આ હતો વિજય !

ઓક્ટોબર 31, 2012 at 7:27 પી એમ(pm) 12 comments

Photo: A doctor examines an AIDS patient

AIDS PATIENT in SOUTH AFRICA being EXAMINED

     PHOTO by GOOGLE SEARCH..NATIONAL GEOGRAPHIC

                      PHOTO GALLERY: AIDS

Family : child's drawing of the family on a bicycle, vector

 

આ હતો વિજય !

 

વિજય  એક હોસ્પીતાલમાં હાડપિંજર જેવી હાલતમાં દાખલ થયો.આ પહેલા, એણે આ હોસ્પીતાલમાં અનેક્વાર દાખલ થવું પડ્યું હતું. એના બેડની બાજુ એના માતા  પિતા બેઠા હતા.

વિજયની સારવાર માટે એમણે જે કરવાનું હતું એ બધુ જ કર્યું હતું. એમના હૈયે  એ માટે સંતોષ હતો. પણ, એમના હૈયાના ઉંડાણમાં જે દર્દ હતું તે કોણ જાણી શકે ? જે એમના સગાસ્નેહીઓ હતા એઓ સૌ એમનાથી દુર થઈ ગયા હતા.અને, એઓ સૌના આવા વર્તનનું કારણ વિજય હતો. વિજયને “એઈડ્સ”છે એવું જ્યારે જાહેર થયું ત્યારથી એઓ આવું વર્તન કરી રહ્યા હતા.અરે, જે કોઈ એમના પરિવારને જાણતા ન હતા તેઓ પણ આ પરિવારની ટીકાઓ કરતા હતા.

એક દિવસ વિજય હોસ્પીતાલના બેડ પર બેઠો હતો અને ત્યાં  વૃધ્ધ એની પાસે આવ્યો. વિજયની આંખોમાં આસુંઓ હતા.તેની ઉપર રૂમાલ ફેરવી,મુખડે ખુશી લાવી ઉભો રહ્યો. વિજયે પેલા માણસને હાથ જોડી, “જય શ્રી કૃષ્ણ !” કહ્યા.

પેલા માણસે પણ “જય શ્રી કૃષ્ણ !” કહ્યા.અને, પુછ્યું “વિજય બેટા, આજે શા માટે તારી આંખોમાં આસુંઓ છે ?”

આ વૃધ્ધ દરરોજ કોઈ ના હોય ત્યારે વિજયની પાસે આવતો. એ એની સંભાળ લેવા માટે મદદરૂપ થતો. વિજયને બિમારી શું છે તે વિષે કદી ના પુછતો. આજે પહેલીવાર વિજયની આંખોમાં આંસુઓ નિહાળી, એના હૈયામાં હતું તે શબ્દોમાં કહ્યું ” બેટા, શું બિમારી છે ? “

ત્યારે, વિજય થોડો સમય શાંત રહ્યો. પછી, હિંમત કરી કહેવા લાગ્યોઃ

“બાબા, હું તમને નામથી જાણતો નથી. તમે દરરોજ મારી પાસે આવો છો, અને કાંઈ પણ પુછ્યા વગર મને તમે સેવા આપો છો. એ માટે મારો આનંદ અને આભાર દર્શાવવા શબ્દો નથી.જેની પાસે મેં મદદની આશાઓ રાખી હતી તેઓ મને એઈડ્સની બિમારી છે જાણી, મારાથી દુર ભાગવા માંડ્યા. એટલું જ નહી પણ એઓ બધા ચર્ચા કરવા લાગ્યા કે મને “દ્રગ્સ”લેવ્વની ટેવ છે એટલે જ “એઈડ્સ” થયો છે કોઈ તો વળી હું વેશ્યાને ત્યાં જતો હતો એથી આ બિમારી થઈ છે એવો આરોપ કરવા લાગ્યા. હું કોને સમજાવું કે મને આ એક “વાઈરલ ઈનફેક્શન” ની બિમારી છે? હું કહું કે આ બિમારી મને એક સમયે વાગેલું ત્યારે લોહી આપ્યું તેના કારણે બિમારી હતી તો કોણ મને માનશે ?આથી મે નિર્ણય લીધો કે કોઈને પણ મારે કહેવું નથી અને એ વિષે કોઈ પણ ચર્ચા કરવી નથી. દવાઓ ઉપચારરૂપે લીધી, અને થોડા વર્ષો વહી ગયા. પહેલા દવાઓના કારણે મારૂં વજન સારૂં રહ્યું,અને મારામાં શક્તિ પણ હતી….પણ છેલ્લા બે વર્ષથી મારૂં શરીર ગળાવા લાગ્યું. મારૂં વજન ઘટવા લાગ્યું, અને મારી શક્તિ પણ ધીરે ધીરે ઓછી થવા લાગી. હું આ છેલ્લા વર્ષથી અનેક વાર હોસ્પીતાલમાં દાખલ થયો.મારા માતા પિતાને પણ રોગ વિષે કહેવું આજે મારી સમજ બહાર છે. આ અંતિમ દિવસોમાં બસ માતા પિતાના પ્રેમ સાથે જીવી રહ્યો છું.આ જીંદગીમાં મેં એમની સેવા કરી ના શક્યો. અને, એમણે મારી સેવા કરી. હું તો જીવતા જીવતા, માતા પિતા માટે પ્રાર્થનાઓ કરતો રહ્યો છું અને માંગુ છું કે એમની તબિયત સારી રહે અને હાલતા ચાલતા રહે અને કોઈ પાસે એમને સેવા ના માંગવી પડે. મને મારા વિષે જરા ચિન્તા નથી. હું ફક્ત એક વિચારમાં છું….આ એઈડ્સના રોગ વિષે સર્વને વધુ માહિતી મળે અને નવી સમજ દ્વારા બીજા રોગીઓને દર્દને જાણી અપમાન ના કરે. રોગીઓને સહાય કરવા સૌને પ્રેરણા મળે. જો ભવિષ્યમાં આવી સમજણ હશે તો મને શાન્તી હશે. એનો સાક્ષી હું ના બની શકું તો પણ મને પ્રભુ પર પુર્ણ શ્રધ્ધા છે કે એક દિવસ એવી સમજ જરૂર હશે !”…આટલું કહી વિજય ફરી શાંત થઈ ગયો.

આ બધુ સાંભળી પેલા વૃધ્ધએ કહેવાનું શરૂ કર્યું.

“વિજય, હું એક સમયે ખુબ જ પૈસાદાર હતો. પૈસા હતા ત્યાં સુધી મારા અનેક મિત્રો હતા. જ્યારે મેં મારૂં બધું જ ગુમાવ્યું ત્યારે હું મિત્રોને શોધું તો મારી નજીક કોઈ નહી. કંઇક મદદની આશાઓ રાખી અને પુછ્યું તો “પૈસા નથી” કહી અનેક બહાનાઓ હતા. એટલું યાદ રાખજે કે જગતમાં જીવતા તારા માતા પિતા જ તારા મિત્રો. આજે એઓ તારા રોગ વિષે નથી જાણતા, પણ કદાચ જાણ્યું હોત તો પણ એ તારાથી દુર કદી ના હોઈ શકતે. એમનો પ્યાર એ જ ખરો પ્યાર છે !…પણ જગતમાં જ્યાં સુધી તું છે ત્યાં હું તારો એક મિત્ર છું એથી તું એવું ના સમજીશ કે આ જીવનમાં કોઈ મિત્ર નથી. તું મને ખુબ જ વ્હાલો છે. આ તારી બિમારી જાણી તું મારા હ્રદયમાં છે !”

વિજય આવા શબ્દો સાંભળી, ખુબ ખુશ થયો. એ તો બેડ પરથી ઉભો થઈને એના મિત્રને ભેટી પડ્યો. એની આંખોમાં આંસુઓ ના હતા. એના ચહેરા પર મીઠું હાસ્ય હતું..એ બેડ પર સુતો સુતો વૃધ્ધને દુર જતા નિહાળી રહ્યો.

બીજે દિવસે, માતા પિતા હોસ્પીતાલે આવ્યા ત્યારે વિજય ખુબ જ આનંદમાં હતો. માતા પિતાએ વિજયને આવી ખુશીમાં અનેક વર્ષો પહેલા જોયો હતો…આ પ્રમાણે વિજયને જોઈ માતા અને પિતાએ પણ ખુબ જ ખુશી અનુભવી. વિજય તો ફરી ફરી માતા અને પિતાને ભેટી કહેવા લાગ્યો.

“હવે, હું તો પ્રભુ પાસે જઈ રહ્યો છુ. પ્રભુ મને બોલાવે છે. પ્રભુજી મારી સંભાળ રાખશે, માટે તમે મારી ચિન્તા જરા પણ ના કરશો. મારા માટે જરા પણ રડશો નહી. મને વચન આપો !”

આવા શબ્દો પુરા કર્યા, અને માતા પિતાએ “હા” કહી, અને, કાંઈ વધુ બોલે તે પહેલા વિજયનો શ્વાસ બંધ થઈ ગયો, અને આંખો મિંચાઈ ગઈ. માતા પિતાએ વિજયને છાતીએ લગાડ્યો. પણ વચન પાળ્યું.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

વાર્તા લેખન ઃતારીખ ઓકટોબર ૫,૨૦૧૦

બે શબ્દો…

આ વાર્તા છે પાંચમી (૫) વાર્તા.

આ વાર્તાનું લખાણ પણ ઓકટોબર,૫, ૨૦૧૦માં થયું હતું

આ પ્રમાણે આ પાંચ વાર્તાઓને એક દિવસે જ સ્વરૂપ મળ્યું હતું…અને, એ પણ સીડની ઓસ્ટ્રેલીઆમાં.

આ વાર્તામાં વિજયની કહાણી દ્વારા “એઈડ્સ”ના રોગ વિષે સમજણ આપવાનો મારો પ્રયાસ છે. આવી સમજ દ્વારા આ રોગ વિષેની “ખોટી માન્યતાઓ” નાબુદ કરવાનો પણ મારો પ્રયાસ છે.

એક સમય એવો હતો કે આ રોગ “ચેપી” છે એવું સૌ માનતા. ખરેખર, આ રોગ તો “વાઈરસ” યાને “બેકટેરીઆ”થી પણ સુક્ષ્મ જંતુઓના “ઈન્ફેક્શન”ના કારણે છે..આજે, આ વાઈરસને મારવા અનેક દવાઓની શોધ થઈ છે…અને, હું માનું છું કે એક દિવસ આ રોગને નાબુદ યાને “ક્યોર” કરી શકાશે જ !

જ્યારે અસલ “ટીબી”ના રોગથી સૌ ડરતા, અને રોગીથી દુર ભાગતા..ત્યારબાદ, સમજણ આપવાના કારણે આ રોગ “બેકટેરીઆ”ના ઈન્ફેક્શથી થાય અને એના માટે દવાથી “ક્યોર” છે એવું સૌ જાણે છે.એ જ પ્રમાણે, અત્યારના નવા રોગની નવી સમજ થકી ખોટી માન્યતાઓ દુર થશે.

મારી એટલી જ આશા છે કે….આપણા સમાજમાં આવી સમજભર્યું “પરિવર્તન” જલ્દી આવે !

તમે આ પોસ્ટ વાંચી, “બે શબ્દો” પ્રતિભાવરૂપે જરૂરથી લખશો એવી વિનંતી !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is the Short Story ( Tunki Varta) with the intention of educating the Public about AIDS or HIV DISEASE.

This is a Viral Infection. It can not be spread by touching a AIDS Patient. The infected “body fluids” like Blood can be the source of the infection to others. Now, we have the Medicines that can benefit and thus the infected patients are able to live a better & longer life than before.

The Story of Vijay illustatates the ignorance about this Disease.

My intent has been to bring the Awareness of AIDS or HIV DISEASE  by this Story.

I hope I had succeeded in doing that.

I can only know this if you give my your feedback.

Will you ?

 

Dr. Chandravadan Mistry

Entry filed under: ટુંકી વાર્તાઓ.

રજનીકાન્તને સંગીતા મળી ! ચંદ્રવિચારો શબ્દોમાં (૧૯)

12 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓક્ટોબર 31, 2012 પર 7:48 પી એમ(pm)

  ખૂબ સરસ વાત
  વિશ્વ માટે જીવલેણ એવો રોગ એઇડઝ ફેલાઇ રહ્યો છે.આ રોગ ફેલાવા માટે જે કારણો જવાબદાર હોય છે.તે પૈકી સૌથી પ્રચલિત કારણ હોય તો તે અસુરક્ષિત રીતે બાંધવામાં આવતા જાતિય સંબંધ છે.જેમાં એચ આઇ વી પોઝિટિવ વ્યક્તિને પ્રેમ કરુણા સાથે સારવાર થી વધુ સારું રહે છે.આ અંગે આવી વાર્તાઓ દ્વારા સારવાર સમજવામા મદદ રુપ થાય છે

  જવાબ આપો
 • 2. SARYU PARIKH  |  નવેમ્બર 1, 2012 પર 1:17 પી એમ(pm)

  Good and informative story which reminds to have empathy.
  Saryu

  જવાબ આપો
 • 3. Ishvarlal R Mistry.  |  નવેમ્બર 2, 2012 પર 7:19 પી એમ(pm)

  Very nice information on HIV aids. Chandravadanbhai thanks for sharing.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 4. chandravadan  |  નવેમ્બર 2, 2012 પર 11:33 પી એમ(pm)

  This was an Email Response to this Post>>>>

  Pravinkant Shastri
  TO: chadravada mistry

  Friday, November 2, 2012 5:14 AM

  ચંદ્રવદનભાઈ,

  http : / / http://www.chandrapukar.wordpress . com માં સ્પેસ છે એટલે વાચકો સીધા બ્લોગ પર જઈ શકતા નથી.

  માત્ર https://chandrapukar.wordpress.com જ લખો.

  સરસ વાત.

  પ્રવીણ શાસ્ત્રી
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Pravinbhai,
  Thanks !
  I am happy that you liked the Varta.
  Chandravadan

  જવાબ આપો
 • 5. Dinesh Mistry  |  નવેમ્બર 3, 2012 પર 9:35 એ એમ (am)

  Very informative about AIDS. Very nice.

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  નવેમ્બર 3, 2012 પર 6:25 પી એમ(pm)

  ડોશ્રી ચંદ્રવદનભાઈની કલમે આલેખાયેલી હ્ર્દય સ્પર્શી વાર્તા.
  સામાજિક સમસ્યાને ઝીલતું ભાવુક હૃદય છે લેખકનું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. Bharat!  |  નવેમ્બર 3, 2012 પર 7:46 પી એમ(pm)

  Very interesting and truthful article! I liked reading it.

  જવાબ આપો
 • 8. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી'  |  નવેમ્બર 5, 2012 પર 9:09 એ એમ (am)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  એઇડ્સ અંગેની જનજાગૃતિ માટે આવા દાખલાઓ હકીકત સાથે રજૂકારવા જરૂરી છે, કારણ કે સમાજમાં ગેરસમજને કારણે અનેક લોકો આવા રોગથી જ્યારે પીડાતા હોય છે ત્યારે સમાજ તેને અલગ જ દ્રષ્ટિથી જોઈ છે.

  સામાજિક સમસ્યાને ઝીલતું એક સુંદર અને પ્રેમાળ હર્દય.

  જવાબ આપો
 • 9. અક્ષયપાત્ર/Axaypatra  |  નવેમ્બર 5, 2012 પર 9:22 પી એમ(pm)

  આપણા સમાજમાં શંકા કુશંકાઓ વધુ પ્રમાણમાં છે. આથી વૈજ્ઞાનિક સત્ય દૂર જ રહે છે. આપની વાર્તા જાગૃતિ લાવે એવી શુભેચ્છા…….

  જવાબ આપો
 • 10. pravina  |  નવેમ્બર 8, 2012 પર 11:38 એ એમ (am)

  Very touchy, Aids can be result of unknown reason.

  Have love and sympathy is essential.

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
  • 11. chandravadan  |  નવેમ્બર 8, 2012 પર 7:11 પી એમ(pm)

   Pravinaben,
   Thanks for your visit & the Comment.
   This Varta was intended to bring the AWARENESS of the HIV/AIDS.
   It is an Illness of a VIRAL INFECTION.
   There had been the MISCONCEPT of contacting the Illness by touching the Patien with AIDS,
   NOT TRUE !
   Now, there are medicines that controls this Infection & some are even CURED, May be there will be a VACCINE or a New Drug that CURES the Illness in the near future.
   We, as the Humans,must show the compasson & love to these Patients. If we do that we are the TRUE HUMANS.
   Dr. Chandravadan Mistry

   જવાબ આપો
 • 12. chandravadan  |  નવેમ્બર 9, 2012 પર 12:31 એ એમ (am)

  This was a Response posted on the SUVICHARO, but as it was related to this Varta Post, I had copy/pasted it here>>>

  5.PRAFUL SHAH | November 8, 2012 at 10:51 pm

  Snehi Shri Dr.Chandravadanbhai Mistry,
  Just read your short story VIJAY..NICE JOB FOR ..AIDS..only DOCTOR CAN,
  YOU HAVE DONE A GREAT JOB…iN OR BEFORE 1990, WE GOT DONATION OF RS.3 THREE LAC, FROM SHARE & CARE ,USA.CHICAGO AT PETLAD RED CROSS SOCIETY, WHEN I WAS Hon.Secretary. NICE HELP TO MAKE AWARE.

  This Short Story is just making people know, needs TO INCLUDE IN EDUCATIONAL SCHOOL BOOKS IN SCHOOLS AND/OR COLLEGES..AND SO ON
  THANKS AND HEARTY CONGRATULATIONS.
  NOW I AM ON YOUR BLOG AND VERY HAPPY TO READ YOUR CHANDRA SUVICHARO,,,VERY NICE TO ENJOY AT 89 IN USA IN STORM & COLD..
  I LOVE AND KEEP VISITING..KEEP UP GOOD WORK,GOD BLESS YOU & YOUR

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Prafulbhai,
  Thanks for your Comment.
  I am happy to learn of your work in Chicago.
  The Awareness of this Illness is greater now BUT..more efforts needed in the developing Countries,
  Just like the “social stigma” of TB/Syphilis are removed, the acceptance will be widespread in the near Future.
  Please do revisit my Blog
  Dr. Chandravadan Mistry

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: