Archive for ફેબ્રુવારી 3, 2013

જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ !

જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ !

Astrological Chart - New Millennium.JPG

ASTROLOGY & the ASTROLOGICAL CHART
લગ્નમાં વિલંબના કારણો અને ઉપાયો > અશ્વિન રાવલ તા. ૧૬/૧૦/૨૦૧૨ દિવ્ય ભાસ્કર > ગુણાંક, દોકડા કે નાડી ક્ષુલ્લક બાબતોથી સારા સારા પાત્રો ગુમાવવા પડે > છે. નક્ષત્રથી થતું મથચિંગ આધારભુત નથી. ગ્રહોની સ્થિતિ જવાબદાર છે. > 1 * સાતમા સ્થાને રહેલો એકલો ગુરુ જલદી લગ્ન થવા દેતો નથી.કારણ કે, સાતમો > ભાવ એ શુક્રનું સ્થાન છે. > સાતમે ગુરુ હોય તો દર ગુવારે ચણાના લોટની મીઠાઈ, બુદી અથવા છેવટે ચણા અને > ગોળ ગાયને ખવડાવવા અથવા બાળકોને કે ગરીબોને વહેંચવા. મુરતિયો જોવા આવવાનો > હોય ત્યારે પીળા વસ્ત્રો પહેરવા.હળદરનો…….
 
 
 
પરભુભાઈ, > આભાર ! > લેખ વાંચ્યો. > અશ્વિનભાઈને ભલે આ શાસ્રની જાણકારી હશે, પણ આવા ગ્રહોની અસર કરી, એના ઉપાયોમાં > મને શ્રધ્ધા નથી.આ મારો વિચાર છે.મને મારામાં જ કંઈક કરવા “પ્રેરણાઓ” મળે છે, એ > જ મારી શક્તિ, જે ઘટનાઓનો સામનો કરી,સંજોગો બદલવા પ્રયાસ કરે છે.આ જ કદાચ હશે > “અંદર” કે “બહાર” રહેતો પ્રભુ !>>>ચંદ્રવદન >
 
: લગ્નમાં વિલંબના કારણો અને ઉપાયો
FROM:
TO:
  • chadravada mistr
Friday, October 19, 2012 9:14 AM
 
મુ. ચંદ્રવદનભાઈ, નમસ્તે. તમારી વાત સાવ સાચી છે, જેમને લાગુ પડતું હોય અને જેમને જ્યોતિષમાં શ્રદ્ધા હોય તેઓ ભલે માને અને આવી વાતોમાં પોતાની સમસ્યાનો ઉકેલ શોધે,પણ ડહાપણની વાત તો એ જ છે કે ભગવાને આપેલી બુદ્ધિ અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ પહેલો કરવો અને ત્યાર બાદ જ આંતરશક્તિને કામે લગાડવા કે પોતાનો વિલ પાવર વધારવા શક્ય હોય તો પ્રભુ પ્રાર્થના કે પછી દાન ધર્મ જેવાં સત્કર્મો કરીને પોતાના ભાગ્યને જગાડવાના પ્રયત્નો કરવા. આ બધા ટૂચકા આખરે તો સુષુપ્ત મનની શક્તિને કામે લગાડવાના છે. એ બહાને જીવદયા કે સામાજિક કાર્યો થાય તે એની સાઈડ ઈફેક્ટ(બાય પ્રોડક્ટ) છે. વિધિના લેખ કદી મિથ્યા થતા નથી, પણ સત્કર્મો દ્વારા પરિણામની તીવ્રતા ઘટાડી તેને સહ્ય બનાવી શકાય. માણસને હતાશ થઈ ભાંગી પડતો બચાવવાનો છે, પણ તેનો  લૂંટારાઓ ગેરલાભ લઈ જાય છે
 
જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ !
આજની પોસ્ટ છે “જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ “.
આવી “ચંદ્રવિચારધારા”માં પ્રવેશ કરીએ !
આ મારા લખાણનો આધાર છે “દિવ્ય ભાસ્કર”માં પ્રગટ થયેલ શ્રી અશ્વિનભાઈ રાવળનો એક લેખ ….જે મેં મારા મિત્ર પરભુભાઈ મિસ્ત્રીના ઈમેઈલથી જાણ્યો.
ત્યારબાદ, મારો જવાબ..અને એના જવાબમાં પરભુભાઈનો જવાબ.
આ પોસ્ટમાં આ સંવાદ ઉપર પ્રગટ કર્યો છે. તે તમો જરૂરથી વાંચશો.
હવે…..
મારે મારા વિચારો લખવા છે.
પૃથ્વી આ બ્રમાંડના સુર્યમંડળમાં એક ગ્રહ છે.એ સુર્યની ફરતે ફરે છે.
એ જ પ્રમાણે, બીજા અનેક ગ્રહો પણ સુર્ય ફરતે ફરી રહ્યા છે. આપણા આ સુર્યમંડળમાં સુર્યનો “મુખ્ય” આધાર છે..અને ફરી રહેલા ગ્રહોની અસર એક બીજા પર પડે તેનો વિજ્ઞાને પુરાવો આપ્યો છે.આ પ્રમાણે ધરતી પર ગ્રહોની અસર પડે એ એક હકિકત છે. આવી જાણકારી એટલે “એસ્ટ્રોલોજી”(ASTROLOGY) યાને જ્યોતિષ જ્ઞાન.
ઉપર મુજબ, “જ્યોતિષ” એક સાયન્સ છે.પણ, આવી જાણકારી ધરવવા માટે ઉંડો અભ્યાસ કરવાની જરૂરત પડે છે.
આવી જાણકારીનો “દાવો” કરનારા અનેક છે…અને, અનેકમાંથી ફક્ત થોડી જ વ્યક્તિઓ પાસે “પુર્ણ” જ્ઞાન છે.
અધુરી જાણકારીવાળા માટે જ્યોતિષ એક “પૈસો કમાવા”નો રસ્તો છે.જ્યારે, પુર્ણ જાણકારીવાળા માટે આ જ્ઞાન કમાણી કરવાનું સાધન નથી જ ! એવી પુર્ણજ્ઞાની વ્યક્તિઓ છુપાયેલા “સત્ય”ને કોઈ પુછનારને જ કહે, જે સમયે પૈસા કોઈ ધરે તો પણ એમની “ના” હોય છે.
જ્યારે જ્યારે કહેવામાં આવે કે “તને શનિની દશા છે” કે “તને મંગળ નડે છે” ત્યારે એના સમાધાન માટે “પુજા/પાઠ કે ઉપવાસ વિગેરે” સાથે પૈસાનો ખર્ચ જોડાયેલ હોય છે..કોઈક ભક્તિપ્રેમીને પ્રભુને પ્રાર્થનાઓ કરવાનો ઉપદેશ હોય છે. શું ફક્ત ભગવાન પર “પુર્ણ શ્રધ્ધા”થી જ સમાધાન ના થાય ?…ખરો મંત્ર તો એ જ છે પણ એવી સલાહમાં “કમાણી” ગાયબ થઈ જાય.
એટલે જ મારે અંતે કહેવું છે કે…….
ગ્રહોની અસર ધરતી પર જરૂર પડે છે. એના કારણે “ધરતીકંપ”…વરસાદ સાથે “રેલ અને નુકશાન”….તેમજ અનેક કુદરતી ધટનાઓ જરૂર હોય એ પણ એક હકિકત છે. આવી ઘટનાઓની અસર માનવીઓ પર હોય એ સ્વભાવીક છે.
પણ…ભાગ્યમાં જે લખ્યું હોય તે મીટાડવાના પંથે જતા કરતા, ઘટનાનો “સામનો” કરી ઘટનાઓના “પરિણામ” બદવાનો પ્રયાસ કરવો  એ જ “બુધ્ધિભર્યું” કાર્ય કહેવાય, આવા સમયે “પ્રભુશ્રધ્ધા” તેમજ “આત્મબળ”નો સહારો લેવો એ જ યોગ્ય કાર્ય કહેવાય. આવા પંથે “નિરાશા” દુર થાય છે, અને માનવી “સફળતા” તરફ વળે છે . બનેલી દુઃખભરી ઘટનાના પરિણામનો “ભેદ” સમજાય છે અને જ્યારે પ્રભુ અંતીમ “મીઠાશ” ભરેલું પરિણામના દર્શન આપે ત્યારે એવો માનવી પ્રભુને “પાડ” માની, એની પ્રભુશ્રધ્ધા વધારે છે.
એથી જ…..
પરભુભાઈના લખેલા શબ્દો “….પણ, ડહાપણની વાત તો એ જ કે ભગવાને આપેલી બુધ્ધિ અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ પહેલો કરવો, અને ત્યારેબાદ આંરતશક્તિને કામે કામે લગાડવા કે “વીલપાવર” વધારવા શક્ય હોય તો પ્રભુ પ્રાર્થના કે દાન ધર્મ જેવા સત્કર્મો કરી ભાગ્યને જગાડવાના પ્રયત્નો કરવા”….આ શબ્દો ગમ્યા….આ શબ્દોમાં જે કંઈ મેં લખ્યૂ તેનો “સાર” છે.
આ બધા મારા વિચારો છે, આ જ રહી “ચંદ્રવિચારધારા”. કોઈ સહમત ..તો કોઈ પાસે “જુદા જ વિચારો” હશે.
તો મારી નમ્ર વિનંતી છે કે તમે પોસ્ટ વાંચી તમારો “પ્રતિભાવ” જરૂરથી આપશો.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
The Topic for the discussion is ASTROLOGY or JYOTISH-SHASTRA.
I say it is a SCIENCE.
But I raise the QUESTION : Who actually know it fully ?
There are MANY who claim to be the EXPERTS.
When there many who had made it a BUSINESS & try to CHEAT the Public,many regard this NOT as the Science.
What is your VIEW on this subject ?
Hope many of you are motivated to give your OPINION !
 
Dr. Chandravadan Mistry

ફેબ્રુવારી 3, 2013 at 3:15 પી એમ(pm) 17 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,702 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728