ગુજરાત રત્ન ઝવેર પટેલની કહાણી !

December 6, 2012 at 12:07 am 22 comments

Pink Cymbidium Hybrid Orchid
Inline image 4
 
ગુજરાત રત્ન ઝવેર પટેલની કહાણી !
 
ગુજરાત માતાની ગોદે રત્નો છે અનેક,
કોઈક અજાણ્યામાં ખુબ ચમકે છે એક,
એવા ઝવેર પટેલને ચંદ્ર આજ વંદન કરે !……….(ટેક)
 
ડીસેમ્બર,૯ ‘ને ૧૯૦૩ની સાલના શુભ દિવસે,
જન્મે એક બાળ,નાનેરા ગારિયાધાર ગામે,
એ બાળ હતા ઝવેર પટેલ નામે !……..ગુજરાત…..(૧)
 
પિતા હરખાભાઈ ‘ને માતા કુંવર છે જેના ભાગ્યમાં,
ખેતી, મહેનત સાથે સત્યનો વારસો છે જેના ભાગ્યમાં,
એવા ઝવેરાત હતા ઝવેર પટેલ નામે !…….ગુજરાત….(૨)
 
શિક્ષણ પ્રેમી બાળ ગામ પ્રાઈમેરી શાળામાં ચમકે,
અંજાઈ મહારાજા બહાદુરસિંહજી,આવે ઉચ્ચ શિક્ષણ સહકારે,
એવા પ્રભાવિત હતા ઝવેર પટેલ નામે !……ગુજરાત……(૩)
 
પાલિતણાની હાઈસ્કુલથી ૧૯૨૩માં મેટ્રીક પાસ કરી,
ભાવનગર ‘ને મુંબઈ કોલેજ બીએસસી ડીગ્રી જેને મળી,
એવા હોશીંયાર હતા ઝવેર પટેલ નામે !……ગુજરાત…..(૪)
 
૧૯૨૫ની સાલે લગ્નગ્રંથી ‘ને પત્ની મણીબેન નામે,
મુંબઈથી બેંગ્લોર જઈ એમએસસી ડીગ્રી મળે શીરે,
એવા તેજસ્વીર યુવાન હતા ઝવેર પટેલ નામે !…..ગુજરાત….(૫)
 
૧૯૨૯માં વ્હાલા પિતાશ્રી હતા પ્રભુધામે,
૧૯૩૦માં જર્મનીમાં અભ્યાસ કરતા કુંવરબા પ્રભુધામે,
સંસારી ઘટનાઓથી ના હારનાર હતા ઝવેર પટેલ નામે !…..ગુજરાત…(૬)
 
કૃષિશાસ્ત્રમાં પીએચડી કરવા આવે અમેરીકા ઘામે,
૧૯૩૩માં ઈલીનોઈસ યુનીવર્સીટીથી સફળતા મેળવે,
એવા જ્ઞાનીપુરૂષ હતા ઝવેર પટેલ નામે !…..ગુજરાત…..(૭)
 
૧૯૩૩માં ગુજરાતપ્રેમી હતા ફરી પાલિતાણામાં,
રાજ્ય રેવેન્યુ અધિકારીની ફરજ અદા કરતા હતા ખુશીમાં,
એવા વતનપ્રેમી હતા ઝવેર પટેલ નામે !…..ગુજરાત…..(૮)
 
નોકરી કરતા, એગ્રીકલચર ઓફીસર બની ગયા,
૧૯૫૯માં વય અનુસાર નોકરી છોડી નિવ્રુત્ત થઈ ગયા,
એવા સરકારી સેવક હતા ઝવેર પટેલ નામે !……ગુજરાત…..(૯)
 
એગ્રીકલચરનું ભણતર ‘ને રીસર્ચનો રસ હતો ઝવેર લોહીમાં,
ઘઉના બીજ પર પ્રયોગો ઘરેથી કરતા નથી કંટાળો એમના મનમાં,
એવા વૈજ્ઞાનિક હતા ઝવેર પટેલ નામે !……ગુજરાત………(૧૦)
 
સંસોધન પરિણામે ૧૯૭૬ની સાલે “લોક-૧” ઘઉ જન્મે,
નથી હૈયે કે મનમાં નામ કે રોયલટીની પરવા એમને,
એવા કર્મયોગી હતા ઝવેર પટેલ નામે !……ગુજરાત……(૧૧)
 
આવા “લોક-૧” નામકરણે સૌ ખેડુતો હતા એમના મનમાં,
ખેતમાં નવા બીજથી પાક સારો હોય હૈયે એવી ભાવના,
એવા ઉચ્ચ વિચારધારી હતા ઝવેર પટેલ નામે !…ગુજરાત…..(૧૨)
 
પાંચ દીકરા અને ચાર દીકરીભરી સંસારીવાડી હતી એમની,
ઉચ્ચ અભ્યાસ સૌ કરે, પુરી કરે સંતાનો એવી ઈચ્છાઓ એમની,
એવા સંસારી હતા ઝવેર પટેલ નામે !……ગુજરાત….(૧૩)
 
સૌ બાળકો અમેરીકામાં ‘ને કૌટુંબિક પ્રવાસ અમેરીકાનો એઓ કરે,
ફરી ગુજરાત ‘ને ૨૩ માર્ચ,૧૯૮૯ના હાર્ટએટેકથી પ્રાણ તજે,
એવા માતૃભુમી પ્રેમી હતા ઝવેર પટેલ નામે !…….ગુજરાત…..(૧૪)
 
જાણ્યું “સંસોધન ગાથા”પુસ્તક વિષે દીકરા પ્રતાપ મુખે,
પ્રસાદીરૂપે પુસ્તક વાંચવાનો લ્હાવો મુજને મળે,
જે વાંચ્યું તેમાં એક વ્યક્તિ હતી ઝવેર પટેલ નામે !……ગુજરાત…..(૧૫)
 
કહાણી આવી છે એ”સંસોધન ગાથા” નામના પુસ્તકે,
ચંદ્રે વાંચી, કહી છે અહી એ જ,  ગર્વ સાથે સૌને,
ઝવેર પટેલ જેવા મહાન આત્માને આ છે ચંદ્ર-અંજલી !……ગુજરાત…(૧૫)
 
“સંસોધન ગાથા”માં વિગતે જાણ્યું ઝવેર પટેલ જીવનનું,
અને, ચંદ્ર પ્રષ્ન કરે ક્યાં છે ગુજરાત રાજ્ય એવોર્ડ એમનું ?
ઝવેર જીવન બલીદાનનો લાભ છે આજે ગુજરાતેને !……ગુજરાત…..(૧૬)
 
ભલે, આજે નથી ઝવેર પટેલ  સૌ સંગે આ જગમાં અહી,
ભલે, ના હતી એવા એવોર્ડની આશા ઝવેર હ્રદયે કદી,
છતાં,અંતે, ચંદ્ર કહેઃ
“ઝવેર એવોર્ડના હક્કદાર છે, સાંભળો ગુજરાત સરકારના સૌ મને !”…..ગુજરાત…..(૧૭)
 
 
કાવ્ય રચનાઃ તારીખ ડીસેમ્બર, ૧, ૨૦૧૨                      ચંદ્રવદન
 
 
બે શબ્દો…
 
 
ડો. ઝવેરભાઈ પટેલ એટલે એક મહાન વ્યક્તિ….જે હતા ગુજરાતના, અને ભારતમાતાના પ્રેમી…..જે હતા શિક્ષણના છેત્રે એક ચમકતા તારલા…જેમણે ઉચ્ચ અભ્યાસ કરી “એગ્રીકલચર”ની જાણકારી સાથે “પી.એચ.ડી.”ની ડીગ્રી મેળવી.
ઝવેરભાઈએ અભ્યાસ પુર્ણ કરી, ગુજરાતની સરકારમાં નોકરી કરી સેવા આપી. અને, નિવૃત્ત થઈ પોતાના પૈસે “રીસર્ચ” કરી એક ઉત્તમ પ્રકારનું ઘઉના બીજની શોધ કરી. એને એઓ “ઝવેર”નામ આપી શકતે…એ શોધની “પેટ્ન્ટ” કરી “રોયલટી” પણ મેળવી શકતે.
પણ…..
એમણે એવું કાઈ જ ના કર્યું. એમના હૈયે “નામના” મેળવી પ્રસિધ્ધ થવાના વિચારો જ ના હતા.
એથી જ, એમણે આ “નવા બીજ”નું નામ “લોક-૧” આપ્યું…સર્વ લોકને અર્પણ કર્યું …સર્વ ખેડુતોને અર્પણ કર્યું. આ એક “મહાન” કાર્ય કહેવાય.
આજે  “લોક-૧”દ્વારા ખેતરોમાં પાક ખુબ જ સારો મળે છે…લાભ અનેકને થયો અને થતો રહે છે. એમાં જ ઝવેરભાઈ અમર છે !
એઓ “નોબલ પ્રાઈઝ”ના ખરેખર હક્કદાર પણ ગણી શકાય….પણ એવો વિચાર ઝવેરભાઈના મનમાં કદી ના હતો.
આટલા મહાન ગુજરાતપ્રેમી માટે આજે ગુજરાત રાજ્યની શું ફરજ ?
મેં જો આ “સંસોધન ગાથા”નું પુસ્તક ના વાંચ્યું હોત તો હું પણ આ મહાન વ્યક્તિને કદી જાણી શક્યો ના હોત.
આજે ઝવેરભાઈ તો હાયાત નથી ….ભલે, એમને કોઈ “એવોર્ડ”ની આશા ના હતી…. પણ, જયારે એમની શોધ દ્વારા અનેકને લાભ થયો અને કાયમ થતો રહે છે, ત્યારે ગુજરાત સરકારએ વિચારવાનું રહે છે કે ગુજરાતના ઈતિહાસ સાથે એમની યાદ હંમેશા રહે એવા ભાવે “સ્પેસીયલ એવોર્ડ” કે અન્ય પગલા લઈ એમની યાદ તાજી કરવી એ રાજ્યની ફરજ બની જાય છે, એવું મારૂં માનવું છે !
ચાલો..મેં તો મારો વિચાર દર્શાવ્યો.
કાવ્યરૂપે ઝવેરભાઈની કહાણી કહેવા મારો આ પ્રયાસ છે…જે કંઈ ના કહી શક્યો તે આ “બે શબ્દો” દ્વારા કહેવા પ્રયત્ન હતો. અહી, એક જ હેતું કે ઝવેરભાઈ પટેલને આપણે સૌ જાણી વંદન કરીએ ! આપણે સૌ એમને ભાવભારી અંજલી અર્પણ કરીએ !
આ પોસ્ટ સૌને ગમે એવી આશા !
 
ડો ચંદ્રવદન મિસ્ત્રી.
 
FEW WORDS…
 
This Post is on an individual by the name ZAVER PATEL.
He was born in Gujarat.
He was a bright student & the MAHARAJAH BAHADURSINHJI was inspired to give the Scholarship for the Higher Education.
He had the initial College Education in India & went to America in 1932 & got the Ph.D. in Philosophy from the University of Illinois in 1933.
Post gratuation, he did not go for any high salary jobs & chose to serve Gujarat. Even post independence, he continued his services faithfully & retired in 1959.
Posr retirement, he devoted his TIME and spent his savings to do the RESEARCH on the WHEAT GRAIN & eventually developed a NEW SEED which was named “Lok-1”, This was able to produce the HIGHER YIELD in the crop.
Today this NEW WHEAT is very popular.
Zaverbhai, if he chose, may have made lots of money with the ROYALTIES & even got FAMOUS & even may be considered for a NOBEL Prize…But he was a simple person & only saw the “benefit” to the FARMERS & the GENERAL PUBLIC.
He is not here on this Earth but he is ALIVE in the Memories of LOK-1.
Evenif he was NOT interested for any Awards, it is the DUTY of the GOVERNMENT of GUJARAT to RECOGNISE this GREAT SON of GUJARAT…I think !
 
Dr. Chandravadan Mistry
 
 
 
 
Advertisements

Entry filed under: કાવ્યો.

“જનફરિયાદ” કહાણી ! ચંદ્રવિચારો શબ્દોમાં (૨૦)

22 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  December 6, 2012 at 2:08 am

  ચંદ્રકાંતભાઈ,

  શ્રી ઝવેરભાઈ પટેલને સુંદર કાવ્યમય અંજલિ આપી છે .
  એઓ “નોબલ પ્રાઈઝ”ના ખરેખર હક્કદાર પણ ગણી શકાય….પણ એવો વિચાર ઝવેરભાઈના મનમાં કદી ના હતો.

  આવી વિભૂતિની ગુજરાતે યોગ્ય કદર કરવી જોઈતી હતી .

  Reply
 • 2. pragnaju  |  December 6, 2012 at 2:32 am

  અમારી શ્રધ્ધાંજલી

  “સંસોધન ગાથા”માં વિગતે જાણ્યું ઝવેર પટેલ જીવનનું,
  અને, ચંદ્ર પ્રષ્ન કરે ક્યાં છે ગુજરાત રાજ્ય એવોર્ડ એમનું ?
  ઝવેર જીવન બલીદાનનો લાભ છે આજે ગુજરાતેને !……ગુજરાત…..(૧૬)
  મરણોતર એવોર્ડ એનાયત કરવા વિનંતિ

  Reply
 • 3. iDeepak Trivedi  |  December 6, 2012 at 2:58 pm

  I like it very much.Realy Zaverbhai was genious person. He is entitle for Morbi ratn as well as gujarat ratn.

  -Prof. Deepak Trivedi , Morbi

  Reply
  • 4. chandravadan  |  December 6, 2012 at 3:31 pm

   Deepakbhai,
   Thanks for your visit/comment.
   I feel the same that this person ZAVERBHAI, who had no desires for the AWARDS is worthy of an AWARD from GUJARAT, It is up to the Government of Gujarat to PONDER on & then make the DECISION.
   But who will tell this to the Government to even consider this ?
   Chandravadan

   Reply
 • 5. chandravadan  |  December 6, 2012 at 3:56 pm

  This was an Email Response from PRATAPBHAI ( Son of Late Zaverbhai)>>>>>

  ..Re: ગુજરાત રત્ન ઝવેર પટેલની કહાણી !

  Dear Chandravadanbhai,

  Thank you. Very nicely done.

  One question.. I could not click on the link (http://www.chandrapukar.wordpress.com/). So I copied it and pasted it on address bar on a new tab. It worked. Is this how it is done?
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dear Pratapbhai,
  It was so nice of you to Email to express your feelings for this Post.
  I am happy that you liked it.
  The LINK is functioning OK..that’s nice.
  Please DO revisit the Blog to read the COMMENTS from others.
  Chandravadan

  Reply
 • 6. Sanat Parikh  |  December 6, 2012 at 5:24 pm

  I read your poem about Dr. Zaverbhai Patel and I applaud your rendition praising Dr. Zaverbhai Patel. This is really a true tribute to his dedication to humanitarian work.
  I tip hat off to you.
  Keep up the good work.
  Regards,
  Sanat

  Reply
 • 7. Ishvarlal R Mistry.  |  December 6, 2012 at 6:25 pm

  Chandravadanbhai very nicely said about Zaverbhai Patel.He was a great man,and human serving person,did the best for the community, never asking for any reward.May God Bless his soul.Thankyou for sharing your thoughts.
  Ishvarbhai.

  Reply
 • 8. chandravadan  |  December 7, 2012 at 12:42 pm

  This was an Email Response of Mahendra Shah of Pittsbugh, USA>>>

  : FW: ગુજરાત રત્ન ઝવેર પટેલની કહાણી

  Great!

  Mahendra.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Mahendrabhai,
  Nice that you read the Post.
  Thanks !
  Chandravadan

  Reply
 • આદરણીય ડો.ચંદ્રવદનભાઈ,

  ડો. ઝવેર પટેલ અને લોક વન -૧ ઘઉં બીજ નાં આવિષ્કાર ની વાત જાણી. ડો. ઝવેર પટેલ તો પોતાનું કાર્ય કરી પ્રભુ ધામે પણ ચાલ્યા ગયા, હવે રહી વાત એવોર્ડની, તો મારી સમજ પ્રમાણે લૌકિક દ્રષ્ટીએ કદાચ અપેક્ષા થાય કે આવો એવોર્ડ મળવો જરૂરી, પરંતુ આવી અપેક્ષા કે આશા રાખવા માટે સામે આપનાર પાત્રની પાત્રતા પણ એટલી જરૂરી છે, આવા અનમોલ આવિષ્કાર -શોધક આજના સત્તાલોલુપ રાજકારણીઓ પાસે શું કામ આશા રાખે ? તેનો એવોર્ડ તો ઈશ્વર જ આપે. સાચો એવોર્ડ એ જ છે કે લોકો તેણે તેના કાર્યથી યાદ કરે, નહીકે એવોર્ડ દ્વારા …એવોર્ડ મળ્યા બાદ લોકો ભૂલી પણ જશે… પણ તેનું કાર્ય જીવનપર્યંત યાદ રહેશે… એથી મોટો એવોર્ડ કયો હોઈ શકે ?

  માફ કરજો મારા વિચારો માટે, આપના ભાવ અને ભાવના ઉત્તમ છે.

  Reply
  • 10. chandravadan  |  December 7, 2012 at 3:07 pm

   અશોકભાઈ,

   તમે આવ્યા, અને એક સુંદર પ્રતિભાવ આપ્યો.

   તમે સાચી વાત કરો છો.

   ઝવેરભાઈ તો પ્રભુના લાડલા અને પરમ દેશભક્ત હતા.

   એમને પ્રભુ પાસે જે “એવોર્ડ” મેળવ્યો છે તે આ જગમાં કોઈ પણ ના આપી શકે !

   જે રાજ્યમાં સેવા આપી…યાને ગુજરાતમા ….તે રાજ્યને એમના બલીદાન માટે કદર કરવાની એક ફરજ બની જાય….હજુ પણ તક છે.

   જરૂર, એમને ખુદ એવી આશા ના હતી ..એમના પરિવારના સૌ એમને કરેલા કાર્ય માટે ગર્વ અનુભવે છે. એઓ પણ એવો રાજ્ય એવોર્ડ મળે એવી આશાઓમાં નથી એ પણ હું જાણું છુ.બસ…એક વિચાર દર્શાવ્યો છે !

   તમારો વિચાર પણ ઉત્તમ છે !

   ……ચંદ્રવદન

   Reply
 • 11. pradip raval,editor of jan fariyad Int.news paper  |  December 8, 2012 at 4:54 am

  i like to know about zaver patel deeply fact.i appreaciate ur interest to give us proper & complete article,story for editor level…many thanks

  Reply
  • 12. chandravadan  |  December 10, 2012 at 7:51 am

   Pradipbhai,
   It was nice of you to read this Post.
   Your interest for Zaverbhai Patel is noted.
   You get the ~Zalak” of his life from this Post. You can get the DETAILS from a Book published on his life. In the post, you have the India address & also the Email of Zaverbhai`son Pratapbhai via the Email.
   I hope you get the details & publish it in the JANFARIYAD, It will be the greatest SERVICE & a TRIBUTE to Zaverbhai,,,,I SEE EVEN FUTHER, i see it drawing the ATTENTION OF the GOVERNMENT OF gujarat to recognise this BELOVED son of GUJARAT..
   chandravadan

   Reply
 • 13. Dilip Gajjar  |  December 8, 2012 at 10:45 pm

  શ્રી ચંદ્રવદનભાઈ આપે ઝવેર પટેલ નાં જીવન વૃત્તાંત ની કહાની કાવ્યમાં સરસ રીતે કહી અને જાણવા મળ્યું ..
  ડીસેમ્બર,૯ ‘ને ૧૯૦૩ની સાલના શુભ દિવસે,
  જન્મે એક બાળ,નાનેરા ગારિયાધાર ગામે,
  એ બાળ હતા ઝવેર પટેલ નામે !……..ગુજરાત…..(૧)

  પિતા હરખાભાઈ ‘ને માતા કુંવર છે જેના ભાગ્યમાં,
  ખેતી, મહેનત સાથે સત્યનો વારસો છે જેના ભાગ્યમાં,
  એવા ઝવેરાત હતા ઝવેર પટેલ નામે !…….ગુજરાત….(૨)

  Reply
 • 14. Ramesh Patel  |  December 9, 2012 at 5:41 am

  A man of God…Resp. Zaverbhai Patel

  Reply
 • 15. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  December 9, 2012 at 8:41 am

  ડૉ. ચંદ્રકાંતભાઈ,

  શ્રી ઝવેરભાઈ પટેલને સુંદર કાવ્યમય અંજલિ આપી છે .

  આજ સાચી શ્રધ્ધાંજલિ કહેવાય સાહેબ

  Reply
 • 16. જીવન કલા વિકાસ  |  December 10, 2012 at 11:38 am

  એક નવા જ વ્યક્તિ છે મારા માટે તો ..
  તેમની ઓળખાણ કરાવવા બદલ આભાર

  Reply
 • 17. chandravadan  |  December 11, 2012 at 5:04 pm

  This was an EMAIL Response for the Post from BALWANTBHAI>>>>>

  GREAT TRIBUTE TO BAPA ON HIS UPCOMING 109TH BIRTHDAY…12/9/12

  RE: Poem and write up by Dr. Mistry on Bapa

  balvant
  TO:
  ‘Ashok and Parul Patel’
  ‘Pratap Patel’
  ‘Umaben/Samir Bhalani’
  15 More…
  CC:

  Sunday, December 9, 2012 2:50 AM
  Yes. Indeed,

  He deserves it,

  Balvant

  Reply
 • 18. chandravadan  |  December 13, 2012 at 12:52 pm

  This was an Email Response>>>>>>

  Re: ગુજરાત રત્ન ઝવેર પટેલની કહાણી !

  FROM:SARYU PARIKH TO:chadravada mistry Message

  Wednesday, December 12, 2012 2:57 PM ભાઈશ્રી,
  હાં, મેં વાંચેલી. માનનિય પાત્રની, સુંદર જીવનકથા આપે કહી છે.
  નમસ્તે.
  સરયૂના પ્રણામ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Saryuben,
  Thanks !
  Chandravadan

  Reply
 • 19. chandravadan  |  December 13, 2012 at 12:56 pm

  This was an EMAIL Respones to this Post>>>>>

  Re: ગુજરાત રત્ન ઝવેર પટેલની કહાણી !

  FROM:pravina kadakia TO:chadravada mistry Wednesday, December 12, 2012 4:16 PM Jhaverbhai Patelne Pranam & Shradhdhanjali.

  http://www.pravinash.wordpress.com/

  pravina Avinash
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinaben,
  Thanks !
  Chandravadan

  Reply
 • 20. pragnaju  |  December 14, 2012 at 1:05 pm

  જાણ્યું “સંસોધન ગાથા”પુસ્તક વિષે દીકરા પ્રતાપ મુખે,
  પ્રસાદીરૂપે પુસ્તક વાંચવાનો લ્હાવો મુજને મળે,
  જે વાંચ્યું તેમાં એક વ્યક્તિ હતી ઝવેર પટેલ નામે !……ગુજરાત…..(૧૫)

  કહાણી આવી છે એ”સંસોધન ગાથા” નામના પુસ્તકે,
  ચંદ્રે વાંચી, કહી છે અહી એ જ, ગર્વ સાથે સૌને,
  ઝવેર પટેલ જેવા મહાન આત્માને આ છે ચંદ્ર-અંજલી !……ગુજરાત…(૧૫)
  ખૂબ સરસ અભિવ્યક્તી

  Reply
 • 21. nabhakashdeep  |  December 16, 2012 at 2:02 am

  આદરણીયશ્રી ઝવેરભાઈ પટેલ..આધુનિક ઋષી , જે સમાજને કઈંક આપી યશસ્વી જીવન જીવી ગયા.

  શતશત વંદન પ્રેરણા મૂર્તિને. આપને પણ પ્રેરણાદાયી લેખમાળા માટે ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 22. mehtasp25  |  June 11, 2013 at 8:44 pm

  ઝવેરભાઈ પટેલ ના વંદનીય કામ ની જાણ અનેક બાળ ખેડુઓ ને થાય, તેમને પ્રોત્સાહન મળે અને તેમનું આત્મ બળ અને ગૌરવ વધે તે યત્ન એવોર્ડ કરતાં વધુ કરગર સાબિત થાય તેવું મારું માનવું છે ..

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

December 2012
M T W T F S S
« Nov   Jan »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: