Archive for ઓક્ટોબર 20, 2012

રજનીકાન્તને સંગીતા મળી !

Family : child's drawing of the family on a bicycle, vector

Photo: Bride comforted by father, vidai ritual, India

WEDDING PHOTO..From Google Search Photo Gallery:Indian Wedding

રજનીકાન્તને સંગીતા મળી !

રજનીકાન્ત હવે મોટો થઈ ગયો. કોલેજમાં અભ્યાસ કરી ફારમસીની ડિગ્રી મેળવી. એણે એક દુકાનમાં નોકરી કરવાનું શરૂં કર્યું એ સારી રીતે દુકાન ચલાવતો. અનેક લોકો એની દુકાને આવતા કારણ કે એનો સ્વભાવ ઘણો જ સારો હતો.એ શહેરમાં એકલો રહી એ એની નોકરી કરતો હતો.

 

એક દિવસ એના માતપિતાએ એને ગામ બોલાવ્યો.

“દીકરા રાજુ, હવે તો તેં ભણી લીધું. તારે હવે લગ્ન કરી લેવા જોઈએ !” પિતાએ ઘરમાં આવ્યા બાદ વાત શરૂ કરી.

“પણ, પપ્પા, શું ઉતાવળ છે ? હજુ નોકરી શરૂ કર્યાને પહેલું જ વર્ષ છે.પછી વિચારીશું,” રજનીકાન્તે એના પપ્પાને શાંતીથી કહ્યું.

“રાજુ, હવે તારી બા અને હું તો ઘરડા થઈ ગયા. તું જો પરણી જાય તો અમો બન્નેને શાંતી થઈ જાય” કહી રનનીકાન્તના પપ્પા એને સમજાવવા લાગ્યા.

આ પ્રમાણે વાતો ચાલુ હતી અને રજનીકાન્તના મામા ધીરજલાલ ત્યાં આવ્યા.

“હા, બેટા, તારા પપ્પા તને બરાબર જ કહે છે ” ધીરજલાલે કહી ટેકો આપ્યો.

“મામા, હું ક્યાં ના પાડતો છું. આવતા વર્ષે એ વિચારીશું” રજનીકાન્તે વાત બંધ કરતા કહ્યું અને સાથે ઉમેર્યું “હા, પપ્પા અને મમ્મી, હવે તમારે ગામ છોડી નવસારી શહેરમાં જ મારી સાથે રહેવનું છે “

દીકરાના આગ્રહને માન્ય રાખી અને શિવરામભાઈ અને એમના પત્ની શાંતાબેન થોડા દિવસોમાં ગામનું ઘર બંધ કરી નવસારી રજનીકાન્તના ફ્લેટમાં હતા.દીકરા સાથે એઓ બંને આનંદમાં હતા.સાંજના પાંચ વાગે એટલે રજનીકાન્ત ઘરે આવે ત્યાં સુધી એની રાહ જોઈ રહેલા માતા પિતા ખુશ થઈ ગરમ ગરમ ભોજન આપવા માટે તૈયારી કરે.આનંદમાં સમય વહેતો ગયો..થોડા મહિના પુરા થઈ ગયા.એક દિવસ રજનીકાન્તની માતાએ ફરી લગ્નની વાત શરૂ કરી.પણ રજનીકાન્ત “અત્યારે નહી” કહી વાતને બાજુએ મુકી, અને એ જ પ્રમાણે જ્યારે આવી ચર્ચા થતી ત્યારે એ વાતો બદલતો રહ્યો.

પણ, શિવરામભાઈ અને શાંતાબેન તો રજનીકાન્તના લગ્નના વિચારોમાં જ રહેતા. એઓએ તો સગા સ્નેહીઓને રજનીકાન્ત માટે યોગ્ય કન્યા બતાવવા ભલામણો કરવા લાગી. થોડા સમય બાદ, રનનીકાન્ત માટે દીકરીઓના માતપિતાઓ તરફથી માંગા આવવાના શરૂ થઈ ગયા. એવા સમયે પણ રજનીકાન્ત લગ્નની વાતોમા રસ ના લેતો.ત્યારે, શિવરામભાઈ અને શાંતાબેનને ચીન્તાઓ થવા લાગી, અને એમણે એમના દુઃખ અને ચીન્તાઓ વિષે રજનીકાન્તને જાણ કરી.

થોડા દિવસો બાદ, એક દિવસ રજનીકાન્ત ઘરે આવી એનાપપ્પા અને મમ્મીને કહેવા લાગ્યો.

“પપ્પા,મમ્મી, મને એક છોકરી ગમે છે.” આવા શબ્દો સાંભળી બંને ખુશ થઈ ગયા.

“કોણ છે એ ? રજનીકાન્તના પપ્પાએ પુછ્યું.

“એનું નામ સંગીતા છે. એ મારી સાથે કોલેજમાં ભણતી હતી.” રજનીકાન્તે હિમંત સાથે કહી દીધું.

“પણ કોણ છે એના માતા પિતા ?” શિવરામભાઈએ વધુ જાણવા સવાલ કર્યો.

” એ ખુબ જ ગરીબ ઘરની છે. એના પિતા સુથારી કામ કરે છે” રજનીકાન્તે ચોખવટ કરી.

“અરે, આપણે તો બ્રામણ જાતિના. આપણી જ્ઞાતિમાં તો ભણેલી છોકરીઓ બહું જ ” કહી શિવરામભાઈ દીકરાને એમની  નામંજુરી દર્શાવી.

“પેલા મણિભાઈની દીકરી કેટલી સુંદર હતી..અને એ તો ખુબ ભણેલી પણ છે” શાંતાબેને ઉમેર્યું

આ બધુ સાંભળી રજનીકાન્ત જરા પણ ના બોલ્યો. એ એના માતા પિતાને સાંભળતો ગયો. એ દિવસે એને ભોજનમાં સ્વાદ ના લાગ્યો. એ રાત્રીના વિચારોમાં રહ્યો.

ત્યારબાદ, એ નોકરી માટે ઘર બહાર, અને ઘરે આવી જમતો…કાંઈ વાતો ના કરતો અને હંમેશા નારાજ રહેતો.  શિવરામભાઈ અને શાંતાબેન પણ નારાજ હતા. એક દિવસ, બાજુમાં રહેતા રામુંભાઈ એમના ઘરે આવ્યા. વાતો વાતોમાં રજનીકાન્તની ચર્ચા થઈ.

“અરે, શિવરામ, આ તું શું કરી રહ્યો છે ? મારા ઘરની વાત જ તું ભુલી ગયો ?મારી દીકરી સંજનાએ બીજી નાતના છોકરા સાથે લગ્ન કર્યા હતા ..આજે એ એના પટેલ કુટુંબમાં એના પતિ સાથે ખુબ જ આનંદમાં છે. નાત ,જાત જેવું કાંઈ નથી. માનવીએ માનવી બનીને સૌમાં માનવતા નિહાળવાની જરૂરત છે.” રામુભાઈએ સલાહો આપતા કહ્યું.

શિવરામભાઈ અને શાંતાબેનને રામુભાઈના શબ્દો કાનોમાં ગુંજવા લાગ્યા….રામુભાઈ તો એમની નજરથી દુર ચાલી ગયો હતો, તેમ છતાં, એ શબ્દો ગુંજતા રહ્યા. એ જ દિવસે સાંજના રજનીકાન્ત જ્યારે ઘરે આવ્યો ત્યારે દરરોજના ક્રમ પ્રમાણે ત્રણે જણા ટેબલ પર સાંજનું ભોજન માટે બેઠા…થોડું જમ્યા હશે અને શાંત વાતાવરણનો ભંગ કરતા શિવરામભાઈ બોલ્યા “રાજુ, તું તારી સંગીતાને ક્યારે આપણા ઘરે લવવાનો ?”

રજનીકાન્ત તો એવા પિતાના શબ્દો સાંભળી ચોંકી ગયો. એ કાંઈ કહે તે પહેલા, એની મમ્મી બોલ્યા ” અરે, બેટા, અમારે તો અમારી વહુને જોવી છે”.

આટલા માત પિતાના શબ્દો માટે રજનીકાન્તે ખુબ જ વાટ જોઈ હતી..એ માટે એને જરા પણ અફસોસ ના રહ્યો..એ દિવસની સાંજનું ભોજન એને ખુબ જ સ્વાદભયું લાગ્યું…સંગીતા રજનીકાન્તના ઘરે આવી.રજનીકાન્તના માતા પિતાને પહેલીવાર મળી. એ સંસ્કારી છોકરી હતી. એ એમને પગે લાગી. શિવરામભાઈ અને શાંતાબેને એને આશિર્વાદો આપ્યા.અને, રજનીકાન્ત વ્યાસના લગ્ન સંગીતા સુથાર સાથે ખુબ ખુશી સાથે થયા. હવે, સંગીતા રજનીકાન્તના માત પિતાની વહુ હતી. પણ શિવરામભાઈ અને શાંતાબેનની વિચારધારા બદલાય ગઈ હતી. એઓ હવે ઉચ્ચ વિચારોમાં હતા. સંગીતા એમના હૈયે એમની વહુ નહી પણ દીકરી હતી.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

વાર્તા લેખન ઃ તારીખઃઓકટોબર,૫,૨૦૧૦

બે શબ્દો…

આજે “ચંદ્રપૂકાર”પર આ ચોથી (૪) વાર્તા છે.

આ પહેલા ત્રણ વાર્તાઓ તમે વાંચી.

આ વાર્તા દ્વારા હિન્દુ સમાજની વિચારધારના “પરિવર્તન” લાવના માટે મારો હેતું છે.

હિન્દુઓમાં નાતો જાતો રૂપી વિભાજન છે….કદાચ એવી જ રીતે અન્ય લોકોમાં “ઉચ્ચ”પદ કે “ક્લાસ”રૂપે વિભાજન છે,પણ  એનો અમલ ઓછો થાય છે. ત્યારે, ભારતમાં આ “જુનવાણી”નો અમલ ભારપુર્વક થતો રહ્યો છે. આજના નવયુવાનોમાં આવો “અંધકાર” ધીરે ધીરે દુર થતો જણાય છે. પણ વડીલો આજે પણ આવી ઘટનાઓને સ્વીકારવા તૈયાર નથી. આ જ દુઃખભરી કહાણી છે. મારી આ વાર્તા વાંચી એક વ્યક્તિમાં જો પરિવર્તન શક્ય થાય તો હું એવું સમજીશ કે મારો વાર્તા લખવાનો હેતુ પુર્ણ થયો.

આવા પરિવર્તનમાં હું તો માનવીઓમાં “માનવતા” ખીલી રહી છે, એવા ભાવે નિહાળીશ.

તમે જાતિ વિભાજન  જે છે તેનો ઈનકાર તો ના કરી શકો. અને હું એવું નથી કહેતો કે જ્ઞાતિમાં કોઈ  યોગ્ય પાત્ર હોય, અને લગ્ન થાય તે સ્વીકારવાનું, જો એ એકબીજા ( છોકરા અને છોકરી) ની ઈચ્છાથી થઈ રહ્યું હોય.

મારા વિચારો મારી “વાર્તા”દ્વારા મેં જાહેર કર્યા છે. તમે શું કહો છો ? પર્તિભાવરૂપે  જરૂરથી જણાવવા વિનંતી !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post is about the freedom to choose your Lifepartner you love, and that the Caste System must NOT prevent one from marrying the one you LOVE.

This is the New Era. The lifestyles of all the HUMANITY has changed from what it was in the Past. The Elders in the Society must abandon the OLD IDEAS and adopt the New ones, where there is NO more the barrier of the CASTE System.If such a change in the attitude is taken there will be more possibilities of “preserving the Family Love”.

I know it is difficult to give up the “old values” as these values were regarded as the “only Truths”. It needs a lot of COURAGE, and I only hope many will willingly accept the change. Those who can not do that, often will “suffer” & some may accept the event (eg Marriage) at a later date and get the happiness OR some will stick to the “old ideas” and die with it.

I hope you like this Post.

I hope you will give your opinions, even if you disagree, you must express your views.

 

Dr. Chandravadan Mistry.

ઓક્ટોબર 20, 2012 at 1:53 પી એમ(pm) 20 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 391,415 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031