અમારી ગોલ્ડન જ્યુબેલી

માર્ચ 1, 2013 at 5:36 પી એમ(pm) 17 comments

અમારી ગોલ્ડન જ્યુબેલી
( એક ચંદ્રવદન મિસ્ત્રી અને એક ચંદ્રશેખર ભટ્ટની કહાણી )
“ગોલ્ડન જ્યુબેલી” અંગ્રેજી શબ્દોમાં છે, જેનો અર્થ “૫૦ વર્ષના સમયગાળાનો ઉત્સવ”.
જ્યારે પણ કોઈ આ શબ્દોથી વાતો કરે ત્યારે સ્વભાવીક રીતે જીવનની ઘટનાઓમાંથી પ્રથમ લગ્ન દિવસની યાદ આવે, અને એવી યાદ હૈયે આનંદ લાવે.
કોઈવાર, કોઈ ધંધો કે બ્લોગ કે અન્ય શરૂઆત થઈ હોય તેની સાથે ૫૦ વર્ષના સમયગાળાને જોડી “ઉત્સવ” માણી શકાય.
પણ….અહી એવું કાંઈ નથી !
તો પછી, શું છે ?
શા માટે તમો અધીરા થાઓ છો ?
ચાલો તો, હું હવે કહી જ દઉ છું.
એક વ્યકતિ છે “ચંદ્રવદન મિસ્ત્રી” અને બીજી વ્યક્તિ છે “ચંદ્રશેખર ભટ્ટ”.
ચંદ્રવદન,એ યુવાનીમાં ૧૯૬2માં આફ્રીકાથી ભારત આવી, મુંબઈમાં (અંધેરી)ભવન્સ કોલેજમાં ભણતર માટે એડમીશન લીધું. એ જ વર્ષ સૌરાષ્ટથી મુંબઈ આવી, ચંદ્રશેખરે પણ એ જ કોલેજમાં એડમીશન લીધું.
પણ….એકબીજાથી અજાણ. સાથે ક્લાસોમાં તેમજ સાથે હોસ્ટેલમાં ! એથી, એકબીજાનો પરિચય થયા બાદ બે વચ્ચે મિત્રતા થઈ. બે વર્ષ સાથે..અને ચંદ્રવદન મેડીકલ અભ્યાસ માટે ઓરીસ્સાના કટક શહેરમાં, અને ચંદ્રશેખર મુંબઈ રહી અભ્યાસ ચાલુ રાખ્યો.
એ પછી, સંજોગો કારણે એકબીજાને મળી ના શક્યા. ચંદ્રવદન તો ૧૯૬૯માં ફરી આફ્રીકા. ત્યાંથી એ ૧૯૭૭માં અમેરીકામાં આવી અંતે ૧૯૮૧થી કેલીફોર્નીઆમાં.ચંદ્રશેખર પણ ભણતર આધારે, અમેરીકા આવ્યો તેની ખબર ચંદ્રવદનને ના હતી. ૨૦૦૦ બાદ ઈંગલેન્ડથી કોલેજમાં સાથે ભણનાર, જયંતિ મીસ્ત્રી, અમેરીકા ફરવા આવ્યો ત્યારે એ કેલીફોર્નીઆમા હતો.જયંતિએ ચંદ્રશેખરના લોસ એંજીલીસના ઘરેથી મને ફોન કર્યો….આવી રીતે અમો બંને ફરી અનેક વર્ષો બાદ ફોન પર વાતો કરી શક્યા…અને થોડા દિવસો બાદ હું એના ઘરે અને ત્યારબાદ એ મારા ઘરે ! અનેક વર્ષો બાદ આ સ્નેહમિલન થયું
૧૯૬૨થી ૨૦૧૨ એટલે ૫૦ વર્ષ ! આ યાદ કરી ચંદ્રશેખરે “ગોલ્ડન જ્યુબેલી”ના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો.
તો….મેં એને “પ્રોમીસ” કરી હતી તે પ્રમાણે, આ લેખન કર્યું છે. આ લેખન શક્ય થયું તારીખ ૧૩મી નવેમ્બર,૨૦૧૨ના દિવસે યાને દિવાળીના દિવસે.
તમે એ વાંચ્યું.
તમોને ગમ્યું કે નહી ?
હવે જ્યારે આ લેખન “ચંદ્રપૂકાર” પર પોસ્ટરૂપે હશે ત્યારે હું ચંદ્રશેખરની વાટ જોઈશ. એના તરફથી તો પ્રતિભાવ મળવો જ જોઈએ. જો મારી કાંઈ ભુલ હોય તે એ સુધારી શકે…અને, જે કંઈ એ લખશે એ વાંચી મને જરૂર આનંદ થશે.
ડો ચંદ્રવદન મિસ્ત્રી.
બે શબ્દો…
જે મેં નવેમ્બર, ૧૩, ૨૦૧૨ના દિવસે લખ્યું હતું તે આજે પોસ્ટરૂપે !
૫૦ વર્ષ જીવનના પુરા થાય એ એક યાદગાર વાત કહેવાય.
અહી લગ્ન કે ધંધાની વાત નથી.
અહી ફક્ત “મિત્રતા”ના ૫૦ વર્ષની વાત છે.
આ પોસ્ટરૂપે જે લખ્યું તે તમોને ગમે એવી આશા.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
ડો ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This post is entitled”Golden Jubilee”…and a Postis in Gujarati.
The Heading may make one think of the Wedding or the Birthday Etc.
But this was about the the FRIENDSHIP of Dr. Chandravadan Mistry & Chandrashekhar Bhatt which began in 1962..and thus by 2012, it had been of 50 years. Chandrashekhar coined the word “Golden Jubilee” & sent it by an Email. And, I am publishing this thought as a Post.
Hope you like the Post.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: Uncategorized.

હડતાલના જુદા જુદા સ્વરૂપો ! બાગની કળી !

17 ટિપ્પણીઓ Add your own

 • 1. pravinshastri  |  માર્ચ 1, 2013 પર 5:59 પી એમ(pm)

  સચવાયલા સ્નેહ સ્મરણો કદીએ વાસી થતા નથી.
  હૈયે જગડાયલી મૈત્રીને કૃત્રીમ પ્રિઝર્વેટિવ્ઝ ની જરૂર નથી.

  હું અને મારી જીવનસંગિની યોગિની મે, ૪ થી એ સુવર્ણ જયંતિ કુટુંબ સહિત માણીશું.
  પ્રવીણ શાસ્ત્રી.

  જવાબ આપો
 • 2. pragnaju  |  માર્ચ 1, 2013 પર 6:14 પી એમ(pm)

  મિત્રતાની ગોલ્ડન જ્યુબિલીના અભિનંદન
  મિત્રતા એક રંગ નથી,
  એ એક ઈન્દ્રધનુષ છે. …
  ફ્રેન્ડશિપ ડે ના ફિતૂર તો હવે આવ્યા, પણ આપણી …
  કોઈક ફિલસૂફે તો એટલે સુધી કહ્યું છે કે કોઈ માણસ કેવો છે તે એ વાત પરથી જાણી શકાય કે તે કેવો મોત્ર છે

  જવાબ આપો
 • 3. સુરેશ જાની  |  માર્ચ 1, 2013 પર 8:39 પી એમ(pm)

  બન્ને ચન્દોની આ તો પૂનમ કહેવાય. તમારી મિત્રતા ઘણું જીવો.

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  માર્ચ 1, 2013 પર 9:30 પી એમ(pm)

  જય હો!.. આવી સુખદ ક્ષણો ભાગ્યશાળીને જ માણવા મળે. આપની આ ગોલ્ડન જુબેલીની વાત મનને ભાવી ગઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. Dilip Gajjar  |  માર્ચ 1, 2013 પર 9:55 પી એમ(pm)

  અનોખી ગોલ્ડન જ્યુબીલી બે મિત્રો માટેનો ભાવ ..તેને પચાશ વર્ષ ..મિત્રતા અનમોલ રત્ન છે ..ભાવ નિત્ય છે

  જવાબ આપો
 • 6. Vinod R. Patel  |  માર્ચ 1, 2013 પર 10:36 પી એમ(pm)

  50 વર્ષે મળતા બે જીગરી દોસ્તોની યાદમાં આ પોસ્ટ દ્વારા મૈત્રીને એક ભાવભીની અંજલિ તમોએ આપી એ ગમી .

  બે ચંદ્રોનું વિખુટા પડવું અને પછી મિલન અને એની ગોલ્ડન જ્યુબીલી ! વાહ . મૈત્રી હો તો આવી હો .

  જવાબ આપો
 • 7. dhavalrajgeera  |  માર્ચ 2, 2013 પર 2:19 એ એમ (am)

  મિત્રતાની ગોલ્ડન જ્યુબિલીના અભિનંદન……………….

  જવાબ આપો
 • 8. neeta  |  માર્ચ 2, 2013 પર 2:21 એ એમ (am)

  mitrta ma ગોલ્ડન જ્યુબિલી nasibdar lokoni j thay..aap banneni mitrata amar raho..

  જવાબ આપો
 • 9. Atul Jani (Agantuk)  |  માર્ચ 2, 2013 પર 5:00 એ એમ (am)

  મૈત્રીભાવનું પવિત્ર ઝરણું સદાયે સર્વના હ્રદયમાં વહ્યાં કરો
  શુભથાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના સર્વદા રહો

  શુભેચ્છાઓ…

  જવાબ આપો
 • 10. sapana53  |  માર્ચ 2, 2013 પર 6:10 એ એમ (am)

  પુરાના દોસ્ત મળે એ અમૂલ્ય પ્રસંગ અને એ પણ ૫૦ વરસની જ્યુબીલી વાઉ આ પ્રેમ ઝરન વહેતુ રહે એ દુઆ

  જવાબ આપો
 • 11. hemapatel  |  માર્ચ 2, 2013 પર 1:20 પી એમ(pm)

  પચાસ વર્ષોની દોસ્તી ! અભિનંદન !!!
  વર્ષો પછીથી કોઈ મિત્ર મળે તો તેનો આનંદ અનેરો હોય છે.
  બંને દોસ્તોને અનેક શુભેચ્છા.

  જવાબ આપો
 • 12. Ishvarlal R Mistry  |  માર્ચ 2, 2013 પર 6:29 પી એમ(pm)

  Congractulations on 50years of friendship, it is good to keep in contact and learn about things going in life, share your thoughts etc.
  Best wishes keep going.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 13. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  માર્ચ 3, 2013 પર 6:11 એ એમ (am)

  શ્રીમાન. પુકાર સાહેબ

  ગોલ્ડન જ્યુબિલીના અભિનંદન

  બન્ને મિત્રોની ઝલક વાંચીને આનંદ

  શ્રી. ચન્દ્રવદન અને શ્રી. ચન્દ્રશેખર મિત્રો

  ટુંકમાં ચન્દ્રના શિખરને જાણવાનો લ્હાવો મળ્યો

  જવાબ આપો
 • 14. ગોદડિયો ચોરો…  |  માર્ચ 5, 2013 પર 4:47 એ એમ (am)

  આદરણીય ડો શ્રી ચંદ્ર્વદનભાઇ

  ગોલ્ડન જ્યુબીલી પ્રસંગે કનક ભરેલા થાળમાં ખોબલે ખોબલે વધામણાં

  ચંદ્ર કમુનાંલગન જીવનનાં પચાસ વરષ વિત્યાં

  ને ચંદ્ર્પુકારે મોરલાના મધુરા ટહુકા ચમક્યા

  જવાબ આપો
 • 15. pradip raval  |  માર્ચ 5, 2013 પર 4:59 એ એમ (am)

  i appriciate ur friend relationship golden jubilee……like this concept

  જવાબ આપો
 • 16. Chetu Shah  |  માર્ચ 6, 2013 પર 8:13 પી એમ(pm)

  ગોલ્ડન જ્યુબિલીના અભિનંદન..શુભેચ્છાઓ…!

  જવાબ આપો
 • 17. C S Bhatt  |  માર્ચ 7, 2013 પર 8:04 પી એમ(pm)

  Priy Bhai Chandravadan:

  aapani suvarna jayanti na shabada thi, mara kaviraje sundar sarjan karyun. hope aapni vachche hetana ami zarana vahetan rahe.

  on a time line 50 yrs sound like a big number as well some kine of a milestone, but imp. aspect is to preserve those inner feelings. we are both blessed to receive so many nourishing comments and hope we experience the essence of those words.

  i do not have gujarait fonts but the above words are though few they have lots of under currents. we will preserve them.

  please keep healthy and we shall continue to march together. Hari AUM!!!!!

  chandrashekhar

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: