રજનીકાન્તને સંગીતા મળી !

October 20, 2012 at 1:53 pm 20 comments

Family : child's drawing of the family on a bicycle, vector

Photo: Bride comforted by father, vidai ritual, India

WEDDING PHOTO..From Google Search Photo Gallery:Indian Wedding

રજનીકાન્તને સંગીતા મળી !

રજનીકાન્ત હવે મોટો થઈ ગયો. કોલેજમાં અભ્યાસ કરી ફારમસીની ડિગ્રી મેળવી. એણે એક દુકાનમાં નોકરી કરવાનું શરૂં કર્યું એ સારી રીતે દુકાન ચલાવતો. અનેક લોકો એની દુકાને આવતા કારણ કે એનો સ્વભાવ ઘણો જ સારો હતો.એ શહેરમાં એકલો રહી એ એની નોકરી કરતો હતો.

 

એક દિવસ એના માતપિતાએ એને ગામ બોલાવ્યો.

“દીકરા રાજુ, હવે તો તેં ભણી લીધું. તારે હવે લગ્ન કરી લેવા જોઈએ !” પિતાએ ઘરમાં આવ્યા બાદ વાત શરૂ કરી.

“પણ, પપ્પા, શું ઉતાવળ છે ? હજુ નોકરી શરૂ કર્યાને પહેલું જ વર્ષ છે.પછી વિચારીશું,” રજનીકાન્તે એના પપ્પાને શાંતીથી કહ્યું.

“રાજુ, હવે તારી બા અને હું તો ઘરડા થઈ ગયા. તું જો પરણી જાય તો અમો બન્નેને શાંતી થઈ જાય” કહી રનનીકાન્તના પપ્પા એને સમજાવવા લાગ્યા.

આ પ્રમાણે વાતો ચાલુ હતી અને રજનીકાન્તના મામા ધીરજલાલ ત્યાં આવ્યા.

“હા, બેટા, તારા પપ્પા તને બરાબર જ કહે છે ” ધીરજલાલે કહી ટેકો આપ્યો.

“મામા, હું ક્યાં ના પાડતો છું. આવતા વર્ષે એ વિચારીશું” રજનીકાન્તે વાત બંધ કરતા કહ્યું અને સાથે ઉમેર્યું “હા, પપ્પા અને મમ્મી, હવે તમારે ગામ છોડી નવસારી શહેરમાં જ મારી સાથે રહેવનું છે “

દીકરાના આગ્રહને માન્ય રાખી અને શિવરામભાઈ અને એમના પત્ની શાંતાબેન થોડા દિવસોમાં ગામનું ઘર બંધ કરી નવસારી રજનીકાન્તના ફ્લેટમાં હતા.દીકરા સાથે એઓ બંને આનંદમાં હતા.સાંજના પાંચ વાગે એટલે રજનીકાન્ત ઘરે આવે ત્યાં સુધી એની રાહ જોઈ રહેલા માતા પિતા ખુશ થઈ ગરમ ગરમ ભોજન આપવા માટે તૈયારી કરે.આનંદમાં સમય વહેતો ગયો..થોડા મહિના પુરા થઈ ગયા.એક દિવસ રજનીકાન્તની માતાએ ફરી લગ્નની વાત શરૂ કરી.પણ રજનીકાન્ત “અત્યારે નહી” કહી વાતને બાજુએ મુકી, અને એ જ પ્રમાણે જ્યારે આવી ચર્ચા થતી ત્યારે એ વાતો બદલતો રહ્યો.

પણ, શિવરામભાઈ અને શાંતાબેન તો રજનીકાન્તના લગ્નના વિચારોમાં જ રહેતા. એઓએ તો સગા સ્નેહીઓને રજનીકાન્ત માટે યોગ્ય કન્યા બતાવવા ભલામણો કરવા લાગી. થોડા સમય બાદ, રનનીકાન્ત માટે દીકરીઓના માતપિતાઓ તરફથી માંગા આવવાના શરૂ થઈ ગયા. એવા સમયે પણ રજનીકાન્ત લગ્નની વાતોમા રસ ના લેતો.ત્યારે, શિવરામભાઈ અને શાંતાબેનને ચીન્તાઓ થવા લાગી, અને એમણે એમના દુઃખ અને ચીન્તાઓ વિષે રજનીકાન્તને જાણ કરી.

થોડા દિવસો બાદ, એક દિવસ રજનીકાન્ત ઘરે આવી એનાપપ્પા અને મમ્મીને કહેવા લાગ્યો.

“પપ્પા,મમ્મી, મને એક છોકરી ગમે છે.” આવા શબ્દો સાંભળી બંને ખુશ થઈ ગયા.

“કોણ છે એ ? રજનીકાન્તના પપ્પાએ પુછ્યું.

“એનું નામ સંગીતા છે. એ મારી સાથે કોલેજમાં ભણતી હતી.” રજનીકાન્તે હિમંત સાથે કહી દીધું.

“પણ કોણ છે એના માતા પિતા ?” શિવરામભાઈએ વધુ જાણવા સવાલ કર્યો.

” એ ખુબ જ ગરીબ ઘરની છે. એના પિતા સુથારી કામ કરે છે” રજનીકાન્તે ચોખવટ કરી.

“અરે, આપણે તો બ્રામણ જાતિના. આપણી જ્ઞાતિમાં તો ભણેલી છોકરીઓ બહું જ ” કહી શિવરામભાઈ દીકરાને એમની  નામંજુરી દર્શાવી.

“પેલા મણિભાઈની દીકરી કેટલી સુંદર હતી..અને એ તો ખુબ ભણેલી પણ છે” શાંતાબેને ઉમેર્યું

આ બધુ સાંભળી રજનીકાન્ત જરા પણ ના બોલ્યો. એ એના માતા પિતાને સાંભળતો ગયો. એ દિવસે એને ભોજનમાં સ્વાદ ના લાગ્યો. એ રાત્રીના વિચારોમાં રહ્યો.

ત્યારબાદ, એ નોકરી માટે ઘર બહાર, અને ઘરે આવી જમતો…કાંઈ વાતો ના કરતો અને હંમેશા નારાજ રહેતો.  શિવરામભાઈ અને શાંતાબેન પણ નારાજ હતા. એક દિવસ, બાજુમાં રહેતા રામુંભાઈ એમના ઘરે આવ્યા. વાતો વાતોમાં રજનીકાન્તની ચર્ચા થઈ.

“અરે, શિવરામ, આ તું શું કરી રહ્યો છે ? મારા ઘરની વાત જ તું ભુલી ગયો ?મારી દીકરી સંજનાએ બીજી નાતના છોકરા સાથે લગ્ન કર્યા હતા ..આજે એ એના પટેલ કુટુંબમાં એના પતિ સાથે ખુબ જ આનંદમાં છે. નાત ,જાત જેવું કાંઈ નથી. માનવીએ માનવી બનીને સૌમાં માનવતા નિહાળવાની જરૂરત છે.” રામુભાઈએ સલાહો આપતા કહ્યું.

શિવરામભાઈ અને શાંતાબેનને રામુભાઈના શબ્દો કાનોમાં ગુંજવા લાગ્યા….રામુભાઈ તો એમની નજરથી દુર ચાલી ગયો હતો, તેમ છતાં, એ શબ્દો ગુંજતા રહ્યા. એ જ દિવસે સાંજના રજનીકાન્ત જ્યારે ઘરે આવ્યો ત્યારે દરરોજના ક્રમ પ્રમાણે ત્રણે જણા ટેબલ પર સાંજનું ભોજન માટે બેઠા…થોડું જમ્યા હશે અને શાંત વાતાવરણનો ભંગ કરતા શિવરામભાઈ બોલ્યા “રાજુ, તું તારી સંગીતાને ક્યારે આપણા ઘરે લવવાનો ?”

રજનીકાન્ત તો એવા પિતાના શબ્દો સાંભળી ચોંકી ગયો. એ કાંઈ કહે તે પહેલા, એની મમ્મી બોલ્યા ” અરે, બેટા, અમારે તો અમારી વહુને જોવી છે”.

આટલા માત પિતાના શબ્દો માટે રજનીકાન્તે ખુબ જ વાટ જોઈ હતી..એ માટે એને જરા પણ અફસોસ ના રહ્યો..એ દિવસની સાંજનું ભોજન એને ખુબ જ સ્વાદભયું લાગ્યું…સંગીતા રજનીકાન્તના ઘરે આવી.રજનીકાન્તના માતા પિતાને પહેલીવાર મળી. એ સંસ્કારી છોકરી હતી. એ એમને પગે લાગી. શિવરામભાઈ અને શાંતાબેને એને આશિર્વાદો આપ્યા.અને, રજનીકાન્ત વ્યાસના લગ્ન સંગીતા સુથાર સાથે ખુબ ખુશી સાથે થયા. હવે, સંગીતા રજનીકાન્તના માત પિતાની વહુ હતી. પણ શિવરામભાઈ અને શાંતાબેનની વિચારધારા બદલાય ગઈ હતી. એઓ હવે ઉચ્ચ વિચારોમાં હતા. સંગીતા એમના હૈયે એમની વહુ નહી પણ દીકરી હતી.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

વાર્તા લેખન ઃ તારીખઃઓકટોબર,૫,૨૦૧૦

બે શબ્દો…

આજે “ચંદ્રપૂકાર”પર આ ચોથી (૪) વાર્તા છે.

આ પહેલા ત્રણ વાર્તાઓ તમે વાંચી.

આ વાર્તા દ્વારા હિન્દુ સમાજની વિચારધારના “પરિવર્તન” લાવના માટે મારો હેતું છે.

હિન્દુઓમાં નાતો જાતો રૂપી વિભાજન છે….કદાચ એવી જ રીતે અન્ય લોકોમાં “ઉચ્ચ”પદ કે “ક્લાસ”રૂપે વિભાજન છે,પણ  એનો અમલ ઓછો થાય છે. ત્યારે, ભારતમાં આ “જુનવાણી”નો અમલ ભારપુર્વક થતો રહ્યો છે. આજના નવયુવાનોમાં આવો “અંધકાર” ધીરે ધીરે દુર થતો જણાય છે. પણ વડીલો આજે પણ આવી ઘટનાઓને સ્વીકારવા તૈયાર નથી. આ જ દુઃખભરી કહાણી છે. મારી આ વાર્તા વાંચી એક વ્યક્તિમાં જો પરિવર્તન શક્ય થાય તો હું એવું સમજીશ કે મારો વાર્તા લખવાનો હેતુ પુર્ણ થયો.

આવા પરિવર્તનમાં હું તો માનવીઓમાં “માનવતા” ખીલી રહી છે, એવા ભાવે નિહાળીશ.

તમે જાતિ વિભાજન  જે છે તેનો ઈનકાર તો ના કરી શકો. અને હું એવું નથી કહેતો કે જ્ઞાતિમાં કોઈ  યોગ્ય પાત્ર હોય, અને લગ્ન થાય તે સ્વીકારવાનું, જો એ એકબીજા ( છોકરા અને છોકરી) ની ઈચ્છાથી થઈ રહ્યું હોય.

મારા વિચારો મારી “વાર્તા”દ્વારા મેં જાહેર કર્યા છે. તમે શું કહો છો ? પર્તિભાવરૂપે  જરૂરથી જણાવવા વિનંતી !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post is about the freedom to choose your Lifepartner you love, and that the Caste System must NOT prevent one from marrying the one you LOVE.

This is the New Era. The lifestyles of all the HUMANITY has changed from what it was in the Past. The Elders in the Society must abandon the OLD IDEAS and adopt the New ones, where there is NO more the barrier of the CASTE System.If such a change in the attitude is taken there will be more possibilities of “preserving the Family Love”.

I know it is difficult to give up the “old values” as these values were regarded as the “only Truths”. It needs a lot of COURAGE, and I only hope many will willingly accept the change. Those who can not do that, often will “suffer” & some may accept the event (eg Marriage) at a later date and get the happiness OR some will stick to the “old ideas” and die with it.

I hope you like this Post.

I hope you will give your opinions, even if you disagree, you must express your views.

 

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: ટુંકી વાર્તાઓ.

નિલેશને છેલ્લું ચુંબન ! આ હતો વિજય !

20 Comments Add your own

 • 1. pragnaju  |  October 20, 2012 at 2:57 pm

  મૂળ સવાલ પ્રેમમાં નથી.
  આપણી સડેલ માનસિકતાથી પેઢી દર પેઢી
  બંધિયાર થતાં જતાં ભેજામાં છે.
  મે ખરા તત્ત્વદર્શી હો તો સ્વીકારો કે તમને ન ગમે એવો કોઇ નિર્ણય તમારા પુત્ર-પુત્રીને ગમે તો એ એમની જીંદગી છે, એમની મરજી એમાં ચાલવી જોઈએ. એમના કિસ્મતમાં જે હશે, એ થશે. એમના કર્મો મુજબ એમની રસરુચિ કે પસંદગી થતી રહેશે. સાચી વાત

  Reply
 • 2. pravinshastri  |  October 20, 2012 at 5:54 pm

  હેતુલક્ષી વાર્તા.વાર્તામાં દર્શાવાયલી માનસગ્રંથી ૧૯૫૦ની છે. આજુબાજુ નજર ફેરવતા તરત જ ખ્યાલ આવે કે ૨૦૧૨ નો સમય તદ્દન જૂદો જ છે. આંતરગ્નાતીય લગ્નો જ નહીં પણ આંતરપ્રાન્તીય અને આંતરદેશીય લગ્નો મને-કમને સ્વીકારાતા થયા છે.
  પ્રવીણ શાસ્ત્રી
  http://pravinshastri.wordpress.com.

  Reply
  • 3. chandravadan  |  October 20, 2012 at 6:13 pm

   પ્રવીણભાઈ,

   આભાર….તમારો પ્રતિભાવ યોગ્ય છે..અને, એ જ પ્રમાણે, પ્રજ્ઞાજુબેનનો.

   જરૂર, આજના જમાનામાં આંતર-નાતી, આંતર-પ્રાન્તી, અને આંતર-દેશી લગ્નોના દાખલાઓ નજરે આવે છે.પણ, ભારતીજનોમાં “જુના વિચારો”ના મૂળો ઘણા જ ઉંડા છે, અને હજું પણ વડીલો આવો સ્વીકાર કરવા તૈયાર નથી. “નવા મૂળો”આવતા સમય વહી જશે…પણ, જરૂર સૌનો સ્વીકાર થાય તે પહેલા, આવી જાગૃતી રાખવાનો મારો પ્રયાસ છે !

   ….ચંદ્રવદન
   Chandravadan

   Reply
 • 4. mdgandhi21  |  October 20, 2012 at 7:41 pm

  હા, કદાચ થોડા વર્ષો પહેલાં જે પરિસ્થિતિ હતી, તે આજે તો ધરમુળથી બદલાઈ ગઈ છે, પણ હજી જેને આપણે જુની પેઢી કહીએ છીએ તેમને આ વાત ગળે ઝટ નહીં ઉતરે, ખાસ કરીને હરિયાણા કે ઉત્તર પ્રદેાશ જેવા રાજ્યોના નાના શહેરો કે ગામડામાં, પણ મોટા શહેરોમાં તો હવે માબાપ જ્ઞાતિ કે વાડાબંધીની મુક્તિ સમજી ગયા છે અને માત્ર સારી છોકરી કે સારો ભણેલો-કમાતો છોકરો હોય તો ઉલટાના રાજી થાય છે અને હોંશે હોંશે લગ્ન કરાવી આપે છે. અમેરીકામાં તો કહેવાપણુ છેજ નહીં….!!!!

  બહુ સુંદર વાર્તા છે. દરેક માબાપે સંતાનોના સુખ માટે સમજવા જેવી વાર્તા છે.

  Reply
 • 5. SARYU PARIKH  |  October 20, 2012 at 10:23 pm

  નાત-જાતના વાડાઓ બાંધી એમાં જીવનાર, આ મહામુલા આનંદના સંબંધોને ગુમાવે છે. સંતાનની પસંદગી યોગ્ય છે કે નહીં એ જરૂર જોવું જોઈએ પણ પોતાની માન્યતાઓને મધ્યમાં રાખીને નહીં.
  વાર્તા મુજબ પરિણામ આવે તો ખુશી અને આવા ઘણા દાખલાઓ છે.
  સરયૂ

  Reply
 • 6. Ramesh Patel  |  October 21, 2012 at 2:29 am

  The new generation have new vision and style ,and ready to take up
  Challenges.
  Ramesh Patel!Aakashdeep

  Reply
 • 7. Ishvarlal R Mistry.  |  October 21, 2012 at 3:28 am

  New generation gaps and new environment people have to change and accept it,Chandravadanbhai your thoughts are true and need to take note of it, well said.I am in agreement .
  Ishvarbhai.

  Reply
 • 8. Vinod R. Patel  |  October 21, 2012 at 7:28 pm

  ચંદ્રવદનભાઈ ,તમારી વાર્તાઓનો પ્રયોગ વેગ પકડી રહ્યો છે એ ખુશીની વાત છે.

  પ્રસ્તુત વાર્તામાં જુના જમાનાનાં મા -બાપની દીકરો પોતાની જ્ઞાતિમાં
  લગ્ન કરે એવો આગ્રહ અને પછી પડોશીની સલાહ માની આંતર જ્ઞાતિની
  કન્યાને અપનાવી દીકરી તરીકે સ્વીકારવાનું પરિવર્તન સુપેરે વર્ણવ્યું છે..

  જો કે હવે સમયની સાથે લગ્ન સંસ્થાનો માહોલ બદલાયો છે.હવે આંતર દેશીય લગ્નો થતા આપણે જોઈએ છીએ.આજે મૂળ મુદ્દો દીકરાની ઈચ્છાને મહત્વ અપાય છે..સમય પ્રમાણે મા -બાપના વિચારોમાં પણ બદલાવ આવ્યો છે. સરતી ઇતિ સંસાર …

  Reply
 • 9. Dilip Gajjar  |  October 22, 2012 at 9:23 am

  પરિવર્તન થયા કરે અને આવકારવું પણ પડે એ માટે સાનુકૂલતા સંધી એ અલગ વાત છે..સંતાન અને માબાપ કે સમાજ માં એ વાત ભૂલાઈ ગઈ સમાનજાતિ માં લગ્ન પાછ્ળ જે વૈજ્ઞાનિક કારણ હતું તે વિસરાઈ ગયુ છે..(જેમ કે લોહીશુધ્ધિ વંશ શુધ્ધિ) જેને ગમે ત્યાં લગન કરે છે…કઈ દૃષ્ટીથી કોના તરફ જોવુ તે અલગ છે..ગાન્ધર્વ વિવાહ, પ્રાજાપત્ય વિવાહ જૂના કાળ થી ચાલ્યા જ આવે છે.કુદરતી પ્રાણિયો પણ જ્યા ત્યા સમાગમ કરી વંશ વિસ્તાર નથી કરતા !..આમય પોતાની સંસ્કૃતિના મૂળભૂત અભ્યાસનો અભાવ સર્વત્ર પ્રવર્તે છે..બધુ આધુનિક કઈ યોગ્ય જ હોય એવુ નથી.

  Reply
 • 10. chandravadan  |  October 22, 2012 at 8:15 pm

  This was an Email Response>>>

  Fw: રજનીકાન્તને સંગીતા મળી !

  FROM: Surendra Gandhi
  TO: chadravada mistry

  Sunday, October 21, 2012 4:50 PM

  Seems like you are living in the 18th century. The cast system for the most part is a relic of the past. Write about successes of inter religious and interracial marriages. Even for the most part parents are not that Khadoos.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Surendrabhai,
  Thanks for your Comment.
  This Varta is infact the “positive”message Story.
  There NOT the TOTAL ACCEPTANCE by the Elders.
  This Varta is to remove the IGNORANCE of the Elders.
  Dr. Chandravadan

  Reply
 • 11. Harnish Jani  |  October 23, 2012 at 3:26 am

  Good story- I liked it. Nicely narrated.

  Reply
 • 12. પરભુભાઈ એસ. મિસ્ત્રી  |  October 23, 2012 at 5:35 am

  મુ. ચંદ્રવદનભાઈ,
  ખૂબ સરસ વાર્તા. અભિનંદન. લખતા જ રહો. વાંચવાનું ગમશે. આપણા લાડ, પ્રજાપતિ, મિસ્ત્રીની નાત માટે તો ઈન્ટરકાસ્ટ મેરેજ હજી પણ ધરતીકંપ સર્જે છે. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ અને છતાં આપણા લોકોના માનસ હજીય ના બદલાયા. સફળ આંતર્જ્ઞાતીય લગ્નો અને અત્યંત ખરાબ રીતે નિષ્ફળ ગયેલાં જ્ઞાતિમાં થયેલા લગ્નો જોઈશું તો ખ્યાલ આવશે કે સફળ લગ્નજીવન માટે સમજદારી અને પ્રેમ આવશ્યક છે.અનુકૂલન સાધવાની તત્પરતા હોય તો નાત અને આર્થિક સદ્ધરતા કે સામાજિક મોભો ક્યારેય અડચણરૂપ બનતા નથી.
  તમારા ધ્યેયમાં સફળ થાઓ એવી શુભેચ્છા.

  Reply
 • આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  સમય ને ધ્યાનમાં રાખીએ તો આજે આવા ખ્યાલ ધીરે ધીરે સમજણમાં ફેરવાતા જાય છે, (ઘણા ખુશીથી તો કોઈ કોઈ ના ખુશ રહીને ) સમયની માંગ પરિવર્તન સતત ઈચ્છે છે, જે મુજબ સ્વીકારવું જરૂરી છે. સુંદર વિચાર સાથે સમયને અનુરૂપ શીખ.

  Reply
 • 14. બીના  |  October 24, 2012 at 11:35 pm

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,
  સુંદર વાર્તા. અભિનંદન.

  Reply
 • 15. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  October 25, 2012 at 11:53 am

  શ્રીમાન. પુકાર સાહેબ

  સરસ વાત આપે સમાજ સમક્ષ મુકેલ છે,

  ખરેખર આપણો જમાનો જુદો હતો, હવેની વાત અલગ છે,

  જ્ઞાતિ વિશેનો સૌનો ખ્યાલ અલગ છે, બાકી તો દીકરી – દીકરાના ગુણો

  એજ સાચા જ્ઞાતિજનો છે.

  એ સમજતા હજુ સમાજને વધુ સમય જશે એમ લાગે છે.

  સરસ રસદાર વાતો કરી આપે

  Reply
 • 16. pravina  |  October 25, 2012 at 8:36 pm

  રાજાને ગમી તે રાણી
  મનને ગમતી આણી
  ઘરમાં આવી સમાણી
  માતા પિતાએ મનથી અને દિલથી આવકારી તે ખૂબ
  સારું કાર્ય ગણાય. સુંદર વાર્તા.

  pleasevisit

  http://www.pravinash.wordpress.com

  Reply
 • 17. Capt. Narendra  |  October 28, 2012 at 7:30 pm

  આપે અતિ મહત્વના પ્રશ્નોને આ વાર્તા દ્વારા વાચા આપી છે. લોકો ભલે કહે કે ૨૦૧૨ના વર્ષમાં આ વસ્તુસ્થિતિ અવાસ્તવિક છે, પણ આપણા સમાજમાં હજી તે પ્રવર્તે છે. આપે તો કેવળ ભારતીય સમાજની વાત કરી છે, પણ મેં પોતે બ્રિટનમાં અનુભવ્યું છે કે એક ઉચ્ચ અભ્યાસ કરેલી ભારતીય છોકરીને સમકક્ષ અભ્યાસ, આવક તથા સંસ્કારશીલ એવા આફ્રિકન-કૅરીબીયન યુવાન સાથે લગ્ન કરવાની ઇચ્છા પોતાના માતાપિતા પાસે મૂકી ત્યારે તેના પિતાને એટલો હૃદયાઘાત થયો કે તેઓ જીવન-મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતા રહ્યા અને એક વર્ષ બાદ મરણ પામ્યા.

  અહીં અગત્યની વાત તેમના કે આપણા સમાજના ધ્યાનમાં ન આવી કે પોતાના સંતાનને તેના લગવનજીવનમાં સાચું સુખ ક્યાં મળી શકે છે. જ્યાં વિચારોનો, પરસ્પર આદર અને વિશ્વાસનો તથા મનના મેળાપનો સમન્વય થતો હોય ત્યાં લગ્ન સફળ થતા હોય છે. આખરે તો આપણે આપણાં સંતાનોને ક્યાં સાચું સુખ મળી શકે છે તેનો નિર્ણય લેવાનો અધિકાર તેમને આપવો જરૂરી હોય છે. આપણા વિચારો તેમના પર ઠોકી બેસાડવાનો બેસાડવાનો અધિકાર આપણી પાસે ન હોવો જોઇએ. જો કાંઇ કરવું જ હોય તો જો આ બાબતમાં આપણો અભિપ્રાય માગવામાં આવે તો તે આપીને છૂટા થઇ જવું જ હિતાવહ છે – આપણા માટે તથા આપણાં બાળકો માટે.

  Reply
 • 18. Rithak Gupta  |  November 6, 2012 at 1:02 am

  Very nice article Doctor. I hope people accept all others they may not understand. My sister married man who was nice but they did not get along. They divorce and everyone blame her , mean comments. But my sister was forced into the marriage but she was actually lesbian. That is unacceptable in Hindu society to many but she is my sister and I want her to have happiness the way God made her. i wish our family and frends accept her , she did nothing wrong in society, but she is treated like a low caste person.

  Reply
  • 19. chandravadan  |  November 6, 2012 at 1:15 am

   Dear Rithak,
   It is your 1st visit to chandrapukar.
   I thank you for your Comment.
   This Varta is a MESSAGE to the Society to treat ALL (within & outside of the Caste) as the HUMANS.
   Your point will be addressed in a NEW Vartam which will be published later on.
   Please DO revisit my Blog.
   Dr. Chandrabadan Mistry

   Reply
   • 20. Rithak Gupta  |  November 9, 2012 at 6:57 pm

    Thanks you Dr, I will surely revisit your blog.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

October 2012
M T W T F S S
« Sep   Nov »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: