અમેરીકાના પ્રમુખપદે ઓબામા મારી નજરે !

ફેબ્રુવારી 23, 2013 at 2:27 પી એમ(pm) 11 comments

અમેરીકાના પ્રમુખપદે ઓબામા મારી નજરે !
જ્યારે ૨૦૦૮ ઈલેકશન સમયે અનેક યુ.એસ.એ. ના નેતાઓ પ્રમુખપદ માટે લડી રહ્યા હતા ત્યારે એ લડાઈમાં ઓબામા ઉભા હતા. અંતે, પ્રથમ બ્લેક પ્રેસીડન્ટ તરીકે ચુંટાઈ આવ્યા ત્યારે અનેક નવાઈ પામ્યા,પણ વિષ્વમાં તો સૌએ આ ઘટનાને જાણી આનંદ અનુભવ્યો. અમેરીકામાં શાંતીથી આ હકિકતને સ્વીકારી. ગુલામી ભોગવેલે બ્લેક યાને કાળી પ્રજા માટે તો આનંદ અને ગૌરવભરી કહાની હતી. અનેક વર્ષો પહેલા ડો. મારટીન લુથર કીંગનું સ્વપનું જાણે સાકાર થયું એવું માની આ ઐતિહાસીક ઘટનાને આનંદથી વધાવી.
 
આ પ્રમાણે, અમેરીકાની પ્રજાએ ઓબામાનો પ્રેસીડ્ન્ટ તરીકે સ્વીકાર કર્યો ત્યારે વિરોધ પક્ષ “રીપબલીકન પાર્ટી”એ મહાદુઃખને યાદ રાખી રાજકરણના કામોમાં ફાળો આપવાનો નિર્ણય લીધો. એવા વિચારોમાં આ પાર્ટીએ ઓબામાને સફળતા ના મળે એવું જ વર્તન રાખ્યું. જ્યારે ઓબામાએ અમેરીકાની જવાબદારી હાથે લીધી ત્યારે અમેરીકાની “ઈકોનોમી” ખુબ જ ખરાબ હતી. જો યોગ્ય પગલાઓ ના લેવાય તો “ઈકોનોમીક ડિઝાસ્ટર” નક્કી જ હતો એવું સૌનું અનુમાન હતું. એવા સમયે, ઓબામાએ સરકાર સહાયને જરૂરત છે એવા નિર્ણય સાથે “બૈઈલ આઉટ” અપનાવ્યું….જેના કારણે વધારે ખરાબ થતા અટકી ગઈ અને સાથે સાથે, અમેરીકાની “ઓટો ઈન્ડસ્ત્રી”ને પ્રાણ મળ્યા.
 
ન્યુ યોર્કના “વર્ડ સેન્ટર”ના ૯/૧૧ના બનાવ કારણે અફગાનીસ્થન અને ઈરાકમાં યુધ્ધ ચાલતા હતા, અને ૯/૧૧ની ઘટના જવાબદાર “બીન લાડીન”ને પકડવાના પ્રયાસોને ધ્યાનમાં લઈ ઓબામાએ “ઈરાક”નો વોર બંધ કર્યો. અને બીન લાડીનને શોધી પાકીસ્થાનમાં એને માર્યો. અને અફગાનીસ્થાનના વોરના અંત માટે પગલાઓ લેવા માટે યોજના અમલમાં મુકવા પ્રજાને જાણ કરી. આવા અગત્યના કાર્યો સાથે “હેલ્થ રીફોર્મ”નું બીલ પાસ કરી કાયદો બનાવ્યો. આ કાર્ય કરવા માટે અનેક પ્રેસીડન્ટો અને સેનાટર એડવાર્ડ કેનેડી જેવા પણ અસફળ હતા. આ અમેરીકાના ઈતિહાસે એક ગૌરવભરી ઘટના બની ગઈ.આ સફળતા સિવાય ઓબામાને “કંઈક” વધુ કરવાની આશાઓ હતી પણ રીપબલીકનોએ સાથ જ ના આપ્યો. અને, ચાર વર્ષની ટર્મ પુરી થવા આવી. નવા ઈલેકશનની તૈયારી થઈ.
 
૨૦૧૨માં બીજા ઈલેકશનમાં રીપલીકન પાર્ટી ફરી હારી. જ્યારે “ઈકોનોમી” ખરાબ હોય ત્યારે પ્રેસીડન્ટ હારશે જ એવું સૌ કહેતા, ત્યારે ઓબામા ફરી વિજેતા બન્યા, અને અનેક અચંબો પામ્યા. આ પણ એક ઐતિહાસીક ઘટના બની. એક બ્લેક પ્રેસીડન્ટે બીજી વાર પદ મેળવવું અશક્ય  કહેવાય તેનું શક્ય કરી બતાવ્યુ અને ખરાબ ઈકોનોમીમાં વિજેતા થવું એવી અસંભવતાને સંભવ કરી. આવા વાતાવરણમાં અનેક વિચારતા હતા કે હવે રીપલીકનો એમને  સપોર્ટ કરશે. હજુ તો નવા ટર્મની શરૂઆત જ થઈ અને રાજકીય ચિન્હો સારા લાગતા નથી. એથી, આ ચાર વર્ષમાં શું થશે તેનો કોઈને ખ્યાલ નથી.
 
આવા સમયે, હવે મારા વિચારો હું દર્શાવું છું.
 
અમેરીકાની પ્રજાના વિચારો ઓબામા જાણે છે. એ વિચારો એના હ્રદયમાં પણ છે. એથી એ પ્રજાને સાથમાં રાખી. “લેજીસ્ટેટીવ” કે “એક્ષુકેટીવ” સત્તા કે પાવરથી કંઈક કરવા પ્રયાસો કરશે એવું મારૂં માનવું છે.જો મારૂં અનુમાન સાચું પડે તો આ બીજા ચાર વર્ષ દરમ્યાન નીચે મુજબનું હોય શકે >>>>
 
(૧) અફગાનીસ્થાનનો વોરનો અંત.
(૨) “ઈમીગ્રેશન રીફોર્મ” માટે અનેક ફેરફારો અમલમાં મુકવા
(૩) ગેય તેમજ લેસ્બીઅન માટે વધુ હક્કો.
(૪) નારીઓને મળતા અન્યાય માટે કાયદા ફેરફારો.
(૫) ઓબામાના જન્મ વિષે શંકાઓ દુર
(૬) “ગ્લોબલ વોર્મીન્ગ”ના વિચારનો વધુ સ્વીકાર કારણે વિષ્વમાં પણ અનેક દેશોમાં પગલાઓ હશે એવી આશાઓ
(૭) ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે કંઈક કરાર
(૮) ઈરાન અમેરીકાનો સાથ આપવા તૈયાર થાય એવા ચિન્હો.
 
આજે શું થાય તેનો જ માનવીને પુરો ખ્યાલ નથી તો ભવિષ્ય માટે એ શું કહી શકે ? તેમ છતાં. માનવી એક એવું પ્રાણી છે કે એ અનેક આશાઓ રાખે છે. હું પણ એક માનવ તરીકે મારા વિચારો દર્શાવું છું. જે પ્રભુએ નક્કી કર્યું હશે તે પ્રમાણે જ થશે. હું તો પ્રાર્થના કરૂં કે ઓબામા સહીસલામત અને તંદુરસ્ત રહે, અને જે એમની ઈચ્છાઓ છે તે અમલમાં મુકી શકે. મારા પ્રેસીડન્ટ ઓબામાને વંદન!
 
 
ડો ચંદ્રવદન મિસ્ત્રી
 
 
લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ. યુ.એસ.એ.
 

બે શબ્દો…

આજની પોસ્ટ એટલે અમેરીકાના પ્રેસીડ્ન્ટ ઓબામા વિષે મારા વિચારો.

અમેરીકાના નાગરીકો માટે ગૌરવભરી કહાની છે…છતાં, કોઈકને આ ઘટના ના ગમી પણ “મેજોરીટી”એ આ ઘટનાનો ખુશીભર્યો સ્વીકાર કર્યો છે.

મેં મારા વિચારો લખ્યા.

હવે તમે વાંચી, તમારા વિચારો દર્શાવો તો હું એ વાંચી ખુશ થઈશ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is about Obama becoming the President of U.S.A. for the 2nd Term, against the predicted impossiblity of a President in Office ever winning in the BAD Economic period, When he won  & became the 1st Blach President of America, it was a HISTORICAL EVENT, which will be always remembered.

Inspite of the OPPOSITION to the extreme, he was able to do the HEALTH REFORM & other things in the 1st Term and was able to save U.S.A. from the ECONOMIC DISASTER. What he can do in his 2nd term is to be seen. I predict he will do what needs to be done often by the EXECUTIVE ORDER Power of the Prsidency if the Congress behaves NEGATIVELY to his VISION.

My Best Wishes to PRESIDENT OBAMA !

DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: Uncategorized.

જગસંસારની ગરીબાય હકિકત કે કલ્પના ! હડતાલના જુદા જુદા સ્વરૂપો !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ફેબ્રુવારી 23, 2013 પર 2:51 પી એમ(pm)

  સરસ અવલોકન
  આપણા ભારત સમાજની એક ન ગમતી વાત કે ઘણા ઓછા રાજકારણમા રસ લે અને મત આપવા પણ પ્રમાણમા ઓછા જાય છે.
  અહીં એક વાર આતંગી હુમલા બાદ એવી વ્યવસ્થા થઇ કે વધુ સલામતી લાગે છે
  ત્યારે ભારતમા મર્જ બઢતા ગયા જ્યું જ્યું દવા કી…

  જવાબ આપો
 • 2. pravinshastri  |  ફેબ્રુવારી 23, 2013 પર 6:06 પી એમ(pm)

  Dear Chandravadanbhai,
  Nice article. As I understand in this time and age, economy cannot be control by only Government of any country. It is a global economy. Political power may be in the hand of conservatives, liberals, socialists, democracies or dictators’ but economy is always in the hands of business world. Business depends on country’s resources, exports-imports and specially ethics of business world. We all know that India’s economy is control by politician’s scandals.
  I believe Obama or any present can do only 10% by executive order. Keep watching. I may be wrong. I am not eoconomist.
  Pravin shastri.
  http://pravinshastri.wordpress.com

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  ફેબ્રુવારી 24, 2013 પર 4:40 એ એમ (am)

  વ્હાઈટ હાઉસમાં એક અશ્વેત બરાક ઓબામા પ્રેસીડન્ટ તરીકે આઠ વર્ષ સુધી
  રહી સુપર પાવર અમેરિકાનું સુકાન સંભાળશે એ એક મહાન ઘટના અમેરિકાના ઇતિહાસમાં યાદ રહેશે .

  તમોએ જે અમેરિકાનું રાજકીય પૃથકરણ કર્યું છે એ બરાબર છે .
  ઓબામાં વધુ સારું કામ કરી શકે એમ છે પરંતુ રીપબ્લીકન પાર્ટી એની દરેક
  યોજનાને આગળ વધવા દેતા નથી .દેશ કરતા એમની પાર્ટીને વધુ મહત્વ
  આપે છે .જોઈએ 2014ની મીડ ટર્મ ઈલેકશનમાં શું થાય છે !

  જવાબ આપો
 • 4. Dilip Gajjar  |  ફેબ્રુવારી 24, 2013 પર 12:04 પી એમ(pm)

  Nice artical and observation.

  જવાબ આપો
 • 5. અક્ષયપાત્ર/Axaypatra  |  ફેબ્રુવારી 24, 2013 પર 3:27 પી એમ(pm)

  Nice one !

  જવાબ આપો
 • 6. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ફેબ્રુવારી 24, 2013 પર 3:51 પી એમ(pm)

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદનભાઈ ” પુકાર ”

  આપે અમેરિકન રાજકારણથી અમોને પરિચિત

  કરતો સુંદર અવલોકન લેખ મુકેલ છે.

  આપે અતિ બારીકાઈ ભરેલ નિરીક્ષણ કરેલ છે.

  અભિનંદન

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  ફેબ્રુવારી 24, 2013 પર 8:55 પી એમ(pm)

  સંકટોના તોફાનોનો સામનો કરવાનો નિશ્ચય તેમના ભાષણમાં રણકતો હતો, અને તે માટે કરેલા પ્રયત્નોને પ્રજાએ પરખ્યા ને

  તેથી બીજી ટર્મ માટે સત્તારુઢ થયા. અમેરિકાનો વિશ્વ રાજકરણમાં પણ મોટો પ્રભાવ છે અને તેની પોતાની સ્થિરતા , તેની પ્રજા

  અને વિશ્વ પ્રજા માટે જરુરી છે. આપનો લેખ ખૂબ જ અભ્યાસી છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. Ishvarlal R Mistry  |  ફેબ્રુવારી 24, 2013 પર 9:49 પી એમ(pm)

  Chandravadanbhai nice comments on President Obama, I think lot of people agrees with him so he was elected for second term.Best wishes so he can complete what is right for the country and people. Good thoughts.
  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 9. chandravadan  |  ફેબ્રુવારી 24, 2013 પર 10:42 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Re: અમેરીકાના પ્રમુખપદે ઓબામા મારી નજરે !

  Thanks

  Chandravadanbhai,

  Yes, I did.

  You said it well. However I am not sure whether our “Republican Friends”, whose main goal was to make Obama one term president even at the expense of American people, would appreciate it! Sometime truth hurts.. So be it! Imagine if Obama had some cooperation from the “Opposition” where we would have been at this time..

  Thanks for your time for the write up.

  Pratap Patel
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pratapbhai,
  Thanks for reading the Post & your Comment
  Chandravadan

  જવાબ આપો
 • 10. mdgandhi21, U.S.A.  |  ફેબ્રુવારી 27, 2013 પર 2:20 એ એમ (am)

  સરસ અવલોકન. તમોએ જે અમેરિકાનું રાજકીય પૃથકરણ કર્યું છે એ બરાબર છે.
  ઓબામાં વધુ સારું કામ કરી શકે એમ છે પરંતુ રીપબ્લીકન પાર્ટી એની દરેક
  યોજનાને આગળ વધવા દેતા નથી .દેશ કરતા એમની પાર્ટીને વધુ મહત્વ
  આપે છે .

  જવાબ આપો
 • 11. pravinkumar  |  માર્ચ 1, 2013 પર 11:32 એ એમ (am)

  અદભુત વિચારો આપના….ખરેખર દાદ ને કાબિલ છે……….

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 413,979 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728  

%d bloggers like this: