ચંદ્ર-મનના વિચારો !

નવેમ્બર 14, 2012 at 2:10 પી એમ(pm) 8 comments

ચંદ્ર-મનના વિચારો !

આજે શું લખું એ જ સમજાતું નથી,

છતાં, મનમાં થાય છે કે કંઈક લખું,

આ સંસાર વિષે કાંઈ લખું ?

ત્યારે વિચાર આવે કેમ ના પ્રભુ વિષે ?

પણ, ત્યારે બીજો વિચાર આવે શું લખું ?

પ્રભુ કોણ છે એ સૌને સમજાવું ?

કે, પ્રભુ છે જ એવું અજ્ઞાનીઓને કહું ?

એવી પ્રભુ સમજ સમજાવવામાં સમય કેમ હું બગાડું ?

આટલા વિચારો લખ્યા, પણ મન શાંત નથી,

તો વિચારૂં છું કે કેમ એ અશાંત છે આજે ?

હવે, યાદ આવ્યું કે આજે તો દિવાળી છે,

અને, હશે “નુતન વર્ષ” એ પછી,

તો, નવા વર્ષે મારે શું કરવું ?

ફરી મારું જ મન જરા શાંત થઈ ગયું

મને જરા પણ સમજાયું નહી કે આવું કેમ ?

ત્યારે યાદ આવ્યું કે સંસારમાં સતકર્મ કરવા સૌ કહે,

પણ જ્યારે અમલ કરવાનો સવાલ આવે ત્યારે મોહમાયામાં સૌ ભુલે,

અને જ્યારે મોહમાયામાં લીપટાઈ ગયા હોય ત્યારે  મોજશોખ સાથે પ્રભુને પણ ભુલે,

અને એવી હાલતે બુરા કાર્યોમાં પણ જાણે સતકર્મ જ દેખાય, અને સત્ય પંથ ભુલાય,

જેથી, એની સાથે પ્રભુને યાદ કરવાનું કાર્ય પણ હ્રદયભાવથી ના હોય, અને…એવા સમયે,

જો કોઈ અંતરની પૂકાર સાંભળે ત્યારે એ જાગી જાય….અને એ જાગૃતિ માટે કોઈ વાર

એ ઠોકર ખાઈ મેળવે કે પછી, કોઈ સંતપુરૂષના સંગમાં આવતા મેળવે અને આવી ઘટના જ

જીવન પરિવર્તનમાં ફાળો આપે છે.

હા….આવા વિચારો સાથે મારૂં મન સ્થીર બન્યું !

એથી જ અંતે કહેવું છે>>>

મન ચંચળ છે મેરે ભાઈ,

મોહમાયા ત્યાગી, મનને શીતલ કર મેરે ભાઈ,

પ્રભુ ગુણલા ગા કરે, જીવન સફર કર લે મેરે ભાઈ,

તો, આ સંસારના ફેરા ના હોય કદી, મેરે ભાઈ !

 

ચદ્રવદન

 

બે શબ્દો…

આજે દિવાળીના દિવસે, કોમ્પુટર પર હતો.

શું લખવું એવું વિચારતો હતો.

ના લેખ કે કાવ્ય માટે પ્રેરણા મળી.

પણ જ્યારે કોમ્પુટર દ્વારા ગુજરાતી ટાઈપ પેડ પર આંગળીઓ પડી ત્યારે મારા મનના દ્વારા ખુલ્લા થઈ ગયા, અને વિચારો વહેવા લાગ્યા.

આ વિચારોમાં “શું લખું ?” થી શરૂઆત થઈ.

સંસારના વિચારોમાં ભટકાઈ, અંતે પ્રભુના વિચારો હતા.

આવા વિચારો સાથે મન આનંદીત હતું.

અંતે એવા જ આનંદમાં રહી,જીવન સફરમાં આગેકુચ કરવાના વિચારો સાથે મનને શાંત કર્યું.

બસ….આ જ છે આજની “ચંદ્રપૂકાર”ની પોસ્ટ “ચંદ્રવિચારધારા”ની કેટેગોરી પર !

તમે સૌ નવા વર્ષના દિવસે વાંચશો કે નવા વર્ષ પછીના દિવસોમાં વાંચશો.

તમોને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today on the New Year as per the Indian Calender, I publish this Post.

It reflects the THOUGHTS that were flowing from my MIND.

The initial thought of WHAT TO WRITE, leads to the CONFUSION & the WORLDLY DESIRES, but as the mind thinks of GOD, my MIND was CALM & at PEACE. I seem to see the PATH to move FORWARD in my life on this EARTH.

These are the thoughts conveyed in this Post.

I hope you like this Post.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

૨૦૬૮ની દિવાળી, અને ૨૦૬૯નું નવું વર્ષ ! રૂપા બાવરી !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  નવેમ્બર 14, 2012 પર 2:20 પી એમ(pm)

  આવી ‘બાળકની ભાવના’ જેવા વિચાર આવે ત્યારે સંતો કહે છે કે તમારો અહં ઘટ્યો હોય આધ્યાત્મિક પ્રગતિ થઇ હોય છે

  અલૌકિક હશે મુખડું કેવું ઈશ્વરનું મારા?
  એ મુખડાને જોવા ઝંખું લઈ પ્રેમધારા … અલૌકિક

  કેવી આંખ હશે એ વિભુની, તેજભરી ન્યારી?
  સુખની વીણા વાગે એમાં, શાંતિભરી સારી … અલૌકિક

  પ્રકાશિત હશે કાયા કેવી ? દિવ્ય હશે વાણી;
  જોતાંવેંત જ નમું એમને, પરમાત્મા જાણી … અલૌકિક

  વંદન કરતાં કરું પ્રાર્થના, દર્દ મટાડી દો;
  સંસારમહીં સઘળે સુખ ને શાંતિ સનાતન હો …અલૌકિક

  ત્યારે પ્રભુજી હસી રહેશે, હાસ્ય હશે કેવું?
  દ્રશ્ય ખરેખર હશે અનેરું, એ જોવાં જેવું … અલૌકિક
  નૂતન વર્ષાભિનંદન
  અને
  આધ્યાત્મિક માર્ગે પ્રગતિ થાવ તેવી પ્રભુ પ્રાર્થના

  જવાબ આપો
 • 2. Ishvarlal R Mistry.  |  નવેમ્બર 14, 2012 પર 5:06 પી એમ(pm)

  Very nice thoughts Chandravadanbhai , God has made this beautiful world enjoy while you are alive that is what Saints say. Best wishes Happpy New Year and May God Bless everybody.
  Jai Shri Krishna.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 3. dhavalrajgeera  |  નવેમ્બર 14, 2012 પર 5:52 પી એમ(pm)

  મન ચંચળ છે મેરે ભાઈ,

  મોહમાયા ત્યાગી,

  મનને શીતલ કર મેરે ભાઈ,

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  નવેમ્બર 14, 2012 પર 8:14 પી એમ(pm)

  અને એ જાગૃતિ માટે કોઈ વાર

  એ ઠોકર ખાઈ મેળવે કે પછી, કોઈ સંતપુરૂષના સંગમાં આવતા મેળવે અને આવી ઘટના જ

  જીવન પરિવર્તનમાં ફાળો આપે છે.

  હા….આવા વિચારો સાથે મારૂં મન સ્થીર બન્યું !
  ………………………………………………
  ડોશ્રી ચંદ્રવદનભાઈ
  નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સર્વરીતે સુમંગલ હો! એવી ભાવના…
  સપરમે દિન.

  સુંદર વિચારોનું દર્શન અને એજ આપણી કેડી. ..ખૂબ ગમી આ વાતો.
  પ્રજ્ઞાબેનના ચીંતનમય પુષ્પવિચારોની સુગંધ…સદા છલકતી રહે.
  આપ અને પરિવારને અંતરથી શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. Vinod R. Patel  |  નવેમ્બર 15, 2012 પર 4:33 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ, પોસ્ટને અંતે તમે જે લખ્યું એ જ સત્ય છે કે-

  મન ચંચળ છે મેરે ભાઈ,

  મોહમાયા ત્યાગી, મનને શીતલ કર મેરે ભાઈ,

  પ્રભુ ગુણલા ગા કરે, જીવન સફર કર લે મેરે ભાઈ,

  તો, આ સંસારના ફેરા ના હોય કદી, મેરે ભાઈ !

  આપને તથા કુટુંબી જનોને નુતન વર્ષાભિનંદન .

  જવાબ આપો
 • 6. Harnish  |  નવેમ્બર 18, 2012 પર 7:02 પી એમ(pm)

  ડોકટર સાહેબ– દરરોજે બ્લોગમાં કાંઈ લખવું એ વિચાર જ ખોટો છે. જ્યારે કોઈ સારી વાત મનમાં આવે અને અને લાગે કે આ વિચાર મિત્રોને વહેંચવા જેવો છે.ત્યારે જ લખવું. બાકી જેમ તેમ બ્લોગ ભરવો એ તો બીજાઓ પર અને જાત પર જુલ્મ કહેવાય.– એમ હું માનું છું.. અને એથી જ મેં મારો બ્લોગ નથી રાખ્યો.

  જવાબ આપો
  • 7. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 18, 2012 પર 7:38 પી એમ(pm)

   Harnishbhai,
   Thanks for your visit….and your comment on reading this Post.
   You have a point !
   Yet, I must say I do not publish “all my thoughts” as the Posts.
   I do not mean to burden myself or anybody else.
   I respect your decision not have a Blog !
   I hope you are well.
   Hope the New Year bring all the Joys !
   Chandravadan

   જવાબ આપો
 • 8. pravinshastri  |  નવેમ્બર 20, 2012 પર 2:36 એ એમ (am)

  , પ્રભુ છે જ એવું અજ્ઞાનીઓને કહું ?

  એવી પ્રભુ સમજ સમજાવવામાં સમય કેમ હું બગાડું ?

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 396,657 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: