .

  બાળ સાહિત્યની અગત્યતા પુખ્ત વયના માટેના સાહિત્ય જેટલી જ હોવી જોઈએ .કુમળી વયના બાળકોને શરૂથી જ આવા સાહિત્ય દ્વારા સંસ્કાર આપવામાં આવે તો એ એમના ભાવી જીવન માટે પાયો મજબુત કરે .

  બાળ સાહિત્ય અંગે સરસ માહિતીપૂર્ણ રચના .અભિનંદન .

  Reply
 • 6. dadimanipotli1  |  March 19, 2013 at 11:39 am

  બાદ સાહિત્યની તેમજ તેમના લેખક વિશે ની સુંદર રજૂઆત આપે કરી. સાથે ને સાથે આજે ગુજરાતી ભાષા ને પણ જીવંત રાખવી એટલી જ જરૂરી છે. વિદેશોમાં હિન્દુ સંસ્થાઓમાં પણ આજે ગુજરાતી ભાષામાં વાત કરતાં તેઓના કેહવાતા કર્તા હર્તાઓ છોભ અનુભવે છે જે કેટલી શરમજનક વાત છે., અને તેથી પણ વધુ શરમજનક તો ત્યારે છે કે તેઓ પોતે ગુજરાતી બોલતા નથી કે સમજતા પણ અચકાય છે અને ગુજરાતી સ્કૂલ / શાળા ઓનાં સંચાલક બની ને ચાલે છે.

  કૂવામાં હોય તો હવેળા માં આવે ને !!!!

  Reply
 • 7. સુરેશ  |  March 19, 2013 at 12:56 pm

  કિશોર કાળ યાદ આવી ગયો. એ મજા જ ઓર હતી.

  Reply
 • 8. shirish dave  |  March 19, 2013 at 5:29 pm

  બાળ સાહિત્યમાં “રમકડું” નામનું એક માસિક આવતું હતું. તેમાં નથુભાઈ અને સરુ-ચીચીની ચિત્ર કથાઓ આવતી હતી. “હું અને મારા બા” ની પણ ચિત્રકથા આવતી હતી. “નાનો નટુ વિચાર કરેછે કે ..” કરીને એક બાલમાનસનો ચિતાર આપતું રમૂજી વાતનું ચિત્ર આવતું હતું. ક્યારેક “મોટો મનુ વિચાર કરેછે કે ..” નું કિશોર માનસને પ્રગટ કરતું ચિત્ર આવતું હતું. ભાણીયો અને ભંભોટ ની વાર્તાઓ આવતી હતી. ટચુકભાઈની પણ ચિત્રવાર્તા આવતી. “હમ્બોહમ્બો હાથીડો” ની વાર્તાઓ આવતી.

  આ બધા “શનિ” ના પાત્રો હતા. જ્યારે શનિજી “રમકડું” માંથી છૂટા થયા પછી તેમણે “ચેત મછંદર” સપ્તાહિક શરુ કરેલ. તેમાં આમાનાં કેટલાક પાત્રો આવતા હતા. તે ઉપરાંત “હાલ્ય ઘોડી હમે પાર”માં આપા-મેપાની ચિત્રવાર્તાના રુપમાં કટાક્ષો આવતા.

  રમકડુંમાં “કપિના પરાક્રમો”, ની કથાઓ આવતી. શનિના ગયા પછી નથુભાઈ-સરુ-ચીચી ની કોપીકેટ જેવા પાત્રો ચીચુકાકા-લુલુ-કીકી ઉમારાયેલ. પણ શનિની તોલે કશું આવે તેમ ન હતું.

  મારી માન્યતા પ્રમાણે “શનિ” એક અફલાતુન, તીક્ષ્ણ બુદ્ધિવાળા પ્રખર અને ઉચ્ચકક્ષાના કાર્ટુનીસ્ટ હોવા ઉપરાંત એક ઉચ્ચકક્ષાના બાળસાહિત્યકાર પણ હતા. તેમના બાળસાહિત્યને અને ચિત્રકથાઓ જો પુનઃપ્રકાશિત થાય તો આજના બાળકોને પણ બહુ મજા પડે અને જ્ઞાન સાથે ગમ્મત મળે અને વિચારશક્તિ પણ ખીલે..

  Reply
 • 9. Ramesh Patel  |  March 19, 2013 at 7:17 pm

  ડોશ્રી ચંદ્રવદનભાઈ

  બાળ સાહિત્ય દ્વારા સંસ્કારનું સીંચન કરતા..સર્વ પ્રકાશનોની આપે મધુરી યાદ છલકાવી દીધી.

  આ વાંચન થાળ અમે બાળકો સાથે મનભરી માણ્યો હતો. સુંદર કવિતા ને અનન્ય સ્મરાંણજલિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 10. chandravadan  |  March 20, 2013 at 2:03 pm

  This was an Email Response>>>

  Re: [New post] બાળ સાહિત્ય કહાણી ! Show Details FromSARYU PARIKH Tochadravada mistry CCdineshbhai shah rekha shukla Good information. I will forward to others
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks Saryuben !

  Reply
 • 11. chandravadan  |  March 20, 2013 at 2:05 pm

  This was an Email Response>>>

  Re: Fw: બાળ સાહિત્ય કહાણી ! Show Details FromRajnikumar Pandya Tochadravada mistry અપની લાગણી કાવ્યરૂપે પ્રગટ થ ઇ-આનંદ થયો.
  આપના પુસ્તકના પાનાં ફેરવી ગયો. રસ પડે તેવું છે. પણ આખું વાંચવાનો સમય મળવો શક્ય નથી.
  ક્ષમા કરશો ને ?-રજનીકુમાર
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Rajnibhai..Thanks !

  Reply
 • 12. www.yahoo.com.  |  March 20, 2013 at 5:30 pm

  Chandravadanbhai, very nice poem on Bal Sahitya ,interesting to read and remember.well thought out.
  Ishvarbhai.

  Reply
 • 13. પરાર્થે સમર્પણ  |  March 21, 2013 at 6:37 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

  “બાળ સહિત્ય અંગે મજાની મજા માણી

  અમેય જમી હતી ઝગમગની ઉજાણી

  યશવંત મહેતાએ ચાલુ કઈએ કહાણી

  આવી અનેરી વાતો મે ચંદ્રપુકારે જાણી ”

  ગુજરાત સરકાર આ દિશામાં ગંભીરતાથી વિચારે એ જરુરી છે

  તો જ સરકારનો વાંચે ગુજરાતનો અભિગમ સફળ થશે.

  Reply
 • 14. અક્ષયપાત્ર/Axaypatra  |  March 24, 2013 at 2:30 am

  This poem reminds happy moments of reading during childhood. Nicely written.

  Reply
 • 15. pravina  |  March 24, 2013 at 6:48 pm

  All my childhood favorite mag. you mentioned.

  Nice poem

  pravina

  Reply
 • 16. neeta  |  March 25, 2013 at 3:39 am

  ha aaje pan e divso yad che.. jyare chako mako , pari o ni varta ke fentam ni vato vachta…

  Reply
 • 17. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  March 26, 2013 at 1:31 pm

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઇ

  “બાળ સહિત્ય અંગે મજાની મજા માણી

  અમેય જમી હતી ઝગમગની ઉજાણી

  યશવંત મહેતાએ ચાલુ કઈએ કહાણી

  આવી અનેરી વાતો મે ચંદ્રપુકારે જાણી ”

  સાહિત્યની લ્હાણી આપે કરાવી.

  સરકાર દ્વરા કોઈ ઠોસ કદમ જ બાળકોને

  આ દિશામાં વાળી શકે તથા આ ભગીરથ કાર્યમાં શિક્ષકો

  મોટો ભાગ ભજવી શકે.

  Reply
 • 18. chandravadan  |  March 26, 2013 at 9:44 pm

  4.nilam doshi | March 26, 2013 at 6:07 pm

  remind me the days of my childhood..thanks and congrats.dr.saheb
  Edit Comment Reply

  5.chandravadan | March 26, 2013 at 8:21 pm

  Nilamben,
  Thanks for the visit/comment.
  It seems you meant this for Bal Sahtya Academy…reminding of the Childhood Magazines Etc
  I will repost it on that Post too
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

March 2013
M T W T F S S
« Feb   Apr »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: