રૂપા બાવરી !

November 16, 2012 at 2:38 pm 15 comments

Shreenathji Picture (Code - 65)
રૂપા બાવરી !
રૂપા નગમા તો શ્રી નાથજીની બની બાવરી,
જાણી એવું, ચંદ્ર હૈયે છે આનંદ હેલી !……………(ટેક)
એક પવિત્ર આત્મા, રૂપા દેહ સ્વરૂપે જન્મે,
મેહતા કુળે એ તો શ્રી નાથજી પ્રકાશ લાવે,
એવી રૂપાને જાણી, ચંદ્ર હૈયે આનંદ હેલી આવે !……રૂપા નગમા…(૧)
રૂપા વાણીમાં તો, મીરાભાવ વહી રહે,
એના સુર સંગીતમાં સૌ સ્નાન કરે,
એવી રૂપાને જાણી, ચંદ્ર હૈયે આનંદ હેલી આવે !……..રૂપા નગમા…(૨)
રહી સંસારમાં રૂપા તો છે વૈરાગી,
એ તો છે શ્રી નાથજીની રે દાસી,
એવી રૂપાને જાણી, ચંદ્ર હૈયે આનંદ હેલી આવે !……રૂપા નગમા….(૩)
જગમાં રહેતા, ના એ રૂપા, છે એ તો વૈરાગી,
શ્રી નાથજી શરણે એ તો છે એક બાવરી,
એવી રૂપાને જાણી, ચંદ્ર હૈયે શ્રી નાથજી બિરાજે !…..રૂપા નગમા….(૪)
કાવ્ય રચનાઃ તારીખ ઓકટોબર,૨૬,૨૦૧૨             ચંદ્રવદન
બે શબ્દો…
હું મારા પત્ની કમુ સાથે,સાઉથ કેરોલીના પ્રાન્તના કોલંબીઆ શહેરમાં ઓકટોબર,૨૩ થી ૩૦ ૨૦૧૨ના દિવસો હતા.
કમુના મોટાભાઈ બિહારી અને પત્ની ભાવનાબેનના ઘરે હતા.
એ સમયગાળા દરમાન્ય, હ્યુસ્ટન ટેક્ષસથી સિમા દેસાઈનું ત્યાં આવવું.
અનેક ચર્ચાઓ થતા, રૂપાબેને પ્રગટ કરેલી શ્રી નાથજીના ચિત્રો સાથે કાવ્યોની બુક વિષે જાણવા મળ્યું.
વાતો કરતા, રૂપાબેન મહેતા વિષે વધુ જાણ્યું….ભાવનાબેન સાથે કુટુંબીક સબંધો હતા.
બસ….જે જાણ્યું એ આધારીત આ રચના શક્ય થઈ છે.
જે કોઈને રૂપા”બાવરી”મહેતા વિષે વધુ માહિતી મેળવવી હોય તેઓ નીચેની “લીન્ક”પર ક્લીક કરી જાણી શકે છે>>>>
આશા છે કે..તમોને આ રચના ગમી હશે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Kavya Post was created in October,2012.
It is about a lady in Mumbai by the name RUPA MEHTA. She paints the beautiful pictures of SHREE NATHJI.
She is also a Poetess and had created many Devotional Poems on Shree Nathji ( Lord Krushna) and even written Gazals.
There are several Albums & Books by Rupa Mehta.Those interested can go onthe Site & learn more about her.
I hope you like the Poem in Gujarati.
Dr. Chandravadan Mistry.
Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્ર-મનના વિચારો ! ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !

15 Comments Add your own

 • 1. pragnaju  |  November 16, 2012 at 3:07 pm

  તેરી કૃપા સે બઢ કે કોઈ સંપત્તિ ઈસ જગ મેં નાહીં,
  શ્રદ્ધા કા ભંડાર ન ખૂટે, જબ તક સાંસ રહે તન માંહી,
  બાંધ કે યે અનમોલ ગઠરિયા બાવરી જગ સે જાયે રે !
  શ્રીનાથજીની ભક્તિમાં તલ્લીન અને પોતાની તમામ કલા શ્રીજીબાવાને સમર્પિત કરનાર રૂપા ‘બાવરી’નાં શ્રીનાથજીનાં અત્યંત આકર્ષક અને નયનરમ્ય પેઈન્ટિંગ્ઝ જેમણે જોયાં હશે તેઓ રૂપા બાવરીની ભક્તિકલાથી અજાણ નહીં જ હોય! આ ભજન ખૂબ જાણીતું છે
  બાવરી ફિરે રે થારી દાસી, ઓ કન્હૈયા મોરે,(૨ )

  પ્યારા પનઘટ છોડ કહા ચલે રે કન્હૈયા
  મ્હારા બીચમે હાથ કાઈ છોડે રે કન્હૈયા …
  વ્રજ થારે બીના સાવ કોરી રજ લાગે રે કન્હૈયા …
  બાવરી ફિરે રે થારી દાસી ઓ કન્હૈયા મોરે,(૨ )
  થારી બાસુરી કી ગુંજ મોહે બવ ભાવે રે કન્હૈયા,
  થારી નટખટ અદાઓ પે જાન મેં વારુ રે કન્હૈયા,
  થારી જલક મિલે એક તો મેં ધન્ય થાઉં રે કન્હૈયા,
  બાવરી ફિરે રે થારી દાસી ઓ કન્હૈયા મોરે ,(૨ )

  મ્હારા જીવન મરણ તો થારે હાથ રે કન્હૈયા,
  થારે હોને સે હી જાન પ્રાણ હોવે રે કન્હૈયા,
  મારી નૈયા કો પાર તું હી લગાવ રે કન્હૈયા,
  બાવરી ફિરે રે થારી દાસી ઓ કન્હૈયા મોરે ,(૨ )

  Reply
 • 2. Vinod R. Patel  |  November 16, 2012 at 3:15 pm

  રૂપાબેન મીરાંબાઈની જેમ કૃષ્ણ ભક્તિ માટે માટે પાગલ વૈષ્ણવ છે .

  શ્રી નાથજીના ચિત્રો સાથે કાવ્યોનું પુસ્તક પ્રગટ કરી રૂપા બાવરી નામ

  સાર્થક કર્યું કહેવાય

  Reply
 • 3. captnarendra  |  November 16, 2012 at 6:31 pm

  Thank you for introducing Roopa Ben through your poem. It has been a pleasure to see how committed the lady is to Krishna, and how she has applied her artistic talents to express her devotion. Just a thought: how nice it would be see your poem set to music and sung by the great lady?

  Reply
 • 4. nabhakashdeep  |  November 17, 2012 at 3:28 am

  Touching to heart…Thanks for introducing Rupaben and her kavan.

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 5. Samir Dholakia  |  November 17, 2012 at 3:47 am

  WAH WAH KHUB J SARAS…… NAVAAA VARSH NAAA PRANAAM….   SAMIR RANJITBHAI DHOLAKIA(B.Ed)(VOCAL CLASSICAL)                                                                    SWARAA MUSIC CLASSES                                                                                                                                                                                           9033956785                                                                                                                                                                      9228401683

  ________________________________

  Reply
 • 6. pravina  |  November 17, 2012 at 2:53 pm

  રૂપા બાવરી વર્ષોથી મુંબઈવાસી છે. શ્રીનાથજીની પરમ ભક્ત છે. તેના શ્રીનાથજીના પેંઈટીંગ્સ અને ભજનોથી મુંબઈગરા જાણીતા છે.
  સુંદર કાવ્ય રચના..

  શ્રીજી હ્રદયમાં બિરાજોને
  ખાલી સિંહાસન સોહાવોને
  હ્રદયને નિર્મળ બનાવોને
  ખાલી——

  શ્રીજી નયનોમાં વસજોને
  દૃષ્ટિ નિર્મળ બનાવોને
  પાવનતાને પ્રસરાવોને
  ખાલી——–

  શ્રીજી કર્ણપટે વસજોને
  ભગવદ જ્ઞાન સુનાવોને
  જીવનમાં સરળતા ફેલાવોને
  ખાલી——-

  શ્રીજી મુખમાં વસજોને
  અષ્ટાક્ષરનું રટણ કરાવોને
  જીવનમાં ભક્તિ ભરજોને
  ખાલી———

  શ્રીજી ચરણે જીવન અર્પણ રે
  ‘પમી’નું જીવન સફળ રે
  ધન્ય બની ગાઈ ઉઠી રે
  ખાલી સિંહાસન સોહાવ્યું રે

  Reply
  • 7. DR. CHANDRAVADAN MISTRY  |  November 17, 2012 at 3:39 pm

   Pravinaben,
   Thanks for your Comment.
   It is nice to know that you have known Rupaben of Mumbai, just like Pragnajuben has mentioned in her comment.
   Chandravadan

   Reply
 • 8. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  November 17, 2012 at 5:40 pm

  શ્રીમાન. ડૉ.પુકાર સાહેબ

  જેમની કરથી આટલી સુંદર રચના રચાય તે

  શ્રીનાથજીની કૃપા તમારી ઉપર વર્ષી છે.

  સુંદર, અતિસુંદર

  Reply
 • 9. pradip raval,editor of jan fariyad Int.news paper  |  November 17, 2012 at 7:33 pm

  shreenathji ni krupa apar chhe.smaran thi matra sarva…..

  Reply
 • રૂપા બાવરી વિશે પ્રથમ વખત માહિતગાર થયા, રૂપાબેન પર શ્રીજીબાવા ની સદા કૃપા વસો. અને તમારી કલમ પર પણ સદા સરસ્વતી નો નિવાસ રહે…

  સુંદર !

  Reply
 • 11. Ishvarlal R Mistry.  |  November 19, 2012 at 12:52 am

  Chandravadanbhai, very nicely said about Rupaben of Mumbai ,in your poem ,like it very much.

  Ishvarbhai.

  Reply
 • 12. pradip raval,editor of jan fariyad Int.news paper  |  November 19, 2012 at 1:57 pm

  first time i know about rupa bavri…many many thanks

  Reply
 • 13. પરાર્થે સમર્પણ  |  November 19, 2012 at 10:40 pm

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  શુભ પર્વના અતિ શુભ દિવસોમાં શ્રી નાથજી બાવાની કૃપા મનોહારી મૂર્તિના
  ગુણગાન ગાતી ભક્તિ ભાવથી ઉભરાતી કૃતિ સર્જી છે.
  લાભ પાંચમની શુભ કામના

  Reply
 • 14. DR. CHANDRAVADAN MISTRY  |  November 24, 2012 at 11:09 pm

  This was an Email Response from RUPA(Bawari)MEHTA of Mumbai>>>>

  From: Rupa Mehta
  To: chadravada mistry
  Sent: Friday, November 23, 2012 8:44 PM
  Subject: Re: Fw: ચંદ્રપૂકાર

  Jai Shri Krishna,
  I read your poetry. I really apriciate the way you think about me. But let me tell you very politely that I am not that great as you have potraiat me.
  I am only doing my ‘ Bhakti’ and ‘ Seva’ for my Shrinathji. I need your good wishes and blessings and ‘ Kripa’ of Shrinathji to go ahead and ahead
  in my ‘Bhakti Yatra’.
  Regards
  Rupa ‘ Bawari’
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  My Response to Rupaben>>>>>

  રૂપાબેન,
  જય શ્રીકૃષ્ણ !
  તમે ઈમેઈલથી જવાબ આપ્યો એ માટે આભાર.
  તમે જણાવો છો કે મેં કાવ્યમાં “વધુ” લખ્યું છે….મારા હ્રદયમાંથી જે શબ્દોમાં પ્રગટ થયું એ જ લખ્યું છે !
  એ તો તમારી નમ્રતા ….પણ ખરેખરે, આપણે સૌ માનવીઓ “અપુર્ણ” છીએ, અને “પુર્ણતા” મેળવવા પ્રયાસો કરીએ છીએ.
  અને એવી પુર્ણતામાં “શરણાગતી” અગત્યની છે….શ્રીનાથજી કે મીરાનો ગીરધર મોરારી !
  તમો તમારી આગેકુચમાં પ્રભુ નજીક પહોંચો એવી પ્રાર્થના !
  ….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY

  Reply
 • 15. Patel Dharmik  |  January 14, 2013 at 11:23 am

  રૂપા બાવરીનું તેરી દીવાની ગીત મુકો……..

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

November 2012
M T W T F S S
« Oct   Dec »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: