વિનોદ પારૂલ અને આશા !

ઓક્ટોબર 8, 2012 at 11:43 એ એમ (am) 8 comments

 
વિનોદ પારૂલ અને આશા !

વિનોદ અને પારૂલ કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા હતા.
એ કોલેજજીવનમાં એમની એકબીજા પ્રતેય મિત્રતા થઈ ગઈ.
આ મિત્રતા ત્રણ વર્ષ બાદ, જગતમાં લગ્નરૂપે જાહેર થઈ.
વિનોદ અને પારૂલના લગ્ન થયાને ૧૫ વર્ષ પુરા થઈ ગયા. વિનોદ કોલેજ ડીગ્રી લઈ  ઈનજીનીયર બન્યો હતો, અને એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો.પારૂલ પણ  એમ,એ.પાસ કરી એક કોલેજ ટીચર તરીકે નોકરી કરતી હતી.પૈસે ટકે એઓ ઘણા જ સુખી  હતા.મુંબઈમાં એક સારા ફ્લેટમાં એમનું જીવન વહેતું હતું…પણ, આ વૈભવી સુખ  હોવા છતાં, વિનોદ અને પારૂલ હૈયામાં ઘણું જ દુઃખ અનુભવી રહ્યા હતા.લગ્ન  થયાને ૧૫ વર્ષ પુરા થયા છતાં, સંતાનસુખ ના હતું. લગ્નના બાદ, થોડા વર્ષો તો આનંદમાં ગાળ્યા હતા. અને પછી, પારૂલનો “મમતાભાવ” સંતાન વગર એના હૈયે “ડંખ” મારતો હતો. અને, એ અનેકવાર આંસુંઓ સાથે રડી લેતી. એ એની એવી હાલત વિનોદથી  છુપી રાખતી. પણ, વિનોદ એની નારાજ નિહાળી સમજી જતો કે જરૂર પારૂલ એના જુના  વિચારોમાં જ હશે.અને, બે વચ્ચે ચર્ચાઓ થતી.
“પારૂલ, તું કેમ  છે ?” કહી વિનોદ શાંત સ્વભાવે પારૂલને પૂછી શરૂઆત કરતો.વિનોદ જાણતો હતો કે  એના સવાલનો જવાબ એને તરત ના મળશે. એ થોડો સમય શાંત રહી, ફરી પારૂલને પૂછતો  ત્યારે પારૂલ આંખમાં આંસુઓ લાવી કહેતી, “વિનોદ, મેં તને કાંઈ જ સુખ ના  આપ્યું …આપણે ત્યાં એક પણ સંતાન નથી.”
ત્યારે, વિનોદ એને  એની બાહોમાં લઈ હસતા, હસતા કહેતો..” અરે, પગલી, ફરી તું નિરાશ ? તું છે તો  હું તારી સાથે છું…આપણે એકબીજાથી કેટલા નજીક છીએ. હવે, તું આવા ખોટા  વિચારો કરીશ નહી.”
ત્યારે, આંખના આંસુઓ લુછી, પારૂલ મુખે જરા  હાસ્ય લાવી, કહેતી “વિનોદ, તું કેટલો સારો છે. બીજા કોઈ હોય તો પત્નીનો  વાંક કાઢી, કઠોર શબ્દો સંભળાવે, આવું તેં કદી કર્યું જ નથી. હું કેટલી  ભાગ્યશાળી !”
આવા સંવાદ સાથે, વિનોદ અને પારૂલ ફરી આનંદમાં  આવી, જીવનમાં ગુંથાય જતા. પણ, જ્યારે પારૂલ શાંત વાતાવરણમાં એકલી હોય  ત્યારે એના મનમાં અનેક વિચારો વહી જાય.
લગ્ન કર્યાના થોડા  વર્ષો બાદ, જ્યારે સંતાન સુખ ના મળ્યું ત્યારે વિનોદ સાથે પારૂલ એક ડોકટરને મળી હતી. તપાસો કર્યા બાદ, એઓને જાણવા મળ્યું હતું કે અને કદી પણ સંતાન થઈ શકે નહી. એવું જાણી, વિનોદ જરા પણ નારાજ ન હતો એણે તો પારૂલને ત્યારે જ  કહ્યું હતૂ કે “ભગવાનની એવી જ મરજી હશે.” આ પ્રમાણે, એનો સ્વીકાર હતો. એ  ચીંતા મુક્ત હતો. પણ, પારૂલનું નારી હ્રદય એવો સ્વીકાર કરવા તૈયાર ના હતું. એણે ડોકટરની સલાહો સાથે એક બે વાર “આઈ વી. એફ” પણ કરાવ્યું. એમાં પણ એને  સફળતા મળી ના હતી. એથી, પારૂલ ખુબ જ રડી હતી, અને રડતી  ત્યારે વિનોદ  એને આશ્વાસન આપતો…ધીરે ધીરે પારૂલના જીવનમાં થોડી ખુશી આવી , અને જીવન  જીવવા માટે શક્તિ મળી હતી.
એક દિવસ પારૂલ ઘરે એકલી બેઠી હતી.  ….અને, એના એકલપણામાં, સંતાનના વિચારો કરી રહી હતી, અને “ટીવી’ પર બાળકને “દત્તક” કેવી રીતે લઈ શકાય એવી માહિતી સાંભળી એ ખુબ જ ખુશ થઈ ગઈ. એ  પ્રોગ્રામમાં એણે વધુ સાંભળ્યું ” બાળકને દત્તક લેવું એ તો એક મોટું પુન્ય  કહેવાય !”…આ શબ્દો પારૂલના મનમાં રમવા લાગ્યા. એ વિનોદ નોકરી પરથી ઘરે  આવે એની વાટ જોઈને બેસી રહી…વિનોદ જેવો ઘરમાં પ્રવેશ કરે એટલે એ તો  દોડીને એના ગળે લાગી ગઈ…વિનોદે આવી ખુશ હાલતમાં પારૂલને જોઈ ન હતી અને  એને અચંબો થયો. પારૂલ કહેવા લાગી ” વિનોદ, મારે તને એક વાત કરવી છે !”
ત્યારે વિનોદ એને કહે ” અરે, પગલી, કહેજે મને,” અને સાથે ઉમેર્યું ” આજે પહેલીવાર હું તને આટલી ખુશ નિહાળું છું “
“વિનોદ, આપણે એક બાળકને દત્તક લઈએ તો કેવું ?” પારૂલે કહ્યું.
વિનોદ ચુપ રહ્યો….એના મનમાં એક જ વિચાર આવ્યો..” મારી પારૂલના હૈયે કેટલી  શાંતી છે !” અને, એણે ખુશી સાથે કહ્યું ” પારૂલ, બાળક ક્યાંથી લાવીશું ?”
ત્યારે, પારૂલે ખુશી સાથે જવાબ આપ્યો ” આપણા જ શહેરમાં ” શ્રી રામ બાળવિકાશ  આશ્રમ”છે ત્યાં જઈ આપણે એક બાળકને “આપણું પોતાનું ” કરીશું .”
“જરૂર કાલે જ ત્યાં જઈશું !” વિનોદે કહ્યું…અને પારૂલ તો વિનોદને ભેટી ગાંડી જેવી થઈ ગઈ.
બીજે દિવસે વહેલી સવારે વિનોદ અને પારૂલ એપોઈન્ટમેટ પ્રમાણે આશ્રમે હતા….અનેક બાળકો આશ્રમમાં રમતા હતા. પારૂલની નજર એક નાની બાળકી પર પડી. એ એક જગ્યાએ  શાંત બેઠી હતી. એના ચેહરા પર હાસ્ય હતું. એ પણ પારૂલ તરફ જોઈ રહી હતી. એ  આશરે એક વર્ષની હશે. પારૂલે તો વિનોદને નજીક બોલાવી કહ્યું “વિનોદ, આ જ  આપણી દિકરી ” ..અને પારૂલ અને વિનોદ એ બાળકી નજીક પહોંચતા, એ બાળકીએ તો  પારૂલનો હાથ પકડી લીધો. વિનોદ તો એ નિહાળી, શબ્દો વગર ચુપ હતો,.એના મનમાં  એક જ વિચાર રમતો હતો” પ્રભુએ કૃપા કરી એક દીકરી આપી..અમારી આશા પુરી કરી !”અને આ વિચાર સાથે એ આનંદ સાથે ઉચા સાદે બોલ્યો” પારૂલ, આ તો અમારી આશા  બેટી છે”વિનોદે તો જાણે દીકરીને નામ પણ આપી દીધું….અને, પારૂલ તો બાળકીને ઉંચકી, છાતીએ રાખી કહેવા લાગી ” આશા બેટી, હવે તારે ઘરે આવવાનું છે !”આવા  શબ્દો બોલતા પારૂલનો માતૃપ્રેમ હૈયામાંથી છલકાતો હતો.
ત્યારબાદ, આશ્રમ સંભાળનાર નારાયણબાબુને એમણે એમની ઈચ્છા દર્શાવી. એમની ઈચ્છા પ્રમાણે કાયદા કાનુની કાર્ય શરૂ થયું ….એક મહીનામાં એ બાળકી ..એ આશા, વિનોદ  પારૂલના ફ્લેટમાં રમતી હતી.આશા તો વિનોદ પાછળ પાછળ દોડતી…..પારૂલ દીકરી  પિતાને રમતા નિહાળી, હયૈ આનંદ લાવી પ્રભુનો પાડ માનતી. અને પછી, આશાને  બોલાવી કહેતી કે “આશા બેટી, ચાલ આ દુધ પી જા….કે આશા, તારો સુવાનો ટાઈમ  થઈ ગયો છે…વિગેરે,,” વિનોદ પિતાને આશા ત્યારે કહેતી ” પપ્પા, કાલે મારી  સાથે રમશોને ?”એનું કાલુ કાલુ બોલવાનું સાંભળી વિનોદના હૈયે જે આનંદ થતો તે માટે વિનોદ પાસે કોઈ શબ્દો ના હતા.
આજે….વિનોદ, પારૂલ અને  આશા સાથે ત્રણનો પરિવાર…. એક આનંદીત પરિવાર સંસારમાં આગેકુચ કરી રહ્યો  હતો…મુંબઈના ફ્લેટમાં આજે વાતાવરણ બદલાય ગયું હતું !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
આ વાર્તા લેખન ..તારીખ નવેમ્બર ૫, ૨૦૧૦…દિવાળીનો શુભ દિવસ, અને સીડની ઓસ્ટ્રેલીયામાં થયેલ લખાણ.

બે શબ્દો…

આજની આ વાર્તામાં એક મુખ્ય સંદેશો છે.
ભારતમાં કોઈ બાળકને “દત્તક” લેવું એ ઘણી વાર કઠીન છે.
કોઈવાર, પતિ સહમત ના થાય.
કોઈવાર, દાદા/દાદી કે પરિવારના અન્ય સહમતી ના આપે…બાળક ના થઇ શકે એવો સ્વીકાર  કરવા તૈયાર ના થાય…અને ત્યાં અટકી ના જતા, એવી હાલત માટે નારી (પત્ની) નો જ વાંક કાઢતા રહે…બાળક ના થાય તેનું કારણ  નર ( પતિ) પણ હોય શકે તે  વિચારવા પણ ઈન્કાર કરે.
આ વાર્તામાં તો પતિ-પત્ની( વિનોદ અને  પારૂલ) બંને એકબીજાને સમજતા હતા ..પરિવાર્રના અન્યથી એઓ દુર હતા …કે માનો કે પરિવારના અન્ય “સમજુ” હતા.
સંતાનસુખની ઈચ્છા સૌને  હોય….સંતાન પ્રભુની એક ભેટ છે….જ્યારે સંતાન ના હોય  ત્યારે અસલના જમાનમાં  પતિ પત્ની  પ્રભુને પ્રાર્થના કરી, બાળકની આશા રાખી  જીવન જીવતા…તો કોઈ સમયે “અજ્ઞાનતા”ના કારણે વાત “છુટાછેડા” (Divorce) સુધી પહોંચતી કે પછી,  પત્ની અસહન થતા વર્તનના કારણે “સ્યુસાઈડ”(Suicide)ના પંથ અપનાવી છુટકારો મેળવતી.

આજે યુવામાં સમજણ વધી છે…વિજ્ઞાને પણ અનેક દરવાજા ખુલ્લા કરી દીધા છે, અને એથી, સંતાન પ્રાપ્ત કરવાની સંભવતા વધી ગઈ છે……પણ એ પંથ સિવાય, કૉઈ “અજાણ” બાળકને દત્તક લઈ “પોતાનો” કરી ઉછેરવાની ઈચ્છા અમલમાં મુકવા  માટે અનેક તૈયાર છે. આ જ એક “ખુબ આનંદ”ની વાત છે. અને એ કહેતા મને ખુબ ખુશી થાય છે.

મારી તો એક જ આશા અને પ્રાર્થના કે અનેક  “કપલો” પોતાના  જીવનમાં એક બાળકને અપનાવી, ભરણ પોષણ કરી, એક “પુન્ય”નું કામ કરે  તો સમાજ પ્રગતિના પંથે એક શિખરે હશે ! ઉપરથી પ્રભુ પણ રાજી હશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Varta ( Story) is of a young Couple who are UNABLE to have a Child.
They made the Decision to ADOPT a Child as their own.
The Adopted Child is given the name ASHA ( meaning HOPE).
There is HAPPINESS in this Couple after coming of Asha as their CHILD.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: ટુંકી વાર્તાઓ.

ધનજીભાઈ અને મંછાબેનનો પરિવાર ! નિલેશને છેલ્લું ચુંબન !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓક્ટોબર 8, 2012 પર 12:33 પી એમ(pm)

  પોતાના જીવનમાં એક બાળકને અપનાવી, ભરણ પોષણ કરી, એક “પુન્ય”નું કામ કરે તો સમાજ પ્રગતિના પંથે એક શિખરે હશે ! ઉપરથી પ્રભુ પણ રાજી હશે ! અમારા સૌના અંતરની વાત

  જવાબ આપો
 • 2. Dilip Gajjar  |  ઓક્ટોબર 8, 2012 પર 12:49 પી એમ(pm)

  પારૂલ દીકરી પિતાને રમતા નિહાળી, હયૈ આનંદ લાવી પ્રભુનો પાડ માનતી. અને પછી, આશાને બોલાવી કહેતી કે “આશા બેટી, ચાલ આ દુધ પી જા….કે આશા, તારો સુવાનો ટાઈમ થઈ ગયો છે…વિગેરે,,” વિનોદ પિતાને આશા ત્યારે કહેતી ” પપ્પા, કાલે મારી સાથે રમશોને ?”એનું કાલુ કાલુ બોલવાનું સાંભળી વિનોદના હૈયે જે આનંદ થતો તે માટે વિનોદ પાસે કોઈ શબ્દો ના હતા.
  સંતાન સર્જનની પ્રક્રિયા કરતા સંગોપનવધુ અગત્યનું ફરજરુપ છે..અને આમ પણ મારું તારુ ને બહુ સ્થાન આપણી સંસ્ક્રુતિ શાસ્ત્ર કે સમાજ નથી આપતા જેટલું આપણૂં ને સહિયારું ને..
  સુંદર પ્રસંગ આલેખન ને પ્રેરક..

  જવાબ આપો
 • 3. chandravadan  |  ઓક્ટોબર 8, 2012 પર 7:21 પી એમ(pm)

  This Comment by Janak was wrongly posted on the Prajapati Samaj Section..so I brought it here as a Comment>>>>

  137.janak jagjivandas prajapati.. | October 8, 2012 at 4:01 pm

  માનનીય વડીલ શ્રી ડૉ.ચંદ્રવદનભાઈ મિસ્ત્રી.
  સુરત થી જનકપ્રજાપતિ ના જયશ્રી કૃષ્ણ…
  ઘણું સરસ જીવનચરિત્ર તમે વર્ણવ્યું.વિનોદ અને પારુલનું નિર+આશાનું આશા રૂપિ ચાંદનીનું,
  ( કીડી તળાવમાં પડે ત્યારે માછલી કડીને ખાય છે,અને જયારે એ તળાવ સુકાય જાય ત્યારે માછલીને કીડી ખાય છે.)મોરલ-મોકો સૌને મળે છે,બસ સમય ની રાહ જોવી પડે છે.
  Edit Comment Reply

  138.chandravadan | October 8, 2012 at 7:17 pm

  Janak,
  Thanks for your Comment for the Tunki Varta on HOME.
  As you had posted it on the Prajapati Samaj Section, I will copy/paste it with my Respones on HOME
  Chandravadan (Uncle)

  જવાબ આપો
 • 4. mdgandhi21  |  ઓક્ટોબર 9, 2012 પર 10:50 પી એમ(pm)

  બહુ સુંદર વિચારભાવના વાળી વાર્તા છે. એમાં પણ પારુલ-વિનોદે એક “બાળકી”ને પસંદ કરી. ખરેખર તો આજના જમાનામાં છોકરા કરતાં છોકરીજ માબાપની સારી સેવા કરશે અને ઘડપણમાં માબાપને વધારે સાચવશે. આવી વધારે વાર્તાઓ આવે તોજ ‘બાળકી”-“છોકરી”ને પણ સમાજમાં સન્મામપુર્વક સ્થાન મળી શકશે.

  જવાબ આપો
 • 5. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓક્ટોબર 10, 2012 પર 11:42 એ એમ (am)

  ડૉ. પુકાર સાહેબ

  ખુબ જ સરસ છે,

  વાંચતી વખતે આંખોમાં વિનોદ અને તેની પારૂલની વેદના આંસુઓ લાવી દે છે.

  ખુબ જ બોધ મળે સમાજ માં જાગ્રતતા લાવે તેવી વાર્તા છે.

  આજે સમાજની એક ઉચ્ચ કોટિની સેવા કરી છે, અભિનંદન સાહેબ

  જવાબ આપો
 • 6. sapana53  |  ઓક્ટોબર 11, 2012 પર 5:16 એ એમ (am)

  પારુલ અને વિનોદના જીવનમાં આનંદ કલ્લોલ થઈ ગયો..અને એક બાળકી ને ઘર મળિ ગ્યું સરસ વાર્તા અને હકિકત

  જવાબ આપો
 • 7. chandravadan  |  ઓક્ટોબર 11, 2012 પર 12:33 પી એમ(pm)

  This was an Email Response>>>>>

  Re: Fw: વિનોદ પારૂલ અને આશા !

  FROM: Sharad Shah
  TO: chadravada mistry

  Tuesday, October 9, 2012 11:21 PM

  Dear Chandravadanbhai;
  Love.
  Reforwarding was a mistake. So far my comment is concern, I wish you keep on writing such stories without bothering others comment. The story may not be to the standard of professional writers, but I am sure you have a kind heart and good intentions to write and that is more important to me.
  His Blessings;
  Sharad
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  સ્નેહી શરદભાઈ,

  નમસ્તે !

  તમારો ઈમેઈલથી અંગ્રેજીમાં જવાબ વાંચ્યો.

  “પ્રતિભાવની અપેક્ષા ના કરો!”એવો સંદેશો હતો.

  જે તમે મારા વિષે લખ્યું એ જ સત્ય !…”હું કોઈ સાહિત્યકાર નથી !”એ જ સત્ય .

  હા, હું નથી લેખક કે કવિનો દાવો કરૂં છું…હુંએવો છે જ નહી. અને, નથી મારી પાસે એવો ભાષારૂપી ખજાનો.

  પણ…તમારા જેવા જ્ઞાનીઓ કે પછી એક સાધારણ માનવી “બે શબ્દો” રૂપી પ્રતિભાવ આપે ત્યારે મારા હૈયે ખુશી જરૂર થાય, અને મને વધુ લખવા પ્રેરણા મળે..જે કારણે હું મારા હ્રદયમાં જે હોય તે શબ્દોમાં પ્રગટ કરવા આતુર થઈ જાઉં.

  તમે જે જવાબ આપ્યો તે ગમ્યો
  And, Sharadbhai,
  Thanks a lot for your “words from your heart”.
  Yes, you have the point that “one must that one must do the Actions without the expectations of the Fruits” & then &then the Action becomes the “one with the detachment”. It was nice of you to communicate with me further. I am imperfect Human, but in my imperfectness I dedicate ALL to Him, the Divine !
  Chandravadan

  જવાબ આપો
 • 8. પરાર્થે સમર્પણ  |  ઓક્ટોબર 12, 2012 પર 6:44 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  વાર્તા કથનનો વિષય ખુબ સુંદર અને પ્રેરણા દાયિત્વ ની ભાવના વાળો છે.
  સમાજ ઉત્થાનની ભાવના સાથે આપની વાર્તાઓ રણમાં એક મીઠી વીરડી સમાન
  બની રહી એક નવતર સંદેશ પ્રેરે છે

  ધન્યવાદ ડોક્ટર સાહેબ.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: