ભરત અને રાધીકાના લગ્ન !

ડિસેમ્બર 25, 2012 at 8:09 એ એમ (am) 10 comments

Family : child's drawing of the family on a bicycle, vector

ભરત અને રાધીકાના લગ્ન !

ભરતે વડોદરાની એમ.એસ. યુનીવર્સીટીમાં એનજીરીંગ ડીગ્રી મેળવવા અભ્યાસ શરૂ કર્યો. એનું અસલ વતન ગુજરાતના ચરોતર વિસ્તારે આણંદ શહેરમાં હતું. એના પિતાજીનો શહેરમાં મોટો વેપાર ચાલતો હતો, એથી ભરત એક ધનવાન કુટુંબનો હતો.તેમ છતાં, આણંદ છોડી વડોદરાની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા એણે જાતે જ નક્કી કર્યું હતું એ સમયે એના પિતાએ કહ્યું ઃ ” દીકરા, તને હોસ્ટેલમાં માફક ના આવે. તને હું એક પ્રાઈવેટ ફ્લેટ લઈ આપું. તું ત્યાં આરામથી રહી ભણી શકે !”પણ, ત્યારે ભરતે પિતાને કહેલું ઃ ” પપ્પા, મારે તો હોસ્ટેલમાં જ રહેવું છે. તમે મારી ચિન્તા ના કરશો !”

આ પ્રમાણે, ભરતે વડોદરા આવી હોસ્ટેલ આવી એનો સામાન એને મળેલા રૂમમાં મુક્યો. એ રૂમમાં એને રણજીત નામે રૂમમૅઈટ મળ્યો, રણજીત એક ગરીબ કુટુંબનો છોકરો હતો. હોસ્ટેલમા સમય વહેતો ગયો. કોલેજમાં ભરતનો અભ્યાસ શરૂ થઈ ગયો.હોસ્ટેલમાં રહેવા સાથે કોલેજ કેમ્પસમાં જુદા જુદા વિષયો ભણતા છોકરા અને છોકરીઓ એકબીજાને મળવાનો લ્હાવો લેતા. આ હતું કોલેજ જીવન !

યુનીવર્સીટીની “ગર્લ્સ” હોસ્ટેલ પણ કેમ્પસ નજીક હતી. પણ છોકરા અને છોકરીઓ કોલેજ કેમ્પસ પર એકબીજાને મળી જાણી કોઈ મિત્ર બની જતા. ભરતને સૌને મળ્યા બાદ, એક છોકરી ખુબ જ ગમતી. એનું નામ હતું રાધીકા. રાધીકા એક ગરીબ કુટુંબની હતી. એના પિતા પાસે કોલેજ ભણતર માટે પૈસા ના હતા છતાં એમણે થોડી બચત હતી તેને ધ્યાનમાં લઈ દીકરી રાધીકાને કહ્યુ હતું ઃ ” દીકરી, તું જરા ચિન્તા ના કરીશ, તારે ભણીને ડીગ્રી મેળવવાની જ છે !” રાધીકાના પિતા શિક્ષણપ્રેમી હતા. રાધીકા એમની એકની એક દીકરી હતી.રાધીકા એના મનમાં જાણતી હતી કે કેવા સંજોગોમાં એના પિતાએ એને કોલેજમાં ભણાવવા માટે સાહસ કર્યું હતું.એ કોલેજમાં ફક્ત ભણવા માટે મહેનત કરતી અને મોજશોખ માટે એને કાંઈ રસ ના હતો.

ભરત રાધીકાને નિહાળતા ગયો તેમ તેમ એ એની નજીક જઈ રહ્યો હતો. રાધીકાનો સ્વભાવ ખુબ જ મળતાવડો હતો. એક દિવસ રાધીકા નજીક આવી અને પહેલીવાર કહ્યુંઃ “રાધીકા, તું કેમ છે ? તારે ઘરે તારા પિતાજી અને સૌ કેમ છે ?”

તે સમયે, રાધીકા જરા શરમાય ગઈ હતી. એ જાણતી હતી કે ભરત ખુબ ધનવાન કુટુંબનો હતો. છ્તા, એને ખોટું ના લાગે એવા ભાવે કહ્યું ” ભરત, સૌ મઝામાં છે ! તારા ઘરે સૈ કેમ છે?”

બસ, આ જ એકબીજા વચ્ચે સંવાદ હતો.

ભરત એના દીલની વાત એના રૂમપાર્ટનર રણજીતને જરૂર કહેતો. રણજીત રાધીકાને જાણતો હતો કારણ કે એ રાધીકાના નજીકના ગામનો રહીશ હતો. રણજીત રાધીકાને ઘણીવાર મિત્રતા ભાવે મળતો ત્યારે ભરત પણ એની સાથે જ હોય, આથી ભરત રાધીકાને અનેકવાર મળ્યો, અને રાધીકાને જેમ એ વધારે જાણવા લાગ્યો તે તેમ એના દીલમાં રાધીકા બીરાજી ગઈ. એ વિષે ભરત જાણે. રાધીકાના મનમાં એવા વિચારો કદી ના આવ્યા હતા. રાધીકાને એની ગરીબાયની જાણ હતી, અને ભરત કેટલો પૈસેદાર હતો એ પણ જાણતી હતી. એક દિવસે, રણજીતે કહ્યું ઃ “રાધીકા આ મારો મિત્ર ભરત !”

જાણે પહેલીવાર “ઓફૉસીયલી” મળતા હોય એવા ભાવે ભરતે નમ્રતાથી કહ્યુંઃ ” જય શ્રી કૃષ્ણ રાધીકા !”

અને જવાબરૂપે રાધીકાએ કહ્યુંઃ “ભરત, જય શ્રી કૃષ્ણ !”

બસ, આટલી વાતો બાદ, ભરત અને રાધીકા એકબીજાને મળતા રહ્યા. ધીરે ધીરે, રાધીકાને ભરત ગમવા લાગ્યો. સમયના વહેણમાં રાધીકા ભુલી ગઈ કે એ ગરીબ છે અને ભરત ખુબ જ પૈસેદાર છે. એ ફક્ત એને નજીકના મિત્ર સ્વરૂપે નિહાળતી હતી. આવી મિત્રતાના ભાવે કોઈકવાર રેસ્ટોરાન્ટમાં સાથે ખાતા ત્યારે મજાકો પણ કરતા. એક દિવસ, ભરતે ગંભીર થઈ રાધીકાને કહ્યું ઃ” રાધીકા, મારે તને કાંઈ કહેવું છે ” રાધીકા તો હજુ ગમ્મત કરતી હોય તેવા ભાવે બોલી ઃ ” શું  છે ભરત ? આજે કાંઈ મુડમા નથી કે શું ? શું છે ?”

ત્યારે ગંભીરતા સાથે ભરતે કહ્યુંઃ “રાધીકા, હું તને ખુબ જ ચાહું છું. તું મારી સાથે લગ્ન કરીશ ને ?”

રાધીકા તો ચોંકી ગઈ. એણે એવો વિચાર સ્વપ્નામાં પણ કર્યો ના હતો. એના મનમાં એક જ વિચાર હતો કે ભરત ધનવાન અને એ ગરીબ, એથી મેળ કેમ હોય શકે ? ઉંડા વિચાર સાથે રાધીકા બોલીઃ ” ભરત, આ તું શું કહે છે ? અમીર અને ગરીબ એકબીજાથી દુર કહેવાય. હું કહું કે અહી મેળના પડે, અને સમાજ પણ એવું જ કહે છે !”

“રાધીકા, જે સમાજ કહે તે, મને એની ચિન્તા નથી ! હું તને ચાહું છું…મને તું અને તારો પરિવારનો પુર્ણ સ્વીકાર છે !”

“પણ, ભરત, દીકરીના માતાપિતાએ તો દીકરીને પરણાવવા માટે એમુક ગ્રામ સોનું અપવું પડે, એવા ૨૦ તોલા સોનું મારા પિતા ક્યાંથી લાવે ?” રાધીકાએ ભરતને સમજાવતા કહ્યું

“હું એવી જુની પ્રથાને માનતો નથી..અરે, એનો ખુબ જ વિરોધી છું, સાદાઈથી લગ્ન કરવા મારી બરપણની ઈચ્છા છે !” ભરતે એના ઉંડા વિચારો દર્શાવ્યા. એ સાંભળી, રાધીકાને અચંબો થયો. એ ભરતને એક સારા મળતાવડા સ્વભાવના મિત્ર તરીકે જાણતી હતી. આજે પહેલીવાર જ એ ભરતના હૈયાની ઉંડાણથી ભરતને પ્રથમ નિહાળી રહી હતી. રાધીકાના દીલમાં હવે ભરત હતો. છતાં, એણે વાત આગળ ચલાવીઃ” ભરત, હું તને અને તારા વિચારોને સમજું છું અને એની કદર કરૂં છું, પણ આ વિષે તારા માતા પિતા શું કહેશે ?”

“રાધીકા, હું એ સંભાળીશ ! તું ના ચિન્તા કરીશ” ભરતે રાધીકાને હિંમત આપતા કહ્યું

આટલી ચર્ચા બાદ, રેસ્ટોરાન્ટમાં હરી હાસ્ય અને મજાકની વાતો  ચાલુ રહી અને ટેબલ પરની વાનગીઓ પુરી થઈ અને એકબીજાએ “ગુડબાઈ” કરી છુટા પડ્યા.

ભરત રૂમમાં જઈ રાધીકાના શબ્દો પર વિચારો કરતો રહ્યો. ભરતે ફાઈનલ પરિક્ષા આપી. રાધીકાએ પણ એની પરિક્ષા આપી. બંને પોતપોતાને ઘરે ગયા.ભરત ઘરે આવ્યો એટલે માતા પિતા ખુબ જ ખુશ હતા.થોડા દિવસો આનંદમાં વહી ગયા. એક દિવસ સાજે ભરતના પિતાએ આનંદ સાથે ભરતને કહ્યું ઃ”ભરત બેટા, તેં કોલેજ પુરી કરી. તું હવે મોટો થઈ ગયો.તારે હવે લગ્ન માટે વિચારવું રહ્યું. એવું જ તારી મમ્મી પણ કહે છે “

હજું આટલું અને ભરતે પિતાને કહ્યુંઃ”પપ્પા, મને એક છોકરી ગમે છે.”

“કોણ છે એ ?” તરત જ ભરતના પિતાએ પુછ્યું.

ત્યારે ભરતે વિગતે રાધીકા વિષે કહ્યું. અને સાંભળી એના પપ્પા ગુસ્સામાં આવી બોલ્યાઃ તો, તું આમારૂં કહ્યું ના માનશે ? એવી ગરીબ ઘરની કન્યા આપણા ઘ માટે લાયક ના હોય શકે” ઉંચા સાદે ભરતા પિતા બોલ્યા એટલે એના મમ્મી ત્યાં આવ્યા અને પુછ્યું ઃ શું થઈ રહ્યું છે ?”ત્યારે ભરત અને ભરતના પિતાના વિચારો જાણ્યા.ભરતની માતા એક સંસ્કારી કુટુંબની હતી. ભલે એ કુટુંબ પણ અમીર હતું પણ એઓને ગરીબો પ્રત્યે ખુબ પ્રેમભાવ હતો. થોડો સમય ભરતના મમ્મી શાંત રહ્યા અને પછી ધીરેથી કહેવા લાગ્યાઃ ” ભરતના પપ્પા, ભરત આપણો એકનો એક બેટો છે. એને રાધીકા ગમે છે અને એ એને ખુબ જ ચાહે છે. એ ગરીબ હોય તો શું ? આપણે તો એક સંસ્કારી કન્યા આપણી વહુ તરીકે આવે એવી જ ઈચ્છા હોવી જોઈએ. અને રાધીકા એવી કન્યા છે. તો આપણે કોણ ના કહેનારા ?, હું તો કહું કે રાધીકા આપણા ઘરને યોગ્ય જ છે ! અને, મારે વધુંમાં કહેવું છે કે આ ડાવરી પ્રથાની હું ખુબ વિરોધી છું. દીકરી માતાપિતા માટે ભાર બને એ ખરેખર સમાજનો અન્યાય છે ! આપણે રાધીકાના ઘરે જઈ એમની ચિન્તાઓ દુર કરવાની છે…એ આપણી પહેલી ફરજ છે !”

આટલું કહી, ભરતના મમ્મી ચુપ થઈ ગયા. આ પ્રમાણે ભરતના પિતા આગળ એઓ પહેલીવાર બોલ્યા હતા. એમને પણ સમજતું નથી કે એમનામાં એવી હિંમત કેવી રીતે આવી.ઘરમાં જે કંઈ થતું તે ભરતના પિતા કહે તેમ જ થતું. આજે પહેલીવાર ભરતના પિતાએ શાંતીથી બધુ જ સાંભળ્યું. પછી, શાંતીનો ભંગ કરતા બોલ્યાઃ ” ઓ, ભરતની મમ્મી, તું તો આ ઘરની દેવી છે ! તારું મુલ્ય હું જાણતો ના હતો તો આજે પ્રભુએ મારી આંખો ખોલી. મારો અંધકાર દુર થયો છે. મારા પૈસાનું મુલ્ય કાંઈ જ નથી એવી સમજ મેં પહેલીવાર અનુભવી !”

ભરત તો માતા અને પિતાને સાંભળી ખુબ ખુશ થઈ, દોડી એમને ભેટી પડ્યો. આ મિલનમાં ત્રણ હૈયા “એક” હતા. અને ફક્ત પવિત્રતાના નીર આંખોમાથી વહી રહ્યા હતા.

થોડા દિવસો બાદ, રાધીકા ઘરે ભરતનું માંગું આવ્યું. રાધીકાના માતા પિતા તો અચંબામાં હતા. એક અમીર ઘરેથી એ માંગુ હતું. પણ હૈયે ખુશી હતી. ભરતના માતા પિતાએ રાધીકાને બે પૈસા હાથમાં આપી, લગ્નની ચર્ચાઓ કરતા, ડાવરી માટે ઈન્કાર અને સાદાઈથી લગ્ન કરવા માટેની ઈચ્છા દર્શાવી ત્યારે રાધીકાના માતાપિતાના શીરેથી એક મોટો ભાર દુર થઈ ગયો હતો.  શુભ દિવસે ભરત અને રાધીકાના લગ્ન થઈ ગયા.  રાધીકા પરણીને ભરતના મોટા ઘરે આવી ત્યારે પહેલા ભરતના માતાપિતાને ચરણે પડી ત્યારે ભરતની માતાએ આવકારો આપતા કહ્યુંઃ ” રાધીકા, તું તો અમારી વહુ નહી પણ અમારી દીકરી છે. આ ઘર તારૂં ઘર અને એની જવાબદારી તારી છે !”

ભરત એના મનમાં વિચારતો હતોઃ “હું કેટલો ભાગ્યશાળી કે મને આ જન્મે આવા માતાપિતા મળ્યા !”….અને રાધીકા પણ મનમાં વિચારતી હતી કે “મને સાસુ સસરા નહી પણ માતા પિતા જ મળ્યા !”

 

વાર્તા લેખનઃ તારીખ નવેમ્બર,૧૧,૨૦૧૨                                                      ચંદ્રવદન

બે શબ્દો…

ભરત અને રાધીકાની કહાણી !

એક અમીર છોકરો અને એક ગરીબ છોકરીની કહાણી !

પણ ….એ સિવાય આ વાર્તામાં છે “ડાવરી”ની ચાલતી આવતી જુની અને ખોટી પ્રથાની કહાણી !

સંસારમાં એવું કાંઈ લખાયું નથી કે ધનવાન ફક્ત ધનવાન સાથે જ લગ્ન કરી શકે….સંસારમાં એવું પણ નથી કે ગરીબ વ્યક્તિએ ગરીબ જોડે જ લગ્ન કરવા.

જે કાંઈ ધર્મમાં કહેવાયું નથી તેને કેવી રીતે સંસારે “એ જ સત્ય” કહી સૌને કરવા પ્રેરણાઓ આપી ?

મારૂં અનુમાન એવું કે…..ધર્મગુરૂઓ કે પુજારીઓએ આવી સમજ સંસારને આપી હશે. માનવી જ્યારે એની પોતાની સમજ ખોઈ અન્યના વિચારોને “સનાતન સત્ય”તરીકે સ્વીકાર કરે ત્યારે જ આવી ખોટી પ્રથાઓને જન્મ મળે છે. એકવાર, સંસાર આવો અમલ કરે અને કરતો આવે એટલે એનો “વિરોધ” કરવો અશક્ય બની જાય.

એવા સમયે, ભરત કે ભરતનૉ મમ્મી જેવી વ્યક્તિઓ હિંમત કરે તો જ ખોટા રિવાજો ટૂટી શકે !

અંતે…એથી મારે એટલું કહેવું છે કે ગરીબ કે તવંગરની કુદરતી હાલતને ના ગણો….કોમી વાડાઓને તોડો….અને માનવ માનવમાં ભરેલી “માનવતા”ને નિહાળવા માટે પ્રયાસો કરો. જો તમો આટલું કરશો તો સંસારમાં આવું “પરિવર્તન” દુર નથી.

અને….અ પ્રભુનો સંસારમાં પ્રભુની “મહેક” સૌ માણી શકશે !

આ મારી પોસ્ટ સૌને ગમે એવી આશા !

તમે જરૂરથી પ્રતિભાવ આપશો એવી બીજી આશા !

ડો ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This is a TUNKI VARTA (Short Story) about 2 College Students ( Bharat & Radhika) .

Bharat  is from a RICH Family.

Radhika is from a POOR Family.

They fall in love.

Bharat  expressed his desire to marry Radhika.

Radhika warns Bharat of the REALITIES of the SOCIETY….A marriage NOT POSSIBLE between the RICH & the POOR. Even his Parents may raise questions. She also warned him of the DOWARY System & that her parents do have the money for the needed GOLD.

Bharat  is determined..He openly admita his love for Radhika from a poor family. His father unwilling to accept this but the mother, who was broadminded accepted & was able to convince her husband.

Thus Bharat & Radhika marries !

The MESSAGE in this Story is  “BREAK ALL BARRIERS between the POOR & RICH and even the CASTES or GNATI, and open the DOORS to see the HUMANITY”

I hope you kike the Message for the SOCIAL CHANGE !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: ટુંકી વાર્તાઓ.

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૦) કનક,મીરા અને દીકરીઓ !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ડિસેમ્બર 25, 2012 પર 2:06 પી એમ(pm)

  સુંદર વાર્તા સાથે
  ગરીબ કે તવંગરની કુદરતી હાલતને ના ગણો….કોમી વાડાઓને તોડો….અને માનવ માનવમાં ભરેલી “માનવતા”ને નિહાળવા માટે પ્રયાસો કરો. જો તમો આટલું કરશો તો સંસારમાં આવું “પરિવર્તન” દુર નથી.

  પ્રેરણાદાયી સંદેશ

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  ડિસેમ્બર 25, 2012 પર 4:57 પી એમ(pm)

  Accept the way you are but don’t see the status or Caste.
  Live the life with love and respect and enjoy the time of life!
  Nice story …………

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  ડિસેમ્બર 25, 2012 પર 6:11 પી એમ(pm)

  દિલથી દિલ મળે એ જ મહત્વનું .

  ગરીબ અને તવંગર એ માણસે બનાવેલા ભેદ છે .

  પ્રેમ આવા ભેદને ભેદીને ઉજવળતા પ્રાપ્ત કરે છે .

  અંતે પ્રેમનો જ વિજય થાય છે .

  સરસ સંદેશ રજુ કરતી વાર્તા માણી .

  જવાબ આપો
 • 4. અશોકકુમાર દેશાઈ (દાસ) - 'દાદીમા ની પોટલી'  |  ડિસેમ્બર 26, 2012 પર 12:14 પી એમ(pm)

  ભરત અને રાધિકા ની વાર્તા દ્વારા સમાજના લોકોનાં વિચારધારાનું એક સ્વરૂપ જાણવા મળ્યું. સામજિક દૂષણ તેમજ સંકુચિતતા ને યોગ્યતા થી દૂઓર કરવા માટે નું શ્રેષ્ઠ ઉદાહરણ આ લઘુકથા દ્વારા જોવા મળે છે ..

  સુંદર વિચાર – સંદેશ અને અભિગમ …

  જવાબ આપો
 • 5. pradip raval,editor of jan fariyad Int.news paper  |  ડિસેમ્બર 26, 2012 પર 4:27 પી એમ(pm)

  i like ur social example to focus socialisum.i appriciate ur attamp to show about rich and poor family position and understanding….i will try to publish…thanks to bharat and radhika…best of luck forever.

  જવાબ આપો
 • 6. chandravadan  |  ડિસેમ્બર 27, 2012 પર 8:04 એ એમ (am)

  This was an Email Response to this Post>>>

  Dear Chandravadanbhai,

  Wish you a very healthy and a happy new year. Hope you are enjoying your stay in UK.

  Thanks for the link to your recent short story.

  Stories like these help social changes of dowry and class system. Dowry system falls in the category of a sin where innocent girls are looked upon as a burden which can only be relieved by payoff. It violates all laws of economics, not to mention morals. Parents give their daughter away and instead of receilving anything in return they end up paying for it. How come?
  Thanks for your time and efforts.

  Pratap Z. PateI
  Irvine, California
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pratapbhai,
  Thanks !
  Chandravadanbhai

  જવાબ આપો
 • 7. Ishvarlal R Mistry.  |  ડિસેમ્બર 27, 2012 પર 6:55 પી એમ(pm)

  Chandravadanbhai, I like your story , and i am in agreement with your thoughts.That is how it should. Good luck to Bharat & Radhika.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ડિસેમ્બર 31, 2012 પર 5:23 પી એમ(pm)

  આદરણીયશ્રી. પુકાર સાહેબ

  ભરત અને રાધિકાની વાર્તા દ્વારા આપે સમાજનું અબેહુબ વર્ણન કરેલ છે.

  ” નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે ખુબ જ ખુશી લઈને આવે,

  અણમોલ સ્વાસ્થ્ય રાખે, ધન – ધાન્ય આપને અને પરિવારને પ્રભુ હંમેશા બક્ષે.

  લક્ષ્મીજીની કૃપા આપ પર સદા વરસતી રહે એવી પ્રભુને પ્રાર્થના. ”

  પરિવાર સર્વે સભ્યોને મારી યાદ પાઠવશોજી.

  જવાબ આપો
 • 9. nabhakashdeep  |  જાન્યુઆરી 6, 2013 પર 5:30 એ એમ (am)

  માણસ હૃદયથી જીવન બાગ ખીલવે તો કેવાં પુષ્પો ખીલી ઊઠે..સુંદર વિચાર વસ્તુ ને સુંદર વાર્તાલેખન.

  ડોશ્રી ચંદ્રવદનભાઈ..સમાજોપયોગી વાર્તાઓ માટે ધન્યવાદ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 10. પરાર્થે સમર્પણ  |  જાન્યુઆરી 13, 2013 પર 6:15 એ એમ (am)

  આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,
  સુંદર વાર્તામાં ” ચન્દ્ર પુકાર ” નો ટહુકો સંભળાય છે.
  માનવતાનો ટહુકો સાદ દઈ એક નવીનતમ પ્રેરણા પૂરી પાડે છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: