“જનફરિયાદ” કહાણી !

નવેમ્બર 30, 2012 at 4:29 પી એમ(pm) 9 comments

 

“જનફરિયાદ” કહાણી !

“જનફરિયાદ” નામ છે એક પ્યારૂં,

ગુજરાતમાં એ તો થઈ ગયું છે અતી પ્યારૂં !…….(ટેક)

 

ન્યઝપેપરો સમાચારો આપે છે એક ફરજરૂપે,

રાજ્ય, દેશ કે વિશ્વમાં થતું જાણી, આનંદ સૌ હૈયે વહે,

સત્ય આવું, જાણવાની આશાઓ વિશ્વમાનવ માં રમે !…..જનફરિયાદ…(૧)

 

ન્યઝ્પેપરો વર્ષોથી ગુજરાતમાં પ્રગટ થાય છે અનેક,

૧૯૯૬માં “જનફરિયાદ” બાળરૂપે જન્મે છે એક,

ઘટના એવી,ગુજરાતમાં સૌ ગુજરાતીઓના મનમાં રમે !…..જનફરિયાદ…..(૨)

 

સમાચારોમાં જનતાની ફરિયાદ હોય તો કેવું ?

એવો જ પ્રદીપ-વિચાર તો જ રહે સારૂં !

મિલન એવામાં, જનફરિયાદ ગુજરાતમાં જન્મે !……જનફરિયાદ……(૩)

 

ગુજરાતમાં ગુજરાતીઓ વાંચી, સત્યને જાણશે,

પરદેશમાં, સૌ ગુજરાતીઓ પણ કેમ વાંચી શકે ?

વિચાર એવા સાથે, “ઈનટરનેશનલ ઈ ન્યઝપેપર બને !…..જનફરિયાદ…..(૪)

 

ચંદ્ર કહે ઃ ગુજરાતની ધરતી છે ખુબ જ પ્યારી,

જનફરિયાદમાં ગુજરાતી ભાષા પણ લાગે ન્યારી,

એ જ રહી જનફરિયાદની ગૌરવભારી કહાણી !……જનફરિયાદ….,(૫)

 

કાવ્ય રચનાઃ તારીખ,નવેમ્બર, ૧૧, ૨૦૧૨               ચંદ્વવદન

બે શબ્દો…

“જનફરિયાદ”નામના ન્યઝપેપર વિષે ચીકાગોના સપનાબેન તરફથી જાણ્યું.

એક કાવ્ય અને એક લેખ પ્રગટ કરવાનો લ્હાવો મળ્યો.

ત્યારબાદ, “જનફરિયાદ”ના તંત્રી શ્રી પ્રદીપભાઈ રાવળ મારા “ચંદ્રપૂકાર” બ્લોગ પર પધારી “પ્રતિભાવો” આપ્યા.

એ પછી, મારા મનમાં આનંદ વહેતો હતો….અને, પ્રભુ પ્રેરણા થઈ, અને આ કાવ્ય રચના શક્ય થઈ.

જે કોઈને આ ન્યઝપેપર વાંચવાનો લ્હાવો મળે તેઓ પોતે વાંચે તો આ ન્યુઝપેપર વિષે પુરો ખ્યાલ આવી શકે.

મારી તો એક જ પ્રાર્થના કે….”જનફરિયાદ” પ્રગટ થતું રહે, અને વાંચકોને સત્યના દર્શન કરાવતું રહે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem (Kavya)in Gujarati.

It is on a newspaper ( A weekly) by the name JAN FARIYAAD.

It was estalished in Gujarat in 1996  with its Editor PRADIP RAVAL.

The aim of this Newspaper is to bring out the TRUTH as the FARIYAAD (Complaints) from the Public & to educate ALL in Gujarat to know the TRUTH in the Political Environment of the Stete of GUJARAT of INDIA.

My goal of this KAVYA was to tell the STORY how & when this Newspaper came into the Existance in Gujarat.

My hope is that if the TRUTH is published, more & more will like to read it & eventually this Newspaper can be LOVED by AL.

Those interested to know about the Newpaper, can get more informations by the below LINK>>>>>

http://janfariyad.wordpress.com/2012/07/25/jan-fariyad-international-news-weekly-e-paper/comment-page-1/#comment-2

 

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ ! ગુજરાત રત્ન ઝવેર પટેલની કહાણી !

9 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana53  |  નવેમ્બર 30, 2012 પર 6:37 પી એમ(pm)

  very nice ….I will forward to Prdipbhai..I will try to call you today sorry been very busy

  જવાબ આપો
 • 2. pragnaju  |  નવેમ્બર 30, 2012 પર 7:04 પી એમ(pm)

  સુંદર માહિતી
  જન ફરિયાદ સંભળાય તો પણ આશ્વાસન રહે બીજી તરફ આ પણ સ્રરસ મહિતી
  મુખ્યમંત્રીશ્રીનોસ્વાગતઓનલાઇન જનફરિયાદનિવારણકાર્યક્રમ

  સામાન્ય નાગરિકોની રજૂઆતોનું સંતોષજનક ન્યાયી નિરાકરણ

  મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગરમાં સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કક્ષમાં સામાન્ય નાગરિકોની રજૂઆતોને સાંભળીને જિલ્લાતંત્રોને તેમને વાજબી ન્યાય મળે અને તેમની રજૂઆતોનો સંતોષકારક ઉકેલ લાવવા દિશા નિર્દેશો આપ્યા હતા.

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  ડિસેમ્બર 1, 2012 પર 1:28 એ એમ (am)

  મોગલ બાદશાહ જહાંગીરે જન ફરિયાદ માટે ઘંટ રાખેલો .

  જહાંગીરી ન્યાય એટલે જાણીતો છે .

  આજે જનફરિયાદ જેવાં સમાચાર માધ્યમો આ કામ કરી રહ્યા છે .

  જનફરિયાદ ન્યુઝ પેપરને અનેક શુભેચ્છાઓ

  જવાબ આપો
 • 4. Dr P A Mevada  |  ડિસેમ્બર 1, 2012 પર 1:10 પી એમ(pm)

  ચંદ્ર કહે ઃ ગુજરાતની ધરતી છે ખુબ જ પ્યારી,
  જનફરિયાદમાં ગુજરાતી ભાષા પણ લાગે ન્યારી,
  એ જ રહી જનફરિયાદની ગૌરવભારી કહાણી !……જનફરિયાદ
  Superb lines. Nice poem!

  જવાબ આપો
 • 5. Ishvarlal R Mistry.  |  ડિસેમ્બર 1, 2012 પર 7:41 પી એમ(pm)

  Jan Fariyad, nice poem, people will know what is it about, what can be done, People will be willing to read it always. Very good subject Chandravadanbhai very interesting. Best wishes to Newspaper.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 6. nabhakashdeep  |  ડિસેમ્બર 2, 2012 પર 1:39 એ એમ (am)

  જન ફરિયાદના પગથીયે આપે સૌને લાવી દીધા..લીન્ક હોય તો અમે પણ

  મુલાકાત લેતા થઈ જઈએ. સુશ્રી સપનાબેન દ્વારા આમંત્રણ મળેલ અને

  આપની જેમ જ એક વિશેષ આનંદ થયો કે પ્રજાને વાચા આપવા જાગૃત અભિયાન

  કરનાર હિંમતબાજો મેદાનમાં છે. આપની સાથે સૌને અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. pradip raval,editor of jan fariyad Int.news paper  |  ડિસેમ્બર 8, 2012 પર 5:32 એ એમ (am)

  ચંદ્ર પુકાર શબ્દ માં ઘણું બધું આવી જાય છે તે તો સમજાયું હતું પણ સાહિત્યિક સાથે માનવીય ફરજો માં કંટાળેલા મેડિયા કર્મીઓ પણ પૂર્ણ સંતોષ બાદ ક્યાં તો કવિ નહિ તો સાહિત્યકાર બની જાય છે.તેવા સમય માં આપના વ્યસ્ત મેળાવડા માં થી સમય કડી આપ અઘરા માં અઘરા વિષય એટલે કે જન ફરિયાદ જેને વાંચવું બધા ને ગમે.બધા જ કહે કે આ એક ઉમદા કાર્ય છે ને જ્યાં પ્રજા ને અન્યાય થતો હોય તો તેને પ્રકાશ માં લાવી ને પ્રશાશન ની આંખો ખોલવી જોયીએ પણ ખરેખર જો સાચી વાત કહું તો મોટા ભાગ ના રાજકારણીઓ,ઉદ્યોગપતિઓ,અનૈતિક ડોકટરો,વકીલો,શિક્ષણ ની હાટડીઓ ચલાવનારા રાજકીય પરિવાર ના મોભીઓ,પોલીસ કર્મીઓ ,સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રી શ્રીઓ ના અંગત મદદનીશો અને આજુબાજુ ફરનારા રાજકીય એજન્ટો,દલાલો જન ફરિયાદ પરિવાર અને લખનાર ને ક્રોધિત નજરે જુવે છે.છતાં પણ તેમની આંખો ખુલે ને પ્રજા ને અન્યાય થતો અટકે તે માટે ઘણી જ ધારદાર કલામે કોઈ ની સેહ-શરમ રાખ્યા વિના લાખનો લખવાની કોશીસ કરું છું પણ અમુક વાચક વર્ગ તેને પણ પ્રસિદ્ધિ ના રૂપ માં જુવે છે.,કોઈ જ આક્ષેપ મારા ઉપર ના થાય ને મારી ભાવનાઓ ઉપર ધેસ ના પહુચ્ચે તે માટે હું ગુજરાત સરકાર તરફ થી મળતી સરકારી જાહેરખબર નો આગ્રહ રાખતો નથી અને આર્થિક નુકશાન શરૂવાત થી જ કરતો આવ્યો છું.મારે પ્રજાની ફરિયાદો ને વેચ્ચી ને કે કમિશનો આપી ને તેના પર રમતા રાજકારણ ને બંધ કરવું છે.જ્ઞાતિવાદ,કોમવાદ,સામાન્ય પ્રજા ના લાભાલાભ ના નામે સરકારી ગેરલાભ ઉઠાવતા લોકો ને ખુલ્લા પડી સમાજ માં તેનો અસલી ચહેરો બતાવો છે તે જ સાચો ન્યાય છે તેવું હું માનું છું.આપ મારી ભાવનાઓ ને જે બળ આપવાનું કામ કરી ને મારી ઉર્જા શક્તિ ને જન્ફરીયાદ કહાની દ્વારા જે મને કરંત આપ્યો છે તેને હું કદાપી નહિ ભૂલી શકું…આપનો હું જન્ફરીયાદ પરિવાર રૂપી ખુબ હર હમેશા ઋણી રહીશ…….દેશ-વિદેશ માં પરિવાર સાથે ઘણો વર્ષ રહ્યો છું માટે વૈભવ,આધુનિકતા,છલ-કપટ,સ્વાર્થી પણું,ભાવી પેઢી ને અપાતા સંસ્કારો તેમજ સતત ધૂંધળું ભાવી લાગતા અને સતત પરિવર્તન ની વિચારધારા ના સાથી તરીકે આ જન ફરિયાદ ના માધ્યમ ને ન્યાય આપવાનો નિર્ધાર કર્યો છે…આપ પણ અમેરિકા માં બનતી જન ફરિયાદ મોકલ્સો તો હું જરૂર નામ વિના પણ કાયદાની અંદર રહી ને પ્રગટ કરીશ…

  જવાબ આપો
 • 8. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ડિસેમ્બર 9, 2012 પર 9:09 એ એમ (am)

  જન ફરિયાદ હોય તો

  લોકો ફરી ફરીને યાદ કરે

  સરસ રચના

  જવાબ આપો
 • 9. Dilip Gajjar  |  ડિસેમ્બર 22, 2012 પર 7:28 પી એમ(pm)

  ચંદ્ર કહે ઃ ગુજરાતની ધરતી છે ખુબ જ પ્યારી,
  જનફરિયાદમાં ગુજરાતી ભાષા પણ લાગે ન્યારી,
  એ જ રહી જનફરિયાદની ગૌરવભારી કહાણી !……જનફરિયાદ….,(૫)
  Shree Chandravadanbhai. sunder Janfariyaad vishe kaavya rachana ne..Pradipbhai no pratibhaav pan ghanu kahi jaay chhe..trmnu aa newspapae avirat chaltu rahe..satya maarge..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: