સુવિચારો !…હું અને તું (યાને પ્રભુ !)

March 13, 2013 at 12:39 am 13 comments

 leave thoughts on god
સુવિચારો !
હું અને તું (યાને પ્રભુ !)
(૧)”હું હું “કરતા, જીવન વહી ગયું, અને ,માનવ જન્મ મીઠ્યા ગયો
કારણ કે પ્રભુને કદી ખરેખર જાણી ના શક્યો !
 
(૨) “હું” જ્યારે ગાયબ થયો ત્યારે ફક્ત “તું” જ રહ્યો.
પ્રભુ, તું જ એક છે એવી સમજ મુજને મળી, તો, જીવનયાત્રા મારી સફળ બની !
 
(૩) માનવ રહ્યો હું તો, કર્મ કરવું એ જ મારી ફરજ…એ અદા કરતા. કર્મ-પરિણામનો ત્યાગ કરતા, પ્રભુ શરણું મળ્યું મુજને !
 
(૪)શ્રધ્ધાના સથવારે, પ્રભુશરણાગતી મેળવી તો, “હું ” જ ના રહ્યો, અને રહ્યો ફક્ત પ્રભુ મારો !
 
 
ડો. ચંદ્રવદન
લેખન તારીખઃ નવેમ્બર,૧૨,૨૦૧૨
 
બે શબ્દો…
આજની પોસ્ટ એટલે “હું” અને “તું” ! અહી તું એટલે પ્રભુ.
મોહમાયા પર વિજય એટલે સ્વાર્થ વગરના કર્મો/વિચારો.
આ પ્રમાણે શક્ય થાય ત્યારે માનવીએ પ્રભુને ખરેખર જાણી એનું શરણું સ્વીકારી લીધું હોય એવી હાલત હોય !
અંતે તો, આ જ માનવ જન્મનો હેતુ છે !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is “SUVICHAR”, meaning the “PEARL of WISDOM”.
The topic is “I” and “YOU”…you meaning GOD.
If “I” can disappear, then “YOU” (GOD) only remains.
The message is DESSOVE your EGO and the Path to LIBERATION or the GOD REALISATION is certain.
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: સુવિચારો.

લાચારી કે સ્વીકાર ? બાળ સાહિત્ય કહાણી !

13 Comments Add your own

 • 1. pragnaju  |  March 13, 2013 at 1:56 am

  અદ્વૈત એટલે “બે નહીં”. પણ વધુ વિસ્તૃત અર્થ છે. “બે પણ નહીં”. વધુ વિસ્તૃત અર્થ “એક અને માત્ર એક જ”.બે પદાર્થ વચ્ચે અવકાશ રહેલું હોય છે. એટલે બે પદાર્થ વચ્ચે જે અવકાશ હોય છે ત્યાં બળનું ક્ષેત્ર હોય છે એમ કહી શકાય. હવે જો બળ ચાર જાતના હોય તો ક્ષેત્ર પણ ચાર જાતના થયા. તેના સમીકરણો પણ ચાર જાતના થાય. પણ મૂળભૂત પદાર્થ જો એક જ હોય તો ક્ષેત્રનું સમીકરણ પણ એક જ હોવું જોઇએ. તો એવું સમીકરણ બનાવો કે જે આ ચારે ક્ષેત્રોને સાંકળી શકે.

  આ ચારે ક્ષેત્રોને કેવી રીતે સાંકળી શકાય? આ પ્રમેય અથવા સિદ્ધાંતને “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” કહેવાય છે. આવી થીએરીની શોધ માટે આલ્બર્ટ આઈનસ્ટાઇને ભલામણ કરી અને મથામણ પણ કરી. આલ્બર્ટ આઈન્‌સ્ટાઈને તેમની પાછળની જીંદગી એમાં ખર્ચી નાખી..

  Reply
 • 2. pravinshastri  |  March 13, 2013 at 2:02 am

  હે પ્રભુ મારા કણે કણમાં તારા અસ્તિત્વને અનુભવું છું. એટલે જ તું હું છું. અને હું એ તું જ છે. આપણે વિભિન્ન નથી. એક જ છીએ.
  પ્રવીણ શાસ્ત્રી.

  Reply
 • 3. himanshupatel555  |  March 13, 2013 at 2:28 am

  આ હુ અને તુ નુ સાયુજ્ય/વિગલન સરસ મંડાયુ છે ગમ્યું

  Reply
 • 4. dadimanipotli1  |  March 13, 2013 at 11:19 am

  હું અને તું ની ફિલોસોફી ખૂબજ બોલવામાં સરળ છે, પરંતુ કહેવાતા સંતો ને પણ તે પ્રાપ્ત થતી નથી, કારણ કે તેમાં પ્રભુ પાસે તેનામાં વિલય થવું પડે છે / ઓગળી જવું પડે છે. ખૂબજ સુંદર વિચારો…

  Reply
 • 5. jbprajapati  |  March 13, 2013 at 4:53 pm

  આદરણીય ચંદ્વદનભાઇ

  નમસ્કાર.

  પ્રાર્થના એટલે આપણે બોલીએ અને ભગવાન સાંભળે જ્યારે યોગ એટ્લે ભગવાન બોલે અને આપણે સાંભળીએ છીએ.

  પ્ર્ણામ.

  Sent from my iPhone

  Reply
 • 6. www.yahoo.com.  |  March 14, 2013 at 4:39 am

  Very nice thoughts Suvichar., God is great we are only small particle.That is why we pray to GOD. HE controls the universe.
  Ishvarbhai.

  Reply
 • 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  March 14, 2013 at 4:17 pm

  આદરણીયશ્રી. ડૉ. પુકાર સાહેબ

  હું અને તું નો પ્રેમભાવ ની સુંદર સમજ આપે આપી.

  પ્રભુની નજીક જવામાં પ્રભુ દ્વારા સોપાયેલ કાર્ય જ

  હું અને તું વચ્ચેની દોરી ઓછે કરે છે.

  સરસ – ખુબ જ સરસ – રસપાન

  Reply
 • 8. prdpraval  |  March 15, 2013 at 5:15 am

  very nice,till busy with assembley in govt up to 4th,april…..send me ur view about senior citizens usa june programme,i publish in last sunday some details

  ________________________________

  Reply
 • 9. Ramesh Patel  |  March 16, 2013 at 12:32 am

  પ્રભુ શરણ એ મહામૂલું. સરસ રસદર્શન ને પ્રતિભાવો.પોષ્ટ ખૂબ ગમી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 10. Dilip Gajjar  |  March 16, 2013 at 9:33 pm

  ખુબ જ સુંદર હું અને તું ના વિચાર ..આ ભક્ત અને ભગવાન ની ગમતી રમત છે જીવ શિવ ને શોધે ..તત ત્વં અસિ , યાસ્ત ત્વમ અસિ અને તેન ત્વં અસિ ..તે તું છે તેનો તું છે અને તેના લીધે તું છે

  Reply
 • 11. પરાર્થે સમર્પણ  |  March 21, 2013 at 6:28 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

  હુ ને તું ના ભાવમાંથી વિમુખ થૈ અમે ( સર્વે)નો ભાવ ઉપજે ત્યારે જીવન સફળ થાય.

  પણ ભગવાન પાસે જ્યારે હું ને તું ની લગની લાગે ત્યારે ભવ સાગર તરી જવાય.

  ખુબ સરસ ભાવ પ્રગટ થયો છે.

  Reply
 • 12. prdpraval  |  March 8, 2014 at 6:52 pm

  hu ane tu……samgra jivan ras na fruit saman

  Reply
 • 13. prdpraval  |  March 8, 2014 at 7:08 pm

  વાચક મિત્રો અને સૌ કોઈ જન ફરિયાદ ના દેશ વિદેશ ના ચાહકો….જન ફરિયાદ નો તા 17 માર્ચ 2014 ના દિવસે જન્મ દિવસ છે…19 માં વરસ માં પ્રવેશ કરીશું….આપના પ્રોત્સાહન અને સહકાર થી જ મારી જન ફરિયાદ ની યાત્રા અવિરત ચાલ્યા જ કરે છે…જેથી આપના આ જન્ફરીયાદ ની અખબારી યાત્રા વિષયક સંદેશ મને મેલ થી યા પોસ્ટ થી ગાંધીનગર મોકલી આપસો જેથી હું આપના પ્રતિભાવ ને પ્રસિદ્ધિ આપી શકું..આપના સલાહ સૂચનો પણ આવકાર્ય છે..આપ જનો છો કે જન ફરિયાદ અખબારી પ્રસિદ્ધિ સાથે સાથે સામાજિક,ધાર્મિક અને કુદરતી આફતોમાં પણ સતત લોક સહયોક થી પ્રવૃતીસિલ છે જેનો અહેવાલ એફ્બી અને અખબાર માં પ્રસિદ્ધ કરવામાં આવે છે..એક કાયમિક સમસ્યા છે કે જગ્યા ના અભાવે બધાજ પ્રસિદ્ધિ શક્યા નથી જેથી ઘણા લોકો ના દિલ દુભાય છે પણ તે બદલ દિલગીર છું…કેમ કે ઓછી આવક માં નિયમિત તાકી રહેવું હવે ઘણું અસક્ય છે..છતાં ન્યાય આપવાનો પ્રયત્ન ક્રીસ…તેજ આપના સાથ અને સહકાર ઈ અપેક્ષ એ આભાર…તંત્રી..પ્રદીપ રાવલ

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

March 2013
M T W T F S S
« Feb   Apr »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: