સુરજબાને શ્રધ્ધાંજલી !

સપ્ટેમ્બર 18, 2012 at 11:09 પી એમ(pm) 9 comments

 Pink Cymbidium Hybrid Orchid
સુરજબાને શ્રધ્ધાંજલી !
સુરજબાને શ્રધ્ધાજંલી દેતા, ચંદ્ર તો વંદન કરે !…….(ટેક)
ગુજરાતની ધરતી પર એક નારી જન્મે,
ડીસેમ્બર,૨૫,૧૯૧૦ સાલે સુરજબા રે જન્મે,
એવી નારીને ચંદ્ર તો વંદન કરે !…..સુરજબાને…..(૧)
સંતાનસુખમાં બે દીકરાઓ ગોવિન્દ, અને ચીમન નામે,
સુરજબાની માત વ્હાલમાં ગોવિન્દ-ચીમનની જોડી રમે,
એવી માતાને ચંદ્ર તો વંદન કરે !….સુરજબાને……(૨)
જેસરવા ગામે સુરજબા પ્રકાશ મળે સૌને,
એવી શિક્ષણ જ્યોતમાં ખુશી મળે સૌને,
એવી જનકલ્યાણકારી નારીને જાણી, ચંદ્ર તો વંદન કરે !…સુરજબાને….(૩)
૧૮મી સેપ્ટેમ્બર,૧૯૯૨ની સાલ એ હતી,
સુરજબાને પ્રભુધામે જવાની ઘડી એ હતી,
એવી નારીજીવનનું જાણી, ચંદ્ર તો વંદન કરે !…સુરજબાને……(૪)
ગોવિન્દ તો અમેરીકામાં એક “સ્વપ્ન” બની રહે,
બ્લોગ જગતમાં જ્ઞાન પ્રકાશ સૌને આપી રહે,
એવા ગોવિન્દ-પ્રકાશમાં સુરજબાને નિહાળી ચંદ્ર તો વંદન કરે !…સુરજબાને…(૫)
ચંદ્રે તો નથી નિહાળ્યા સુરજબાને કદી,
ફક્ત જાણે સુરજબાને ગોવિન્દ માતા કહી,
એવી સુરજબા યાદમાં ચંદ્ર તો વંદન કરે !…સુરજબાને…….(૬)
સુરજબા તો અમર છે એમની મીઠી યાદમાં,
હવે નથી આંસુઓ નયને, એવી અમર યાદમાં,
સુરજબાને શ્રધ્ધાજંલીરૂપે કહેતા, ચંદ્ર તો વંદન કરે !…..સુરજબાને…..(૭)
કાવ્ય રચના..તારીખ સેપ્ટેમ્બર,૧૭,૨૦૧૨             ચંદ્રવદન
બે શબ્દો…
સુરજબા એટલે ગુજરાતી બ્લોગ જગતના શ્રી ગોવિન્દભાઈ પટેલ યાને પદાર્થે સમર્પણ” બ્લોગના ગોવિન્દભાઈના માતૃશ્રી.
એમનો જન્મ ૧૯૧૦માં અને સ્વર્ગવાસ ૧૯૯૨માં.
એમનું ગામ એટલે જેસરવા.
આ ગામમાં એમની યાદમાં “સેવા યજ્ઞ” હજુ ચાલુ છે…..એમના પરિવારના યોગદાનના કારણે !
પણ..એવી સેવા ભાવના તો સુરજબાના હૈયે હંમેશા હતી.
કિશોરભાઈ પટેલના બ્લોગ પર સુરજબા વિષે જાણ્યું.
ત્યારબાદ, મારા હૈયે જે થયું તે થકી આ રચના થઈ છે.
જે કોઈને વધું જાણવું હોય તેઓ નીચેની લીન્ક પર જઈ શકે છે >>>>
આજે ૧૮મી સેપ્ટેમ્બર એટલે સુરજબાની મરણતિથી.
એમની યાદમાં આ રચના મારી એમને “અંજલી” છે.
તમે આવીને વાંચો એવી આશા.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today it is the Death Anniversary of SURAJBA PATEL…the mother of GOVINDBHAI PATEL who is known in the Gujarati WebJagat by his Blog, the link to that Blog is given above.
My Poem in Gujarati is a TRIBUTE to a lady whose life was filled with SEVA to those in the need in the Society. In her name in the vilaage of JESARAVA, the Torch of Public Service is still burning brightly.
May you feel & imagine how brave a lady she was !
May her Soul be resting in Peace with God !
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

વસંતભાઈ મોરારભાઈ મિસ્ત્રીને શ્રધ્ધાજંલી ચંદ્રવિચારો શબ્દોમાં (૧૮)

9 ટિપ્પણીઓ Add your own

 • 1. Ramesh Patel  |  સપ્ટેમ્બર 18, 2012 પર 11:43 પી એમ(pm)

  પરોપકારી આ પેઢીના પુણ્યે જ આ જગ સુખી છે..તેમના ચરણોમાં વંદન
  એ આપણું અહોભાગ્ય છે. શ્રી ગોવિંદભાઈ અને શ્રી ચીમનભાઈને રૂબરુ મળી
  તેમના સમાજસેવાના યજ્ઞકાર્ય જૉઈ ખૂબ આનંદ થયો છે. આપની આ
  ભાવભરેલી સુંદર પોષ્ટ વાંચી ખુશહાલી અનુભવી…ડોશ્રી ચંદ્રવદનભાઈ

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  સપ્ટેમ્બર 19, 2012 પર 12:08 એ એમ (am)

  પરોપકારી પેઢીના પુણ્યે જ જગ સુખી છે..
  God Bless.

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 3. pragnaju  |  સપ્ટેમ્બર 19, 2012 પર 1:33 એ એમ (am)

  સેવાઓનો લાભ હિંદુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ કે કોઈ પણ વ્યક્તિ નાત જાતના કોઈ પણ ભેદ વગર લઈ શકે છે. સૌને સેવા ઉપલબ્ધ થાય છે. આ વાત સૈધ્ધાંતિક રીતે હું જાણતી હોવા છતાં તેનો જાત અનુભવ કરવાની મને તક મળે ત્યારે પ્રભુની અનુભૂતિ થાય આવા સેવાયજ્ઞથી સમાજ ટકે છે.એ આદરણિય રમેશભાઇની વાત સાથે સંમ્મત
  પૂ સૂરજબાને અમારી શ્રધ્ધાંજલી

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  સપ્ટેમ્બર 19, 2012 પર 2:54 એ એમ (am)

  જેસરવા ગામમા સેવા કાર્યોમાં ઉમંગથી ભાગ લેનાર મિત્ર ગોવિંદભાઈનાં

  માતુશ્રી સુરજબાને યાદ કરી એમને કાવ્ય દ્વારા શ્રધ્ધાંજલી આપીને

  તમોએ સરસ મિત્ર ધર્મ બજાવ્યો, ચન્દ્રવદનભાઈ.

  પૂ સૂરજબાને શ્રધ્ધાંજલી આપવામાં હું તમારી સાથે જોડાઉં છું.

  જવાબ આપો
 • 5. DR. CHANDRAVADAN MISTRY  |  સપ્ટેમ્બર 20, 2012 પર 1:41 પી એમ(pm)

  This was an Email Response>>>>

  : સુરજબાને શ્રધ્ધાંજલી !…A NEW POST ON CHANDRAPU

  FROM: Pravinkant Shastri
  TO: chadravada mistry

  Wednesday, September 19, 2012 5:14 PM

  સરસ માતૃવંદના.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Thanks, Pravinbhai.
  Chandravadan

  જવાબ આપો
 • 6. DR. CHANDRAVADAN MISTRY  |  સપ્ટેમ્બર 20, 2012 પર 1:43 પી એમ(pm)

  This is an Email Response to the Post>>>>

  સુરજબાને શ્રધ્ધાંજલી !…A NEW POST ON CHANDRAPUKAR

  FROM: Samir Dholakia
  TO: chadravada mistry

  Wednesday, September 19, 2012 7:29 P

  wah wah saahab aavaaa maanas have naheee male….

  SAMIR RANJITBHAI DHOLAKIA(B.Ed)(VOCAL CLASSICAL) SWARAA MUSIC CLASSES
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Samirbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 7. પરાર્થે સમર્પણ  |  સપ્ટેમ્બર 20, 2012 પર 6:18 પી એમ(pm)

  આદરણીય વડીલ ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  મારા માતૃ શ્રી સ્વ. સુરજબા ને આપે સુંદર શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી તેને હું જીવનમાં ક્યારેય ભૂલી શકીશ નહિ.
  આ ગોવિંદ ” ચંદ્ર પુકાર ” નો સદાય ઋણી રહેશે.
  કોમ્પ્યુટરમાં મોટો ખોટકો સર્જાવાથી હું આપના તેમજ અન્યના બ્લોગ પર વિચારો
  પ્રદર્શિત નથી કરી શક્યો તે બદલ ક્ષમા ચાહું છું
  ગણેશોત્સવની સર્વેને ખુબ શુભ કામના

  જવાબ આપો
 • 8. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  સપ્ટેમ્બર 21, 2012 પર 9:07 એ એમ (am)

  આદરણીયશ્રી. ડૉ. પુકાર સાહેબ

  ” મા ” ની મમતા પુકારે

  ત્યારે તેમના બાળકો હંમેશા સાદ

  દેવા દોડી આવે છે, આપે ખુબ જ જોરદાર

  રચના બનાવી સાહેબ

  આપ તો કવિરૂપી ઘરેણું છો.

  આપે સ્વ. શ્રી. સૂરજબાને શ્રધ્ધાંજલિ અર્પી, આપનો આભાર

  જવાબ આપો
 • 9. Ishvarlal R. Mistry  |  સપ્ટેમ્બર 26, 2012 પર 5:13 પી એમ(pm)

  Chandravadanbhai , very good poem on Surajba , you have done good for paying her respect, for a great lady, May her soul rest in peace, thanks for sharing your good thoughts, best wishes.

  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 328,672 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: