સુવિચારો !……માફી”

જાન્યુઆરી 30, 2013 at 3:00 પી એમ(pm) 16 comments

leave thoughts on god

સુવિચારો !
માફી”
(૧) માફી એ માનવીની મહા મુલ્યવાન ચીજ છે !
(૨) હ્રદય ખોલી, અંતરકરણના દરિયામાં ડુબકી મારી માફી માંગવી એ જ ખરી માફી કહેવાય !
(૩) જ્યારે થયેલી ભુલો માટે માફી શબ્દોમાં કહેવામાં આવે ત્યારે એના મુળ દેહની ઉંડાણમાં હોવા જોઈએ !
(૪) જ્યારે માફી અંતરકરણના દરિયામાં સ્નાન કરી કહેવામાં આવે ત્યારે “બદલો લેવાની ભાવના” પીગળી જાય છે અને એ માફી “શુધ્ધ” હોય !
આથી, ચંદ્ર કહે…..
ઓ, માનવ ! પ્રભુએ ભેટ આપેલી ચીજ માફીને હ્રદય દ્વારો ખોલી જાણ, તારા આત્માને સાંભળ, અને ઉદારતા રાખી, અન્ય તરફ તારો પ્રેમ જાગૃત કર !
એ જ તારૂં જીવન સફળ કરશે !
આ ભવસાગર તો જ તું તરી શકશે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Post of “SUVICHAR” is after several TUNKI VARTA Posts.
Now..this Post will be followed by Kavyo….ANAMI or Uncategorised Post Etc.
The Post here on FORGIVENESS.
This is a VIRTUE that the HUMANS possess.
The FORGIVENESS that come from the HUMAN HEART has the REAL VALUE…..MERE WORDS have NO meaning !
DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: સુવિચારો.

મુળજીભાઈ અને કાશીબેનનો જીવણ ! જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ !

16 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જાન્યુઆરી 30, 2013 પર 3:17 પી એમ(pm)

  સંતો કહે છે કે–” “જો આપણે પાપ વગરનાં હોવાનો દાવો કરીએ છીએ, તો આપણે આપણી જાતને ધોખો આપી રહ્યા છીએ અને આપણામાં સત્ય નથી.” પરિણામ સ્વરૂપ, આપણને બેચેની પૂર્વક ભગવાનથી ક્ષમાની આવશ્યકતા છે. જો આપણા પાપોને માફ ન કરવામાં આવે તો, પરિણામ સ્વરૂપ આપણે આપાણા પાપો થી અનંતકાળ સુધી પીડિત રહીશું.’ક્ષમાપના કરવા “ખામેમિ સવ્વ જીવે” અને “સવ્વે જીવા ખમંતુ મે” આ વાક્યને જીવનમાં ચરિતાર્થ કરવાનું પર્વ. બધાથી પહેલા ક્ષમાપના તો પોતાની સાથે કરવાની છે.પોતેજ પોતાના આત્માને ભુલી જશે તો જગતના અન્ય જીવોને કેમ યાદ રાખી શકાશે. તેથી જ પોતાના આત્માની સાથે પ્રશ્ન કરવા પૂર્વક ક્ષમાપન કરવી જરૃરી ગણાશે તે જ સાચી ક્ષમાપના છે. ગુરૃએ “મા રૃષ…માં તુષ…” બે પદ કંઠસ્થ કરવા આપ્યા છે.શિષ્યએ સ્વીકાર કરી શબ્દની યાત્રા આરંભી, શબ્દની યાત્રા આરંભી, શબ્દસ્થ હૃદયસ્થ અંતે આત્મસ્થ…

  જવાબ આપો
 • 2. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જાન્યુઆરી 30, 2013 પર 4:03 પી એમ(pm)

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ

  આપે સુવિચારોની હારમાળામાં સુંદર રજુઆત કરીને

  સમાજને એક નવો રાહ બતાવ્યો છે.

  માફી માં સૌ પ્રથમ ” મા ” શબ્દ આવે છે, માફી આપવામાં

  ” મા ” સૌથી આગળ હોય છે.

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  જાન્યુઆરી 30, 2013 પર 5:42 પી એમ(pm)

  પર્યુષણ પર્વને અંતે જૈન ધર્મમાં મિચ્છામી દુકડમ એ માફી યા ક્ષમાપના આપવા અને લેવાનો જે રીવાજ છે એ હંમેશ માટે અપનાવવા જેવો છે .
  માફી ઉપરની આ પોસ્ટ ગમી .પ્રેરક છે .

  જવાબ આપો
 • 4. mdgandhi21, U.S.A.  |  જાન્યુઆરી 30, 2013 પર 7:25 પી એમ(pm)

  સુંદર વિચારો છે,

  જવાબ આપો
 • 5. Ramesh Patel  |  જાન્યુઆરી 30, 2013 પર 9:39 પી એમ(pm)

  માફી અને ક્ષમા યાચના અને ઉપકારોને જાણવા એ જ જીવનનું મૂલ્ય..આપણને હરપળે સમજાય છે.

  સુંદર વિચાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 6. SARYU PARIKH  |  જાન્યુઆરી 30, 2013 પર 10:15 પી એમ(pm)

  If we want peace in our heart, forgive and receive love, the only way to live. Good reminders.
  Saryu. Working on my Book-2..Thanks for the encouragement.
  http://www.saryu.wordpress.com

  જવાબ આપો
 • 7. himanshupatel555  |  જાન્યુઆરી 31, 2013 પર 2:51 એ એમ (am)

  સરસ અભિવ્યક્તિ.

  જવાબ આપો
 • 8. www.yahoo.com.  |  જાન્યુઆરી 31, 2013 પર 5:13 એ એમ (am)

  Forgiveness is a great thing. That brings peace.
  Very good post chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 9. dadimanipotli1  |  જાન્યુઆરી 31, 2013 પર 11:12 એ એમ (am)

  ઉત્તમ વિચાર અને શીખ છે, પરંતુ માફી તે જ માગી શકે જે પોતાની જાતના અહમ ને ઓગાળી શકે અને આગળ વધે … ! તે ઉત્તમ છે જો તેમ કરે તો.

  જવાબ આપો
 • 10. prdpravalpradip Raval,editor of an fariyad international news paper  |  ફેબ્રુવારી 1, 2013 પર 4:45 એ એમ (am)

  mafi is one of the medicine for human life..mostly social satisfaction

  જવાબ આપો
 • 11. Dilip Gajjar  |  ફેબ્રુવારી 1, 2013 પર 10:43 એ એમ (am)

  અન્ય તરફ તારો પ્રેમ જાગૃત કર !
  એ જ તારૂં જીવન સફળ કરશે !
  આ ભવસાગર તો જ તું તરી શકશે !
  ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
  Khub j sunder suvichar chhe..Mafi mangvi ane aapvi ucch sanskaar chhe..

  જવાબ આપો
 • 12. godadiyochoro  |  ફેબ્રુવારી 2, 2013 પર 1:57 એ એમ (am)

  આદરણીય ડૉ. શ્રી ચન્દ્રવદનભાઇ

  સુવિચારોની સુવર્ણ માલા ચન્દ્ર્ની જેમ મિઠાશ અને મનને શાંતિ આર્પે છે.

  જવાબ આપો
 • 13. hemapatel  |  ફેબ્રુવારી 3, 2013 પર 4:08 પી એમ(pm)

  સાચા હ્રદયથી માફી માગવી બહુ મોટી વાત છે. માફી માગવાથી જ મનમાં રહેલ અહમ દુર થાય.

  જવાબ આપો
 • 14. jbprajapati  |  ફેબ્રુવારી 5, 2013 પર 2:51 પી એમ(pm)

  Respected, sir
  Excellent…!

  જવાબ આપો
 • 15. kiranAksar sakhi  |  સપ્ટેમ્બર 7, 2013 પર 3:01 પી એમ(pm)

  માફી માંગવી કે આપવી બંન્ને સરળ છે.પણ,ખુદને બુરાઈથી બચાવવું અધરું છે.
  બસ,આજ વાતને ધ્યાનમાં રાખી જીવનની બારાખડી ધુંટીયે તો ધણાં પ્રન્નોથી બચી જઈશું.જે છે તે મનની વાત છે.મનને તૈયાર કરી લૈ યે……પર્યુષણ પર્વની આરાધના આરંભિત જ છે તો મનના વિષની વિષમતાને જ માપીને રહીયે…
  આપને સાદર નમન.કિરણઅક્ષર સખી.

  જવાબ આપો
  • 16. chandravadan  |  સપ્ટેમ્બર 7, 2013 પર 5:01 પી એમ(pm)

   Kiranaxaraji,
   You reading this “Old” Post.
   Your Comment read. I thank you for your thoughts expressed.
   Please do REVISIT my Blog
   Chandravadan

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: