જગસંસારની ગરીબાય હકિકત કે કલ્પના !

ફેબ્રુવારી 17, 2013 at 12:21 પી એમ(pm) 10 comments

 clip_image001
જગસંસારની ગરીબાય હકિકત કે કલ્પના !
રહે જગમાં જાત જાતના માનવીઓ,
તો, સંસારની ગરીબાય એક હકિકત કે ફક્ત કલ્પનાઓ ?…..(ટેક)
 
પ્રભુએ અમીરી સાથે ગરીબાય જોડી શાને ?
વિષ્વમાં જ્યાં નિહાળો ત્યાં દર્શન ગરીબોના શાને ?
ભીખ માંગતા માનવીઓ નિહાળી દર્દ મુજ હૈયે શાને ?……રહે જગમાં……(૧)
 
અમીર સાથે ગરીબો શાને પ્રભુએ જ કર્યા ?
મને લાગે કે અમીરોમાં ઉદારતા પ્રગટાવવા જ કર્યા,
તો, શું ખરેખર અમીર ‘ને ગરીબો છે પ્રભુના ખીલોના ?…રહે જગમાં……(૨)
 
ગરીબાય ભાગ્યમાં જો મળે તો એને સજા માનો?
શાને તો ગરીબાયને માનવીઓ વેપાર બનાવ્યો ?
એથી જ, ગરીબની ખરી ઓળખ કરતા માનવી ગુંચવાય છે !…..રહે જગમાં ……(૩)
 
કોણ ખરેખર ગરીબ એવા વિચારે ના જવાબ મળે,
હૈયું કહે જેને ગરીબ, તેને સ્વીકારતા જવાબ આપોઆપ મળે,
એવા સમયે, સહાય ના કરી શકો તો ગરીબાય છુટેની પ્રાર્થનાઓ કરો !…..રહે જગમાં….(૪)
 
કોઈ કહે ભારતમાં ભિખારીઓ બધા જ છે ઢોંગી,
હું કહું કે વિશ્વભરમાં હોય ભિખારીઓમાં કોઈક ઢોંગી,
એથીજ, ચંદ્ર અંતે કહેઃ હૈયે ગરીબાયનું દર્દ અનુભવી તું દાન કરજે !….રહે જગમાં…..(૫)
 
કાવ્ય રચનાઃ તારીખ ફેબ્રુઆરી,૪,૨૦૧૩                       ચંદ્રવદન
બે શબ્દો…
એક ઈમેઈલ આવ્યો…જે શ્રી પી કે દાવદા તરફથી હતો.
એમાં આ પોસ્ટ સાથે પ્રગટ કરેલું પીકચર હતું.
બસ….આ નિહાળી, આ રચના શક્ય થઈ.
ભિખારીને જોઈ “કોણ સાચો કે જુઠો”એ અનુમાન કરવું અશક્ય છે.
અનેક હકિકતે ભિખારીઓ..કોઈ જરૂર ઢોંગીઓ, જેણે “ભીખ”ને ધંધો કરી દીધો છે.
જો પહેલીવાર દર્શન…અને હૈયાની પૂકાર એના દર્દ માટે આંસુઓ કે લાગણીઓ લાવે ત્યારે મગજને શાંત કરી, ભોજન કે પૈસા જેવી સહાય શક્ય હોય જરૂર કરવી..જો એવું અશક્ય હોય તો પ્રાર્થનાઓ કરવી કે એ વ્યક્તિને ગરીબીમાંથી છુટકારો મળે !…..જો અનુભવે તમે જાણો કે “આ એનો ધંધો છે “ત્યારે પણ કાઈ ના આપતા જુઠાણું છોડવાની સલાહ સાથે અંતરની એના ભલા માટે પ્રાર્થનાઓ કરવી, એ તમારી ફરજ બની જાય છે….તમોને “ગાળો” દેવાનો હક્ક નથી….સજા આપનાર ઉપરવાલો છે !
આશા છે કે આ પોસ્ટ સૌને ગમે ! 
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is inspired by the CARTOON Shri P.K.DAVDA had sent via an Email.
There are BEGGERS everywhere in the WORLD…even a RICH NATION is exempt.
Was this a PLOT or a DESIGN of the CREATOR to have this CONTRAST in the HUMANITY?
Was it the Creator’s desire to PROVOKE COMPASSTION & KINDNESS within the HEARTS of the RICH ?
All humans do not react same ….some show KINDNESS…some show ANGER & HATE.
AND I say>>>
YOU RESPOND TO YOUR FEELINGS IN YOUR HEART TO THE CIRCUMSTANCE YOU FACE !
Hope you like the Message !
 
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

વાડગમાની ભક્તિમાં જલારામ બાપા ! અમેરીકાના પ્રમુખપદે ઓબામા મારી નજરે !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ફેબ્રુવારી 17, 2013 પર 12:56 પી એમ(pm)

  આ જાણીતી વાત ફકીકને દયા આવી ગઈ અને તે સમ્રાટના મહેલ તરફ ગયો.

  સવારનો સમય હતો ફરીક સીધો બાદશાહના મહેલમાં પહોંચી ગયો. ફરીરને જોયું કે સવારનો સમય છે અને દુનિયાનો સૌથી મોટો સમ્રાટ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો છે. ફકીર રાજાની એટલો નજીક હતો કે પ્રાર્થનાના શબ્દ તેના કાનમાં સ્પષ્ટપણે સંભળાઈ રહ્યા હતા. સમ્રાટ ઈશ્વર પાસેથી યાચના કરી રહ્યો હતો કે, હે ઇશ્વર મારા રાજ્યની સીમાઓને વધુ ફેલાવો, મને વધુ મોટો સમ્રાટ બનાવી દો, મારા ખજાનાઓ દિવસે દિવસે વધુ ભરાતા જાય, હે ઇશ્વર મારી ઉપર રહેમ કરો. પ્રાર્થના કરતા કરતા સમ્રાટની સ્થિતિ એવી થઈ ગઈ કે જાણે કોઈ ભિખારી કરગરી રહ્યો હોય.

  દુનિયાના સૌથી મોટા સમ્રાટની આવી સ્થિતિ જોઈ ફકીરને આશ્ચર્ય થયું. તેમને મનોમન વિચાર્યું કે આટલો મોટો સમ્રાટ હોવા છતાં તેના મનમાં સંતોષ નથી. ફકીરે વિચાર્યું કે તેના કરતા તો રસ્તાઓ ઉપર ફરનારા ભિખારી વધુ સારા જે પેટ ભરવા માટે જ હાથ ફેલાવે છે. ફકીરે વિચાર્યું કે આ સમ્રાટ તો દુનિયાનો સૌથી મોટો ભિખારી છે અને જે પોતે જ ભિખારી હોય તેની પાસે શું માંગવું? અને એમ વિચારીને જ ફકીર ઉલટા પગે રાજાના મહેલમાંથી પાછો ફરી ગયો. ગામમાં આવીને ફકીરે મહેલની સ્થિતિ બધા જ લોકોને સંભવાળી અને કહ્યું કે માંગવું હોય તો તેની પાસે માંગો જે સમ્રાટોનો સમ્રાટ છે પરમાત્મા. જે પોતે જ ભિખારી છે તેની પાસે શું માંગવું?

  જવાબ આપો
 • 2. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ફેબ્રુવારી 17, 2013 પર 3:41 પી એમ(pm)

  ડૉ. પુકાર સાહેબ

  આપે સુંદર રચના દ્વારા ગરીબીનો ચિતાર આપ્યો છે.

  આપે ગરીબીની આબેહુબ વેદના વયક્ત કરેલ છે,

  પરંતુ આપણાઓને પોતાના તળિયા બનાવવામાંથી

  ઉંચા આવશે તો વિચારશે,

  હજુ તો એ.બી.સી.ડી. પ્રમાણે કૌભાંડ ચાલુ જ છે.

  સુંદર વ્યથા આપે ઠાલવેલ છે.

  જવાબ આપો
 • 3. Ramesh Patel  |  ફેબ્રુવારી 17, 2013 પર 7:14 પી એમ(pm)

  કોઈ કહે ભારતમાં ભિખારીઓ બધા જ છે ઢોંગી,

  હું કહું કે વિશ્વભરમાં હોય ભિખારીઓમાં કોઈક ઢોંગી,

  એથીજ, ચંદ્ર અંતે કહેઃ હૈયે ગરીબાયનું દર્દ અનુભવી તું દાન કરજે !….રહે જગમાં…..(૫)

  ……………..

  હૃદયમાં ઉભરાતી વ્યથા શબ્દમાં ઉતરી આવી. વેદનામાં સહભાગી થવાનું એજ સાચી અમીરી.મનની ગરીબીની સુંદર વાર્તા,આદરણીય પ્રજ્ઞાબેને કહી.

  સુંદર ભાવભરી કવિતા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 4. ગોદડિયો ચોરો…  |  ફેબ્રુવારી 17, 2013 પર 11:49 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદન્ભાઇ

  વડિલ શ્રી દાવડા સાહેબન મોકલેલ ચિત્ર ઉપરથી સહુના

  હૈયામા ઉદભવતા સવાલને આપે કાવ્યમા કલ્પી એક

  નમુનેદાર ને સુંદર રચના રચી છે. અભિનંદન

  જવાબ આપો
 • 5. P.K.Davda  |  ફેબ્રુવારી 18, 2013 પર 5:04 પી એમ(pm)

  મારૂં મોકલેલું ચિત્ર આ સુંદર રચના માટે નિમિત બન્યું એની મને અનહદ ખુશી છે. આપ સૌનો પ્રેમ મને આ સંપર્ક બનાવી રાખવા મજબૂર કરે છે. મારા રહ્યા સહ્યા વર્ષો આનંદમાં ગુજારવામા સહાયક થવા માટે આપ સૌનો આભાર.

  જવાબ આપો
 • 6. Dilip Gajjar  |  ફેબ્રુવારી 18, 2013 પર 5:32 પી એમ(pm)

  बोध्यनते न याचन्ते भिक्षा द्वारे गृहे गृहे
  दियता दियता नित्यम अद्रातु फल इदृशं
  ચંદ્રવદન ભાઈ સુંદર કાવ્ય ને વિચાર મને સંસ્કૃત સુભાષિત યાદ આવી ગયો ..જેનો અર્થ છે ..
  ભિક્ષુકો ઘરે ઘર જઈ યાચના નથી કરતા પણ બોધ આપે છે કે આપો આપો નિત્ય આપો નહિ તો અમારા જેવી દશા થશે

  જવાબ આપો
 • 7. Dilip Gajjar  |  ફેબ્રુવારી 18, 2013 પર 7:00 પી એમ(pm)

  કોઈ કહે ભારતમાં ભિખારીઓ બધા જ છે ઢોંગી,
  હું કહું કે વિશ્વભરમાં હોય ભિખારીઓમાં કોઈક ઢોંગી,
  એથીજ, ચંદ્ર અંતે કહેઃ હૈયે ગરીબાયનું દર્દ અનુભવી તું દાન કરજે !….રહે જગમાં…..(૫)
  Saras vaat kahi..vicharyukt..ane true..
  videshma pan dumbh vadhu chhe sukhi hovano maatr india ma j nahi.

  જવાબ આપો
 • 8. Ishvarlal R Mistry  |  ફેબ્રુવારી 19, 2013 પર 2:15 એ એમ (am)

  Very nice sayings about beggars , some say they come in any form and shape, you donot know, give them something you can and God will be very happy. Good thoughts chandravadanbhai.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 9. dadimanipotli1  |  ફેબ્રુવારી 25, 2013 પર 7:54 પી એમ(pm)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  કોઈ કહે ભારતમાં ભિખારીઓ બધા જ છે ઢોંગી,
  હું કહું કે વિશ્વભરમાં હોય ભિખારીઓમાં કોઈક ઢોંગી,
  એથીજ, ચંદ્ર અંતે કહેઃ હૈયે ગરીબાયનું દર્દ અનુભવી તું દાન કરજે !….રહે જગમાં…..

  હૃદયમાં ઉભરાતી વ્યથા શબ્દમાં ઉતરી આવી. વેદનામાં સહભાગી થવાનું એજ સાચી અમીરી. મનની ગરીબીની સુંદર વાર્તા,આદરણીય પ્રજ્ઞાબેને કહી.

  સુંદર ભાવસભર કવિતા ….

  જવાબ આપો
 • 10. mdgandhi21, U.S.A.  |  ફેબ્રુવારી 27, 2013 પર 2:29 એ એમ (am)

  ભિખારી સાચો હોય કે ઢોંગી, તેના ૨ કામ, (૧) ભીખ માંગવી અને (૨) છોકારાઓ પેદા કરવા, જેથી વધારે છોકરાઓ હોય તો વધારે ભીખ મળે….!!!!!! સમાજ ભીખ આપે છે એટલે જ વધુ ભિખારીઓ પેદા થયા કરે છે……..

  ભિખારીઓ જ્યારથી ફરજીયાત કુટુંબ નિયોજન અપનાવશે, તેના ૧૫ વરસ પછી કોઈ ભિખારી ગોત્યો નહીં જડે. …….., હા, સમાજમાં દેખીતા તવંગર લોકો ઢોંગી બનતા રહેશે…..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728  

%d bloggers like this: