જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ !

ફેબ્રુવારી 3, 2013 at 3:15 પી એમ(pm) 17 comments

જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ !

Astrological Chart - New Millennium.JPG

ASTROLOGY & the ASTROLOGICAL CHART
લગ્નમાં વિલંબના કારણો અને ઉપાયો > અશ્વિન રાવલ તા. ૧૬/૧૦/૨૦૧૨ દિવ્ય ભાસ્કર > ગુણાંક, દોકડા કે નાડી ક્ષુલ્લક બાબતોથી સારા સારા પાત્રો ગુમાવવા પડે > છે. નક્ષત્રથી થતું મથચિંગ આધારભુત નથી. ગ્રહોની સ્થિતિ જવાબદાર છે. > 1 * સાતમા સ્થાને રહેલો એકલો ગુરુ જલદી લગ્ન થવા દેતો નથી.કારણ કે, સાતમો > ભાવ એ શુક્રનું સ્થાન છે. > સાતમે ગુરુ હોય તો દર ગુવારે ચણાના લોટની મીઠાઈ, બુદી અથવા છેવટે ચણા અને > ગોળ ગાયને ખવડાવવા અથવા બાળકોને કે ગરીબોને વહેંચવા. મુરતિયો જોવા આવવાનો > હોય ત્યારે પીળા વસ્ત્રો પહેરવા.હળદરનો…….
 
 
 
પરભુભાઈ, > આભાર ! > લેખ વાંચ્યો. > અશ્વિનભાઈને ભલે આ શાસ્રની જાણકારી હશે, પણ આવા ગ્રહોની અસર કરી, એના ઉપાયોમાં > મને શ્રધ્ધા નથી.આ મારો વિચાર છે.મને મારામાં જ કંઈક કરવા “પ્રેરણાઓ” મળે છે, એ > જ મારી શક્તિ, જે ઘટનાઓનો સામનો કરી,સંજોગો બદલવા પ્રયાસ કરે છે.આ જ કદાચ હશે > “અંદર” કે “બહાર” રહેતો પ્રભુ !>>>ચંદ્રવદન >
 
: લગ્નમાં વિલંબના કારણો અને ઉપાયો
FROM:
TO:
 • chadravada mistr
Friday, October 19, 2012 9:14 AM
 
મુ. ચંદ્રવદનભાઈ, નમસ્તે. તમારી વાત સાવ સાચી છે, જેમને લાગુ પડતું હોય અને જેમને જ્યોતિષમાં શ્રદ્ધા હોય તેઓ ભલે માને અને આવી વાતોમાં પોતાની સમસ્યાનો ઉકેલ શોધે,પણ ડહાપણની વાત તો એ જ છે કે ભગવાને આપેલી બુદ્ધિ અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ પહેલો કરવો અને ત્યાર બાદ જ આંતરશક્તિને કામે લગાડવા કે પોતાનો વિલ પાવર વધારવા શક્ય હોય તો પ્રભુ પ્રાર્થના કે પછી દાન ધર્મ જેવાં સત્કર્મો કરીને પોતાના ભાગ્યને જગાડવાના પ્રયત્નો કરવા. આ બધા ટૂચકા આખરે તો સુષુપ્ત મનની શક્તિને કામે લગાડવાના છે. એ બહાને જીવદયા કે સામાજિક કાર્યો થાય તે એની સાઈડ ઈફેક્ટ(બાય પ્રોડક્ટ) છે. વિધિના લેખ કદી મિથ્યા થતા નથી, પણ સત્કર્મો દ્વારા પરિણામની તીવ્રતા ઘટાડી તેને સહ્ય બનાવી શકાય. માણસને હતાશ થઈ ભાંગી પડતો બચાવવાનો છે, પણ તેનો  લૂંટારાઓ ગેરલાભ લઈ જાય છે
 
જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ !
આજની પોસ્ટ છે “જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ “.
આવી “ચંદ્રવિચારધારા”માં પ્રવેશ કરીએ !
આ મારા લખાણનો આધાર છે “દિવ્ય ભાસ્કર”માં પ્રગટ થયેલ શ્રી અશ્વિનભાઈ રાવળનો એક લેખ ….જે મેં મારા મિત્ર પરભુભાઈ મિસ્ત્રીના ઈમેઈલથી જાણ્યો.
ત્યારબાદ, મારો જવાબ..અને એના જવાબમાં પરભુભાઈનો જવાબ.
આ પોસ્ટમાં આ સંવાદ ઉપર પ્રગટ કર્યો છે. તે તમો જરૂરથી વાંચશો.
હવે…..
મારે મારા વિચારો લખવા છે.
પૃથ્વી આ બ્રમાંડના સુર્યમંડળમાં એક ગ્રહ છે.એ સુર્યની ફરતે ફરે છે.
એ જ પ્રમાણે, બીજા અનેક ગ્રહો પણ સુર્ય ફરતે ફરી રહ્યા છે. આપણા આ સુર્યમંડળમાં સુર્યનો “મુખ્ય” આધાર છે..અને ફરી રહેલા ગ્રહોની અસર એક બીજા પર પડે તેનો વિજ્ઞાને પુરાવો આપ્યો છે.આ પ્રમાણે ધરતી પર ગ્રહોની અસર પડે એ એક હકિકત છે. આવી જાણકારી એટલે “એસ્ટ્રોલોજી”(ASTROLOGY) યાને જ્યોતિષ જ્ઞાન.
ઉપર મુજબ, “જ્યોતિષ” એક સાયન્સ છે.પણ, આવી જાણકારી ધરવવા માટે ઉંડો અભ્યાસ કરવાની જરૂરત પડે છે.
આવી જાણકારીનો “દાવો” કરનારા અનેક છે…અને, અનેકમાંથી ફક્ત થોડી જ વ્યક્તિઓ પાસે “પુર્ણ” જ્ઞાન છે.
અધુરી જાણકારીવાળા માટે જ્યોતિષ એક “પૈસો કમાવા”નો રસ્તો છે.જ્યારે, પુર્ણ જાણકારીવાળા માટે આ જ્ઞાન કમાણી કરવાનું સાધન નથી જ ! એવી પુર્ણજ્ઞાની વ્યક્તિઓ છુપાયેલા “સત્ય”ને કોઈ પુછનારને જ કહે, જે સમયે પૈસા કોઈ ધરે તો પણ એમની “ના” હોય છે.
જ્યારે જ્યારે કહેવામાં આવે કે “તને શનિની દશા છે” કે “તને મંગળ નડે છે” ત્યારે એના સમાધાન માટે “પુજા/પાઠ કે ઉપવાસ વિગેરે” સાથે પૈસાનો ખર્ચ જોડાયેલ હોય છે..કોઈક ભક્તિપ્રેમીને પ્રભુને પ્રાર્થનાઓ કરવાનો ઉપદેશ હોય છે. શું ફક્ત ભગવાન પર “પુર્ણ શ્રધ્ધા”થી જ સમાધાન ના થાય ?…ખરો મંત્ર તો એ જ છે પણ એવી સલાહમાં “કમાણી” ગાયબ થઈ જાય.
એટલે જ મારે અંતે કહેવું છે કે…….
ગ્રહોની અસર ધરતી પર જરૂર પડે છે. એના કારણે “ધરતીકંપ”…વરસાદ સાથે “રેલ અને નુકશાન”….તેમજ અનેક કુદરતી ધટનાઓ જરૂર હોય એ પણ એક હકિકત છે. આવી ઘટનાઓની અસર માનવીઓ પર હોય એ સ્વભાવીક છે.
પણ…ભાગ્યમાં જે લખ્યું હોય તે મીટાડવાના પંથે જતા કરતા, ઘટનાનો “સામનો” કરી ઘટનાઓના “પરિણામ” બદવાનો પ્રયાસ કરવો  એ જ “બુધ્ધિભર્યું” કાર્ય કહેવાય, આવા સમયે “પ્રભુશ્રધ્ધા” તેમજ “આત્મબળ”નો સહારો લેવો એ જ યોગ્ય કાર્ય કહેવાય. આવા પંથે “નિરાશા” દુર થાય છે, અને માનવી “સફળતા” તરફ વળે છે . બનેલી દુઃખભરી ઘટનાના પરિણામનો “ભેદ” સમજાય છે અને જ્યારે પ્રભુ અંતીમ “મીઠાશ” ભરેલું પરિણામના દર્શન આપે ત્યારે એવો માનવી પ્રભુને “પાડ” માની, એની પ્રભુશ્રધ્ધા વધારે છે.
એથી જ…..
પરભુભાઈના લખેલા શબ્દો “….પણ, ડહાપણની વાત તો એ જ કે ભગવાને આપેલી બુધ્ધિ અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ પહેલો કરવો, અને ત્યારેબાદ આંરતશક્તિને કામે કામે લગાડવા કે “વીલપાવર” વધારવા શક્ય હોય તો પ્રભુ પ્રાર્થના કે દાન ધર્મ જેવા સત્કર્મો કરી ભાગ્યને જગાડવાના પ્રયત્નો કરવા”….આ શબ્દો ગમ્યા….આ શબ્દોમાં જે કંઈ મેં લખ્યૂ તેનો “સાર” છે.
આ બધા મારા વિચારો છે, આ જ રહી “ચંદ્રવિચારધારા”. કોઈ સહમત ..તો કોઈ પાસે “જુદા જ વિચારો” હશે.
તો મારી નમ્ર વિનંતી છે કે તમે પોસ્ટ વાંચી તમારો “પ્રતિભાવ” જરૂરથી આપશો.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
The Topic for the discussion is ASTROLOGY or JYOTISH-SHASTRA.
I say it is a SCIENCE.
But I raise the QUESTION : Who actually know it fully ?
There are MANY who claim to be the EXPERTS.
When there many who had made it a BUSINESS & try to CHEAT the Public,many regard this NOT as the Science.
What is your VIEW on this subject ?
Hope many of you are motivated to give your OPINION !
 
Dr. Chandravadan Mistry

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

સુવિચારો !……માફી” વર્લ્ડપ્રેસનો ૨0૧૨નો વાર્ષિક રીપોર્ટ: મારા બ્લોગ “ચંદ્રપૂકાર” માટે !

17 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ફેબ્રુવારી 3, 2013 પર 4:04 પી એમ(pm)

  ‘ભગવાને આપેલી બુધ્ધિ અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ પહેલો કરવો, અને ત્યારેબાદ આંરતશક્તિને કામે કામે લગાડવા કે “વીલપાવર” વધારવા શક્ય હોય તો પ્રભુ પ્રાર્થના કે દાન ધર્મ જેવા સત્કર્મો કરી ભાગ્યને જગાડવાના પ્રયત્નો કરવા”…આ સર્વાંગ સુંદર સત્ય છે જે સંતો માટે સહજ છે પણ સામાન્ય વ્યક્તીઓને જુદી જુદી રીતે સમજાવવા પ્રયત્ન થાય તેમા કેટલીક વાર ઠગ સંતના નામે ગેરરસ્તે દોરવે છે.જ્યોતિષમા ગણિત અંગે કોઇ પણ શંકા નથી પણ ફલાદેશ માટે પાત્રતા જોઇએ.
  તદેવ લગ્નં સુદિનં તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ I.
  વિદ્યાબલં દેવબલં તદેવ લક્ષ્મીપતે તેંધિયુગં સ્મરામિ II.
  ભાવાર્થ : લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનના ચરણયુગલનું જે ક્ષણે સ્મરણ કરું છું તે ક્ષણ જ ઉત્તમ છે, તે જ સુદિવસ છે…………………..અમારી વાત.અમને ચાર દિકરીઓ.ચિ સૌ યામિનીના જન્માક્ષર લઇ સૂરત નાણાવટમા પારસી જ્યોતિષને બતલાવતા તેમના સહજ રમુજી સ્વભાવ પ્રમાણે કહ્યું બહુ સરસ ભાવી છે પણ તેનો ટાંટીઓ ભાંગશે ત્યાર બાદ લગ્ન થશે! ત્યાર બાદ તે રાજ્ય કક્ષાની ગરબામા હરિફાઇ માટે નીકળી અને આણંદ ચોકડીએ અકસ્માત થયો.પગના નાની આંગળીએ ક્રેક થયો!તુરત અમદાવાદ નત્ય નાટિકામા ભાગ લેવાનું થયુ…ત્યાં વિવાહ થયો અને અમદાવાદમા લગ્ન પણ…
  આ દિકરી સાથે તમારે વાત પણ થઇ છે
  તેની આ ગઝલ ઘણા બ્લોગ પર આવી છે તેમા તમારા પ્રશ્નનો ઉતર છે
  પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
  સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?

  ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે
  મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?

  નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું
  કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?

  મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
  અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

  જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
  ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?

  જવાબ આપો
  • 2. prdpravalpradip raval  |  ફેબ્રુવારી 5, 2013 પર 9:12 એ એમ (am)

   જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
   ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?

   i strongly believe astrology is deep science……….aatmabal sathe jyotishsastra hamesha rahelu chhe…karanke te j aatmiybal khilve chhe…jene prerakbal pan kahevay..

   જવાબ આપો
 • 3. dhavalrajgeera  |  ફેબ્રુવારી 3, 2013 પર 5:07 પી એમ(pm)

  ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે
  મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  ફેબ્રુવારી 3, 2013 પર 5:16 પી એમ(pm)

  માણસે પોતાનું ભાગ્ય અને ભવિષ્ય પોતે જ બનાવવાનું હોય છે . પુરુષાર્થ વિના ભાગ્ય પાંગળું છે .

  તમારી ભાગ્ય રેખા તમારે દોરવી પડે. માણસ જ્યારે કોઈ તકલીફમાં આવી પડે છે ત્યારે એ કોઈ જ્યોતિષના જાણકારનો આશરો લે છે . એમાં એ આશ્વાસન શોધવા પ્રયત્ન કરતો હોય છે .

  હેલન કેલરના ભાગ્યમાં અંધત્વ, બહેરા અને મુગાપણું બાળપણમાં લખાયું પણ એણે પોતાના પુરુષાર્થથી એના ભાગ્યને બદલી નાખ્યું .ભાગ્ય મોટું કે પુરુષાર્થ એનો હેલન કેલરનું જીવન એક સ્પષ્ટ જવાબ છે .

  જવાબ આપો
 • 5. nabhakashdeep  |  ફેબ્રુવારી 4, 2013 પર 5:37 એ એમ (am)

  માનવ જાતે જાત જાતના કીમિયા અપનાવ્યા છે, કદીક સ્વાર્થથી, કદીક જન હિતાય .

  સમય વર્તે સાવધાન જાતે જ થવું એ સૌથી ઉત્તમ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 6. Atul Jani (Agantuk)  |  ફેબ્રુવારી 4, 2013 પર 4:39 પી એમ(pm)

  http://wp.me/pkyd2-2EY

  જવાબ આપો
 • 7. Ishvarlal R Mistry.  |  ફેબ્રુવારી 4, 2013 પર 5:50 પી એમ(pm)

  With todays spiritual knowledge ,one can make a good decision on how best life can be lived.One must have faith and Trust. Good thoughts and posting.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. P.K.Davda  |  ફેબ્રુવારી 4, 2013 પર 5:56 પી એમ(pm)

  સતત અઢાર મહિના સુધી મેં જ્યોતિષશાસ્ત્રના પુસ્તકો વાંચ્યા. ત્યાર બાદ ચાલીસ એવા લોકોના જ્ન્માક્ષર એકઠા કર્યા જેમને હું સારી રીતે ઓળખતો હતો. એમના જ્ન્માક્ષર મુજબ જે થવું જોઈએ એ મેં કોઈપણ વ્યક્તિના જીવનમાં જોયું નહિં. જે અઢળક સંપત્તિના માલિક હોવા જોઈએ એ ક્યારેક બસો રૂપિયા મારી પાસેથી ઉધાર લેતા!!

  જવાબ આપો
 • 9. prdpravalpradip raval  |  ફેબ્રુવારી 5, 2013 પર 9:09 એ એમ (am)

  i strongly believe astrology is deep science……….aatmabal sathe jyotishsastra hamesha rahelu chhe…karanke te j aatmiybal khilve chhe…jene prerakbal pan kahevay..

  જવાબ આપો
 • 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ફેબ્રુવારી 5, 2013 પર 12:16 પી એમ(pm)

  શ્રી. ડૉ. પુકાર સાહેબ

  માનવે મંગળ પર પાણી છે, કે નહિ

  તે શોધવામાં અબજો રૂપિયા ખર્ચ કરે છે,

  પરંતુ પોતાના જીવનમાં મંગળ કેવી રીતે થાય તે વિચારતો નથી.

  આપના સમાજ જાગૃતિના પ્રયાસને બિરદાવવો જ રહ્યો.

  જવાબ આપો
 • 11. mdgandhi21, U.S.A.  |  ફેબ્રુવારી 5, 2013 પર 8:47 પી એમ(pm)

  માણસે પોતાનું ભાગ્ય અને ભવિષ્ય પોતે જ બનાવવાનું હોય છે .ભાગ્યમાં હશે તો પણ પુરુષાર્થ વિના ભાગ્ય પાંગળું છે .

  જવાબ આપો
 • 12. DR. CHANDRAVADAN MISTRY  |  ફેબ્રુવારી 6, 2013 પર 3:20 પી એમ(pm)

  I had the oppotunity to read 2 DOCUMENTS from PK DAVADA…I am tempted to publish one here>>>

  અટપટું શાસ્ત્ર-જ્યોતિષ શાસ્ત્ર(૧)

  જ્યોતિષશાસ્ત્રના પુસ્તકો અને લેખો નું લખાણ અટપટું હોય છે. મારા જેવા એંજીનીઆર માટે એ સમજવંઅ ખૂબ જ મુશ્કેલ છે.

  એક લેખમા જણાવ્યું છે કે જ્યોતિષમાં ગ્રહોની જીવંત વ્યક્તિઓ તરીકે કલ્પના કરવામાં આવી છે. મનુષ્યોને માફક તેઓ પણ સ્ત્રી અને પુરુષ જાતિમાં વહેંચાયેલાં છે. જીવંત વ્યક્તિઓની માફક તેઓ પણ પોતાની પ્રકૃતિ, ગમા-અણગમાંઓ ધરાવે છે. અરસપરસ એકબીજાની હાજરીનો સ્વીકાર કરે છે. બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે તેમજ પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે.

  ઘણાં લખાણોમાં કહ્યું છે કે ગ્રહોમાં સૂર્ય રાજા છે, ચંદ્ર રાણી છે, મંગળ સેનાપતિ છે, બુધ યુવરાજ છે, ગુરૂ દેવોના ગુરૂ છે, શુક્ર દાનવોના ગુરૂ છે અને શનિ સેવક છે.

  આ જ પુસ્તકો અને લેખોમા કહ્યું છે કે બુધ એ ગુરૂની પત્નિ તારા અને ચંદ્રનો પુત્ર છે. હવે જો ચંદ્ર રાણી હોય તો તે તારાને પુત્ર કેવી રીતે આપી શકે? બધા પુસ્તકોમા ચંદ્રને સ્ત્રી સંજ્ઞક અથવા સ્ત્રી જાતીનો કહેવામા આવ્યો છે, અને એ જ પુસ્તકોમાં “ચન્દ્રએ દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા.” એમ કહ્યું છે.

  લગભગ આવી જ સ્થિતિ શુક્રની છે. શુક્ર એ મહર્ષિ ભૃગુના પુત્ર છે અને દૈત્યોના ગુરુ છે. એમને પણ સ્ત્રી સંજ્ઞક અથવા સ્ત્રી જાતીનો ગ્રહ કહ્યો છે.

  કદાચ સ્ત્રી સંજ્ઞક અને સ્ત્રી જાતીનો ગ્રહ એમ બીજા કોઈ સંદર્ભમાં કહ્યા હોય પણ ક્યાંય એ સંદર્ભની સમજ મેં જોઈ નથી.

  હવે બુધની વાત કરીએ. બુધ યુવરાજ છે. આ હિસાબે એ સુર્ય(રાજા) અને ચંદ્ર(રાણી)નો પુત્ર હોવો જોઈએ. પણ બુધ તો ગુરૂની પત્નિ તારા અને ચંદ્રનો પુત્ર છે એમ આ જ શાસ્ત્રમાં કહ્યું છે. આ બધું મારા જેવા એંજીનીઅરને અટપટું લાગે છે.

  જ્યોતિષશાસ્ત્ર પ્રવેશ નામના પુસ્તકમાં રાશીઓના ૮૯ ગુણ ધર્મો અને ગ્રહોના ૧૫૨ ગુણ ધર્મો આપેલા છે. મોટાભાગના જ્યોતિષ વિષયના લેખોમાં આમાના ૧૦ ટકા ગુણ ધર્મોનો પણ ઉલ્લેખ હોતો નથી એથી એ તત્વોની અસર વિષે કોઈને કંઈપણ સમજ આપવામા આવતી નથી.

  હું એમ માનુ છું કે કાં તો આપણે જ્યોતિષશાસ્ત્રનો As is where is basis પર સ્વીકાર કરી લઈએ અથવા તો એને માનવાનો ઈન્કાર કરી દઈયે. સ્વીકાર કરી શંકાઓ કરશું તો એનું સમાધાન મળવું મુશ્કેલ છે.
  -પી. કે. દાવડા
  I hope the READERS enjoy reading the VIEWPOINT…You may agree or NOT is your CHOICE.
  Chandravadan

  જવાબ આપો
  • 13. DR. CHANDRAVADAN MISTRY  |  ફેબ્રુવારી 6, 2013 પર 3:50 પી એમ(pm)

   This is yet ANOTHER WRITE-UP fo P.K.DAVDA>>>>

   અટપટું શાસ્ત્ર- જ્યોતિષ શાસ્ત્ર(૨)

   જ્યોતિષ શાસ્ત્ર ઉપર ગુજરાતીમા એક દળદાર પુસ્તકના લેખકના પ્રવચનનું મુંબઈમા આયોજન કરવામા આવ્યું હતું. આયોજકોએ મોકલેલા આમંત્રણ પત્રકમા લખવામા આવ્યું હતું કે પ્રવચનને અંતે વક્તા, શ્રોતાઓના પ્રશ્નોના જવાબ આપસે તો તે માટે જન્મપત્રિકા સાથે લઈ આવવી.

   મેં આ સભામા હાજરી આપેલી. મારી સાથે મારા એક ચાર્ટડ એકાઉંટંટ મિત્ર પણ આવેલા. એ પોતાના ૫૦ વર્ષના કાકાના જન્માક્ષર લઈ આવેલા.
   એ વખતે આ લેખક મહાશયની ઉમ્મર સાઈઠેક વર્ષની તો હશે જ. સભાને અંતે પ્રશ્ન-ઉત્તરનો ક્રમ શરૂ થયો. મારા મિત્રે જન્માક્ષર આપ્યા અને પશ્ન પુછ્યો કે એમને સંતાન યોગ કેવો છે? લેખક મહાશયે કુંડળીનો અભ્યાસ કરીને કહ્યું કે એમને એક પુત્ર છે. જ્યારે મારા મિત્રે કહ્યું કે એમને કોઈ સંતાન નથી, તો લેખક મહાશયે કહ્યું કે, કદાચ એમની પત્નિ સિવાયની બીજી કોઈ સ્ત્રીથી એમને પુત્ર થયો હશે જેની તમને ખબર નહિં હોય. આ જવાબ આપતાં લેખકને શરમ આવી કે નહિં એ હું નથી જાણતો પણ આવી વાહિયાત વાત સાંભળીને મને શરમ આવી. હકીકતમા મારા મિત્રના એ કાકા Medical Grounds પર સંતાન પેદા કરવા સક્ષમ ન હતા. મારા આ મિત્રે મને થોડા દિવસ પછી એ પેપર્સ દેખાડેલા.

   મારા મત મુજબ લેખક મહાશય કહી શ્ક્યા હોત કે આ કુંડળી જો accurate હોય તો તેમા પુત્ર યોગ છે, પણ જન્મનો સમય બરાબર ન હોય, અથવા કુંડ્ળી બનાવનારના ગણિતમા ભૂલ હોય તો સંતાન ન પણ હોય. એ કોઈ રસ્તાપરના જ્યોતિષ ન હતા, એક દળદાર અને પ્રખ્યાત પુસ્તક્ના લેખક હતા.

   આમ ગમે તે રીતે પોતાને સાચા પુરવાર કરવાની વૃત્તિ ધરાવતા જ્યોતિષો, આ શાસ્ત્રને વધારે નુકશાન પહોંચાડે છે.

   હવે એક બીજી વાત કરૂં. એક જ શહેરમા ખુબ નજીક નજીક રહેતા બે યુગલો એક જ સમયે બાળકને જન્મ આપે છે. સ્વભાવિક રીતે બન્નેની કુંડળી તંતોતંત એક સરખી હોવાની. હકિકતમાં એક યુગલ ખૂબજ ધનવાન છે અને બીજું યુગલ ખુબ જ ગરીબ છે તો સ્વાભાવિક રીતે બન્નેનું બાળકોનું ભાવિ શરૂઆતથી જ અલગ હોય છે. મેં આવી બે વ્યક્તિઓની કુંડળી જોઈ છે. જ્યોતિષો એનો જવાબ આપસે કે માત્ર સાદી લગ્ન કુંડળી જોવાથી ન ચાલે, બીજું ઘણું બધું ગણિત કરવું પડે, પણ હકિકતમા મોટા ભાગના ભવિષ્યકથન માત્ર કુંડળી જોઈને જ આ લોકો કરતા હોય છે.

   ચંદ્ર સિવાયના ગ્રહો પૃથ્વીથી ખુબ દૂર છે. એક જ દિવસમા તેમના અને પૃથ્વીના અંતરમા કેટલો ફરક પડતો હશે? તો એક જ દિવસે જન્મેલા લોકો પર એમની અલગ અલગ અસર કઈ રીતે થઈ શકે? એક જ જ્ગ્યાએ સૂર્યનું તાપમાન બધી વ્યક્તિઓ માટે એક જ હોય છે, તો તેમનુ ભવિષ્ય સૂર્યને લીધે કેમ અલગ અલગ હોઈ શકે?

   આવા તો અનેક પ્રશ્નો મનમા આવે છે, પણ પછી થાય છે ચાલવા દો, સેંકડો વરસથી ચાલે છે અને હજી ઘણા વરસ સુધી ચાલસે. જ્યારે લોકો પાસે આવી વસ્તુઓ માટે સમય નહિં હોય ત્યારે ઓછું થઈ જશે, સિવાય કે આ વિષય પર ગંભીર રીતે સંશોધન કરી એને Logical રીતે ફરી લખવામા આવે.

   -પી. કે. દાવડા
   I hope you will read this too !
   Chandravadan

   જવાબ આપો
 • 14. captnarendra  |  ફેબ્રુવારી 7, 2013 પર 3:03 એ એમ (am)

  There are two aspects to the Indian astrology. The first is, the way a zodiacal chart is cast. It is based on scientific calculations of the position of the planets, viz. at which degree, minutes and seconds (both in terms of the time and the compass) in relation to the position of the place of birth of the subject. Here, the geographical position to the exact latitude and longitude is measured. The second aspect is that of the predictions on the basis of the first aspect described above.

  To the best of my understanding, predictions are based on historical analogies of people having similar horoscopes or the charts. Predictions based on such analogies may or may not be accurate and if some of them do happen one would tend to believe that it could be coincidence, or the experience of the compilers of astrological treatizes is the closest approximation. It does not mean that every prediction will come true – or more like, it will happen.

  In my personal experience one of my astrologer friends had read my chart and had said that there is a yog of my traveling westwards. I had laughed it off because I could not even my wildest dreams EVER travel westwards. Now, in the eve of my life, I am’ in the farthest edge of the west, a few hundred feet from the Pacific Ocean.

  Our respected Pragnaju has written about her experience. Could there be an explanation to the accuracy of some of the predictions? I wonder.

  જવાબ આપો
 • 15. Dilip Gajjar  |  ફેબ્રુવારી 7, 2013 પર 12:42 પી એમ(pm)

  Chandravadanbhai, Khub interesting topic..Nirante comment aapish..

  જવાબ આપો
 • 16. dadimanipotli1  |  ફેબ્રુવારી 9, 2013 પર 12:03 પી એમ(pm)

  આદરણીય ડો.ચંદ્રવદનભાઈ,

  આપે ખૂબજ સુંદર વિષયની ચર્ચા અહીં કરી છે, જેમાં નેક મતમતાંતર જોવા અને જાણવા મળશે. હકીકત એ છે કે જે શાસ્ત્રની આપે ચર્ચા કરી છે તે શાસ્ત્ર માટે કોઈ શંકા ન હોવી જોઈએ, પરંતુ તે શાસ્ત્રની સમજ અને તેના ઉપયોગ કરનાર માટે જરૂર હંમેશા પાત્રતાનો પ્રશ્ન કરવો જરૂરી છે.

  હકીકતે આમાં પડ્યા સિવાય માનવે પુરુષાર્થ નો માર્ગ અપનાવો જોઈએ, બાકી બધા ઉપાયો માં સાવધાની પૂરેપૂરી જરૂરી છે.

  જવાબ આપો
 • 17. Dilip Gajjar  |  ફેબ્રુવારી 9, 2013 પર 7:25 પી એમ(pm)

  શ્રી ચંદ્રવદન ભાઈ આપે સાચું કહ્યું છે આ પોષ્ટમાં .. માનવ જીવન ઉન્નત બને ત માટે અનેક શાસ્ત્રો માર્ગદર્શન આપે છે તેમાંથી સાર લઇ આગળ વધવું અને પુરુષાર્થ યા પ્રયત્ન મહત્વનો છે દૈવ નસીબ માં લખેલ પણ પહેલા કરેલ કર્મ નું જ ફળ છે તો શા માટે આજનું કર્મ છોડવું ..?
  કર્મયોગનું મહત્વ સ્વમુખે ગીતામાં ભગવાને સમજાવ્યું અને,.. દૈવમ ચૈવાત્ર પંચમમ અર્થાત નસીબ નો ક્રમ પાંચમો ..છેલ્લે કહ્યો છે

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,546 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728  

%d bloggers like this: