હડતાલના જુદા જુદા સ્વરૂપો !

February 26, 2013 at 2:28 pm 9 comments

Doctor's strike  WE DEMAND
હડતાલના જુદા જુદા સ્વરૂપો !
જગમાં સૌ હડતાલ કરે છે
સૌ એને પોતાનો હક્ક કહે છે !….(ટેક)
રાજ નેતાઓ લોકોને કહે ઃ
જે થકી એમને ફાયદો કે ના ફાયદો,
હડતાલને કહે ગેરકાયદો કે કાયદો,
એથી,હડતાલ તો રાજનિતીની ઢાલ બને !……જગમાં…(૧)
ફેકટરીઓમાં કામો કરનારા કહેઃ
જગ્યા સુધારો, ‘ને પગાર વધારો,
નહી તો, ધંધો તમારો બંધ જાણો,
એથી, હડતાલને તો એક ધમકી જાણો !……જગમાં….(૨)
કિસાનો કંટાળી  સરકાર ‘ને વેપારીઓને કહે ઃ
અન્ન અમે પકાવીએ અને ભાવો તમે વધારો,
ફાયદો ના મળે જરા એ તે ન્યાય છે કેવો ?
એથી, હડતાલ કરી, એ સૌ ન્યાય માંગે !……જગમાં….(૩)
ભ્રષ્ટાચારથી ત્યાસી જનતા કહેઃ
કામો કરતા, શ્વાસો લેતા જીવ ગુંગળાય છે,
હટાવો આવા અધર્મને, હવે તો પ્રાણ જાય છે,
એથી, એવી હડતાલમાં જાગૃતિ દેખાય છે !…જગમાં……(૪)
અંતે….ડોકટરોના ટોળામાંથી ચંદ્ર કહેઃ
પાટિયાનું લખાણ પ્રીસ્ક્રીપ્સન જેમ, વંચાય  કે ના વંચાય,
દર્દીઓને પ્રભુ સહારે રાખી, જાહેર કરીશું સરકારી અન્યાય,
એથી, એવી હડતાલમાં માનવ હક્ક માટે પડકાર છે !…જગમાં….(૫)
પ્રભુએ જ ઘડેલા સૌ માનવીઓ જગમાં રહે,
ન્યાય અને અન્યાયના ત્રાજવે, કંઈક માંગો કરે,
જ્યારે માનવ માનવ હૈયે “માનવતા” ખુટે,
એથી,હડતાલ તો માનવ જન્મરૂપી એક હક્ક છે !…..જગમાં…(૬)
કાવ્ય રચના ઃ તારીખ ફેબ્રુઆરી,૧૯, ૨૦૧૩                   ચંદ્રવદન
બે શબ્દો…
આજે ( ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૧૩) ના દિવસે, એક ઈમેઈલ…એ ફરી હતો શ્રી દાવડા સાહેબનો.
કોણ જાણે કેમ મોકલેલ પીકચર નિહાળી…ડોકટરોને યાદ કર્યા. જ્યારે મેડીકલ સ્ટુડન્ટ હતો ત્યારે એવી “સ્ટ્રાઈક” યાને “હડતાલ” થઈ હતી.
ત્યારે સરકાર અને જનતાના અનેકે અનુમાન કર્યું હતું કે “ડોકટરો તો માનવીઓની સેવા જ કરે, અને દર્દીઓની પરવા કરવા વગર આવી રીતે હડતાલ પર જાય તે યોગ્ય ના કહેવાય”
આ મોકલેલ પીકચરમાં હડતાલ કરી રહેલા ડોકટરો હતા..એથી જ જુની યાદ તાજી થઈ.
પણ મે જગના સર્વ માનવીઓને નિહાળવા પ્રયાસ કર્યો.
જગના સર્વને ન્યાય હંમેશા મળે જ એવી આશાઓ્માં જ્યારે “નિરાશા” મળે ત્યારે અન્યાય સામે પડકાર કરવો એ જ ખરેખર તો “હડતાલનું મૂળ”.
આ બધા તો મારા વિચારો !
કોઈક કહી શકે કે હડતાલ કોઈ પણ સંજોગોમાં હોવી જ ના જોઈએ.
તમે શું કહો છો ?
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is on PUBLIC STRIKE.
Why Humans protest ?
Is it right to protest in mass ?
These are the QUESTIONS.
After seeing a picture of the DOCTORS on STRIKE, I saw the HUMANS in the different fields of Life….who had participited in the PUBLIC PROTESTS.
When there is an INJUSTICE, it is the BIRTHRIGHT to PROTEST.
This is my VIEW.
What do you think ?
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

અમેરીકાના પ્રમુખપદે ઓબામા મારી નજરે ! અમારી ગોલ્ડન જ્યુબેલી

9 Comments Add your own

 • 1. SARYU PARIKH  |  February 26, 2013 at 3:08 pm

  ‘હડતાલ’ શબ્દથી ઘણાં સારા-માઠાં યુવાનીના દિવસો યાદ આવે.
  માનવતાની બહુ સરસ વાત લખી.
  નમસ્તે, સરયૂ

  Reply
 • 2. સુરેશ જાની  |  February 26, 2013 at 3:22 pm

  હડતાલ કોઈ પણ સંજોગોમાં હોવી જ ના જોઈએ
  ——–
  રસોડામાં હડતાલ ન હોવી જોઈએ.

  બધાં રસોડાં બંધ હોય તો ખાઈએ શું? !!

  Reply
 • 3. pragnaju  |  February 26, 2013 at 3:52 pm

  હડતાલના વિવિધ દુઃખદ સ્વરુપો જાણ્યા
  એક કસક સાથે…
  સાથે બાકીના રમુજ સ્વરુપે રજુઆત યાદ આવ્યા
  વ્યંગના બાદશાહ શ્રી ગોવિંદભાઇની રમુજી રચના
  યમરાજની હડતાલયાદ આવી !=
  જાણી જગતના નિયમ ને અનોખા વહેવાર,
  યમલોકે યમરાજને પણ આવ્યો એક વિચાર.
  પૃથ્વીએ અન્યાય સામે લડતનું છે હથિયાર,
  અજમાવી જોઈએ જરા બાપુનો એ નિર્ધાર.
  મારી તાળું યમદ્વારે કર્યો હડતાલનો પોકાર,
  ચિત્રગુપ્તજી ખળભળ્યા મચ્યો છે હાહાકાર.
  અને આ તો શબ્દની હડતાલની વાત
  ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
  લોહી વહે ત્યારે જ કાગળ …..
  દેવો હતો મારે પણ સાદ,
  ને કદાચ શબ્દોની અજબ હડતાલ હતી.
  તુ પાસ ન હતી, પણ આસપાસ હતી …

  Reply
 • 4. Ramesh Patel  |  February 26, 2013 at 9:03 pm

  વડતાલ, કરતાલ ત્યાં શુભતાલ

  પણ ડોશ્રી ચંદ્રવદનભાઈએ જે બતાવી ..એ હડતાલ

  તોબા તોબાના તાલ.

  નામ પાડે છે લોકશાહીનો એ હક્ક,

  પણ ડૂબાડ્યા તેણે લોકોના હક્ક

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 5. Dilip Gajjar  |  February 26, 2013 at 10:19 pm

  અંતે….ડોકટરોના ટોળામાંથી ચંદ્ર કહેઃ
  પાટિયાનું લખાણ પ્રીસ્ક્રીપ્સન જેમ, વંચાય કે ના વંચાય,
  દર્દીઓને પ્રભુ સહારે રાખી, જાહેર કરીશું સરકારી અન્યાય,
  એથી, એવી હડતાલમાં માનવ હક્ક માટે પડકાર છે !…જગમાં….(૫)
  પ્રભુએ જ ઘડેલા સૌ માનવીઓ જગમાં રહે,
  ન્યાય અને અન્યાયના ત્રાજવે, કંઈક માંગો કરે,
  જ્યારે માનવ માનવ હૈયે “માનવતા” ખુટે,
  એથી,હડતાલ તો માનવ જન્મરૂપી એક હક્ક છે !…..જગમાં…(૬)

  ખુબ જ અલગારી રચના વિષય હડતાલ વિષે ઘણું ચિંતન ..

  Reply
 • 6. mdgandhi21, U.S.A.  |  February 27, 2013 at 2:47 am

  હવે તો હડતાલ એ એક જાતનું “Blackmailer” શસ્ત્ર થઈ ગયું છે. હમણાં આખા ભારતમાં હડતાલ પડી, કરોડો રૂપિયાનું નુકસાન થયું, ઘણી જગ્યાએ બસો બાળી, મોટરોના ખુર્દા બોલાવ્યા, એક જણ મરી ગયો, સેંકડો ઘાયલ થયા અને અંતે શું થયું……?????? સરકાર કહે છે, “અસફળ રહી”, યુનિયન લીડર કહે છે, “સફળ રહી…..”. બસ પતી ગયું….!!!! જે ગોપાલ….. નુકસાન તો સામાન્ય પ્રજાજનોને થયું, મીનીસ્ટરોને કાઈ થયું???????………

  Reply
 • 7. puthakkar  |  February 28, 2013 at 1:47 am

  Trade union’s strike for two days before a few days was in India. Really very nice post. Congratulatin, Dr. Chandravadanbhai for wondrful thoughts.

  Reply
 • 8. Ishvarlal R Mistry  |  March 1, 2013 at 5:29 pm

  All over the world people go on strike, to get justice, that is one way to get what workers want. Very nice post to understand why people go on strike.
  Well said Chandravadanbhai. But there should be peaceful and nonviolence. Nice comments .
  Ishvarbhai.

  Reply
 • 9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  March 3, 2013 at 6:14 am

  શ્રીમાન. પુકાર સાહેબ

  સુંદર સામાજિક રચના

  નરસિંહ મહેતાની કરતાલ

  સ્વામીનારાયણનું વડતાલ

  ગાંધીજીની હડતાલ

  આ ત્રણેયનું ખુબ જ મહત્વ છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

February 2013
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

%d bloggers like this: