Archive for ફેબ્રુવારી 23, 2013

અમેરીકાના પ્રમુખપદે ઓબામા મારી નજરે !

અમેરીકાના પ્રમુખપદે ઓબામા મારી નજરે !
જ્યારે ૨૦૦૮ ઈલેકશન સમયે અનેક યુ.એસ.એ. ના નેતાઓ પ્રમુખપદ માટે લડી રહ્યા હતા ત્યારે એ લડાઈમાં ઓબામા ઉભા હતા. અંતે, પ્રથમ બ્લેક પ્રેસીડન્ટ તરીકે ચુંટાઈ આવ્યા ત્યારે અનેક નવાઈ પામ્યા,પણ વિષ્વમાં તો સૌએ આ ઘટનાને જાણી આનંદ અનુભવ્યો. અમેરીકામાં શાંતીથી આ હકિકતને સ્વીકારી. ગુલામી ભોગવેલે બ્લેક યાને કાળી પ્રજા માટે તો આનંદ અને ગૌરવભરી કહાની હતી. અનેક વર્ષો પહેલા ડો. મારટીન લુથર કીંગનું સ્વપનું જાણે સાકાર થયું એવું માની આ ઐતિહાસીક ઘટનાને આનંદથી વધાવી.
 
આ પ્રમાણે, અમેરીકાની પ્રજાએ ઓબામાનો પ્રેસીડ્ન્ટ તરીકે સ્વીકાર કર્યો ત્યારે વિરોધ પક્ષ “રીપબલીકન પાર્ટી”એ મહાદુઃખને યાદ રાખી રાજકરણના કામોમાં ફાળો આપવાનો નિર્ણય લીધો. એવા વિચારોમાં આ પાર્ટીએ ઓબામાને સફળતા ના મળે એવું જ વર્તન રાખ્યું. જ્યારે ઓબામાએ અમેરીકાની જવાબદારી હાથે લીધી ત્યારે અમેરીકાની “ઈકોનોમી” ખુબ જ ખરાબ હતી. જો યોગ્ય પગલાઓ ના લેવાય તો “ઈકોનોમીક ડિઝાસ્ટર” નક્કી જ હતો એવું સૌનું અનુમાન હતું. એવા સમયે, ઓબામાએ સરકાર સહાયને જરૂરત છે એવા નિર્ણય સાથે “બૈઈલ આઉટ” અપનાવ્યું….જેના કારણે વધારે ખરાબ થતા અટકી ગઈ અને સાથે સાથે, અમેરીકાની “ઓટો ઈન્ડસ્ત્રી”ને પ્રાણ મળ્યા.
 
ન્યુ યોર્કના “વર્ડ સેન્ટર”ના ૯/૧૧ના બનાવ કારણે અફગાનીસ્થન અને ઈરાકમાં યુધ્ધ ચાલતા હતા, અને ૯/૧૧ની ઘટના જવાબદાર “બીન લાડીન”ને પકડવાના પ્રયાસોને ધ્યાનમાં લઈ ઓબામાએ “ઈરાક”નો વોર બંધ કર્યો. અને બીન લાડીનને શોધી પાકીસ્થાનમાં એને માર્યો. અને અફગાનીસ્થાનના વોરના અંત માટે પગલાઓ લેવા માટે યોજના અમલમાં મુકવા પ્રજાને જાણ કરી. આવા અગત્યના કાર્યો સાથે “હેલ્થ રીફોર્મ”નું બીલ પાસ કરી કાયદો બનાવ્યો. આ કાર્ય કરવા માટે અનેક પ્રેસીડન્ટો અને સેનાટર એડવાર્ડ કેનેડી જેવા પણ અસફળ હતા. આ અમેરીકાના ઈતિહાસે એક ગૌરવભરી ઘટના બની ગઈ.આ સફળતા સિવાય ઓબામાને “કંઈક” વધુ કરવાની આશાઓ હતી પણ રીપબલીકનોએ સાથ જ ના આપ્યો. અને, ચાર વર્ષની ટર્મ પુરી થવા આવી. નવા ઈલેકશનની તૈયારી થઈ.
 
૨૦૧૨માં બીજા ઈલેકશનમાં રીપલીકન પાર્ટી ફરી હારી. જ્યારે “ઈકોનોમી” ખરાબ હોય ત્યારે પ્રેસીડન્ટ હારશે જ એવું સૌ કહેતા, ત્યારે ઓબામા ફરી વિજેતા બન્યા, અને અનેક અચંબો પામ્યા. આ પણ એક ઐતિહાસીક ઘટના બની. એક બ્લેક પ્રેસીડન્ટે બીજી વાર પદ મેળવવું અશક્ય  કહેવાય તેનું શક્ય કરી બતાવ્યુ અને ખરાબ ઈકોનોમીમાં વિજેતા થવું એવી અસંભવતાને સંભવ કરી. આવા વાતાવરણમાં અનેક વિચારતા હતા કે હવે રીપલીકનો એમને  સપોર્ટ કરશે. હજુ તો નવા ટર્મની શરૂઆત જ થઈ અને રાજકીય ચિન્હો સારા લાગતા નથી. એથી, આ ચાર વર્ષમાં શું થશે તેનો કોઈને ખ્યાલ નથી.
 
આવા સમયે, હવે મારા વિચારો હું દર્શાવું છું.
 
અમેરીકાની પ્રજાના વિચારો ઓબામા જાણે છે. એ વિચારો એના હ્રદયમાં પણ છે. એથી એ પ્રજાને સાથમાં રાખી. “લેજીસ્ટેટીવ” કે “એક્ષુકેટીવ” સત્તા કે પાવરથી કંઈક કરવા પ્રયાસો કરશે એવું મારૂં માનવું છે.જો મારૂં અનુમાન સાચું પડે તો આ બીજા ચાર વર્ષ દરમ્યાન નીચે મુજબનું હોય શકે >>>>
 
(૧) અફગાનીસ્થાનનો વોરનો અંત.
(૨) “ઈમીગ્રેશન રીફોર્મ” માટે અનેક ફેરફારો અમલમાં મુકવા
(૩) ગેય તેમજ લેસ્બીઅન માટે વધુ હક્કો.
(૪) નારીઓને મળતા અન્યાય માટે કાયદા ફેરફારો.
(૫) ઓબામાના જન્મ વિષે શંકાઓ દુર
(૬) “ગ્લોબલ વોર્મીન્ગ”ના વિચારનો વધુ સ્વીકાર કારણે વિષ્વમાં પણ અનેક દેશોમાં પગલાઓ હશે એવી આશાઓ
(૭) ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે કંઈક કરાર
(૮) ઈરાન અમેરીકાનો સાથ આપવા તૈયાર થાય એવા ચિન્હો.
 
આજે શું થાય તેનો જ માનવીને પુરો ખ્યાલ નથી તો ભવિષ્ય માટે એ શું કહી શકે ? તેમ છતાં. માનવી એક એવું પ્રાણી છે કે એ અનેક આશાઓ રાખે છે. હું પણ એક માનવ તરીકે મારા વિચારો દર્શાવું છું. જે પ્રભુએ નક્કી કર્યું હશે તે પ્રમાણે જ થશે. હું તો પ્રાર્થના કરૂં કે ઓબામા સહીસલામત અને તંદુરસ્ત રહે, અને જે એમની ઈચ્છાઓ છે તે અમલમાં મુકી શકે. મારા પ્રેસીડન્ટ ઓબામાને વંદન!
 
 
ડો ચંદ્રવદન મિસ્ત્રી
 
 
લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ. યુ.એસ.એ.
 

બે શબ્દો…

આજની પોસ્ટ એટલે અમેરીકાના પ્રેસીડ્ન્ટ ઓબામા વિષે મારા વિચારો.

અમેરીકાના નાગરીકો માટે ગૌરવભરી કહાની છે…છતાં, કોઈકને આ ઘટના ના ગમી પણ “મેજોરીટી”એ આ ઘટનાનો ખુશીભર્યો સ્વીકાર કર્યો છે.

મેં મારા વિચારો લખ્યા.

હવે તમે વાંચી, તમારા વિચારો દર્શાવો તો હું એ વાંચી ખુશ થઈશ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is about Obama becoming the President of U.S.A. for the 2nd Term, against the predicted impossiblity of a President in Office ever winning in the BAD Economic period, When he won  & became the 1st Blach President of America, it was a HISTORICAL EVENT, which will be always remembered.

Inspite of the OPPOSITION to the extreme, he was able to do the HEALTH REFORM & other things in the 1st Term and was able to save U.S.A. from the ECONOMIC DISASTER. What he can do in his 2nd term is to be seen. I predict he will do what needs to be done often by the EXECUTIVE ORDER Power of the Prsidency if the Congress behaves NEGATIVELY to his VISION.

My Best Wishes to PRESIDENT OBAMA !

DR. CHANDRAVADAN MISTRY

ફેબ્રુવારી 23, 2013 at 2:27 પી એમ(pm) 11 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728