લાચારી કે સ્વીકાર ?

માર્ચ 7, 2013 at 2:19 પી એમ(pm) 11 comments

લાચારી કે સ્વીકાર ?
ડગલે ‘ને પગલે માનવી કરે સંગ્રામ,
ત્યારે પરિણામનો કર્યો સ્વીકાર કે બતાવી લાચારી,
અહી એ જ એક સવાલ, તો શું કરવું એ તું જાણ !…..(ટેક)
 
અમીરી આવી તો પ્રભુને માનવી ભુલી ગયો,
ગરીબાયમાં એ પ્રભુને યાદ કરતો રહ્યો,
અંતે, એ લાચાર બન્યો !…….ડગલે ……(૧)
 
તંદુરસ્તીમાં પ્રભુને ભુલી મઝા કરી,
માંદગીમાં પ્રભુની યાદ ફરી ફરી આવી,
અંતે, એ લાચાર બન્યો !….ડગલે……(૨)
 
સંતાનસુખની ઈચ્છામાં પ્રભુને ભુલી મોહમાયામાં પડ્યો,
સંતાન મેળવવાની આશાઓમાં પ્રભુને યાદ કરતો રહ્યો,
અંતે, એ લાચાર બન્યો ! …ડગલે……(૩)
 
આ જ છે જગતનો માનવી,
આશાઓથી ભર્યો નિરાશા ચાખતો આ માનવી,
અંતે લાચાર બની શું રે કરે ?……ડગલે ……(૪)
 
પણ, હોય શકે જગતમાં એવો એક માનવી,
જે, હોય સમ ભાવે પ્રભુને યાદ કરતો એક માનવી,
અંતે, તો એને લાચારી ના હોય શકે !……ડગલે….(૫)
 
ચંદ્ર કહે, દુર કર અંધકાર ‘ને માનવી જાગ જરા,
જે મળે સ્વીકારી, ભજી લે તું પ્રભુને જરા,
અંતે, કર લે આ ભવસાગર પાર ઓ મેરે યાર !…..ડગલે…..(૬)
 
કાવ્ય રચના ઃ તારીખ, ઓકટોબર, ૧૯, ૨૦૧૨            ચંદ્રવદન
બે શબ્દો…
આ રચના છે એક સત્ય ઘટના આધારીત !
એક નારીની નંણદને કેન્સરની બિમારી, અને હવે કોઈ ઈલાજ ના હતો.
ડોકટરોએ કહ્યું કે એમનું મૃત્યુ ટુંક સમયમાં હશે.
એમના પતિ અબજોના માલીક, અને લાચાર હતા.
ત્યારે એ નારીએ એક મિત્ર/ડોકટરના નાતે મને પુછ્યું. એમના પ્રષ્નમાં ઈલાજની આશાઓ હતી. આબી આશાઓ સાથે નિરાશા પણ હતી.
મેં ત્યારે કહ્યું…..
બેન, આ બિમારીનો સ્વીકાર કરો.
આવા સ્વીકાર સાથે દર્દીને પ્રેમ સાથે સેવા કરો.
આવી સેવામાં દર્દ કેમ ઓછું થાય તે માટે દવાઓ આપો.
એલોપથી સારવાર જ્યારે ના કહે ત્યારે આર્યુવેદીક દવાઓ આપો તેમાં શ્રધ્ધા ભરો.
એવી શ્રધ્ધા સાથે પ્રભુને યાદ કરી, પરિણામ પ્રભુ પર છોડો.
યાને સ્વીકાર સાથે પ્રભુશરણું !
જ્યારે માનવી આવો આનંદ હૈયે લાવે..ત્યારે ચમત્કાર પ્રભુના હાથમાં છે એને કદાચ જીવનદોર લંબાઈ જાય.
પણ, એવું શક્ય ના થાય તો પણ બિમાર માનવીના મનમાં એક “અનોખી” શાંતી હોય અને મૃત્યુને ભેટવા એ તૈયાર હોય છે.
આ મારા શબ્દોથી થોડો સંતોષ બેનને થયો. મેં પ્રભુને મારા હ્રદયભાવથી દર્દીને માટે  પ્રાર્થના કરી.
ત્યારબાદ..આ રચના શક્ય થઈ !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Poem in Gujarati.
It is related to Human Journey on this Earth.
In that Journey, there are EVENTS….as you face each of them, you can express your DISPAIR ( SADNESS) OR you can ACCEPT the Event as GOD-GIVEN  GIFT..if bad event think positively & match forward for a BRIGHTER FUTURE.
The WORRIES or the SADNESS will not SOLVE your problem & may lead you to MORE SORROW & DEPRESSION.
Often, this ACCEPTACE is linked to the DEEP FAITH in GOD….and thus a NEGATIVE situation can be turned to a POSITIVE Event.
Hope you like the message !
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

બાગની કળી ! સુવિચારો !…હું અને તું (યાને પ્રભુ !)

11 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  માર્ચ 7, 2013 પર 2:41 પી એમ(pm)

  લાચારી છોડી સહજ સ્વિકારો
  યાદ
  કાંઈ નહીં તો મારા પ્રેમનો સ્વિકાર કરો,

  હું ક્યાં કહું છું કે તમેય મને પ્યાર કરો?

  જીવન નૈયા સંસાર સાગર માં તરતી મૂકો,

  હમસફર બનવાના મારા સપના સાકાર કરો.

  રસ્તો છે રાહમાં, ધબકે છે હૈયુ આહ માં

  તમે કેમ હજીય ભવિષ્યના વિચાર કરો?

  મંઝીલોને પણ છે તલાશ આપણી, સાથી

  ચાલો પગલા પાડો ને સુખી સંસાર કરો

  ઘણાય સાથી બનવા હશે તૈયાર તમારા

  પણ વિચારો બધાનાં મનમાંથી તડીપાર કરો

  સાતે જનમનો નાતો તમ સાથે મારે બાંધવો

  મારી જીવન બગીયામાં બાગે બહાર કરો

  જવાબ આપો
 • 2. neeta  |  માર્ચ 7, 2013 પર 3:26 પી એમ(pm)

  ha bhai.. sachchi vat che aapni.. jovani vat che..ke Dr. e kahi didhu hatu ke bahu oocha divas che.. jivi lyo emni sathe.pan teo bahaduri thi bimari ni same lade che.. khavanu abhu oochu thai gayu che..pan haji pan badhane hasave che ane kahe che ke marvanu to che j to jivi to laiye.. aape mane sath aapiyo hamesha mara sasu vakhte ane mara nanad vakhte.. shu karu kai pan bimari aave to amne tame yaad aavo..

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  માર્ચ 7, 2013 પર 5:37 પી એમ(pm)

  માણસના જીવનમાં દુખ આવે ,કેન્સરના જીવલેણ દર્દ જેવું , એ વખતે એ
  લાચારી અનુભવે એ સ્વાભાવિક માનસિક સ્થિતિ છે .પરંતુ એવા વખતે
  મનથી ભાંગી પડવાને બદલે આવેલ દુઃખનો અંતર મનથી
  સ્વીકાર કરી લઈને આ દુઃખમાંથી બહાર આવવાના શક્ય એટલા પ્રયત્ન
  કરવા જોઈએ .

  આ બધા પ્ર્યત્નોને અંતે તો તમે કાવ્યમાં કહ્યું એ જ ઉપાય

  ચંદ્ર કહે, દુર કર અંધકાર ‘ને માનવી જાગ જરા,

  જે મળે સ્વીકારી, ભજી લે તું પ્રભુને જરા,

  અંતે, કર લે આ ભવસાગર પાર ઓ મેરે યાર !…..ડગલે

  જવાબ આપો
 • 4. chandravadan  |  માર્ચ 8, 2013 પર 12:20 એ એમ (am)

  This was an Email Response>>>>>

  લાચારી કે સ્વીકાર ?

  From Pravinkant Shastri
  To chadravada mistry

  જે મળે તે માણી લો, અપેક્ષા વીના પ્રભુને ભજી લો.

  પ્રવીણ શાસ્ત્રી

  http://pravinshastri.wordpress.com
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinbhai Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 5. P.K.Davda  |  માર્ચ 8, 2013 પર 1:32 એ એમ (am)

  સંસારની આ ઘટમાળ એવી
  દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી.

  મેં અનુભવ્યું છે, દુખનું ઓસડ દહાડા.

  આપે સરસ લખ્યું છે.

  જવાબ આપો
 • 6. DR. DINESH VARIA AYURVEDIC PHYSICIAN  |  માર્ચ 8, 2013 પર 6:14 પી એમ(pm)

  એક આયુર્વેદિક ડોક્ટર ના નાતે આપ્ અભિગમ નો ખુબ ખુબ આભાર

  જવાબ આપો
 • 7. SARYU PARIKH  |  માર્ચ 9, 2013 પર 9:30 પી એમ(pm)

  ભાઈશ્રી,
  ડોક્ટર તરિકે સંવેદના અને સમજનો સમન્વય આ રચનામાં અનુભવાય છે.
  એકબીજાનો હાથ ઝાલી, દરેક પરિસ્થિતિમાં અડગ રહી આ અમૂલ્ય જીવનને અનોખા વિશ્વાસથી માણવાનો મંત્ર ઝિંદગીંમાં ગુંજે એવી આપણે સૌ પ્રાર્થના કરતાં રહીએ.
  સરયૂ

  જવાબ આપો
 • 8. www.yahoo.com.  |  માર્ચ 9, 2013 પર 11:55 પી એમ(pm)

  Very nice poem chandravadanbhai, good meaning behind it.our life is long and arduous quest after truth.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 9. Dilip Gajjar  |  માર્ચ 10, 2013 પર 9:18 એ એમ (am)

  Chandravadanbhai..Saras bhaavmay abhivyakti..
  પણ, હોય શકે જગતમાં એવો એક માનવી,
  જે, હોય સમ ભાવે પ્રભુને યાદ કરતો એક માનવી,
  અંતે, તો એને લાચારી ના હોય શકે !……ડગલે….(૫)

  ચંદ્ર કહે, દુર કર અંધકાર ‘ને માનવી જાગ જરા,
  જે મળે સ્વીકારી, ભજી લે તું પ્રભુને જરા,
  અંતે, કર લે આ ભવસાગર પાર ઓ મેરે યાર !…..ડગલે…..(૬)

  જવાબ આપો
 • 10. Ramesh Patel  |  માર્ચ 10, 2013 પર 8:58 પી એમ(pm)

  ડોશ્રી ચંદ્રવદનભાઈનું હૈયું કાયમ સંવેદનાઓ ઝીલી , પ્રભુના ચરણે શરણે આ વિપદાઓ સામે ઝઝૂમવા શક્તિ માગેછે. સૌનો એ આશરો છે.

  આધ્યાત્મિક ભાવો મનને જે શાન્તવના દે છે તે વેદનાઓ પરનો એક સાચો ઈલાજ છે. સરસ રીતે ભાવો આપે કવિતામાં વણ્યા છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 11. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  માર્ચ 12, 2013 પર 12:13 એ એમ (am)

  ડો. શ્રી. ચંદ્રવદનભાઈ

  very very nice

  પણ, હોય શકે જગતમાં એવો એક માનવી,

  જે, હોય સમ ભાવે પ્રભુને યાદ કરતો એક માનવી,

  અંતે, તો એને લાચારી ના હોય શકે !……ડગલે….(૫)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: