મુળજીભાઈ અને કાશીબેનનો જીવણ !

જાન્યુઆરી 23, 2013 at 2:38 પી એમ(pm) 21 comments

Family : child's drawing of the family on a bicycle, vector

મુળજીભાઈ અને કાશીબેનનો જીવણ !
નાના ગામડામાં રહેતા મુળજીભાઈએ સાહસ કર્યું અને મુંબઈ જઈ એક નાના રૂમમાં રહી નોકરી શરૂ કરી. એમણે મહેનત કરી, અને સારી કમાણી થતા, ટુંક સમયમાં જ એમની પત્ની કાશીબેનને મુંબઈ બોલાવ્યા. આ પ્રમાણે, મુળજીભાઈ અને કાશીબેન ખુબ જ આનંદથી એમનું જીવન વિતવવા લાગ્યા.
મુંબઈ શહેરમાં રહી,એઓ બંને મુંબઈના જ થઈ ગયા.ગામે કોઈકવાર જતા,ફરી મુંબઈ આવવા માટે આતુર રહેતા. મુંબઈ રહ્યાને બીજે જ વર્ષ બંને ખુબ જ ખુશ હતા કારણ કે એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો.દીકરાનું નામ પ્રેમથી “પ્રવિણ” રાખ્યું. મુળજીભાઈ અને કાશીબેન પ્રવિણને ખુબ જ પ્યારથી મોટો કરવા લાગ્યા. લાડમાં પ્રવિણ ત્રણ વર્ષનો થઈ ગયો. અને, એક દિવસ કાશીબેને મુળજીભાઈને કહ્યું “મારે તમોને એક ખુશખબરી કહેવી છે “.
“કાશી, શું કહેવું છે ? જે કહેવું હોય તે જલ્દી કહી દે “મુળજીભાઈ આતુર થઈ બોલ્યા.
“આપણા ઘરે હવે પ્રવિણ સાથે રમવા કોઈ આવશે “કાશીબેને ખુશી સાથે કહ્યું
કાશીબેનના આવા શબ્દો સાંભળી, મુળજીભાઈનું હૈયું આનંદથી ભરાઈ ગયું.થોડા મહિનાઓ વહી ગયા. અને, એક દિવસ કાશીબેનને મુળજીભાઈને કહ્યું”સાંભળો છો કે ? મને પેટમાં દુઃખે છે. મને જલ્દી હોસ્પીતાલે લઈ જાઓ!”
મુળજીભાઈએ તો ખુશી સાથે એક ટેક્ષી બોલાવી અને કાશીબેનને નજીક આવેલી નાણાવટી હોસપીતાલમાં દાખલ કરી દીધા.
મુળજીભાઈ હોસ્પીતાલમાં આમ તેમ આટાં મારતા હતા..સમય જાણે થોભી ગયો હતો. એમનું હૈયું ધબકી રહ્યું હતું..એમના મનમાં પત્ની અને પહેલા સંતાનના વિચારો રમી રહ્યા હતા, ત્યાં અચાનક મેટરનીટી વોર્ડના દ્વારો ખુલ્યા અને મેટરનીટીની નર્સએ નજીક આવી કહ્યું”કાકા..કાશીકાકીએ જોડીયા બાળકોનો જન્મ આપ્યો છે.કાકી અને બાળકો સારા છે.”આટલા શબ્દો સાંભળી મુળજીભાઈ તો જલ્દી ખુશ થઈ કાશીબેન પાસે દોડી ગયા.બેડ પર એક પુત્ર અને એક પુત્રી.નાની નાની કાયા, અને સુંદરતાથી ભરપુર.કાશીબેનમા મસ્તકે હાથ ફેરવી, મુળજીભાઈએ દીકરા અને દીકરીના કપાળે વ્હાલમાં ચુંબન કર્યું.એ ત્રણ દિવસો કાશીબેનની સારવાર હોસપીતાલમાં થઈ, અને ત્યારબાદ, મુળજીભાઈ કાશીબેન અને સંતાનોને ઘરે લાવ્યા.મુળજીભાઈ હવે સારૂં કમાતા હતા એથી એમણે ટુંક સમયમાં જ એક ત્રણ રૂમોનો ફ્લેટ લીધો. એ હવે એમનું નવું ઘર !
ફ્લેટમાં જોડીયા બાળકો મોટા થવા લાગ્યા.દીકરાનું નામ જીવણ, અને દીકરીનું નામ માયા રાખ્યું હતું. પ્રવિણ તો નાના ભાઈ અને બેનને નિહાળી અને સાથે રમી ખુબ જ ખુશ હતો. મુળજીભાઈ અને કાશીબેન પણ એમના ત્રણ બાળકો સાથે ખુશી અનુભવતા હતા.અનેક વર્ષો વહી ગયા.પ્રવિણે તો શાળા છોડી, મીઠીબાઈ કોલેજમાં પ્રથમ દાખલ થઈ એંતે સરદાર પટેલ ઍન્જીનીયરીંગ કોલેજમાં ભણી મેકેનીકલ એન્જીનીયરની ડીગ્રી મેળવી. જીવણ અને માયાએ શાળાનો અભ્યાસ પુરો કર્યો, અને કોલેજમાં દાખલ થયા.ત્યારે, પ્રવિણ તો એક સારી નોકરી કરી રહ્યો હતો.મુળજીભાઈ અને કાશીબેને પ્રવિણને લગ્ન કરવા વાતો કરી ત્યારે પ્રવિણે માતાપિતાને કહ્યું “પપ્પા, મમ્મી, મારી સાથે કોલેજમાં શોભના ભણતી તે મને ગમે છે”આ જાણી, મુળજીભાઈ અને કાશીબેન તો રાજી થઈ ગયા. શોભનાને ઘરે બોલાવી,વાતો કરી. અને, થોડા સમયમાં પ્રવિણ અને શોભનાના લગ્ન થઈ ગયા.શોભના એક વહુ તરીકે આવી અને મુળજીભાઈ અને કાશીબેને અને માયા જેવી દીકરી સ્વરૂપે નિહાળી.શોભના પણ ભણેલી હતી એથી એ પણ નોકરી કરતી.આ પ્રમાણે ઘરમાં આનંદ હતો.
અનેક વર્ષો વહી ગયા. જીવણ અને માયા પણ હવે મોટા થઈ ગયા હતા. એમનો કોલેજ અભ્યાસ પણ પુરો થયો હતો.એથી મુળજીભાઈ અને કાશીબેનને એમને પ્રણાવવાની ચિન્તાઓ હતી.જ્યારે પણ લગ્નની વાતોની ચર્ચાઓ ઘરમાં થાય ત્યારે જીવણ કહેતો “બેન માયાના લગ્ન કરો”.દીકરીના લગ્નની ચિન્તા માતાપિતાને હોય જ.પણ પ્રભુની કૃપા થઈ અને નજીકમા રહેતા એક જાણીતા કુટૂંબના દીકરાનું માંગુ આવ્યું..લગ્ન નક્કી થયા. માયાને ધામધુમ અને ખુશી સાથે પરણાવી. એ ભરત સાથે સાસરે આનંદમાં હતી.માયાની ખુશી નિહાળી મુળજીભાઈ અને કાશીબેન પણ ખુશ હતા, અને પ્રભુનો પાડ માનતા હતા.
માયાના લગ્ન બાદ, જ્યારે મુળજીભાઈ કે કાશીબેન જીવણને લગ્નની વાત કરતા ત્યારે એ કહેતોઃ”પપ્પા,મમ્મી શાને ઉતાવળ કરો છો તમે ?”આ પ્રમાણે એ વર્ષ પુરા થઈ ગયા. હવે, મુળજીભાઈ અને કાશીબેનની ધીરજ ખુટવા લાગી.અને, એક દિવસ મુળજીભાઈએ જીવણને રૂમમાં બોલાવ્યો.
“જીવણ, તું ૨૮ વર્ષનો થઈ ગયો છે. હવે તો તારે લગ્ન કરવા જ પડશે.”મુળજીભાઈએ ભારપુર્વક કહ્યું.
જીવણ શાંત રહ્યો.
“તને કોઈ છોકરી ગમે છે ?”કહી મુળજીભાઈ લગ્નની વાત ચાલુ રાખી.
તો પણ જીવણ કાંઈના બોલ્યો.
“જો તું કોઈ છોકરી વિષે ના કહે તો હું અને તારી મમ્મી તારી લાયક છોકરી શોધીશું !” એમણે જરા ગુસ્સા સાથે કહ્યું. ત્યારે કાશીબેન પણ નજીક ઉભા રહી સાંભળતા હતા.
તો, પણ જીવણ બોલ્યોઃ”પપ્પા મારે લગ્ન નથી કરવા !”
“તારે માતા પિતાની ખુશી માટે લગ્ન કરવા પડશે “મુળજીભાઈએ મક્કમ રહી કહ્યું.
“પપ્પા, તમો માનો છો એવો હું નથી.તમે મને સમજો !” જીવણ ધીરેથી બોલ્યો.
“અરે, તું તો અમારો વ્હાલો છે. તું અમોને ખુબ જ માન આપે છે. તું જરૂર અમારું કહ્યું માનશે જ !” મુળજીભાઈએ લગ્નની વાતને ચાલુ રાખી.
ત્યારે જીવણથી રહેવાયું નહી.એ એનું હૈયું ખોલીને કહેવા લાગ્યોઃ
“પપ્પા, હું તો કોઈ પણ છોકરીને પરણવા માંગતો નથી.અત્યારના જમાનામાં લોકો જેઓને “ગેય” કહે છે તેમાંનો એક છું. હા, તમો એ જાણી નારાજ થશો, અને કદાચ ગુસ્સો પણ કરશો.પણ, સત્ય એ જ છે !હું તો અત્યારે કોઈ છોકરાને પણ ચાહતો નથી.મને પ્રભુએ જ એવો બનાવ્યો છે. હું શું કરૂં ? સત્ય કહેવા તમે જ મને શીખવ્યું છે. જુઠું કહી તમેને ખુશ કરૂં કે સત્ય કહી તમોને નારાજ કરૂં ? મેં તો તમારી સાથે જ જીવન જીવી તમારી સેવા કરવાનો નિર્ણય લીધો છે. મારે કોઈ છોકરીનું જીવન બરબાદ કરવું નથી.તમે હવે મને રાખો કે ઘરબહાર કરો,મને એનો સ્વીકાર છે. તમે જે પણ નક્કી કઓ તે મને મંજૂર છે.હું પણ તમોને ખુબ જ પ્યાર કરૂં છું,તમોને માતાપિતા તરીકે મેળવી પોતાને ભાગ્યશાળી સમજું છું.”
આટલા શબ્દો કહી જીવણ ચુપ થઈ ગયો.
રૂમમાં એક અનોખી શાંતી હતી !
મુળજીભાઈ અને કાશીબેનના ચહેરા પર મનમાં અનેક વિચારો રમી રહ્યા હતા એના દર્શન થતા હતા.”મારા જીવણને અપનાવી લઉં કે એને ઘરબહાર કરી ત્યાગ કરૂં ?….કે એને કહું કે તું મારો દીકરો જ નથી એવું માનીશ..કે સમાજના નિયમોનું પાલન કરી પગલું ભરૂં? કે, પ્રભુએ આપેલી ભેટ માની સ્વીકાર કરૂં ?”
અંતે…..
મુળજીભાઈ ઉભા થતા…બે ડગલા જીવણ નજીક ગયા, અને જીવણને ભેટી પડ્યા અને બોલ્યાઃ
“બેટા, તું જેવો છે તેવો મારો છે ! પ્રભુએ તમે બનાવી અમોને સંભાળવા આપ્યો. તમે વ્હાલ કરી,મોટા કરવાની જવાબદારી અમારી હતી. હવે, તું સમજદાર અને મોટો છે. પ્રભુની ઈચ્છા પ્રમાણે જ થાય છે. તું અમારી સાથે રહેશે તો એ અમારૂં ભાગ્ય કહેવાય..જાણે ઘડપણમાં તારી સેવાથી અમો બન્ને ધન્ય થઈ જઈશું. પ્રબુનો પાડ માનીએ છીએ !”
પિતાને ભેટી જીવણે એના મનનો ભાર હલકો કર્યો….મુળજીભાઈને ભેટી એ કાશીબેનને આંખોમાં આંસુઓ લાવી રડવા લાગ્યો ત્યારે કાશીબેને મમતાનો સ્નેહભર્યો હાથ એના કપાળે ફેરવી એના આંસુઓ લુંછી કહ્યું ઃ”બેટા, રડ ના ! તું તો કાળજાનો ટુંકડો છે, અને મારો વ્હાલો છે. હવે મને કે તારા પપ્પાને જરા પણ ચિન્તા નથી. તારી સાથે અમારા ઘડપણમાં આનંદ હશે.”
હવે, જીવણના ચહેરા પર પહેલીવાર એક અનોખો આનંદ હતો, અને એના હૈયામાં છુપાયેલી ચિન્તાઓ હવે દુર થઈ ગઈ હતી.હવે, જીવણ આકાશમાં ઉડી રકેલા પક્ષીઓ જેમ આઝાદ હતો !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
વાર્તા લેખન તારીખઃ સેપ્ટેમ્બર,૨૧,૨૦૧૨
બે શબ્દો…
આજની ટુંકી વાર્તા છે “મુળજીભાઈ અને કાશીબેનનો જીવણ !”
તમે આ પહેલા પાંચ (૫) વર્તાઓ વાંચી. એ બધી જ વાર્તાઓ ઓસ્ટ્રેલીઆમાં હું થોડા મહિનાઓ માટે હતો ત્યારે ઓકટોબરની પાંચ તારીખે ૨૦૧૦માં લખાય હતી. એ સમયે, મારા મનમાં એક જ વિચાર હતોઃ”મેં આગળ “બોધકથાઓ”સ્વરૂપે લખી કંઈક “શીખ” આપવાનો પ્રયાસ કર્યો હતો..તો, હવે સંસારમાં કંઈક “સમાજીક પરિવર્તન” લાવવા  વાર્તાઓ હોવી જોઈએ” બસ, આ વિચાર સાથે પેન અને પેપર સાથે દીકરી જમાઈના એપાર્ટમેન્ટમાં કંઈક લખવા શરૂઆત કરી, અને પ્રભુની પ્રરણાથી ૫ વાર્તાઓને સ્વરૂપ મળ્યું
ત્યારબાદ…
અહી લેન્કેસ્ટર, કેલીફોર્નીઆમાં હું જ્યારે આ વાર્તાઓ પ્રગટ કરી રહ્યો હતો ત્યારે “બીજી” વાર્તાઓ લખવા વિચારતો હતો ત્યારે “ગેય”વર્તનના બનતા દાખલાઓએ સમાજને હલાવી નાંખ્યો તે નજરે આવ્યું. અહી શરૂઆતમાં “ઈસ્ટ કે વેસ્ટ”ના સર્વ સમાજોએ આવા વિચારને અપનાવવા ઈનકાર કર્યો. અંતે,વેસ્ટે પહેલ કરી. આવી વ્યક્તિઓ પણ પ્રભુના જ સંતાનો એવા “ઉચ્ચ” વિચાર સાથે સ્વીકાર કર્યો. ભારતમાં હજું જોઈએ તેવી “જાગૃતી” આવી નથી. આ ધ્યાનમાં લઈ મને આ વાર્તા પોસ્ટરૂપે પ્રગટ કરવા પ્રભુપ્રેરણા મળી.
ચાલો, આવી જ પ્રભુની ઈચ્છા હશે કે મારા હસ્તે આ વાર્તા લખાય, અને આજે તમે “ચંદ્રપૂકાર” પર વાંચી.
તમે આવી વિચારધારા પ્રમાણે ના પણ હોય….તો કદાચ, આ વાર્તા વાંચી તમો પરિવર્તન લાવો.
તમે કદાચ, આવી વિચારધારાથી સહમત પણ હોઈ શકો. તો, આ વાર્તા વાંચી તમો અન્યને “માર્ગદર્શન” આપવામાં હિંમત મેળવો એવી આશા.
તમે જો પૂરાણોના વાંચકો હોય તો, “શિખંડી”વિષે જાણ્યું જ હશે. જરા એના પર ઉંડો વિચાર કરજો !
“બે શબ્દો” લખી તમારા વિચારો જણાવજો. એવું ના કરી શકો તો હું સમજી શકું છું. પણ, તમે પધારી આ વાર્તા વાંચી તે માટે હું સૌને આભાર દર્શાવું છું.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is short story in Gujarati entitled ” MULAJIBHAI ane KASHINENNo JIVAN”.
By this Story, I desire to bring the AWARENESS of the SEXUAL ORIENTATION of the GAYS in our ESTABLISHED SOCIETY with the RULES & OLD IDEAS which CONFICT with the “NEW”.
If one sees this CHANGE as the “God desired” and accept these individuals as the CHILDREN of GOD, then only then one is at PEACE.
I understand that many of you are in cofusion…Some of you may “rejected” this idea, and some of you “accepted” this change in the Society.I just want ALL to  RETHINK seriously & ask your “inner Soul”. I am sure ALL will get the ANSWER.
Hope you like the story.
Thanks for reading this Post.
Dr. Chandravadan Mistry.

Entry filed under: ટુંકી વાર્તાઓ.

કનક,મીરા અને દીકરીઓ ! સુવિચારો !……માફી”

21 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ  |  જાન્યુઆરી 23, 2013 પર 2:44 પી એમ(pm)

  જીવણ ડાહ્યો હતો.

  જવાબ આપો
 • 2. Valibhai Musa  |  જાન્યુઆરી 23, 2013 પર 3:13 પી એમ(pm)

  શ્રી ચંદ્રભાઈ,

  આ વાર્તા અંગે અંગત મેઈલથી જાણ કરું તો; (૧) સજાતીય સંબંધો (નારીઓ) – ગેય (૨)
  સજાતીય સંબંધો (નર) – હોમો; અને (3) જાતીય સુખ માટે અસમર્થ (નર) – વ્યંઢળ, પણ
  એવી નારી હોય તો કોઈ શબ્દની ખબર નથી.

  વાર્તામાં યથોચિત ફેરફાર થાય તો સારું.

  ભારતીય સંસ્કૃતિ અને ઈસ્લામિક કલ્ચરમાં આવા સજાતીય સંબંધોનો નિષેધ છે.તમારી
  વાર્તાનું પાત્ર શા માટે અવિવાહિત રહેવા માગે છે તે માટે તે સ્પષ્ટ થતું નથી.

  આનો જવાબ મેઈલથી જ આપશો. જાહેર ચર્ચા અશોભનીય ગણાશે.

  સ્નેહાધીન,

  વલીભાઈ

  જવાબ આપો
 • 3. pragnaju  |  જાન્યુઆરી 23, 2013 પર 3:13 પી એમ(pm)

  સાંપ્રત સમયમા ખૂબ ચર્ચાયલી ગૅય ની ચર્ચાને સરસ વળાંક આપતી આ વાર્તામાં મા બાપ,કુટુંબ અને સમાજનો અનકંડીશનલ લવ ઉત્તમ ઉપાય છે.
  કાશીબેને મમતાનો સ્નેહભર્યો હાથ એના કપાળે ફેરવી એના આંસુઓ લુંછી કહ્યું ઃ”બેટા, રડ ના ! તું તો કાળજાનો ટુંકડો છે, અને મારો વ્હાલો છે. હવે મને કે તારા પપ્પાને જરા પણ ચિન્તા નથી. તારી સાથે અમારા ઘડપણમાં આનંદ હશે.” કાશીમાની જેમ સમાજ સ્વીકાર કરે તે મહાન વિચાર

  જવાબ આપો
 • 4. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જાન્યુઆરી 23, 2013 પર 3:57 પી એમ(pm)

  શ્રીમાન. ડૉ. પુકાર સાહેબ

  સરસ ખુબ જ સરસ

  કાશ દરેક માતા-પિતાના આવા વિચારો હોય….!

  ” બેટા, તું જેવો છે તેવો મારો છે ! પ્રભુએ તમે બનાવી અમોને સંભાળવા

  આપ્યો. તમે વ્હાલ કરી,મોટા કરવાની જવાબદારી અમારી હતી.

  હવે, તું સમજદાર અને મોટો છે. “

  જવાબ આપો
 • 5. umavasavada  |  જાન્યુઆરી 23, 2013 પર 5:19 પી એમ(pm)

  It is good that parents and kids are understand each other . And accept the FACT.

  Date: Wed, 23 Jan 2013 14:39:02 +0000
  To: umavasavada@hotmail.com

  જવાબ આપો
  • 6. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 23, 2013 પર 5:30 પી એમ(pm)

   Umaji,
   I have noticed that you have been regularly following my Blog.
   Thanks for your Revisit & your Comment.
   Dr. Chandravadan

   જવાબ આપો
 • 7. mdgandhi21, U.S.A.  |  જાન્યુઆરી 23, 2013 પર 11:17 પી એમ(pm)

  આ કબૂલ કરવું એ પણ બહુ મોટી હિંમત માંગી લ્યે છે, અને સમજુ માબાપ સમજી જાય તે પણ બહુ અગત્યનું છે. પહેલાના જમાનામાં પણ આવું હતું, પણ એ ખાનગી રહેતું, કુટુંબની બળજબરીથી કે મજબુરીથી લગ્ન પણ થતાં, પણ લગ્ન પછી બન્નેનો સંસાર ભાંગી જતો. હવે જાહેરમાં ચર્ચા થય છે, સમાજમાં સ્વીકારાય છે, અવહેલના થાય છે, જો કે લોકોની નજરમાં તો ઉતરીજ જવાય છે. પોતાની કોઈ ઈચ્છા નથી હોતી, પણ કુદરતની કરામત હોય ત્યાં કોઈનું કશું ચાલતું નથી…..પણ જેમ કુંવારી માતાને લોકો સ્વીકારતા થયા, તેમ ભવિષ્યમાં આ પણ સમાજનો હિસ્સો બની જશે….

  જવાબ આપો
 • 8. prdpravalpradip Raval,editor of an fariyad international news paper  |  જાન્યુઆરી 24, 2013 પર 3:25 પી એમ(pm)

  સામાજિક જીવન માં અનેક ઘટનાઓ બનતી હોય છે પણ સામાજિક જીવન ની કરુણતાઓ પણ આવી હોય તેના દર્શન તમે જીવણભાઈ ના સામાજિક જીવન વિશે લખી ને દર્શન કરાવ્યા તે બદલ આભાર,આજના યુગ માં દેશ અને વિદેશો માં વસતા અનેક લોકો ના જીવન માં આધુનિક જીવન શૈલી જીવતા નવી પેઢી ના લોકો માં આવા અનેક પ્રસંગો આવતા હોય છે અને છતાં પણ લોકો આવી પડેલી પરિસ્થિતિ નો સામનો કેવી રીતે કરી ને જીવન જીવતા હોય તેનાદર્શન તમારા જેવા લેખકો આવી વાર્તા લખીને કરાવતા હોય છે તેનો સવિશેષ આનંદ થાય છે ને સમાજ માટે આપ વાર્તા લખીને પણ ઉપયોગી થાવ છો તે બદલ આપને અભિનંદન,આપ જાણો કે કોઈપણ અખબાર ની શોભા વાર્તાઓ,કાવ્યો અને ગઝલો હોય છે અને તે એક અખબાર ને આપ્જેવા લોકો ધ્યાન દોરી ને પૂરું પાડો છો તે એક આનંદ ની વાત છે,જન ફરિયાદ પરિવાર વતી આપને આવા પ્રેરક પ્રસંગો પુરા પાડવા બદલ અભિનંદન।

  જવાબ આપો
 • 9. himanshupatel555  |  જાન્યુઆરી 25, 2013 પર 1:25 એ એમ (am)

  બહુ જ સરસ છે સમાજિક કરૂણતાની કથની.

  જવાબ આપો
 • 10. SARYU PARIKH  |  જાન્યુઆરી 25, 2013 પર 2:12 એ એમ (am)

  આખા જીવનપર્યાંત જીવણના માતા પિતા સુખી હતાં એનું કારણ- પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરવાની ભાવના અને નમ્રતા- ચાવી બતાવી છે.
  સસ્નેહ સરયૂ

  જવાબ આપો
 • 11. Vinod R. Patel  |  જાન્યુઆરી 25, 2013 પર 3:46 એ એમ (am)

  આ વાર્તામાં તમે એક નવો જ ગેય કલ્ચરનો વિષય પકડ્યો અને જીવણના
  પાત્ર દ્વારા સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો એ ગમ્યું .
  જીવણનાં માતા -પિતા કુદરતે જે રીતે એનું સર્જન કર્યું એમાં એની શી ભૂલ
  એમ સમજીને દીકરાને સ્વીકારી લે છે એમાં એમનો પ્રેમ દેખાઈ આવે છે।
  ” બેટા, તું જેવો છે તેવો મારો છે ! પ્રભુએ તમે બનાવી અમોને સંભાળવા
  આપ્યો.”

  અતિ સુંદર ..

  જવાબ આપો
 • 12. Ishvarlal R Mistry.  |  જાન્યુઆરી 25, 2013 પર 5:04 એ એમ (am)

  Parents understanding and time situation one needs to change.Very good posting chandravadanbhai.
  ishvarbhai.

  જવાબ આપો
 • 13. Capt. Narendra  |  જાન્યુઆરી 25, 2013 પર 3:55 પી એમ(pm)

  You have given a new dimension to the issue of gay and lesbian issue through Gujarati medium by so candidly discussing it in this short story. It will certainly make families think about it in a positive way.

  Till we moved away from Southern California, a gay couple was on our regular guest list for Thanksgiving meals for several years. We are still in touch with them and they appreciate that.

  જવાબ આપો
 • 14. vijayshah  |  જાન્યુઆરી 27, 2013 પર 7:03 એ એમ (am)

  અહી શરૂઆતમાં “ઈસ્ટ કે વેસ્ટ”ના સર્વ સમાજોએ આવા વિચારને અપનાવવા ઈનકાર કર્યો. અંતે,વેસ્ટે પહેલ કરી. આવી વ્યક્તિઓ પણ પ્રભુના જ સંતાનો એવા “ઉચ્ચ” વિચાર સાથે સ્વીકાર કર્યો. ભારતમાં હજું જોઈએ તેવી “જાગૃતી” આવી નથી. આ ધ્યાનમાં લઈ મને આ વાર્તા પોસ્ટરૂપે પ્રગટ કરવા પ્રભુપ્રેરણા મળી

  સરસ વાત છે

  પ્રભુનાં સંતાન કહી સમાજ સ્વિકારે એટલે તેઓનાં મનમાં અફસોસ ના રહે.

  જવાબ આપો
 • 15. nabhakashdeep  |  જાન્યુઆરી 28, 2013 પર 12:27 એ એમ (am)

  એક ગંભીર સામાજિક સમસ્યાને , આપે હકારત્મક અભિગમથી પથ દેતી વાર્તા આલેખી છે.

  વ્યક્તિ અને કુટુમ્બ જે આ પ્રશ્નથી પીડાય છે, તેની મનોદશા ને દર્દ , પહેલાંના જમાનામાં

  અસહ્ય હતાં, આજે પરિસ્થિતિ બદલાતી જાય છે, પણ પ્રશ્ન ગંભીર છે અને સહાનુભૂતિ જ હલ છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 20. venunad  |  જાન્યુઆરી 31, 2013 પર 7:11 એ એમ (am)

  Story is contemporary. I certainly have a open mind, but still I could not accept so called Gay/Lesbian relations! Any way your intention of portraying the real story is accepting the same people whether we like or not is appreciable!

  જવાબ આપો
 • 21. Rithak Gupta  |  ફેબ્રુવારી 7, 2013 પર 11:45 પી એમ(pm)

  Very nice Dr. Mistry. People do not know how many times this happens. At first, I said negative things about gays. But when my sister said she is gay, I felt apoligised. It is very difficult for gay people to say they are gay. It is sad that someone has to live their life in secrecy. Some people do not like gay marrying, but why not? It is different, but why should not a gay person be happy with a partner. There are many father and mother that discriminate against there child because of being gay. It would be better if the families accepted the gay child and their partner. Bhagwan has given us small time in current life, why be angry or discriminate and gays and partners.
  Thank you again for writing Dr, you must be a kind person and I wish others will be as respectful as you to all Gods creations.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 395,702 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: